SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ ‘પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વર્ષ ૨૦ : અક ૧ મુંબઈ, મે ૧, ૧૯૫૮, ગુરૂવાર આફ્રિકા માટે શીલિંગ ૮. 66 બુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯ so scope is simple posts તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા મહર્ષિ કર્વેને નહેરૂની ભવ્ય અંજલિ ( વીમેન્સ યુનિવર્સિટીના સંસ્થાપક મહર્ષિ ધેાંડુ કેશવ કર્વેએ તા. ૧૭–૪–૫૮ ના રોજ સે। વર્ષ પૂરાં કર્યાં. આ વિરલ અવસર ઉપર મુંબઇ પ્રદેશના રાજ્યપાલ શ્રીપ્રકાશના પ્રમુખપણા નીચે મહર્ષિ કર્વેને અનુલક્ષીને તા. ૧૯-૪-૫૮ ના રાજ મુબઈ ખાતે બ્રેમેન સ્ટેડિયમમાં એક ભવ્ય સમારંભ યેાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતના મહા અમાત્ય પંડિત જવાહરલાલ નહેરૂ દીલ્હીથી ખાસ આવ્યા હતા અને મહર્ષિ કર્વેને તેમણે કાવ્યપૂર્ણ ભાષામાં ભારે ઉદ્દાત્ત અને ભવ્ય અજલિ આપી હતી. તેમનુ અંજલિપ્રવચન અગ્રેજીમાં હતું જેને ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી ) અહિં અભિનન્દન આપવા નથી આવ્યા. આશીર્વાદ લેવા આવ્યું છું.” મિત્રો, હું અહિં મહર્ષિ કર્વે તુ અભિનન્દન કરવા જેટલી ધૃષ્ટતા દાખવવા નથી આવ્યેા. ' હું તેમનુ અભિનન્દન કરનાર કાણુ ? અને આપણે સૌ પણ તેમને અભિનન્દન આપનારા કાણુ ? પુરાતન કાળમાં આપણા દેશમાં જે ઋષિમુનિઓ વિચરતા હતા તે કૈાટિના આ એક ખરા ઋષિ છે. રાષ્ટ્રની પ્રજાની-સેવામાં તેમણે સેા વર્ષ પૂરાં કર્યા છે. આપણે તેા તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. હું તેમના આશીર્વાદ યાચવા માટે અહિં આવ્યે છું. હું ભારતની પ્રજા માટે તેમના આશીર્વાદ માંગુ છું કે જેથી તેમની સેવાભાવનાને, નિષ્ટને, શ્રદ્ધાના, તેમની ધીરજ અને ખતને, અને વિશેષ કહુ તા જેની આજની પાગલ દુનિયામાં મોટી ઉણપ દેખાય છે અને જેના વડે જીવન ૨) ગતિમાન રહે છે એવી તેમની ભલાઈ, કલ્યાણુકામના, શ્રેયાર્થી દાત્તને અશ આપણામાં પ્રગટે. 非赤業※※※業樂業業營業業業 મહિષ ની પેઢી અને આપણી પેઢી આ અસાધારણ અવસર ઉપર હાજર રહેતાં મને ખૂબ આનંદ થાય છે. આવા અવસર મારા જીવનમાં—અને સભવ છે કે આપમાંના ઘણા ખરાના જીવનમાં કદિ પ્રાપ્ત થયા નથી અને મને ખાત્રી છે કે આવા અવસર ફ્રીતે આપણા જીવનમાં કદિ આવવાને નથી. આ પ્રસંગે હું..આહ્લાદ અને વિષાદ બન્ને અનુભવું છું. હું આહ્લાદિત છું એટલા માટે કે, આપણી વચ્ચે એક એવી માનવવિભૂતિ ઉપસ્થિત થઇ છે કે જે આપણા પ્રચીન ઋષિમુનીઓની પ્રતિનિધિ રૂપ છે. અને હું વિષાદગ્રસ્ત એટલા માટે છું કે આજની પેઢીના આપણે આગળની પેઢીની આવી મહાન વિભૂતિઓની અપેક્ષાએ ભારે પામર સત્ત્વહીન–બની ગયા છીએ. આજે આપણી આસપાસ જે ઠાઠમાઠ અને ભભકા આપણે જોઇ રહ્યા છીએ તે રાજા અને રાજપ્રમુખા સાથે સંકળાયેલા છે. મુખ્ય પ્રધાન અને ખીજા સત્તાધિકારીઓની હીૠચાલ અને ભાષણપ્રવચન આસપાસ છાપાની જાહેરાતે મરી ખાતી હૈાય છે. પણુ ડા. કર્વે જેવી માનવવિભૂતિની સંનિધિમાં આ દમામ, ઠાઠમાઠ ધમધમાટ અને જાહેરાત કેવળ પાકળ અને હાસ્યાસ્પદ લાગે છે. કારણ કે તેમનામાં આપણને એવા જીવનતત્વનું દર્શન થાય છે કે જે વધારે સ્થાયી ઉર્ધ્વ કાર્ટિનું અને કાળાતીત છે. ધૈ શીલ અને પ્રજ્ઞાસ પન્ન માનવી મુશ્કેલી અને અગવડે હાવા છતાં ખંત અને એકધારી નિષ્ઠા વડે શુ કરી શકે છે. તેનુ ડા. કવે એક જીવન્ત ઉદાહરણ છે. પહેલા દીવા કાણે પ્રગટાવ્યા ? ઘણા વર્ષો પહેલાં ડૉ. કર્વેએ એક દીવા પ્રગટાવ્યેા હતેા. એ સમયમાં—ખાસ કરીને જે ક્ષેત્રને ડા. કવેએ પાતાનું જીવન સમર્પિત કર્યું હતું તે ક્ષેત્રમાં—ભારે અંધકાર હતા. આજે ભલેને હજારો દીવા પ્રગટી ચુકયા હશે અને ચેતરફ શશની ફેલાવી રહ્યા હશે, પણ જે પહેલા દીવા ડા. કવેએ પ્રગટાવ્યા હતા તેનુ" કાષ્ટ જુદું જ મહત્વ હતું. એ દીવાની રાશની વષઁના વહેવા સાથે વધતી ચાલી છે અને તેમના દેશબંધુએ એ ઘટનાને હંમેશા યાદ કરતા રહેવાના છે. એ ચીની કહેવત આજે મને એ ચીની કહેવતા યાદ આવે છે. એક કહેવતને ભાવાર્થ એમ છે કે “અંધકારને શ્રાપ દીધા કરવા તે કરતાં નાના સરખા પણ એક દીવા પ્રગટાવવા એ વધારે ઈચ્છવાયેાગ્ય છે,” આજના સન્માનના અધિકારી આપણી વચ્ચે બેઠેલા આ મહામાનવે એવા દીવા સળગાવવાની પહેલ કરી હતી, એ દીવાની જ્યોત આજ સુધી સદા વધતી અને વિસ્તરતી રહી છે. બીજી ચીની કહેવતને ભાવાર્થ એ છે કે “સળગાવવામાં આવેલ એક દીવા વડે આખી દુનિયાના અંધકારને નાશ થઈ શકતા નથી.” આજે આપણે શિક્ષણ અને કેળવણીની ખૂબ વાતેા કરી રહ્યા છીએ, આપણામાંના કેટલાક સંતુષ્ટ છે; કેટલાક અસ ંતુષ્ટ છે. અસ ંતુષ્ટ રહેવુ એ કાંઈ ખરાબ વસ્તુ નથી. આ અસતષથી આપણામાં સુધારણા થાય તા તે અસતેષ છિવાયોગ્ય છે, પણ જો તે અસ તેષ આપણી નિરાશાના જ પ્રતિધ્વનિ હાય તે તે ઈચ્છવાયોગ્ય નથી. પશુ કાઇ પણ સંચામાં ડા. કવેએ વર્ષો પહેલાં, જ્યારે આપણામાંના ઘણા ખરાતા જન્મ પણ થયો નહાતા ત્યારે, જે કરી બતાવ્યુ અને શિક્ષણના અન્ય કાઈ કાર્યાં કરતાં વધારે મહત્વનું હતું. જો હું કહી શિક્ષણપ્રવૃત્તિને જે નવી દિશામાં વાળી તે તે અભૂતપૂર્વ હતું અને શત્રુ તા મારે જણાવવું જોઇએ કે પુરૂષો કરતાં પણ જો સ્ત્રીએ વધારે ભણતી થાય તા તે વધારે મહત્ત્વનું છે, વધારે જરૂરતુ છે. દેશની માતા, દીકરી અને મહેતાના ભણવાનું મહત્વ ખરેખર ઘણું માટુ છે. કાઈ પણ પ્રજાએ કેટલી પ્રગતિ સાધી છે તે માપવાના સાચા માપેામાંનુ એક માપ છે એ પ્રજાજનના સમાજમાં બહેને અએ શુ’ દરજ્જો ભાગવે છે તે. કારણ કે તેમનામાંથી જ નવી પેઢી પેદા થાય છે. નવી પેઢી તેમના માઢથી સાંભળી શિખીને અને તેમને ખેાળા ખુદીને પેાતાના શિક્ષણની શરૂઆત કરે છે.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy