SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સુવન લેવા માટે ગયા. આ કાને તાજા અને ખણ, ચાક્લેટ વગેરે મળે છે. દુકાનમાં દાખલ થયા અને પાંઉ રાખવાના, ખેડા માપના એક શો કેસ-કાચના કબાટ છે તે પાસે ઉભો રહ્યો. અને બ્રાઉન બ્રેડ માંગી એ દુકાન કોઇ પારસી ગૃહસ્થ ચલાવે છે. શા કેસ ત્રણ વિભાગમાં વહેંચાયલા છે અને તેમાં જુદી જુદી જાતના પાંઉ રાખવામાં આવે છે. તે તરફ નજર કરીને પેલા પારસી ગૃહસ્થે કહ્યુ કે દિલગીર છુ કે બ્રાઉન બ્રેડ ખલાસ થઇ છે.” મેં શા કેસમાં જોયું અને નીચેના ભાગમાં ચેડી બ્રાઉન બ્રેડ પડેલી મારી નજરે પડી. મે કહ્યું કે આ છે ને ? તેમાંથી મને આપે ” તેમણે જવાબ આપ્યા કે “તે વાસી છે. તમને આપવાની નથી.” મે પૂછ્યું “વાંસી એટલે ?” તેમણે જવાબ આપ્યો કે “પરમ દિવસે બનાવેલી અને વેચતાં વધેલી.” હું માગુ છુ છતાં આ વેચનાર મને આ બ્રેડ આપવાની ના કહે છે કારણ કે વાસી છે એ જાણીને મને જરા કૌતુક થયું અને પેલા દુકાનદારને મે પૂછ્યું કે “આ રીતે વધેલી થ્રેડનું તમે શુ કર” તેમણે કહ્યુ કે “નજીકમાં ગરીબ નિરાધાર ખ્રીસ્તી વિદ્યાર્થીઓની એક હોસ્ટેલ છે તે વિદ્યાર્થીના ઉપયોગ માટે અમે આપી દઇએ છીએ.” મે પૂછ્યું “તે હાસ્ડેલવાલાને તમે આ વાસી બ્રેડ શુ ભાવે આપે છે ?” તેમણે સ્વાભાવિક નૈસર્ગિકતાથી જવાબ આપ્યા કે “નહિ શેઠ, એનુ કશુ જ નહિ લેવાનું . અમારે નકામી પડી અને ખીચારા ગરીબ છેકરાઓને કામ લાગે અને લઈ જાય એમાં લેવાનુ શુ હેાય ?” આ સાંભળીને હું આશ્રયચકિત બનીને ચાલતા થયો અને રસ્તે ચાલતાં મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ તે કેવી નિષ્ટા અને પ્રમાણીકતા ? લોજોવાળા, ફરસાણ વેચવાવાળા, મીઠાઇવાળા આગળ પાછળનું વધેલુ પડી ન રહે અને ધરાકના મેમાં ક્રમ જાય તે માટે જાતજાતની તરકી અને ભેળસેળ કરતા હાય છે, ત્યારે આ પારસી ગૃહસ્થ પરમ દિવસે સાંજે બનેલી બ્રેડ આજે સવારે મને આપવાની ના કહે છે જો કે તે જાણે છે કે બ્રેડ લઇ જનાર ધરાક એ બ્રેડને બે ત્રણ દિવસ સુધી ઘણી વાર વાપરતા હાય છે. આ ઉપરાંત વધેલે માલ ઓછા ભાવે કાઢી નાખવામાં આપણા વેપારીએ તે જરા પણ અનુગતું લાગતુ નથી, જ્યારે આ ગૃહસ્થ જેટલુ વધે તેટલુ ગરીબ નિરાધાર બાળકને પહાંચાડે છે અને તેમાં પોતે કશું વિશેષ કરતા નથી એમ સહજપણે માને છે. આમાં આજે વિરલ એવી ઉચ્ચ કાટિની પ્રમાણીકતાનાં અને પારસી કામમાં વધારે વ્યાપક છે એવી ઊંડા દિલની નૈસર્ગિક કરૂણાનાં મને દર્શન થયાં અને મેં કૃતકૃત્યતા અનુભવી. . નિષ્ઠુરતાભરી બેદરકારી આવી જ રીતે એક વખત સવારે વોર્ડન રોડ ઉપર હું જઇ રહ્યો હતા અને મહાલક્ષ્મી તરફ જવાના રસ્તા તરફ વળી રહ્યો હતો, એવામાં સામી બાજુએથી એક મેટર પૂર વેગમાં ચાલી આવતી મારા જોવામાં આવી. મારી બાજુએ ઢગલામધ પારેવાં તે ચેક જેવા વિભાગમાં કાઇએ ચણુ નાંખેલી તે ચણી રહ્યાં હતાં. સામેથી આવતી મોટરવાળા આ બધું જોઈ રહ્યો અને છતાં જોસભેર મારી તર± પારેવાના ટાળા બાજુ ધસી રહ્યો હતા. મેટર આવતી જોઇને પારેવાં એકાએક ઉડવા લાગ્યાં. મને થયું કે આ મેટરની ઝડપ ચેાડી ધીમી કરે તો સારૂ'; નહિ તેા કોઇને કાઇ પારેવુ" જરૂર ઝડપાઈ જશે. પણ મોટર ચલાવનારને આની કશી પરવા જ નહેાતી. તેણે મેટર એટલા જ વેગથી ચલાવ્યે રાખી અને તેની પાંખમાં આંખના પક્ષકારામાં એક પારેવુ' ઝડપાઇ ગયું અને તેના ચેકચા થઇ ગયા. અને તેને તરફડવાની પણ અવકાશ ન રહ્યો આ પાછળ મેટર ચલાવનારની કેવળ નિષ્ઠુરતાભરી બેદરકારી સિવાય બીજા કશુ નહાતું. આ જોઇને મારૂ' દિલ કમકુમી ઉઠયુ. અને આજની એ નિષ્ઠુરતાભરી એદરકારી આવા કેટલાયે નિર્દોષ પ્રાણીઓના જ માત્ર નહિ પણ પથ્વાળા ચાલતા માનવીઓના પણ ભેગ લે છે તેના વિચારે એ મનને ઘેરી લીધુ અને પ્રાતઃકાળની પ્રસન્નતા ઊડી ગમગીનીમાં ફેરવાઈ ગઈ. તા ૧૫-૫૫૮ કરે બાર અને ગામે શાલ્ય ... એક દિવસ સવારના અહાર જવું હતું તે માટે આગલા દિવસના જાકીટ પહેરણુ બદલવાનાં હતાં. કબાટમાં ભરાવેલ, મેલા જાકીટમાંથી પડેલી ચીજો નવા જાકીટમાં નાખવાનું શરૂ કરે એટલામાં કાવા ટેલીફાન આબ્યા. તે પતાવ્યા ત્યાં કાઈ મળવા આવ્યું અને તેમની સાથેની વાતચિતમાં અડધા પાણા કલાક રાયો, પછી પેલા મેલા જાકી ટમાંની ચીજો નવા જાકીટમાં મૂકવા જતાં જાકીટના પાછળના મોટા ખીસામાં કુંચીના ઝુડા રાખું છું તે ત્યાં નથી. અને મને થયું કે આગલે દિવસે સાંજે ખુલીયનના સેક્ ડીપોઝીટ વેલ્ટમાં મારું ખાતુ છે. તે ખાલવા માટે ગયેલા અને એ ખાનામાં મારી કુચીઓને ઝડ ભરાવે તે કાઢવાનું અને ખીસ્સામાં મૂકવાનું હું ભુલી ગયો હોઈશ. તેથી મે” ત્યાં ટેલીફાન કર્યાં, પણ એવા કાઇ ઝુડા ત્યાં મળ્યે તેથી એમ ત્યાંના અધિકારીએ મને જણાવ્યું. આથી મને ફાળ પડી અને તરતજ સેઇક્ ડીપોઝીટ વાલ્ટમાં ગયો અને વધારે તજવીજ કરી પણ પરિણામ એવુ એ આવ્યું. મનમાં એમ વિચાર આવ્યે કાઈ અજાણ્યા માણસે મારા ખાનામાં લટકતા ઝુડા જોયા હશે, ખાતુ ખુલ્લુ હશે તે ઉંધાડીને અંદરની પેટીમાંથી હાથ લાગ્યું તે ઉપાડી લીધું હરો અને પછી ખાનું બંધ કરીને તે ઝુડા ઉપાડી ગયા હશે. સદ્ભાગ્યે મારા ખાનાની એ કુંચી હતી. એક આ ઝુડામાં હતી; ખીજી ઘેર પડી હતી. ધેર પડેલી કુંચી લઇને અપેારે પાછા સેફ ડીપોઝીટ વોલ્ટમાં ગયે, ખાતું ખાલ્યું તે બધી ચીજો હુતી એમ તે એમ પડેલી જોઇ. આ જોઇને એક રીતે નિરાંત થઈ પણ ઝુડે ઉપાડી જનાર ખાનામાંથી કશું ન લે એ બાબતનું મારા મનમાં આશ્ચય થયું. આ જે હોય તે પણ ઝુડે તેા ગયા જ એમાં કાંઈ શક નથી, ધરમાં પૂછપરછ કરી, આડે અવળે બધે તપાસ કરી, રખેને રાત્રીના ઝુડા કાઢયા હાય અને કાઇક ખીજા ઠેકાણે મૂકયો હોય. પણ કોઇ ઠેકાણે ઝુડા પત્તો ન ખાધા. આ ઝુડામાં સેફના ખાનાની કુંચી ઉપરાંત ધર તેમ જ પેઢીને લગતી બધી જ કુચી હતી. બધા લૉકસ તરત બદલવા જ જોઇએ, કારણ વિનાનું ખર્ચ અને ઉપાધિ–આમ મનમાં થોડી વ્યાકુળતા પેદા થઇ. કરતાં કરતાં સાંજે મારી પેઢી ઉપર ગયો. મારી સાથે પેઢીમાં જે મારા સાથી એસે છે તેમને ઝુડા ખાવાયાની વાત કરી. તેમણે કહ્યું કે ઝુડે આમ જાય નહિ; તમે ફરીથી તપાસ કરા; ધરમાં ખીજે કયાંય ઝુડા મૂકાઇ ગયો હશે. એક ને બદલે બીજા ખીસામાં મુકાઈ ગયે હશે.” મે તેમને કહ્યું કે “એક ને બદલે ખીજા ખીસામાં મુકાઈ જાય એમ બને જ નહિ.” એમ કહીને હું સેફમાં જા' ત્યારે કેવી રીતે ખાનું ખેાલુ છુ', પછી મારે જોઇએ તે કાઢુ છું અથવા તેા ખીસામાંથી મૂકવાનુ` હાય તે મૂ કું છું અને પછી કેવી રીતે એ કુંચીના ઝુડે! મારા જાકીટના પાછળના ખીસ્સામાં મૂકુ છું એ બધું હું અભિનયપૂર્વક તેમની પાસે વર્ણવવા લાગ્યા અને જે ખીસ્સામાં, હું ઝુંડે મૂકતા હતા તે ખીસ્સામાં મે હાથ નાંખ્યો.........અને એ હાથ કાંઇક નક્કર વસ્તુ સાથે અથડાયા અને એ શું છે એ જોવા ખીસામાં જરા ઉંડા હાથ નાંખ્યા અને ખેાવાયલે ધારેલા કુચીને ઝુડા મારા હાથમાં આવ્યા અને એ જોતાં હું તે જ મારી જાત ઉપર, મારી ખેવકી ઉપર ખૂબ જ હસી પડયા અને કાંઇક ભેાંઠે પણ પડયે . પણ આમ બન્યું કેમ ? એના વિચાર કરતાં હુ એવા અનુમાન ઉપર આવ્યે કે સવારમાં જાકીટ બદલવાના વિચાર સાથે મેલા જાકીટમાંથી પેલા કુંચીને ઝુડા કાઢીને નવા જાકીટમાં મુકી દીધા હશે પણ એટલામાં ટેલીફોન આવ્યો કાષ્ટ મળવા આવ્યું પછી જાકીટમાંની ચીજોની ફેર બદલી કરી ત્યારે કુચીને ઝુડા તે મેં પહેલાંથી એક જાકીટમાંથી ખીજા જાકીટના ખીસ્સામાં મૂકી દીધેલે તે સાવ ભૂલી ગયા હોઈશ, આમ ખીસ્સામાં કુંચીને ઝુડા હોવા છતાં ઝુડા ખાવાઇ ગયા’ ‘ઝુડા ખાવાઇ ગયા' એમ અમે। મારતાં. આખા દિવસ મેં ભટક્યા કર્યું" અને સાંજે હું કેવી રીતે સેના ખાનામાંથી ઝુડા કાઢીને જાટના ખીસ્સામાં મૂકું છું એ પ્રક્રિયા બતાવવા જતાં મારા એ ઝુડે હાથ લાગ્યા. આ તે કેવા સ્મૃતિભ્રંશ ? આ તે કેવી ખેવપુરી ? આમ આ નાની સરખી ઘટના જ્યારે જ્યારે યાદ કરૂ છુ ત્યારે મારી જાત ઉપર હસ્યા કરૂં છું અને કંડે છે.કરૂં ગામ શોધ્યુ' એ કહેવત મારી બાબતમાં સર્વાંશે સાચી પડેલી જોઇને કાંઈક શરમિંદો પણ અનુ છું. ધર્માનંદ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy