SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ દેશની સરેરાશ માથા દીઠ આવક રૂ. ૨૮૧ છે. આ મજૂરા અધ માનવની સ્થિતિમાં સબડે છે. આ લાકા પાસે ખેતીલાયક જમીન કુલ જમીનના એક ટકાથી વધારે નથી, જો કે કુલ માલીકીની જમીનના ૧૬.૮ ટકા જમીનની માલીકી આ લેકા ધરાવે છે. આ લેાકાની આર્થિક સ્થિતિ ભારે શાચનીય હાય છે. આ · ખેતમજુરાનાં કુટુ એથી ૨૬૬ ૪ ટકા દર વર્ષે રૂ. ૧૦૦ અને ૩૬ ટકા રૂ।. ૧૦૧ થી ૧૦૫ ખેંચે છે. (૫) આપણે લોકોને કામ પૂરૂ પાડવાની ોગવાઈ કરવાની સાથે અનાજ, શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણીની વ્યવસ્થા, વસવાટ વગેરે પાયાની અને પ્રાથમિક જરૂરિયાતા પ્રત્યે ધ્યાન આપવુ પડશે. હાલ પાંચ કરેડ બાળકામાંથી અઢી કરોડ બાળક નિશાળે જાય છે અને આવતા સાત વરસમાં અઢી કરોડના વધારા ચશે, ૫૦ હજાર ગામડાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની છે. શહેરી વિસ્તારામાં વધારાના ૩૦ લાખ કુટુ માટે અને ગ્રામ્ય વિસ્તારામાં ૬૦ લાખ માટે વસવાટની વ્યવસ્થા કરવી પડશે. આ બધા માંકડા ઉપરથી એ જોઈ શકાશે કે દેશ સમક્ષ ભગીરથ કાય પડયુ છે. કોંગ્રેસ એ સમજે છે કે માનવી પાસે શ્રેષ્ઠ કાર્યોં કરાવવું હાય તેા તેને પ્રેરણા મળે, અંદરથી પ્રાત્સાહન મળે એવું કાંઈક થવુ જોઇએ. કોંગ્રેસ એ પણ સમજે છે કે બધારે પડતુ દબાણુ લાવવાથી કાંઈ પણ નવું કરવાના ઉત્સાહ માર્યાં જાય છે. અમુક થઈ ગયેલી જીવન પદ્ધતિને, ખાસ કરીને લાકશાહી મની રચનામાં, ધ્યાનમાં લેવી જોઇએ. આપણે હજી પા લાંખે પથ કાપવાનો છે. અને સમયના પ્રશ્ન પણ આપણી સમક્ષ છે જ. ઉદ્યોગોની બાબતમાં માથા દીઠું રાકાણુ આપણા દેશમાં સૌથી ઓછુ છે. (ભારતઃ રૂા. ૨૭, બ્રિટનઃ . ૨૫૦, અમેરિકી રૂ. ૪૦૦). ઉદ્યોગોમાં કામ કરતા લોકોની સંખ્યા ટકાવારીની દૃષ્ટિએ ાપણા દેશમાં સૌથી ઓછી છે. (ભારતઃ ૧૦ ટકા, બ્રિટનઃ ૫૦ ટકા, અમેરિકા: ૪૦ ટકા, કેનેડાઃ ૩૦ ટકા, દક્ષિણ આફ્રિકાના સ ંધઃ ૨૦ ટકા). ૧૯૪૮ થી અત્યાર સુધીમાં આપણે ત્યાં વીજળીના માથા દીઠ ઉત્પાદનમાં ૨૦૦ થી ૩૦૦ ટકાના વધારો થયા છે, છતાં ભારતમાં ઉત્પાદન સૌથી ઓછું છે. (ભારત : ૨૨ કિલોવેાટ, જાપાન: ૫૮૯, ફ્રાન્સઃ ઉપર, રશિયાઃ ૮૫૦, પશ્ચિમ જર્મન : ૯૩૩, ઓસ્ટ્રેલિયા: ૧૪૨૯, બ્રિટન ૧૫૯૨, અમેરિકા : ૩૩૧૦, કેનેડા : ૪૬૭૩, વિશ્વ : પ૭૨). કાલસાનું માથાદીઠ ઉત્પાદન પણ સૌથી ઓછુ છે. ( ભારત ૧.૭ મિલિયન ( દશ લાખ) મેટ્રીક ટન, ઓસ્ટ્રેલિયા: ૨.૨, કેનેડા ૪.૧, જાપાન : ૯.૪, ફ્રાન્સ : ૧૨૬, બ્રિટન ૨૦.૧, પશ્ચિમ જર્મીની : ૨૧,૩, રશિયા : ૪૫.૩, અમેરિકા : ૧૦૬.ર). સીમેન્ટનું ઉત્પાદન પશુ સૌથી ઓછુ છે. (ભાર ૪.૬ મિલિયન મેટ્રીક ટન, ફ્રાન્સ ઃ ૧૦.૮, પશ્ચિમ જર્મની ૨૨.૫, અમેરિકા : ૪૯ ૯). ચીન અને પાકીસ્તાન બાદ કરતાં દુનિયામાં એવા કોઇ મેાટે દેશ નથી કે જ્યાં વતીને આંટલે મોટા ભાગ ખેતી ઉપર નખતે હોય. વળી જમીનના એકમનું “સરેરાશ કદ પણ આપણા દેશમાં સૌથી ઓછુ છે. કાંગ્રેસ અને કૉંગ્રેસ સરકારની ટીકા કરનારાઓને આપણા દેશ સમક્ષ પડેલા પ્રક્ષના વિરાટ સ્વરૂપનો પૂરેપૂરા ખ્યાલ છે કે કેમ એ વિષે મને શકા છે. તે એ ખરાબર સમજ્યા હોય તે તેઓ અત્યારે જે રીતે ટીકા કરે છે તે રીતે ટીકા કરે એ માનવા હુ` તૈયાર નથી, બહુ ઝડપથી જવામાં જોખમ છે. એ વાત સાચી, પણ ધીમે જવામાં ય જોખમ ઓછું. ગભીર નથી. આ રીતે જો બન્ને દિશાએ જોખમ હોય તે ધીમા ભાગ અપનાવીને પ્રશ્નનેાના જોરથી ફૂંકાઈ જવું. એ કરતાં બહાદૂરીપૂર્વક લડી લેવાના માર્ગ વધારે સારે છે.. પાનંદ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૫૯ મિલન સમારંભ જૈન સમાજના એક જુના કા કર્યાં શ્રી. ઉમેદચંદ દોલતચંદ બરાડિયા બી. એ. જેએ મુંબઈના વ્યવસાયી તથા જાહેર જીવનથી આજથી સત્તર વર્ષ પહેલાં નિવૃત્ત બનીને અગાસ ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આત્મસાધના પાછળ સમય વ્યતીત કરી રહ્યા છે. તેમનું કોઇ એક વ્યાવહારિક નિમિત્તે મુબઈ આવવાનું બનતાં એક જુના સહકાર્યકર્તાને સહજમાં મળી શકાય તે હેતુથી શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ, શ્રી મુંબઇ જૈન યુવક સંધ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા ધી એલ્ડ મેયઝ યુનિયન (મહાવીર જૈન વિદ્યાલય) તરફથી જાન્યુઆરી માસની ૧૧મી તારીખ રવિવાર સાંજના ચાર વાંગ્યે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સભાગૃહમાં મુંબઇની શેર બજારના પ્રમુખ શ્રી. કે. આર. પી. શ્રાના પ્રમુખપણા નીચે એક મિલન સમાર ભ યાજવામાં આવ્યા હતા. સભાનુ ... પ્રમુખસ્થાન શૈભાવતા શ્રી કે. આર. પી. શ્રોફ્ અને સન્માન્ય શ્રી ઉમેદચંદ દોલતચંદ બરાડિયા વચ્ચે સમાન વ્યવસાય અંગે એક જુના સ્નેહસ ંબંધતી સાંકળ હતી. શ્રી. કે. આર. પી. શ્રોફે એક શિક્ષક તરીકે જીવનના પ્રારંભ ક હતા અને બહુ થે!ડા સમય બાદ તે શેરબજારના ધધંધામાં જોડાયા હતા અને થાડા સમય બાદ શેરબજારના પ્રમુખસ્થાને તેમની નિમણુક થઇ હતી: શ્રી બરેડિયાના જીવનના પ્રારંભ પણ શિક્ષક પ્રવૃત્તિથી શરૂ થયા હતા અને થડા સમય બાદ તેઓ સવેતન આસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે શેરબજારમાં જોડાયા હતા અને ૫૬ વર્ષની ઉમ્મરે આંખની તકલીફ્ વધતાં તેમણે સ્વેચ્છાએ નાકરી છેાડી અને આત્મલક્ષી નિવૃત્તિનિવાસ સ્વીકાર્યાં ત્યાં સુધી શ્રી કે. આર. પી. શ્રોફની નીચે જ તેમણે કામ કર્યું હતું. શ્રી બરેાડિયાની ઉમ્મર આજે છ૩ વર્ષની છે, જ્યારે શ્રી શ્રોફની ઉમ્મર. આજે ૮૦ વર્ષની છે. વૃધ્ધાવસ્થાના કારણે જર્જરિત બની રહેલ અને જોવાની શકિત લગભગ ગુમાવેલ એવી આ બન્ને વ્યકિત આ નિમિત્ત કેટલાંય વર્ષોંના ગાળે એકમેકને • મળવા પામી હતી, અને આતા આનંદ અને રવાભાવિક ઉમળકા ખન્નેની મુખાકૃતિઓ ઉપર ખૂબ તરવરતા હતા. ભૂતકાળમાં વ સુધી જૈન સમાજની સામાજિક પ્રવૃત્તિમાં શ્રી ખરેાડિયા સાથે કામ કરવાનું જેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ હતુ તેમણે પ્રસ ંગચિત શબ્દમાં પોતાના આનંદ આ અવસર ઉપર વ્યકત કર્યાં હતા અને શ્રી બરેડિયાને આરેાગ્યપૂર્વકનુ દીધ આયુષ્ય ઇચ્યું હતું. શ્રી બરેાડિયાએ પણ. પૂર્વકાળનાં સ્મરણાને તાજા કરતા એક સવિસ્તર વિચારણ”ભીર કથન દ્વારા જુના સાથીઓના અને નવા કાર્ય કર્તાઓનો આભાર માન્યા હતા અને દરેક સંસ્થાના વિકાસ માટે ઊંડા દિલની શુભેચ્છા પ્રગટ કરી હતી.. શ્રી સંયુકત જૈન વિદ્યાથી ગૃહ-ભૂતપૂર્વ વિદ્યાથી મંડળ તરફથી ચાજાયેલ મનેારંજન કાર્યક્રમ શ્રી સંયુકત જૈન વિદ્યાથી ગૃહ-ભૂતપૂર્વ વિદ્યાથી મ`ડળના ઉપક્રમે 'શ્રી સયુકત જૈન વિદ્યાર્થી ગૃહ કે જેની બન્ને શાખામાં જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના ૧૦૮ વિદ્યાથીઓ રહી મુંબઇમાં ઉચ્ચ કેળવણીના અભ્યાસ કરે છે તેમના લાભાથે આગામી ફેબ્રુઆરી માસની પહેલી તારીખ અને રવિવારના સવારના નવ વાગ્યે ભારતીય વિદ્યાભવનમાં એક મનાર જન કાર્યક્રમ ચેાજવામાં આવ્યે છે. આ સમારંભનુ' પ્રમુખસ્થાન શ્રી. ચદુલાલ વમાન શાહ, જે. પી. લેવાના છે અને અતિથિવિષેશ તરીકે સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠના ઉપ-કુલપતિ. શ્રી. બાખુભા જસભાઇ પટેલ પધારવાના છે. આ કાર્યક્રમમાં શકય તેટલે સહકાર આપવા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાથી મ`ડળના કાર્ય કરી વિન ંતિ કરે છે,
SR No.525944
Book TitlePrabuddha Jivan 1959 Year 20 Ank 17 to 24 and Year 21 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1959
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy