________________
૧૬૪
પ્રબુદ્ધે જીવન
હિંદી સામે દક્ષિણ ભારતના આગેવાનાના અવિચારી ધુંધવાટ
દક્ષિણ હિન્દુસ્થાનમાં—ખાસ કરીને મદ્રાસ પ્રદેશમાં-ભારતની અખંડ એકતાને જર્જરિત કરે એવાં આન્દોલના એક પછી એક ઉભા થતાં જોઇને કાઇ પણુ રાષ્ટ્રનિષ્ટ ભારતવાસી ઊંડે ખેદ અને ચિન્તા અનુભવ્યા સિવાય રહી શકે તેમ નથી. દ્રાવીડ કાઝગામ આન્દોલને અને તેના નેતા શ્રી ઇ. વી. આર્. રામરસ્વામી નાયકરે .શરૂઆતમાં રામાયણ અને રામની મૂર્તિ સામે, પછી બ્રાહ્મણા સામે, અને પછી રાજ્યના બંધારણ તથા ગાંધીજીની હતી સામે શરૂ કરેલ ઝેરી આન્દો લન સૌ કાઈને વિસ્મિત અને ચિન્તાગ્રસ્ત બનાવી રહ્યું હતું. એમ છતાં આ આન્દોલન બહુ નાના વર્ગને અને તે પણ ખેજવાબુદાર અણુધડ સમુદાયને સ્પર્શેલું હતું અને ક્ષણિક ઉછાળા જેવું લાગતું હતું:
તાજેતરમાં તા. ૨૨ મી ડીસેમ્બરના રાજ ભારતમાં સત્તાવાર ભાષા તરીકે હિંદીના અમલ કરવા સામે વિરોધ કરવા માટે અને અંગ્રેજી ભાષાને દેશની સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખવાની માગણી કરવા માટે. મદ્રાસ ખાતે એક સમેલન ( The Union Language Convention of South India ) ભરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં જેમના પ્રત્યે રાષ્ટ્રના વડિલો મુખ્મી તરીકે ભારતની પ્રજા આજ સુધી આદરપૂર્વક જોતી આવી છે એવા અનુભવરૃધ્ધ અને પ્રૌઢ દેશનાયકાએ ભાગ લીધે હતો. અન્નામલાઇ યુનિવર્સિટીના માજી વાઇસ-ચેન્સેલર ડૉ. એમ. રત્નસ્વામી સંમેલનના સ્વાગત–પ્રમુખ હતા; માસારના માજી દીવાન સર મીરઝા ઇસ્માઇલે સંમેલનનું ઉદૂબાટન કર્યું હતુ. ડૉ. સી. પી રામસ્વામી આયરે સ ંમેલનનું પ્રમુખસ્થાન શાભાળ્યું હતું. શ્રી ચક્રવર્તી રાજગોપાલાચાર્ય સમેલનના મુખ્ય પ્રયોજક હતા અને મુખ્ય ઠરાવ પણ તેમણે જ રજુ કર્યાં હતા. શ્રી પી. ટી. રાજન, શ્રી પી. કોદન્ડરાવ વગેરે દક્ષિણ ભારતની કેટલીક આગેવાન વ્યકિતઓએ મુખ્ય ઠરાવના સમર્થનમાં પ્રવર્ચના કર્યાં હતાં.
પ્રારંભમાં ડૉ. એમ. રત્નસ્વામીએ ઉપસ્થિત થયેલા પ્રતિનિધિઓને આવકાર આપતાં જણાવ્યું હતું કે “આ બાબતને આપણે લાભાલાભની દૃષ્ટિએ વિચાર કરવા ધટે છે. અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખવાથી રાજ્યવહીવટ વધારે સરળ થશે કે અંગ્રેજીનું સ્થાન ખીજી કાઈ ભાષાને આપવાથી આપણુ વહીવટી કા વધારે સરળ થશે એ પ્રશ્ન આપણી સામે છે અને વિચારણા માગે છે. હિંદી એક પછાત ભાષા છે અને એના વિકાસ કઈ સમયથી રૂંધાઇ ગયો છે; તેથી હિંદી ભાષા અદ્યતન વિચારોની વાહક બનવાની જરા પણ યોગ્યતા ધરાવતી નથી. આવી ભાષાને સત્તાર ભાષા તરીકે સ્વીકારવી તે મેટરકારના જમાનામાં બળદગાડીના ઉપયોગને આગળ ધરવા ખરેખર છે. વળી હિંદીને અ ંગ્રેજીની સમકક્ષા ઉપર મૂકવાથી ‘ઉત્તરના આધિપત્ય’તા પોકાર વધારે જોરદાર બનવા સભવ છે.”
ત્યારખાં સ ંમેલનનું ઉદ્ઘાટન કરતાં સર મીરઝા ઇસ્માઇલે જણાવ્યું કે “હિંદીધેલા લકા આખા દેશ ઉપર સત્તાવાર ભાષા તરીકે હિંદીને લાદવાના જે પ્રયત્ન કરી રહ્યા છે તે સામે જોરદાર વિરોધ વ્યક્ત કરવા માટે આપણે અહિં એકઠા થયા છીએ. આમ કરીને આપણે કાઈ વિભ.ગીય હિતોને આગળ ધરી રહ્યા નથી, પણ માતૃભૂમિ પ્રત્યેની એક પવિત્ર કરજ બજાવી રહ્યા છીએ.”
“હિંદીને સત્તાવાર ભાષા બનાવવાની હીલચાલ પાછળ રાષ્ટ્રમાં એકતાની સભાનતાને પુષ્ટ કરવાની જે ભાવના અને નિા રહેલી છે તેની આપણે જરૂર કદર કરીએ છીએ. ઐતિહાસિક દૃષ્ટિએ અને સ્વાભાવિક ધેારણે સ્વયં રાષ્ટ્રીય હાય—આવી કાઈ રાષ્ટ્રીય ભાષા આપણને ઉપલબ્ધ ઔાય તે તેના વડે રાષ્ટ્રીય એકતાને ખૂબ જોર મળે એમાં કાઈ શક નથી. પણ હિંદી કાટિની ભાષા છે નહિ અને મને લાગે છે કે તે કાર્ટિની કદિ બની શકશે નહિ. હિંદી ભાષા આપણી પ્રજાના એક વર્ગની—જરૂર એક બહુ મેટા વર્ગની—ભાષા
બીના તે છે એમ
છતાં એ પ્રચાર ઉપરછલા અને કૃત્રિમ જ રહેવાના છે. કારણ કે જે
તા ૧-૧ ૫૮
બીજા અનેક માટે મુખ્યત્વે કરીને પરાઈ જેવી ભાષા છે તે તેમના ઉપર લાદવાથી આપણામાં કદિ એકતાની ભાવના ઉત્પન્ન કરી શકાય જ નહિ. આમ હોવાથી આપણે યુનીયન ગવર્મેન્ટની સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીને ચાલુ રહેવા દઇએ અને આપણને એકત્ર અને સંગતિ કરનાર શક્તિ તરીકે તેને ઉપયોગી ભાગ ભજવવા દૃએ એ જ માત્ર ઈચ્છવાયોગ્ય છે. આજ સુધી આપણને તેનાથી ખૂબ લાભ થયા છે અને આ અસરકારક પુરવાર થયેલા સાધનના ઉપયોગથી આપણને વ'ચિત રાખે એવી શૈક્ષણિક પદ્ધતિ આપણે અમલી ન બનાવીએ તો હજુ પણ આપણે અંગ્રેજી ભાષાદ્રારા ખૂબ લાભ ઉઠાવી શકીએ તેમ છે.”
ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી ખેલતાં ડૉ. સી. પી. રામસ્વામી આયરે જણાવ્યું હતું કે “હિંદી હજી તે બ્રડાતી ભાષા છે અને આ હકીતને તો રાજ્યબંધારણમાં પણ સ્વીકાર કરવામાં આવ્યા છે. આમ હાવાથી હિંદીના જ્યાં સુધી પૂરો વિકાસ ન થાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોઇએ. વળી દેશની ઔદ્યોગિક, સાંસ્કારિક અને વૈજ્ઞાનિક પ્રગતિ માટેની જરૂરિયાતાને હિંદી ભાષા કાઇ પણ રીતે પહોંચી શકે તેમ છે જ નહિ. આ કાર્ય માત્ર અંગ્રેજીથી જ થઇ શકે તેમ છે. વહીવટી દૃષ્ટિએ પણ, જો હિંદીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવે તે હિંદી નહિ ખેલતી જનતા અત્યન્ત પ્રતિકુળ પરિસ્થિતિને ભાગ બની જશે.”.
ત્યારબાદ મુખ્ય ઠરાવ રજુ કરતાં શ્રી રાજગાપાલાચાયે જણાવેલું કે “ભારતની એકતા વિષે મારાથી વધારે દિલચસ્પી ધરાવનાર અન્ય કાઇને હું કલ્પી શકતા નથી, પણ આ એકતાની બાબતને આપણે મનસ્વી રીતે વિચાર કરવા ન જોઇએ પણ વર્તમાનને લક્ષ્યમાં રાખીને વિચાર કરવા જોઇએ. કેવળ લાગણીવશ થઈને અ ંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે ચાલુ રાખવાના લાભો ગુમાવવા એ કેવળ એવપુષીભર્યું લેખાશે.” આગળ ચાલતાં શ્રી રાજગોપાલાચાર્યે જણાવ્યું, “અંગ્રેજીને ચાલુ રાખવાના આપણા આ પ્રયત્નના જબરજસ્ત વિરાધ થશે અને તેને આપણે ખળવાન સામનો કરવાના રહેશે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઉત્તર હિંદમાં હિંદી વિષે ધ્રુવી લાગણી પ્રવર્તે છે તેના તમને ખ્યાલ નથી. જો દક્ષિણ હિંદે અથવા તેા અહિંદીભાષી પ્રદેશાએ પોતાની લડતમાં સફળતા પ્રાપ્ત કરવી હશે તે તેમણે ખૂબ જોસયી, પૂરી તકેદારીપૂર્વક, સદ્ભૂિત થઇને કામ લેવું પડશે. જો એમ નહિ કરવામાં આવે તે સફળતા નહિ મળે. આજે દક્ષિણ ભારત ઉપર ઉત્તર ભારતના શાસનની ખૂબ વાતા ચાલી રહી છે. સિવાય કે દક્ષિણમાં આપસઆપસમાં મતભેદ ઉભા થાય અને ભગાણુ પડે, ઉત્તર ભારત દક્ષિણ ભારત ઉપર કદિ પણ હકુમત સ્થાપી નહિ શકે.”
શ્રી રાજગોપાલાચાર્યે વિશેષમાં ચેતવણી આપી કે “હિંદીને સત્તાવાર ભાષા તરીકે અમલી બનાવવામાં આવશે તે તે પગલું દેશ માટે ભારે આત્મધાતક નિવડશે અને તેથી આખરે દેશની કાયા છિન્નભિન્ન થઈ જશે. આ બાબતમાં મદ્રાસ પ્રદેશની સરકારે જે ઠરાવ કર્યો છે કે અંગ્રેજી અને હિંદી બન્નેને સત્તાવાર ભાષા તરીકે અમલી બનાવવી જોઇએ-આ ઠરાવ દ્વારા વ્યક્ત થતું મદ્રાસ સરકારનું માનસ ખેદ ઉપજાવે તેવું છે. આમ દિધા નીતિ ધારણ કરવાથી આપણી લડતને સફળ બનાવી નહિ શકાય. હું મદ્રાસ સરકારને ચેતવણી આપું છે કે આવી બાંધછેાડ વ્યાખી કે હિતાવહ નથી. આ બાબત તરફ પ્રાદેશિક સરકારનું હું ખાસ ધ્યાન ખેંચુ છું. આજે આવી નીતિ અખત્યાર કરવી સહેલી છે, પણ આગળ ઉપર તે ભારે પડવાની છે. આજે તેા આપણ સર્વેએ એકત્ર થઈને આ લડત ચલાવવાની છે,” આમ કહીને શ્રી રાજગોપાલાચાર્યે અંગ્રેજી ભાષાની તરફેણ કરતા અને હિંદીના વિરાધ કરતા એક લાંખેા ઠરાવ રજુ કર્યાં હતા. આ ઠરાવની વિગતા આપવા માટે અહિં અવકાશ નથી, પણ તેમાંની એક દલીલ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. અને તે એ કે હિંદી એ લઘુ