SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૫૮ જશે અને જાહેર ખબરા નહિ લેવાને આગ્રહ કાયમ રાખવા છતાં આર્થિક દૃષ્ટિએ સમયાન્તરે પ્રબુદ્ધ જીવન સ્વપર્યાપ્ત બની જશે. વળી એમ પણ આશા હતી કે પ્રબુદ્ધ જીવનની ગુણવત્તા તરફ સુસ ંપન્ન મિત્રામાંથી કાઇને કોઇ જરૂર આકર્ષાશે અને એ રીતે પ્રબુદ્ધ જીવન ચલાવવા પાછળ આવતી ખોટ વિષે મુંબઇ જૈન યુવક સ ંધને તે નિશ્ચિન્ત કરશે; એટલું જ નહિ પણ તેને વધારે વિકસાવી શકાય, ચિત્રાવડે સમૃધ્ધ મનાવી શકાય, અને લેખાને પુરસ્કાર વડે પ્રેત્સાહિત કરી શકાય એવી આર્થિક સરળતા—સુભગતા પ્રબુદ્ધ જીવનને પ્રાપ્ત થશે. મનમાં પ્રબુદ્ધ જીવન વિષે આવી આશા હતી, કલ્પનામાં આવાં સ્વમો હતાં. આજે ૧૯ વર્ષના ગાળે પ્રમુદ્ધ જીવન ગુણવત્તાની દૃષ્ટિએ જરૂર વિકસ્યું છે. એમ આગળનાં વર્ષોંનાં અને આજના કા સરખાવતાં કાઇને પણ કબુલ કરવુ પડે તેમ છે–જો કે આ પણ એક પ્રકારના અપ્રેરિત ભ્રમ હોવા છતા સંભવ છે. વળી મારા પોતાના ચાલુ વ્યવસાય વિષે મનમાં ઉદાસીનતા આવતી જતી હાવાના કારણે મને ઠીક પ્રમાણમાં નવરાશ હાય છે અને તે નવરાશને ઉપયોગ મેટા ભાગે પ્રબુદ્ધ જીવન અંગેના ચિન્તન, મનન અને લેખન પાછળ હુ કરૂં છું અને મારી સમજણ મુજબ પ્રમુદ્ધ જીવનને અનેતેટલું સુન્દર અને સમૃદ્ધ બનાવવાના પ્રયત્ન સેવું છું. આ બધું હાવા છતાં પણ ગ્રાહક સંખ્યાની દૃષ્ટિએ પ્રમુદ્ધ વન હતું ત્યાં મૈં ત્યાં જ લગભગ આજે ઉભું છે, ઉલટ વચગાળે ગ્રાહકસ ંખ્યાના આંક ઠીક ઠીક ઉંચા ગયા હતા જે પાછળથી ઉતરી ગયા હતા; કાઇ શ્રીમાન સ્થિતિસ પન્ન મિત્રને પ્રબુદ્ધ જીવનને અર્થલાભ થાય એ રીતે ભાગ્યે જ પ્રમુદ્ધ જીવન સ્પર્શી શક્યું છે; એ ચાર અપવાદો બાદ કરતાં લેખક મિત્રોને બહુ જ ઓછો સહકાર મળ્યા છે, એટલુ જ નહિ પણ, જેમને મારા પોતાના ગણું તેમણે, જો કે કદિ કદિ સહકાર આપ્યા છે તે પણુ, તેમના દિલમાં પ્રમુદ્ધ જીવન વિષે આત્મીયતા જન્મી જ નથી. આ સહકાર એછે! હોવાનાં કારણેામાં તે તે વ્યકિતનાં અંગત રાકાણાની બહુલતા, પુરસ્કારના સર્વથા અભાવ, પ્રબુદ્ધે જીવનના અતિ મર્યાદિંત ફેલાવા—આવાં કારણા કલ્પી શકાય. પરિણામે વૈવિધ્યની દૃષ્ટિએ પ્રબુદ્ધ જીવનનું પહેલાં હતુ તેવુ જ દ્રારિદ્ર આજે લગભગ કાયમ રહ્યું છે. આમ બાહ્ય સ ંયોગેની પ્રતિકુળતાની હું કરિયાદ કરૂ છુ. તે સામેમનમાં એવા પ્રતિધ્વનિ ઉઠે છે કે, એમ કેમ ન હોય કે આ બધી આશા અને અપેક્ષાએ આત્માભિમાનપ્રેરિત ભ્રમણાઓનુ જ પરિણામ હોય, અથવા તેા મારી પોતાની શક્તિ ઉપર મે વધારે પડતી મદાર બાંધી હોય, અને લેાકસેવા, સનિ વગેરેના જે દાવા કરૂં છું તે પણ વધારે પડતા હોય ? પણ હવે આ બધા ઉપરથી પ્રશ્ન તે એ વિચારવાના રહે છે કે જે પુત્ર જે વર્ગને જે રીતે સ્પર્શવુ જોઇએ તે પત્ર તે રીતે તે વર્ગને જો સ્પર્શી શકતું નથી અને તેના આર્થિક ભારની ચિન્તા એવી ને એવી જો ચાલુ રહેવાની છે તેા પછી તે પત્ર હવે ચાલુ શા માટે રાખવુ ? પ્રબુદ્ધ જીવન પ હાતુ નથી. ધ્યેય તે એવુ હતુ કે જેમ લાડ બેકન કહેતા કે ‘All knowledge is my province’–‘સમગ્ર જ્ઞાન એ મારા વિષય છે—’ તેમાં માત્ર રાષ્ટ્રના જ નહિ પણ દુનિયાના બધા પ્રશ્નો અને રાજખરાજ બનતી સર્વ મહત્વપૂર્ણ ઘટના સંબંધે પ્રમુદ્ધ જીવનમાં ઉચિત માદન-સમ્યક્ અ`નિરૂપણ હાવુ જ જોઇએ. આ ધ્યેય તે દૂર રહ્યું, પણ ઉપર જણાવેલી માસિક અવસ્થાને લીધે, તેમ જ જુદી જુદી બાબતને લગતી અંગત માહીતી અતિ અલ્પ હાવાના કારણે અનેક મહત્વના પ્રશ્નો વચર્ચાયા રહી જાય છે; મનમાં ધેાળાતા અનેક વિષયાને યોગ્ય શાબ્દિક આકાર આપી શકતા નથી. આ રીતે આજે નીકળતુ પ્રબુદ્ધ જીવન મને પૂરતો સતેષ આપતુ નથી અને અપેક્ષિત સહકાર સિવાય પ્રમુદ્ધ જીવનની, તાજગી એકસરખી ટકાવી રાખવાનું કામ મારા માટે મુશ્કેલ બનતું જાય છે. વધતી જતી ઉમરના કારણે આવું પત્ર ચલાવવાની મારી યેાગ્યતા કમી થતી જતી હોય એમ કર્દિ કદિ લાગે છે. અનેક પ્રશ્નો ઉપર મનન ચિન્તન તા અંદર ચાલ્યા જ કરતું હાય છે; આસપાસ બનતી ઘટના વિષે સ ંવેદન જોકે તીવ્રતર બનતું જાય છે; આમ છતાં પણ કાઇ પણ વિચાર કે સંવેદનને આકાર આપવાનું કાર્ય –ક્રાણુ જાણે કેમ– મારા માટે વિકટ બનતુ જાય છે. ઘણી વખત લખવાની પ્રવૃત્તિથી મન પાછુ હડે છે અને મૌનનુ અવલંબન લેવા ચિત્ત પ્રેરાય છે, Platitudes–ટાયલા વિચારો કરી કરીને ઘૂટવા ખીલકુલ ગમતા નથી, અને કાઇ પણ વસ્તુને યા વિષયને વધારે ઊંડાણથી સ્પર્શે એવુ કહેવાનું કશું સુઝતુ નથી. આને અથ એમ હાય કે હવે મન અથવા બુદ્ધિ જરાજ્જરિત થઈ રહેલ છે. આને એમ પણ અથ હોય કે ચિત્ત વધારે તલસ્પર્શી અભિવ્યકિત શાધી રહેલ છે. આવી પરિસ્થિતિમાં પ્રબુદ્ધ જીવનનું જે રીતે સપાદન કરવામાં આવે છે. તેથી મન સતા આ બધા સગામાં આજે પ્રબુદ્ધ જીવનને ૧૮ વર્ષ થયાં છે તે ભલે ૨૦ વર્ષ પૂરાં થાય એવી અંદરની વૃત્તિને કાંઇક વશ થઈને— પ્રમુદ્ધ જીવનની જવાખદારી એક વર્ષ વધારે વહન કરવાનું હું સ્વેચ્છાએ સ્વીકારૂં છું, પણ સાથે સાથે આ વર્ષ દરમિયાન અપેક્ષિત એવી ખીજ અનુકુળતાએ ન સાંપડે તે પ્રબુદ્ધ જીવન કાં તો બંધ કરવાની અથવા તેા અન્ય કોઈ વ્યકિતને પ્રબુદ્ધ જીવનના સપાદનની જવાબદારી સોંપવાની સધના કાર્યવાહકોને વિનંતિ કરવાને મેં નિણૅય કર્યો છે. આમ તે એક લેખક તરીકે પ્રબુદ્ધ જીવનના વાચકો સાથે મારા વાર્તાલાપ ચાલ્યા જ કરે છે, પણ આ વખતને વાર્તાલાપ પ્રબુદ્ધ જીવનના એક તંત્રી તરીકેના છે. આજે તેમની સાથે મે' અગ્રેજીમાં જેને Loud Thinking કહે છે તેવું પ્રગટ ચિન્તન કર્યું છે, અથવા તે એક તંત્રી તરીકેના 'મારા મન્થનના–મુંઝવણુના–અકળામણના—મે તેમને ભાગીદાર બનાવ્યા છે. પ્રબુદ્ધ જીવનના અગામી સંપાદનકાય'માં તેમની સહાનુભૂતિની અને શકય તેટલા તેમના સહકારની હું યાચના કરૂ છું. સાથે સાથે પ્રબુદ્ધ જીવનના પુરા થતા વર્ષ દરમિયાન સપાદન– કામાં જે જે વ્યકિતઓએ મને સહકાર આપ્યા છે તેમના પ્રત્યે અને ખાસ કરીને શ્રી મેનાબહેન નરોત્તમદાસ કે જેમણે મે માગ્યા ત્યારે અંગ્રેજી યા અન્ય ભાષાના લેખાના અનુવાદ મતે કરી આપ્યા છે અને શ્રી શાન્તિલાલ દેવજી' નન્દ કે જેમણે ઉપર મુજબ મને અનુવાદો કરી આપ્યા છે, એટલું જ નહિ પણુ, મારી અગવડ દરમિયાન પ્રબુદ્ધ જીવનના અંક તૈયાર કરવામાં મને અનેક વાર મદદ કરી છે તે અને પ્રત્યે—ઊંડા આભારની લાગણી વ્યકત કરૂં છું અને તે સહકાર ચાલુ મળતા રહેશે એવી આશા રાખુ છું. ત ંત્રી, પ્રબુદ્ધ જીવન પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં પાઠયપુસ્તક અથવા ઇતર વાંચન તરીકે ઉપયેાગમાં લેવા લાયક, કાઇ પણ શુભ પ્રસંગે ભેટ આપવા કે વહેંચવા લાયક પુસ્તકા સત્ય શિવ સુન્દરમ્ પાના કુંવરજી કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશક સાથે કિંમત રૂા. ૩, પેસ્ટેજ ૦-૬-૦ દર્શન અને ચિંતન પ’ડિત સુખલાલજી સન્માન સમિતિ તરફથી પ્રકાશિત પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી લેખાના સંગ્રહ એ વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી : કુલ ત્રણ વિભાગમાં કિમત રૂા. ૨૧; પેકીંગ પોસ્ટેજ રૂા. ૪ મળવાનું ઠેકાણું : સુખઇ જૈન ચુવક સંઘ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy