________________
(08)
પ્રશુદ્ધ જીવન
તા. ૧૫-૪-૫૮
આપણે જોયુ' કે પૂ વાદી યુગના સુધારકાએ સામન્તવાદી વ્યવસ્થાને પાયામાંથી બદલી નાંખવાને બદલે તેમાં કયાંક કયાંક સુધારા કરીને સતોષ માન્યા. તે પ્રમાણે આજના સમાજવાદી યુગના સુધારક પૂજીવાદી યુગની વ્યવસ્થાને જડમૂળથી ઉખાડી નાંખવાના બદલે ઉપર ચેડુ' પ્લાસ્ટર લગાડીને પૂછવાદી વ્યવથાને સમાજવાદી જામા પહેરાવવા માંગે છે. જે પાયા ઉપર પૂજીવાદી રચના ઊભી થઈ છે તે પાયાને તે ઉખેડવા નથી માંગતા. પણ આ સ્થિતિ ટકી શકે નહિં. સતત પરિવર્તનશીલતાના આ અવશ્ય ભાવિ પાને ન સમજી—ન માની તથાકથિત સમાજનેતાઓએ સામાજિક વ્યવસ્થામાં ધમને લાવીને બેસાડી દીધા. ધર્મને ઇશ્વરી વિધાન કહી એવા ઉચ્ચ આસને સ્થાપી દ્વિધા કે જેતે માટે માનવીય બુદ્ધિ કઈ પ્રશ્ન જ ન કરે. વળી આ ધર્મજીવનવ્યવહારમાં કેવળ ઈશ્વરી વિષય નથી રહેતે, પણ મનુષ્યનાં પ્રત્યેક કાર્ય વ્યાપારમાં તે પેાતાનું પ્રભુત્વ સ્થાપે છે. હું અહિં ધર્મ અને ધર્મોની ઉત્પત્તિ વિષે લાંબી ચર્ચા કરવા નથી ઇચ્છત!, પરન્તુ એટલું ખરૂ છે કે સમાજની પ્રગતિમાં ધમાઁની સનાતનતાએ મેટા વરાધ નાંખ્યો છે. સમાજનું સ્વરૂપ નિર ંતર બદલાતું રહ્યું છે, કેમકે વ્યક્તિએનાં પારસ્પરિક સબંધોની પરિસ્થિતિમાં ફેરફારા થતા રહ્યા છે, પણ સમાજનું નિય ંત્રણ ધર્મને હાથ સાંપીને રૂઢિચુસ્ત વગે પરિવર્તન અને પ્રગતિને રૂધી રાખવાનાં પ્રયત્ન કર્યો છે. હજારો વર્ષોથી મનુષ્યના મગજમાં ધર્મભીરતા ઢાંસી ઠાંસીને ભરવામાં આવી છે. આ અવરોધની ઠાકરની અસી મેાટા મેટા સુધારકા પણ પાછા પડયા છે. પરન્તુ સામાજિક જીવનના સાચા હાર્દને જે સમજ્યા, Permanent Revolution-સતત પરિવર્તનશીલતાની અનિવાર્યતાને જે સમજ્યા તેઓ હાર્યા નથી. આ વાત સમજવાની આજે ખાસ આવશ્યકતા છે. કેમકે આણુવિક વિજ્ઞાન જે તેજ ગતિથી આજે વિકસી કહ્યુ છે, અને તેને લીધે જે નવી ઉદ્ભાવનાએ જન્મ લઈ રહી છે તે સારાયે જીવનને પાયામાંથી પલટી રહી છે. એટલે આ યુગમાં પુરાણા માપદંડ જરાયે ચાલવાના નથી એ સત્ય જેટલું જ િસમજાય તેટલુ સારૂ છે. ભૌતિક વિકાસાર્થે તેમ ખેતી અને કારખાનાના વિરાટ ઉત્પાદાનાથે આપણે પંચવર્ષીય યોજનાઓ ઘડી છે, દેશની સમગ્ર શક્તિ તે ઉપર કેન્દ્રિત કરી છે, પણ તેમાંથી કૃલિત થતા સામાજિક જીવનના પારે વર્તનને સ્વીકાર કરવાની આપણી તૈયારી છે ? તેને માટે આપણે કાઇ ચેોજનાઓ ઘડી છે ? પ્રથમ તે આને માટે સમાજસુધારક પોતે સદંતર બદલાવું પડશે. સામન્તવાદી કે પૂછવાદી સુધારકતાથી કામ નહિ ચાલે. સમાજને બદલવા તેણે પોતે અગ્નિમાં પગલું ભરવું જોઇશે, સમાજ ગતિશીલ છે અને તેને સુધારવાની પ્રણાલી પણ ગતિશીલ હાવી જોઇશે. ભવરઅલ સીધી પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં પાઠયપુસ્તક અથવા મ્રુતર વાંચન તરીકે ઉપયેાગમાં લેવા લાયક, કાઇ પણ શુભ પ્રસંગે ભેટ માપવા કે વહેચવા લાયક પુસ્તકા
૨૩૬
i
વિધવાવિવાહ કરવાના ખૂબ દેશના ચલાવવા પડયા હતા, સુધારકોને કેટલી નિંદા અને અપમાન સહન કરવા પડયા હતાં. આ જમાનામાં એ કાઈ મહત્વની વસ્તુ નથી રહી. દુનિચ્છા તેનાથી ઘણી આગળ વધી ગઈ છે. આજે તેનાથી ઘણા વધારે જટિલ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આજે તે વિવાહસ ંસ્થાના અસ્તિત્વ વિષે જ સશય સેવવામાં આવે છે. સ્ત્રી પુરૂષના શારીરિક સબંધની ભૂમિકા પલટાઈ રહી છે. સંપત્તિ સંબંધેની આપણી માન્યતાઓ કરી ગઇ છે. સમાજસુધારાની 'સામે આ યુગના આ' નવા પ્રશ્નો ખડા થયા છે.' સમાજસુધારા કરવા આાગળ આવેલી વ્યક્તિ અને સંસ્થાઓમાં પણ જડતા આવી જાય છે. તે વળી નવા સુધારાઓના વિરોધી બની જાય છે. બહુ લાંખા કાળની વાત જવા એ અને માત્ર થાડાં વર્ષ પહેલાંના વિચાર કરીએ તા આ સમાજ એક જબરદસ્ત સમાજસુધારા આન્દોલન હતું. બંગાળમાં બ્રાહ્મોસમાજ અને ગુજરાતમાં પ્રાર્થનાસમાજ પણ એ પ્રકારનાં સમાજસુધારક આંદોલના હતાં. આજે તે કઇ કરતા નથી, કદાચ જરાતરા કંઇ કરતા હોય તો તે આજના યુગને અનુરૂપ ન હાઇને જડ પરિપાટી જેવું લાગે છે. તે વિચારાંધતા અને જડતાના ગઢ જેવા ખની ગયા છે. એક સમયે 'એ બધા આન્દોલનનુ મહત્વ હતું, આજે તે મહત્વ નથી રહ્યું, એટલે તે પ્રકારના આન્દેલનાની જરૂર નથી, તે સંસ્થાની ચે આવશ્યકતા નથી. પણ જેમને માટે એ સસ્થાઓ એક મઠ જેવી બની ગઈ છે, અથવા તા જેમને માટે તે આજીવિકાનું એક સાધન બની ગઈ છે તે તેને ચાલુ રાખવાનો આગ્રહ સેવ્યા કરે છે. અને કેટલીક વખત યુગના નવસુધારાને તેમની સામે પણ અવાજ ઉઠાવવા પડે છે.
આ
અમુક સુધારાઓની મર્યાદા બાંધીને બેઠેલી સંસ્થાની આ સ્થિતિ થાય છે. એક કાળે અમુક સુધારાની જરૂર ઊભી થતાં તે કાળે તેવી સંસ્થાને જન્મ થાય છે, પણ તે કામ પૂર્ણ થયા પછી પણ તે સંસ્થા બંધ થતી નથી. સમાજની આવશ્યકતા અને પ્રશ્નો બદલાય છે, પરન્તુ તેઓ પોતાની વાતને સાર્વભૌમિક અને સાકાલિક સત્ય માનીને તેને ચલાવ્યે રાખવા ચાઠું છે. એક દિવસ ધર્મોની જે સ્થિતિ થઇ તે સ્થિતિ સમાજ સુધારા આંદોલનાની થઇ. જે દશા ધર્મગુરૂએની થઈ તે દશા સુધારકાની થઇ. હા, જે સાચી સામાજિક ક્રાન્તિ કરવા ઈચ્છિતા હાય છે, તેમનું તે કાર્ય જ ભિન્ન પ્રકારનું હાય છે. સામાજિક વિજ્ઞાનના વિશ્વાષમાં શ્રી હેરેસ લેને સુધારક અને ક્રાન્તિકારના ભેદ સમાતાં કહ્યું છે કે “સુધારક કાઈ એક કે એ પ્રશ્નોને કેન્દ્રિત કરીને તેની પાછળ પાતાની શક્તિ ખર્ચે છે; જ્યારે ક્રાન્તિકારી આમૂળ પરિવર્તનની વાત કરતા હાય છે. સુધારક મૂળ ચોગઠાંને સુરક્ષિત રાખીને ચાલુ પ્રવૃત્તિઓ અને સિદ્ધાન્તો સાથે મેળ ખાય તેવી રીતે પરિવર્તન કરવા ઈચ્છતા હાય છે, જ્યારે ક્રાન્તિકાર સિદ્ધાન્તા, પ્રવૃત્તિઓ, અને દેલના, બધાંની સમગ્ર દિશા જ પલટાવી દેવા માંગતા હોય છે. સુધારક જે મૂળ સ્થિતિ છે તેને સ્વાસ્થ્યકર માને છે, પણ એકાદ બે વસ્તુ જે તેને અસંતુલિત અથવા મેમેળ જેવી લાગતી હાય તેમાં જ ફેરફાર કરવા ચાહતા હ્રાય છે. જ્યારે એક સાચે ક્રાન્તિકાર મૂળ પાયા જ ખાટા સમજીને જીતુ કંઇ રાખવા નથી ઇચ્છતો, સુધારકના પૂર્વ સ્થિતિના માહ તેને જડ ખનાવી દે છે. તેણે પોતાના મનમાં એવી કલ્પના બાંધી દીધી હાય છે કે, જે વ્યવસ્થા વર્ષોથી ચાલુ છે તે. મૂળમાં ખાટી નથી, માત્ર તેમાં જે દોષ પ્રવેશી ગયા છે તે સુધારી લેવા જોઇએ. તે એમ સમજતા નથી કે જે જીવનદર્શનના આધાર ઉપર પહેલાંની સમાજવ્યવસ્થા રચાઇ હતી તેમાં થાગડથીગડ કરવાથી હવે કામ ચાલી શકવાનુ નથી. હવે તે સમગ્ર રીતે જીવનદર્શનમાં જ પરિવતન લાવવાની જરૂર છે. આ રીતે વિચારવામાં કદાચ તેને પોતાની સ્થિતિ અસ્થિર થઇ જવાના ભય દેખાતા હાય.”
સત્ય શિવ સુન્દરમ્
પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસ ગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશા સાથે કિમત રૂા. ૭, પોસ્ટેજ ૦-૬-૦ દર્શન અને ચિંતન
પંડિત સુખલાલજી સન્માન સમિતિ તરફથી પ્રકાશિત પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી લેખાના સંગ્રહ એ વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી : કુલ ત્રણ વિભાગમાં કિંમત રૂા. ૨૧; પૈકીંગ વેસ્ટેજ શ. ૪ મળવાનું ઠેકાણું : મુંબઇ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩
મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. 'દ્રષ્ણુસ્થાન : કચ્છી 'વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. 2. ન. ૩૪૬૨૯
36