SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૫૫ પછી એ આ ભાગ–યંત્રના વરદાનથી વંચિત કેવી રીતે રહે? ભેગ એ તે પ્રજાત ંત્રની ત્યાગ—સહિતાના પહેલા અક્ષર છે. જે મા ગ ંગાને ઉલેચી નથી શકતા, મંદિર અને મઠ ચણાવીને એમાં બેસી જવાની શક્તિ નથી ધરાવતા, ભકતો અને પૂજારીને ભેગા નથી કરી શકતા, પ્રભુના મેદાનમાં લોકસભામાં કે વિધાનસભામાં) પ્રવચન કરવાને અધિકાર નથી મેળવી શકતા તે તે ટીકા કરવાના જ ! તેઓ માનવી છે, માર્ગ ભૂલેલા માનવી છે મૃત્યુ અને અંધકારપૂર્ણ જગતના રહેવાસી ! એમના દેવ હજી ઊંધે છે. તેથી જ તા એમને માટે દરેક મંદિર, હરેક મઠ અને પ્રત્યેક સેવા–ક્ષેત્રના દ્વાર બંધ છે ! રાજ——રાજ દેશ-પરદેશના સતા ભેગા થાય છે. દરેક ગરને યજમાન મળી જાય છે, અને વળી મળી જાય છે સ્વદેશની દક્ષિણા અને પરદેશની પ્રદક્ષિણા 1 કહ્યું જ છે ને કે આવારા ઉપર ધનના ઢગલા થયો છે, જેતે બધાય ગર્ મળીને વહેંચી રહ્યા છે. જેને જેટલા ત્યાગ, એના એટલા ભાગ–“ચોન મૂગીથાઃ ” ત્યાગ કરી કરીને તે આપણે, આ આવારા રમ્યા છે. એમાં અમે ચાહે તે કરીને ?-એમાં કાઈ શા માટે આંગળી ચીંધે ! હૈયું ગાંધીના ચરણે અને બુદ્ધિ નેહરુના ચરણે મૂકયાં છે; પછી અમને કાના ડર છે ? રાજાઓને વૈભવ અને જમીનદારોના વિલાસ ભાંગી તાડીને અમે જ જમીનદાસ્ત કર્યાં હતા, આ ગંગામાં વહેવરાવી દીધા હતા. આજે અમે જ એને બહાર કાઢવાના અને ધારણ કરવાના અધિકારી છીએ! તમે સાંભળ્યું નહીં ?–અમારા મહાપ્રભુએ શુ કહ્યું તેઃ “માનવીએ ભાગને બદલે ત્યાગને અપનાવવા જોઇએ.” અમે માનવીને માંગતાં નહીં, ત્યાગ કરતાં શિખવાડવા ઇચ્છીએ છીએ. આ વૈભવ અને વિલાસને જનતાની વચ્ચે છુટ્ટા રહેવા દઈને અમે એના સ્વભાવ બગડવા દેવા ઈચ્છતા નથી. અમારી વાત ન્યારી છેઃ અમારામાં અનાસક્તિની તાકાત છે; અમે એને સ્વીકાર કરીને પણ અવિકારી રહી શકીશું; અમે ‘“અનાસક્ત ભાગ” રાખી શકીએ એમ છીએ! એતે કામનાને સ્પર્શ નહીં થવા દઇએ. અમારા ત્યાગ–રાજ્યને આ ભાગ–રાજ્ય તૃષ્ણાના સ્પર્શી સુધ્ધાં નહીં થવા દે. માનવીના સ્વભાવ ભૂલી જવાના, ધ્યેય-શૂન્ય બની જવાના હાઇ શકે છે, પરંતુ દેવ કદી પોતાના ધ્યેયથી ચલિત નથી થતા. અમારા પ્રજાતંત્રના દેવ ત્યાગ પાસેથી ભેગ સ્વીકારે છે, અને ભાગ ઉપર ત્યાગનું દન રચે છે ! પ્રજાની ગગા વહી રહી છે અને એના બન્ને કિનારે, તંત્રના એવારે, સતા અને ભક્તોની ભીડ જામી છે—કાઈ ગાંધીમાગે મું”ધારણના મહેલ” તરફ દાયો જાય છે, અને કાઈ નેહરુ–ઉધાનમાં અમનચમન ઉડાવી રહ્યો છે; કાઇ સરદાર પટેલ રસ્તામાં આયાત્-નિકાસની ગુણતરી સાંભળી—સમજી રહ્યો છે, તે વળી કાઈ રાજભવનની પાસે ઊભા ઊભા ભાજનનુ નિમત્રણ નિહાળી રહ્યો છે ! અને કાષ્ઠ ત્યાગ, તપસ્યા અને તિતિક્ષાના ત્રિવેણીસંગમ ઉપર ચૂંટણીની બંસી બજાવી રહ્યો છે. ક્યાંક રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ( ગવર ) નાં જીવનચરિત્રો લખાઇ રહ્યાં છે; કયાંક કોઇ મહાપ્રભુ, પ્રભુ, ઉપપ્રભુ, સહાયક પ્રભુ, અને અનુ–પ્રભુનુ' અભિનદન થઇ રહ્યું છે અને કયાંક પ્રજાતંત્રની દેવદાસીઓનું સ્નેહનિવેદન કે સમર્પણ થઈ રહ્યું છે. કયાંક સત્તાની સેવા માટે એક સંતની ખીજા સત સાથે સાઠમારી ચાલી રહી છે. . ક્યાંક કાઇ પોતાની સેવાઓની જાહેરાત કે એને ઇતિહાસ લખી લખાવી રહ્યો છે. (લખાવનારા વધી પડયા છે અને લખવાવાળા ઓછા પડે છે !) નવી સંસ્થાઓ ઉભી થઈ રહી છે, નવા નેતાઓ બની રહ્યા છે. પ્રજાતંત્રના એવારે નવી સોંપત્તિ—સમૃદ્ધિના અવસર જાણ્યેા છે. આખા વારા દેવાથી છવાઈ ગયા છે, સતાથી ઘેરાઇ ગયા છે, ત્યાગથી ભરાઇ ગયા છે. ત્યાં જુઓ, પેલા રહ્યા પ્રજાતંત્રના નવા શેઠ, નવાં જમીનદાર, નવા હદ્દેદાર. કેવું જબરુ પ્રત્યાવર્તન થયુ' છે ! જનતાના સમાન કક્ષાના લોકોને તે ઠીક, નીચલી કક્ષાના લોકાને પણ પ્રભુ અને પ્રભુસેવક બનાવવામાં આવ્યા છે. પ્રજાત ંત્રના દેવ જેના ઉપર પ્રસન્ન થાય એની લાયકાત–બિનેલાયકાતના વિચાર કરવામાં નથી આવતા—આ ત્યાગ— તંત્રના આ જ મહિમા છે ! ... .... અને આવારા ઉપર એક બાજુ ટીકાકારનું પણ આસન પંડયુ છે. એ પણ પ્રજાતંત્રની શાભા છે ! એને પણ કરવેરાની સપત્તિમાંથી ઘેાડાક ભાગ લેવાના હક્ક છે. એટલા માટે તે એને પણ પગાર આપવામાં આવે છે. એ પણ આ ત્યાગ-તંત્રનું અંગ છે, એટલે ' કોણ કહે છે કે આ ગાંધીના શબ્દો છે કે રાજકીય વ્યવસ્થા સ્થિર થાય તે પહેલાં જ આપણે આપણા અ ંતિમ ધ્યેયને પહોંચવામાં અનિવાર્ય પણે વાડાબંધી કરવાવાળાં, ગદ્ય પાણીના ખાડા જેવાં મંડળા ઉભાં કર્યાં છે, કે જેમનાથી લાંચરુશ્વત અને અપ્રામાણિકતાના ફેલાવા થયા છે; અને એવી સંસ્થાઓ પેદા થઇ છે કે જે નામની જ લોકપ્રિય અને પ્રજાતંત્રવાદી છે.” ના, જે આમ કહે છે એ પ્રજાતંત્રના ગાંધી નથી ! પ્રજાતંત્રના ગાંધીને તે પ્રજાતંત્રના મંદિરમાં નીરખે, પ્રજાતંત્રના કવિઓની વાણીમાં સાંભળા, પ્રજાતંત્રના દર્શનશાસ્ત્રીઓની વ્યાખ્યાથી સમજો ! પ્રજાતંત્ર પાસે પેાતાના દર્શનશાસ્ત્રીઓ છે, જે દર્શનની વ્યાખ્યા કરે છે અને ત્યાગ—તંત્રના ભોગ-પ્રસાદ મેળવે છે. પ્રજાતંત્ર પાસે પેાતાના કવિઓ છે, જેએ ઇતિહાસને પ્રજાતંત્રની નવી કવિતામાં ગૂંથે છે અને પ્રજાતંત્રના પુરસ્કારો મેળવે છે, પ્રજાતંત્રની પાતાની વિભૂતિ છે, જે વર્ષે વર્ષે ઈલકાખા મેળવીને શેાભાયમાન બને છે. તે છે પ્રજાત ંત્રના ગૌરવ - ગાનના ગાયકો ! તે જે ગાંધીની વાત કહે છે, અમે તે એને જ માનીએ છીએ. અને અમારા એ ગાંધી તે રાજઘાટના આરસપહાણામાં વ્રત કીર્તિની ચાદર એઢીને પોઢયા છે. તમારો ગાંધી ક્રાણુ છે ? અમે નથી જાણુતા અમે તે એ પ્રજાતંત્રને ઓળખીએ છીએ, એ ગાધીને માનીએ છીએ, જે અમારા તત્રમાં છે ! પ્રજા એ જ છે. તત્ર નવુ છે—અરે, ગંગા એ જ છે, આવાશ નવા છે ! (‘તક્ષ્ણ’માંથી સાભાર ઉષ્કૃત) મૂળ હિંદી': શ્રી ભવરમલ સિધી અનુવાદક : શ્રી રતિલાલ દીપચ'દ દેસાઇ જૈનધર્મ અને મેદ્ધધર્મ ( મુખ જૈન યુવક સંધ આપેાજિત પર્યુષણૢ વ્યાખ્યાનમાળામાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કામ કરતા જૈન દર્શનના અધ્યાપક શ્રી દલસુખભાઇ માલવણિયાએ આપેલુ વ્યાખ્યાન ગત વર્ષે મે શ્રમણ-બ્રાહ્મણ અને જૈન ધર્મ વિષે ચે' સ્પષ્ટીકરણ આ વ્યાખ્યાનમાળામાં કર્યું હતું. આ વર્ષે મારા વિચાર શ્રમણ્ માના એ પૃથક્ ધર્માં જૈન અને બૌદ્ધ ધર્મ વિષે જરા વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવાના છે. આ સ્પષ્ટીકરણ પાછળ દૃષ્ટિ એ બન્ને ધર્મોની સમાનતા અને વિષમતા બતાવવાની છે, નહિં કે તે બન્નેને સ ંપૂર્ણ પરિચય આપવાની. એટલે એ દૃષ્ટિએ જ આ વ્યાખ્યાનની મૂલવણી કરવા વિનંતી છે. આમાં સંભવ છે કે અનેક આવશ્યક બાબતને સમાવેશ ન પણ થાય. ગત વર્ષે ભગવાન બુદ્ધને અઢી હજાર વર્ષ વ્યતીત થયાના મહાત્સવ ભારત અને ખીજા બૌદ્ધ દેશેામાં ધૂમધામથી થયો. એ પ્રસ ંગે ભારતમાં ભૂલાઈ ગયેલા એ ધર્મને પુનઃ સુનાત કરાવવાના અનેક પ્રયત્ના થયા. એ નિમિત્તે અનેક ભાષામાં અનેક પુસ્તક પ્રકટ થયાં, અનેક મહાપુરુષાએ ભ. યુદ્ધ અનેક બૌદ્ધ ધર્મ વિષે વ્યાખ્યાન આપ્યાં અને એ નિમિ-તે બૌદ્ધ ધર્મ વિષે ઠીક ઠીક પ્રચાર થયા. આ બધું જોખને
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy