________________
તા. ૧-૫-૧૮
આ યુવાન વર્ગની સાથે જ જ્યંતિએ ધીરે ધીરે ભાઇના જીવનમાં પ્રવેશ કર્યાં. જ્યોતિ સુંદર હતી—ધણી સુંદર હતી; પણ પોતે સુંદર છે એવું એને ભાન નહતુ. જેએએ તેને એનુ ભાન કરાવવા પ્રયત્ન કર્યો તે ભોંઠા પડયા. જ્યતિ શારીરિક સૌદર્ય કરતાં પણ જ્ઞાનના ઉગ્ર તેજથી તેજસ્વી બની હતી. એ સાક્ષાત જ્ઞાનજ્યોત જ હતી. તેની એ ભાવગંભીર આંખા સા ચિંત માં મગ્ન રહેતી. ભાઇની માફક જ જ્યંતિ નાનાપાસક હતી. ખરુ' તા, ભાની જ્ઞાનસાધનાથી આકર્ષાઇને જ આ જ્ઞાનપિપાસુ છેકરી તેમની નિકટ આવી હતી. ભાઇ દાને વ્યવસ્થિત કરવામાં ગુંથાયા હતા તા જ્યોતિ ગુજરાતીનું મૂળ શોધતાં શોધતાં અપભ્રંશના જંગલમાં અટવાતી હતી. ભાઈ જ્યોતિને માર્ગદર્શન આપવા લાગ્યા. તેની સાથે હેમચંદ્ર વાંચવા લાગ્યા. જ્યંતિ પણ ભાઇના સંશાધનકાર્યમાં મદદ કરવા લાગી.
ભાઇની અને જ્યેાતિની આજ સુધીની આ કહાણી હતી. ભાઇની એકસઠમી વર્ષગાંઠના સમારંભમાં જ્યોતિએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધા. અમે તેનું કૌતુક કર્યું. તેના આ વર્તનમાં અમને કશું જ અજુગતું લાગ્યું નહિ. પરંતુ ભાઈ પોતાની પુત્રી તરીકે શાભે એવી જ્યોતિ સાથે લગ્ન કરી બેસશે એવી તો સ્વપ્નેય કલ્પના નહાતી. છાપાના આ સમાચાર હું માની જ શકતે નહાતા. મને થયુ, ક્રાઇએ સંપાદકને બનાવ્યા હશે. આવા સમાચાર માની જ કેમ શકાય ? ભાઈ ઔદિચ્ય બ્રાહ્મણ. આ બ્રહ્મા બહુ રૂઢિચુસ્ત, આળા તે ઉચ્ચભૂ. ડુંગળી ખાય નહિ પણ છેલે ખરા. સામે પક્ષે ચેતિ બ્રાહ્મણેતર– વૈશ્ય જાતિની, ઉપરાંત ભાની અવસ્થા અને તેમને લાગુ પડેલે પેલે રાગ,
ખીતાં ખીતાં જ મેં ભાઈને કાગળ લખ્યા, એ સમાચારને ઉલ્લેખ કર્યો, અને તમને અભિનંદન આપું ને, એમ જરા ખરાવીને પૂછ્યું. ભાઇના જવાબ તુરત જ આવ્યા. હવે અગાઉના સાદા નેટપેપર જેવા કાગળ નહોતા, કિમતી કાગળ પર ડાખી બાજુએ ભાઇ અને જ્યોતિનાં નામ ભૂરી શાહીમા છાપેલાં હતાં. જમણી બાજુએ ઘરનું સરનામું અને ટેલીફોન નબર હતાં. મધ્યમાં એ હાથનુ મિલન હતું. તેમાંના એક હાથ વૃદ્ધ હશે-મને એવા લાગ્યા . ખરા. ભાઇએ કાગળમાં લખ્યું હતું, “તમને મળેલા સમાચાર સાચા છે. એમાં આશ્રય પામવા જેવું કશું નથી. હમણાં હમણાં મારા ભજનની ખરાબર વ્યવસ્થા થતી નહાતી. તેથી સશોધનનુ કામ પણ થવું જોઇએ એ પ્રમાણે થતું નહતુ. તમારે તે ઠીક છે. જારના રોટલા અને દૂધ મળે એટલે તમારે ચાલે છે. હું રહ્યો સુરતી, મારી જીભને સ્વાદ જોઇએ. હમણાં હમણાં જ્યોતિ પાછળ પડી હતી. હું લગ્ન કરું એવી એણે હઠ લીધી. તેનું કહેવું એમ હતું કે, લગ્ન કર્યાં વગર તે મારી પૂરી કાળજી લઈ શકશે નહિં. મે કર્યું કબૂલ. જ્યોતિ સરસ રાંધે છે. જમવાની સગવડ સારી થઈ ગઈ છે. હવે કામ પણ ઝપાટાબંધ ઉકલે છે. લગ્ન મારી પ્રકૃતિને માફક આવી ગયું છે. તમે કયારે આવે છે ? વખત લઈને આવે, અમારા નવે! સંસાર જુઓ. જ્યેાતિ કઢી સરસ બનાવે છે, અને પુરણપોળી પણ. પુરણ પાળી એ ગુજરાત અને મહારાષ્ટ્રને સાંધતી મીઠી સાંકળ છે. આવતાં અગાઉ તાર કરશે! એટલે જ્યોતિ તમને લેવા સ્ટેશન પર આવશે....”
ઢાંગી ભાઈ! કહે છે કે ભોજનની વ્યવસ્થા ખરાબર થતી નહોતી. જાણે મે એના મહારાજના હાથનુ કદી ખાધું જ નથી. અને ભાજનની વ્યવસ્થા નથી થતી એ ખાતર કઇ વૃદ્ધાવસ્થામાં લગ્ન કરતા નથી. ભાઇના આ કેવળ ઢાંગ જ હશે. મનમાં વિચાયું, ચાલો ભાને ત્યાં જ્યંતિના હાથની પુરણપોળી અને દાળ-ઢોકળી ખાઈ આવીએ અને કઢીના ચેડા સબડકા મારી આવીએ.
પ્રમુદ્ધ જીવન
જ્યોતિ Ăકામ ઉપર મળી. ટૅકસી કરીને અમે ઘેર ગયાં. ઘર સામે ટેકસી ઉભી રહી કે તરત જ ભાઇ નીચે ઊતર્યો, બહુ પ્રેમથી ભેટય. ભાઇ કેટલા બદલાઈ ગયા હતા. ફ્રિકાશ ઓછી થઇ હતી ગાલ થે।ડા ઉપસ્યા હતા અને સહેજ ગુલાખી પણ દેખાતા હતા. ચહેરા પર એક જાતની પ્રસન્નતા જોવામાં આવતી હતી. ભાને
૧૧
જોયા પછી હું જ્યેાત તરફ કર્યો અને હસ્યા. તેની એ ગભીર આંખમાં કૃતાથતા અને પ્રસન્નતા જણાયાં. કાઇ સુંદર કવિતા લખ્યા પછી કે સુંદર ચિત્રા પછી કલાકારને સર્જનની સફળતાનું જે સમાધાન થાય છે એવું સમાધાન મને તેની આંખમાં દેખાયું. હું હસ્યા અને જ્યાતિ પણ હસી, અને ભાઈ પ્રત્યે બહુ વત્સલભાવે જોવા લાગી. પ્રીતિ દેવતાએ પોતાની નાજુક આંગળીઓ જ્યંતિના ચહેરા પર બહુ મુલાયમ રીતે ફેરવી હતી. પ્રીતિએ જ્યેાતિના ગંભીર અને વિદગ્ધ ચહેરા પર સ્નિગ્ધતા પાથરી હતી. જ્યોતિ બદલાઇ હતી— કેટલી ખૂંધી બદલાઇ હતી !
જ્યોતિએ તાળી પાડી. તુરત જ એ નાકરા ખુરસી લઇ આવ્યા. ભાઇ ખુરસીપર ખેઠા. નાકરાએ ખુરસી સીડી પર ચડાવી. અમે પણ પાછળ પાછળ ઉપર ગયાં. જ્યાતિ જતાં જતાં ખેલી, અમે આ ઉપલે ફ્લેટ લીધે કે તરત જ મે ખુરસીની સગવડ કરી. ભાઈ પ્રથમ રાજી નહાતા. હવે તે મૂંગા મૂંગા ખુરસી પર બેસે છે. આમ તેએ બહુ સારા છે.”
અમે ઉપર ગયાં. જ્યાતિએ ભાઇને હીંચકા પર બેસાર્યા. આનાકાની કરતાં કરતાં પણ આખરે ભાઈ હીંચકા પર બેઠા, જ્યોતિએ મને આખું ઘર બતાવ્યું. ધરની સજાવટમાં જ્યોતિએ ખૂબ કાળજી લીધી હતી. બેસવાના એરડામાં ભાઇની સિસ્ટિન મેડાના, વીનસ, ટર્નરના સીસ્ટમ્સ, વાસનાં એ પસદ કરેલાં ચિત્રો, અવનીંદ્રનાથના શાહજહાન, અને કનુ દેસાઈના મહાત્માજી ભીંત પર ટાંગેલાં હતાં. વચમાં સુંદર કોતરણીવાળા કાશ્મીરી ગાળ મેજ પર લીલાં પાન અને ગુલાબનાં ફૂલોથી ભરેલી ઝુલદાની મૂકી હતી. એક ખૂણામાં નટરાજ ઊભા હતા. અભ્યાસ કરવાનો એરડા સાદો હતા. ભીતની નજીક ભાઈનું બિછાનુ અને પાછળ તકિયે। તથા તેની આગળ નાનુ ખેઠા ઘાટનું ટેબલ મૂક્યાં હતાં. ભાઇને ઉપયોગી એવા સદગ્રંથ પણ નજીક જ હાથવગા વિષયવાર ગાઠવી મૂકેલા હતા. એક ખૂણામાં જ્યોતિએ પેાતાના સંશોધન-સંસાર જમાવ્યા હતા. આરડી મૈસરની સુગધી અગરબત્તીની સુવાસથી મધમધતા હતા ભાઇના ઘરમાં હવે ગૃહિણીનુ અસ્તિત્વ અને સત્તા ઠેર ઠેર નજરે પડતાં હતાં. જ્યેતએ ધીમેથી મૃદુ ભાવથી મને પૂછ્યું, “દાદા, તમને કેવા લાગ્યા તમારા ભાઇ ?”
મે પણ એટલી જ મૃદુતાથી જવાબ આપ્યો. “સરસ, ખૂબ સરસ અને બેન, તુ પણ.”
કેટલાંક કાવ્યો મે તેમને સંભળાવ્યા. ભાઇ તાનમાં આવી ગયા. તેમણે અમે કાડ઼ી પીતાં પીતાં નિરાંતે વાતેએ વળગ્યા. ભાઈને ગમતાં ગળા પાસેનું બટન ખેાલ્યું, ગળું સાક્ કર્યું' અને કાવ્યેની નેટ હાથમાં લીધી. ભાઇ કાવ્યો વાંચવાની શરૂઆત કરે એટલામાં તા જ્યેાતિએ એ નેટ પોતે કબજે લીધી. હસતાં હસતાં તે મેલી, “ના, ના ! તમે ન વાંચશે. કવિતા વાંચતાં તમે આવેશમાં આવી જાઓ છે એ બરાબર નથી. તમે એસા રાજાની જેમ. હું જ વાંચી સંભળાવું છું. કઈ વાંસુ, કહેા.”
ભાઇએ હાર સ્વીકારી. જ્યેાતિએ મીઠા મધુર સ્વરે કવિતા વાંચો સભળાવી. જાણે કે એ કાવ્યે પેાતાનાં જ હાય એટલી મધુરતાથી અને તલ્લીનતાથી એણે એ ગાઇ સંભળાવ્યાં. જાણે તે તેમનુ જ બાળક હતું તેનુ તથા ભાતું !
જમવાને વખત થયા. અમે રસાડામાં ગયાં, જ્યોતિ સગડી પાસે બેઠી અને ફૂલકાં વણવા લાગી. ગરમા ગરમ ફૂલકા અમારી થાળીમાં આવવા લાગ્યા. એક ફુલકાના કાળિયા કરીએ કે બીજો તૈયાર જ હોય. મારા માનમાં જ્યોતિએ આમટી ( દાળ ) બનાવી હતી. તે એલી, “દાદા, તમારા ધરની આમટીની ભાઇ હંમેશાં તારીકુ કરે છે. અમારી પડેાશના ફ્લેટમાં એક દક્ષિણી કુટુંબ રહે છે. તે ખાઇની પાસેથી મેં આમટી બનાવવાનું શીખી લીધું. કહેા, મને કેવીક ફાવી છે ? આવતી કાલે સવારે તમને તમારી પ્રિય દાળ ઢોકળી મળશે.”