________________
to
20
મુદ્ધ જીવન
સત્તા પર આવેલી હંગેરીની સરકાર હા પાડે તે જ ત્યાં જવાનુ થાય ! કારણ ૐ હ ંગેરી' સાવ ભૌમ છે, સૌ કહે વાત તે સાચી જ છે. હ ંગેરીની સરકાર ના કહે તે કત્લેઆમ થઇ છે કે નહીં, પરદેશી રાજ્યના ટેકાથી આ બધું થયું છે કે નહીં" તે જોવા માટે પણ ને જઈ શકાય ! !
દુનિયા જ્યારે એક બીજાના સપર્કમાં આવતી નહેાતી તેમ જ એક બીજાના કામમાં ડખલ કરવાની શક્યતા પણ નહાતી, રાજકીય ઘટકો એ જ આર્થિક ઘટા હતા. એ દિવસેામાં સા`ભૌમત્વના વિચારે ઉપયોગી કામગીરી બજાવી હશે, તે આક્રમક વૃત્તિ પર એથી લગામ રહી હશે.. પણ આજે જ્યારે રાજકીય ઘટક તે આર્થિક ઘટક રહેલ નથી ને રાજ, રાજ મતભેદો ઊભા કરે તેવા મુદ્દાએ ઊભા થાય છે ત્યારે આ વિચાર સુધારા માગે છે. શિયાળા માટેનુ કપડુ ઉનાળામાં પણ પહેરી રાખવા જેવા આ પ્રયાસ છે. અથવા તે બાળક પુખ્ત ઉંમરના થયા પછી પણ ચાલણગાડી ન છેડવા જેવી આ વાત છે. આ બધા સાભામ રાષ્ટ્રો વચ્ચે મતભેદના ઊભા ન જ થાય, ખેંચાખેંચ ન જ થાય તે। એમનું સાર્વભૌમત્વ અખંડ અજર અમર રહો. પણ માંટી એ જગ્યાએ છે કે જે રાજકીય ઘટક આર્થિક ઘટક હતા તે સ્થિતિ આજે રહી નથી. શુ' લેબનાન આર્થિક રીતે મજબૂત ઘટક છે ? કે ાજપ્ત કે હ ંગેરી કે પોલ ડ આર્થિક લટકા છે ખરા ? તે દુનિયાના બજાર સાથે સવારથી સાંજ સુધી સ’કળાયેલા રહે છે ને તે છતાંયે તે પરિસ્થિતિમાંથી જે ઘણા, મતભે, ગેરસમજણા ઊભાં થાય તે ઉકેલવા માટે મૃગજળ જેવા સાવ ભૌમત્વના આશરા લે છે. વાસ્તવિક રીતે તેમણે તેા એક યા બીજા મજબૂત અને વિશાળ આર્થિ ક ઘટક સાથે અંદરથી જોડાણ કરવું જ પડે છે. એટલે કે એમનું રાજકીય વાતંત્ર્ય પણ બહારથી ગમે તેવુ લાગે પણ અંદરથી તે ખખડી ગયું છે. કાળની આકરી ભીંસ નીચે તે તૂટી પડે અને નવું રચવાના સમય પણ ન રહે તે કરતાં વખતસર આ વિચારમાં જરૂરી પરિવત ન થઇ જાય તે શાણી રાજનીતિ છે. (અપૂર્ણ) મનુભાઈ પંચાળી
(અણુયુગના ધર્મ : પહેલા પાનાથી અનુસંધાન) થઇ ચૂકયું છે, તેની સામે વિભિન્ન ધર્માંશાસ્ત્રોમાં અસંખ્ય તાણાવાણાથી વણાયેલી પહેલાંની ભૂગોળ કઇ રીતે વ્યવહા થઇ શકવાની છે? જે સનાતન ધર્મના આચાર્યો છે તે પણ શાસ્ત્રોને ખાખાવાકય પ્રમાણ” કરીને માને છે એટલું જ બાકી તેઓ પણ પ્રવાસ તે આજની વિજ્ઞાનસમ્મત ભૂંગાળની મદદથી જ કરે છે. આ પ્રમાણે આજે ધમ માન્યતા અને વ્યવહાર વચ્ચેના અસમન્વયના કારણે વર્તમાનમાં અને ભાવિ તિહાસની દૃષ્ટિએ પણ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ ગયેા છે.
આ સનાતનના અધ્યાત્મના પાયા ઉપર ટકી રહી છે. પરિ વનના અંગે કાઇ પણુ, બુદ્ધિયુકત ચર્ચા થાય કે ધ` ત્યાંથી દૂર ખસી જાય છે, અધ્યાત્મને મહત્વ આપતાં તે સમાજ અને સંસારને પરિવત નશીલ અને આત્મા અને અધ્યાત્મને અપરિવત નશીલ કહી પેાતાના બચાવ કરે છે, આથી કર્તવ્ય અને જવાબદારી બન્ને જુદી વસ્તુ બની જાય છે. લૌકિક અને પારલૌકિક, કૅ આત્મિક અને સામાજિક કલ્યાણુ વચ્ચે સુમેળ રહેતા નથી, ફળસ્વરૂપે જે લાકા રહેણી કરણી, ખાનપાન, વગેરેની રીત બદલવામાં જરાયે સ કાચાતા નથી તેઓ પણ સામાજિક કલ્યાણુ વિષે સ્વતન્ત્ર રીતે નથી તે વિચારી શકતા કે નથી તે જડ અને મૂર્ખતાપૂર્ણ રૂઢિઓને છેડવા તૈયાર થતા. આ લોકો ધર્માંતે અધ્યાત્મ સાથે બાંધી દઇને, અને સામાજિક કલ્યાણને અલગ પાડી ને, આ લેાકશાહીના યુગમાં પણ ધામિ`ક પ્રભુત્વને આસાનીથી ચલાવ્યે રાખે છે, જેમને આ પ્રભુત્વ કાયમ રાખવુ છે, તેને કાયમ રાખવામાં જ જેમનુ હિત છે તેમને માટે આ સિવાય બીજો ક્રાઇ
તા. ૧૬-૮-૫
રસ્તે જ છે નહિં, કેમકે સમાજમાં પરિવત ન થયા વિના રહેવાનુ નથી, અને આ પરિવર્તનની સામે ધમ ખીજી કાષ્ટ રીતે ટકી શકે તેમ નથી. દરેક પરિવર્તનની સાથે સમાજને વિચારસરણી અને કામ કરવાની પદ્ધતિ બદલવી પડે છે, જો ન બદલે તે કાળ પરાણે તેની પાસે બદલાવે છે. આવે વખતે ધને યા તે પેાતાને બદલાવુ પડે, અથવા તો તે સમાજથી વિમુખ થઇ જાય. પરપરાગત ધર્મને ચાલુ રાખવા ખાતર તેણે સમાજથી વિમુખ થવાની ઘોષણા કરી છે, પણ ખરેખર તે વિમુખ થઇ શકશે ખરા ? આખરે તે ધમનું સ્થાન જીવનની જરૂરિયાતા પછી ખીજે નંબરે છે. જીવન ટકાવી રાખવાને ખારાકની જરૂર છે અને તે સમાજ પાસેથી લેવાના છે. એટલે એ નિર્વિવાદ છે કે સમાજ દ્વારા ધનુ પેટ ભરાય છે, અને તેથી ધમ સમાજથી અળગા નથી. આત્મિક કે આધ્યાત્મિક ઉન્નતિના નામે સામાજિક કવ્યું કે જવાબદારીલાયક યુગાનુકુળ પ્રવૃત્તિઓથી વિમુખ થવામાં કોઇ ધર્મ સચવાતા નથી.
સમાજે કૃષિયુગ કે સામન્તવાદી યુગને યારનાયે ત્યજી દીધેા છે. આજના સમાજ આવિક યુગને છે. એની સમસ્યાનુ સ્વરૂપ બદલાઇ ગયું છે, એટલે એના ઉપાયા પણ જુદા રૂપે વિચારવા જોઇશે. આ યુગને ધમ પોતાને કૃષિયુગ સાથે બાંધી રાખી નહિ શકે. અધ્યાત્મના નામે પણ તે જમાનાની ઢિ કે વિચારપરંપરા ચાલી શકવાનાં નથી. સધળાં શાસ્ત્રાનું સમથ ન હાય તમે જે રૂઢિ કે વિચારપર પરાં સમાજવિરોધી હોય, તે કાઇ એક વ્યકિતનુ ગમે તેટલુ આત્મકલ્યાણકારી હોય છતાં ટકાવી શકાય નહિ. જે અણુયુગે જીવનને સ્વસ્થ અને સુખી રાખવા વિજ્ઞાન દ્વારા અનેક સાધન સુવિધા આપ્યાં છે, જેણે મનુષ્યના અજ્ઞાન સામે પડકાર ફેંકયો છે, તે યુગમાં કોઇ પણ વ્યકિત આરણ્યક જીવનનાં વિધિવિધાન કૅ પરિપાટિ પકડી રાખી ચાલવા ઈચ્છે તે તે અશકય છે. કાઇ પણ અધ્યાત્મવાદી જેને સમાજ દ્વારા ઉત્પન્ન થયેલાં અન્ન વસ્ત્ર વાપરવા છે, સમાજની વચ્ચે આધુનિક સગવડતાપૂર્ણ મકાનમાં રહેવુ છે, ત્યાં બેસીને ઉપદેશ આપવેા છે, તેને સમાજના સાંસ્કૃતિક નિયમે અને આŕને માનીને જ ચાલવુ` પડશે. આત્માની ગુહામાં કે અધ્યાત્મના ગોખમાં વિચરણા કરવા છતાં તે સમાજથી અલગ નથી, એટલે કયા વિચાર અને નિયમે સમાજને સહાયક છે અને કયા બાધક છે તેને વિચાર તેણે કરવા પડશે, અને જે ખાધક જણાશે તેને ત્યાગ કર્યા વિનાં છૂટા નથી.
'
ધનવાનાનુ` ધન અને મેાક લાગતા પ્રશ'સાવાચી શબ્દોના ખળ ઉપર જે ધર્મ અધ્યાત્મ અને નૈતિકતાને ઉપદેશ આપી સમાજનાં પરિવર્તને રોકવા ઇચ્છે છે, ધર્માંની નવી નવી વ્યાખ્યા કરી, ચારિત્રવિકાસ અને જાગૃતિની વાતેા કરી, તે દ્વારા સમાજને નવા વિચારાની વિરેધી સ્થિતિમાં મૂકવા ઇચ્છે છે. તે ભીત ભૂલે છે, હવે તે ચાલી શકવાનું નથી, સામાજિક ઐતિહાસિક તથ્યાનું જેમણે સાચી રીતે વિશ્લેષણ કર્યું છે, તે સમજે છે કે ભૂતકાળની માટી મેટી વાતેા કરી, પાપ પુણ્યની વ્યાખ્યા કરી, નૈતિકતાના રૂપાળા વાધા સજાવી, તે દ્વારા ધમે` માત્ર સપ્રદાય અને ગુરૂએના સ્વા નું પોષણ કર્યુ છે; ગરીઓનું શોષણ કર્યુ છે. ગરીબે પણ કમ ફળ કે ઇશ્વરેચ્છા માનીને મુંગે મોંએ ઝુકી રહ્યા છે,
અણુયુગની આ સ્થિતિ સમજી જઇ ધણા ધર્માંગુરૂ ધમ અને નૈતિકતાને નવા શબ્દો, નવા પ્રતીકાથી શણગારી રજુ કરે છે. પણ આવી માત્ર વ્યાખ્યા કરવાથી કામ ચાલવાનુ નથી દુનિયાનુ નવું રૂપ નિર્માણ `કરવા માટે ક્રાંતિકારી ક્રિયમાણુતા આચરવી જોઇશે. તે જ અણુયુગમાં ધમ પોતાના નામની સાથેકતા પુરવાર કરી ટકી શકશે.' ધમે' સમજવુ' જોશે કે અણુપ્રાપ્ત ઉપલબ્ધિઓને સાથે લઇ, તેણે પ્રત્યક્ષ કરેલાં નિરાકરણાની મદદ લને જ ચાલી શકાય તેમ છે,
મૂળ હિંદી શ્રી. ભંવરમલ સિથી...' અનુવાદક : મેનાબહેન
મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધના સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેડ, મુ ́બઇ ૨. ટે. ન. ૨૯૩૦૩