________________
(90
૧૭૮
લકા જે મનમાં ઝંખે છે, ચન્તવે છે, તે જ જો વિનેાખાજી ગામેગામ કરીને કહેતા હાય અને તેને સાકાર બનાવવાના મા દેખાડતા હોય તે તેમની પદયાત્રા અને પ્રવચનધારા સમય પાકચે ફળવતી ખતવા વિષે શંકાને કાઈ કારણ કે અવકાશ હોવા ન જોઇએ..
હુંવન
આ બધા આપણે એક ભાવુકની દૃષ્ટિએ વિનેબાજીની પધ્યાત્રાના વિચાર કર્યાં, પણ તેને એક ખીજી રીતે પણ થાડે વિચાર કરવામાં ન આવે તે આ આલેાચના અધુરી ગણાય. પદયાત્રા દરમિયાન મને એમ માલુમ પડયુ છે કે પદ્યાત્રાનો મેજો ગામડાના લેાકાને અથવા તે તેની વ્યવસ્થા કરવાની જવાબદારી લેતી સ્થાનિક સસ્થાને કદિ કદિ ભારે લાગતા હાય છે. આનાં કેટલાંક કારણા છે. એક તે કેટલીક વાર આ વ્યવસ્થા બ્રહ્મા મોટા ખર્ચીનું નિમિત્ત થઇ પડે છે. મારી જા પ્રમાણે એક નાના સરખા ગામને આ બાબત અંગે રૂ।. ૧૫૦૦ નુ ખુ` થયુ` હતું. યાત્રીદળની સખ્યા ૭૫ આસપાસ રહેતી હોય છે. વળી વિનાબાજી જે ગામ જાય ત્યાં પણ આસપાસના લેાકેા સારા પ્રમાણમાં એકઠા થાય છે, એટલું જ નહિ પણ, દૂર નજીકના આગેવાન કાર્યકરો પણ ઠીક પ્રમાણમાં એકત્ર થાય છે, યાત્રીદળની તા રહેવા, ખાવા, વગેરેની બધી વ્યવસ્થા ગામના લાકાતે કરવાની હાય જ છે, પણ સાથે સાથે આસપાસથી આવેલા આગેવાન કાર્યકરોની ખાવાપીવાની જવાબદારી પણ ગામના લેાકાના માથે આવે છે. કાઇ પણ ગામમાં વિનોબાજી આવવાના હાય તેના ખે ત્રણ મહીના પહેલાંથી ભૂદાન કાર્યકરો, ક્રાંગ્રેસી કાર્યકરો અને સરકારી માણસાનુ આવવુ જવું શરૂ થાય છે. સડક સુધારણા, પાયખાનાની વ્યવસ્થા, ડી. ડી. ટી.ના છંટકાવ, ચાતરક સાફસુફી, રસોડાને પ્રબંધ, રહેવાના પ્રબંધ-આ બધી ધમાલના આરંભ થાય છે. વિનાબાજીને (એટલે કે તેમને તેમ જ તેમના પદયાત્રી ળને) આ જોઇશે અને તે જોશે એમ ગામેના લાકા ઉપર ચેતરથી હુકમ છુટે છે. વિનેબાની સહીસલામતી અને સગવડ એ સરકાર પણ પોતાની એક મોટી જવાબદારી ગણે છે અને સાફસુફી, સડક સમારકામ વગેરે માટે સારા ખર્ચ કરે છે અને તેની તકેદારી પણ દિકર્દિ ગામડાના લકાને મુંઝવે છે. વિનાબાજીના આગમનની તૈયારી વિષે ચિન્તા સેત્રતા જુદા જુદા કા કરા ઘણી વખત પરસ્પરવરોધી સૂચનાઓ આપે છે અને અને ગામડાના લોકોને તો આ બાબતની કશી સુઝ જ ન હોય એમ માનીને સૂચનાઓની ઝડીએ વરસાવતા રહે છે. આમ ચિંતાખાજીનુ આગમન અને માત્ર એક જ દિવસનું રહેવું-ગામલાકા અથવા તો તે ગામના જવાબદાર આગેવાને માટે તેને લગતા ઠીક ઠીક ખર્ચ ઉપરાંત કાઇ કાઇ ઠેકાણે મેાટી ચિંતાને અને ઉપાધીના વિષય બની જતા હોય એમ મને લાગ્યું છે. ગામનુ જેવું મહત્વ એ મુજબ કાઇ ઠેકાણે સા, કાઇ ઠેકાણે અસા માણસા અને કાઇ ઠેકાણે ૫૦૦થી ૭૦૦ સુધી પશુ. જમનારાની વ્યવસ્થા ગામના લેકાને અથવા તે, ત્યાંની સ'સ્થાને કરવાની રહે છે, એક મોટી ચૂક, સામાનની બીજી એક એ ગાડીઓ, એક છે જીપ, એકાદ સ્ટેશનવેગન, વિનોબા સાહિત્ય અંગેની એક બગાડી આમ વિનાબાજીની પદયાત્રાના એક નાના સરખા રસાલા બની જાય છે.
તા. ૧૫-૧-બહે
તા ધરના લોકો ગજા ઉપરના ભાર પણ ઉપાડવામાં આનંદ માને છે, તો પછી આ તે। એક પયગમ્બરની કક્ષાના પુરૂષ ગામના આંગણે આવે છે. તે ભલે ગામના લોકાને થાડા વધારે જો ઉપાડવા પડે. અને ભલે તેમને ઘેાડા આર્થિ ક ધસારો ખમવે પડે. સરકાર પણ આ નિમિત્તે ભલે થાડુ ખર્ચે કરે. આવા અવસર ફરી ફરીને આવવાનેા નથી. આ તે ગંગા વહી રહી છે અને ગામનુ આંગણું પવિત્ર થાય છે. લોકમેળા નિર્માણ થાય છે અને હજારાના ચિત્તનું ઉથ્વી કરણ થાય છે. આવા પરમ લાભની આર્ડ તકલીફ કે દ્રવ્યયની સાંકડી ગણતરી કરવી. ન ઘટે,
પણ આ સાથે એક ખીજો વિચાર પણ આવે છે. આપણે ત્યાં સાધુસંતના આહારવિહાર વિષે એક એવી કલ્પના છે કે તેમનું ગમનાગમન હળવું ફૂલ જેવુ હોવુ ઘટે, જેમ મધુકર જુદા જુદા ફૂલ ઉપરથી થોડા થાડા પરાગ એકઠો કરે કે જેથી કાઇ એક ફૂલને ન તો તેના ભાર લાગે કે ન તે તેની શોભાસમૃદ્ધિને જરા પણ આંચ આવે. આવી રીતે સાધુ સન્યાસી ઘેર ઘેર ભટકીને થોડી થાડી ભિક્ષા એકઠી કરીને પોતાને નિર્વાહ કરે. આ કારણે તેની ભિક્ષા પ્રવૃત્તિને ‘માધુકરી' શબ્દથી વવવામાં આવે છે. અને જ્યાંથી તે પસાર થાય ત્યાંનાં જરા ઝાડપાન હુલે અને આ કાણુ આવ્યું અને ગયુ' ?' એમ લકાનાં દીલ કૌતુકપ્રેરણાવડે જરા સંચાલિત થાય. આથી ન વધારે ધમાલ કે ન વધારે ઘટાટાપ–એવા તેમના વિહાર હોય.
આ બધાંના ખ્યાલ કરતાં એક બાજુ એમ વિચાર આવે છે કે વિનોબાજી કાંઇ કરી ફરીને આવવાના નથી. તેમના દનને અને શ્રવણના તેમ જ તેમના સાક્ષાત્ સમાગમને જેટલા વધારે લેાકા લાભ લે તે વાયાગ્ય છે અને જ્યારે ધેર લગ્ન આવે છે
પણ વિનેબાજીની પ્રસ્તુત પધ્યાત્રાને આ કલ્પના લાગુ પાડવી ચિત નથી, કારણ કે કેવળ એક સાધુસ ́તની પયાત્રા નથી, પણ ભારતમાં સર્વાંગી ક્રાંતિ નિર્માણ કરવાની એષણાથી પ્રેરિત બનેલા એક લકાત્તર પુરૂષની પ્રચારયાત્રા અથવા તેા રથયાત્રા છે. અને આવી પ્રચારયાત્રા સાથે તેમજ આગળ અને પાછળ સમારોહનું, જૂથ ધીતુ, પ્રચારલક્ષી તત્વાનુ આયેાજન હોવું આવશ્યક છે.
આમ છતાં પણ વિનેબાજીની પ્રસ્તુત પયાત્રા લાંબા સમયથી સતત ચાલતી પધ્યાત્રા છે. દરેક ગામડાંનુ ગજ્જુ” એક સરખુ ન હાય. વિનાબાજી આવ્યા અને ગયા એને અમને ભાર પડયા” આટલી સરખી પણ લાગણી કાષ્ઠ એક ઠેકાણે પેદા થવી ન ઘટે. આમ વિચારતાં મનમાં સહજ પ્રશ્ન થાય છે કે વિનોબાજી પોતાનુ યાત્રીદળ થાડુ' સકાચે તે કેમ ? તેમની પદયાત્રામાં સ્થાયી અને જરૂરી પધ્યાત્રિકા ઉપરાંત અલ્પકાલીન યાત્રિકા અલ્પ સંખ્યામાં જ સાથે હાય, બાકી જેમને 'મળવુ હોય તેઓ પોતપોતાની નજીક હાય એવા પડાવના મુકામે વિનેખાજીને મળે, પયાત્રાને લગતા રસોડામાં યાત્રીદળ સિવાય ગણીગાંઠી વ્યકિત માટે જ જમવાની સગવડ હાય, ખીજા લોકો જમવા રહેવા માટે પોતપોતાની સગવડ કરી લે. વિનોબાજીને લગતી સગવડ કરવાની સૂચના આપવાનું કામ અમુક એ પાંચ વ્યકિતએ હસ્તક જ હોય. જે તે કાર્ય કર્તા કે અધિકારી ગૃહસ્થ ગામડાના લોકાને આ બાબતના ચપરાણા ન કરે,
સ'ભવ છે કે વિનોબાજીના નિમિત્તે ગામડે ગામડું થતા આરબસમાર બને તેમને કદાચ પૂરો ખ્યાલ જ ન હાય. પણ જે પદયાત્રાના પોતે સૂત્રધાર છે તે વિષે જો તેમનું આવું અજ્ઞાન હાય તા તે બરાબર નથી. આ બાબતમાં તેમણે પોતે ઊંડા ઉતરવું જોઇએ અને યોગ્ય લાગે તે અને તેવા આખા પ્રબંધમાં તેમણે કાપકૂપ અથવા ા ફેરફાર કરવા જોઇએ,
અહિં પદ્યાત્રાની મીમાંસા પૂરી થાય છે. હવે વિનાબાજીના વ્યકિતત્વ અંગે મારા મનમાં સ્ફુરતા કેટલાક વિચારો અથવા તા આધાતપ્રત્યાધાતા રજુ કરવા ઇચ્છા છે, જે કદાચ હવે પછીના અંકમાં, સમાપ્ત પાન દ
મુંબઈ જૈન યુવક સ ધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુંબષ્ટ ૨, ૩, ન'. ૨૯૩૦૩