SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૫૮ અસ્પષ્ટ લાગતા હાય તો કોઇ પણ સૂચને સુધારા માઅમે એ સ્વીકારવા તૈયાર છીએ, પણ આ ઠરાવને આપ Rule out 1 કરા. અમારી પાસે આવા ઘણા કિસ્સા આવે છે બહેનો દુઃખી થાય છે. આ અનિષ્ટને અટકાવવા માટે આવા ઠરાવે! જરૂરી છે.” એમ કહી એમણે એવા એક એ દાખલા ત્યાં રજૂ પણ કર્યાં, પણ શ્રી હંસાબહેને ડાકુ હલાવ્યે જ રાખ્યું અને ઠરાવને હાસ્યાસ્પદ બનાવતાં કહ્યું કે “અસામાજિક કૃત્ય કોને કહેવાય ? એમ તે રસ્તામાં થુંકવું એ પણ અસામાજિક કહેવાય.” આ ઠરાવને અંગત સ્વરૂપ આપતાં તેમણે કહ્યુ કે “ત્ર એએ આગળ આવતી સ્ત્રી તરફ કાદવ ઉછાળવા જોઇએ નહિ. એને આગળ લાવવા પ્રયત્ન કરવા જોઇએ. કાઈ સ્ત્રી પરદેશી કપડાં પહેરી પરદેશી કાપડની દુકાને પિકેટિંગ કરવા આવે તેયે હું તે આવકારૂં. એક ઉપર ખીજીમાં જે દાખલાં અને છે તેમાં બાળલગ્ન જવાથ્યદાર્ છે. માટે માબાપાને શિક્ષા કરવી જોઇએ. અહીં મહાગુજરાત કે કૉંગ્રેસને વચ્ચે ના લાવવી જોઇએ.” આથી શ્રી ઉદયપ્રભાબહેને ફરી ઉભા થઈ જણાવ્યું કે, “આને અંગત ના લેતાં આપણે સામાજિક પ્રશ્ન ગણી ચર્ચા કરવી જોઇએ. હું પ્રમુખશ્રીને વિનંતિ કરું છું કે આને અંગત ના ગણી અને તેની લેખિત નોંધ લે.” છતાં શ્રી હંસાબહેને ઠરાવને Rute Ont કર્યાં. વધારામાં જણાવ્યું છે કે, કાઇ પરિણિત પુરૂષ ખીજી સ્ત્રીના સંબંધમાં આવે અને ત્રણ જીવ દુ:ખી થતા હોય તે એક જીવે-પ્રથમ પત્નીએ-ખસી જવું જોઇએ એમ હું માનુ છું.” આથી અમારી બહેનને ઘણું જ દુઃખ લાગ્યું. ઠરાવ મૂકવા દેવા તે જોશ્તા જ હતા, પછી ભલે એ ઉડી જાય—એમ અમારી બહેનનું માનવું હતું. આથી જ્યાં બીજો ઠરાવ વંચાવા માંડ્યો ત્યાં. અમારા એક પ્રતિનિધિ શ્રી કુમુદબહેન શુક્લ ઉભાં થયાં અને જણાવ્યું કે “અમે અમારા બધા જ ઠરાવ પાછા ખેંચી લેવા માગીએ છીએ, કેમકે અમારા તો લગભગ બધા જ ઠરાવે સામાજિક ઠરાવા છે અને ચર્ચામાં મૂકવા દેવા પણ ના માંગતા હૈા અને Rule on જ કરવાનાં હા તે અમારે મૂકવા જ નથી.” શ્રી હંસાબહેને જણાવ્યું £ જેવી તમારી મરજી. ” આથી શ્રી કુમુદબહેન ઉઠીને બહાર ચાલ્યાં ગયાં અને ત્યાર પછી એક પછી એક બધી જ બહેના બહાર ચાલી ગઈ. ત્યાર બાદ અમારી શાખાના સર્વે પ્રતિનિધિ ઉતારે મળ્યાં અંતે ચર્ચા કરી નકકી કર્યું કે ખીજે દિવસે કાઈએ પણ પ્રાંતિક પરિષદમાં હાજર ના રહેવુ. ત્યાર બાદ વિચારતાં લાગ્યું કે આપણે પ્રાંતિક પરિષદમાં હાજર રહેવા નથી માગતા એ ગુજરાત શાખાના બધા જ પ્રતિનિધિઓને જણાવવુ જોએ, આથી ખીજે દિવસે તે મુજબની પત્રિકા છપાવી વહુ'ચી. પછી અમે જમી પરવારી સ્ટેશને ગયાં અને તે સાંજે જ વાદરા છેડી ગયાં. પ્રબુદ્ધ જીવન ૧૬૩ દીધા સિવાય પ્રસ્તુત ઠરાવ વંચાતાંની સાથે જ તેને શ્રી હંસાબહેને પોતે માની લીધેલી પ્રમુખની સત્તાની રૂએ કાનુન બહાર જાહેર કર્યો. આવી રીત રસમ કાઈ પણ જવાબદાર પરિષદ કે વિષય વિચારણી સમિતિમાં કાઈ પણ જવાબદાર પ્રમુખે ધારણ કર્યાંનુ આજ સુધી જોવા કે સાંભળવામાં આવ્યું નથી. સાધારણુ રીત રસમ એવી હાય છે કે જેના નામે તે ઠરાવ મેકલવામાં આવેલ હોય તે વ્યક્તિ અથવા તેા સંસ્થાના પ્રતિનિધિ તે ઠરાવ રજુ કરે; અન્ય પ્રતિનિધિઓમાંથી કોઈ પણ પ્રતિનિધિને તે ઠરાવ વાંધા ભરેલા લાગે તે તે સામે તે પોતાને વિરાધ દર્શાવે, અન્ય પ્રતિનિધિઓ ઠરાવના મુદ્દાના ગુરુદોષની ચર્ચા કરે, પ્રમુખ પ્રતિનિધિઓને જરૂરી માર્ગદર્શન આપે અને છેવટે તે ઠરાવ લેવા કે ન લેવા તે બહુમતીથી નક્કી કરવામાં આવે. આવી પરિસ્થિતિમાં એવા સંચાગ જરૂર કલ્પી શકાય છે કે જ્યારે બન્ને પક્ષને સાંભળીને તે ઠરાવ ઉપર મત ન લેતાં પ્રમુખ કારણા આપીને પોતાની સત્તાથી રજુ કરવામાં આવેલ ઠરાવને કાનુન બહાર જાહેર કરી શકે છે. પ્રસ્તુત ઠરાવ સંસ્થાના બંધારણની કાઇ કલમ વિરૂદ્ધ હાય, સંસ્થાએ સ્વીકારેલા શિસ્ત કે સિદ્ધાન્તની વિરૂદ્ધ હાય, કાષ્ઠની અંગત નાલેશી થાય તેવા હાય અથવા તે સરકારી કાયદાકાનુનને અથવા તે રાજ્યસ’સ્થા પ્રત્યેની વફાદારીને એકાન્તપણે પ્રતિકુળ હાય —આવા સંચેગામાં પ્રમુખ પોતાની મુનસફીથી રજી કરવામાં આવેલ ઠરાવને જરૂર કાનુન બહાર કરી શકે છે, પણ પ્રસ્તુત ઠરાવમાં તો એવું કશુ જ હતું નહિ. પ્રસ્તુત ઠરાવ નહિ લેવા સંબધમાં પ્રમુખ તરફથી માત્ર એટલુ જ જણાવવામાં આવ્યું હતું કે “ઠરાવ અસ્પષ્ટ છે, માટે હું રૂલ આઉટ' કરૂ છું.” જો ઠરાવ અસ્પષ્ટ હતા તે તે ઠરાવ મૂકનારના મનને ભાવ અને અભિપ્રાય ધ્યાનમાં લઇને તે ઠરાવને વધારે સ્પષ્ટ અને વિષદ કરવામાં પ્રમુખે મદદરૂપ થવુ જોઇતુ હતુ.-અને એ જરૂરી પણ હતું, કારણ કે પ્રસ્તુત ઠરાવનું સ્વરૂપ અતિ વ્યાપક અને એ કારણે અસ્પષ્ટ જેવું હતું જ, અને જે સામાજિક અનિષ્ટતા ખ્યાલ રાખીને આ ઠરાવ ઘડવામાં આવ્યા હતા તે સામાજિક અનિષ્ટને જ ઠરાવ સ્પર્શે અને એથી વધારે વ્યાપક પ્રદેશને ન સ્પર્શે એવી તકેદારીના આ ઠરાવમાં અભાવ હતા અને તેથી જે આકારમાં આ ઠરાવ રજુ કરવામાં આભ્યા હતા તે જ આકારમાં આ ઠરાવ પસાર થયો હોત તે તેનું કશું જ ઇષ્ટ પરિણામ આવવા સંભવ નહાતા—પણુ આમ કરવાને બદલે, આ પ્રકારને ઠરાવ રજુ કરવા અને પસાર કરાવવા પૃચ્છતી બહેને પ્રત્યે લેશ માત્ર સહાનુભૂતિ ન દાખવતાં— તેમને સમજવા અને મદદરૂપ બનવાનો કશો પણ પ્રયત્ન ન કરતાં-ઠરાવને હાસ્યાપદ રૂપ આપીને પોતાની સત્તાની રૂએ તે ઠરાવને ઉડાડી દેવામાં શ્રી હંસાબહેને પ્રમુખ તરીકેની સત્તાના કેવળ આપખુદ તેમજ ગેરકાનુની ઉપયોગ કર્યો છે એમ કહ્યા વિના નહિ ચાલે, “ત્યાર બાદ તા. ૪ નવેંબરના શ્રી ધ્રુલતાબહેન પારેખ જે ગુજરાત શાખાના મંત્રી છે તેમના લખેલા પત્રે અમને મળ્યો છે અને તેમાં અમારા ઉપર જણાવેલા વર્તન અંગે અમારી શાખા ઉપર તેમજ અધિવેશનગાં હાજર રહેલી બહેન ઉપર ગુજરાત શાખા શિસ્તનાં પગલાં લેવા માંગે છે એમ જણાવવામાં આવ્યું છે.” પ્રસ્તુત નિવેદનમાં જેને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે પ્રય ત્રિક્રાણુના સૂચવાયલા ઉકેલની ચર્ચા તા. ૧-૧૧-૧૭ ના પ્રબુદ્ધ જીવનમાં વિસ્તારથી કરવામાં આવી છે. ઉપરના નિવેદનની ખીજી વિગત વાંચતાં શ્રી હ ંસાબહેને સાબરમતી શાખાના ઠરાવને જે રીતે-rule-out કર્યા, કાનુન બહાર જાહેર કર્યાં તે રીત અને તે માટે દર્શાવવામાં આવેલું કારણ વ્યાજખી છે કે નહિ એ મુદ્દો ખાસ ચર્ચા—વિચારણા માગે છે. વિષય વિચારિણી સમિતિના અહેવાલ વાંચતાં પ્રસ્તુત ઠેરાવ સબધે શ્રી હંસાબહેને અખત્યાર કરેલુ વળણ એક તટસ્થ પ્રમુખનુ નહિ પણ પૂર્વબધ્ધ વિચારથિથી પ્રેરિત હોય એમ તે પણ લાગ્યા વિના નહિ રહે. હવે ધારા કે આવા ઠરાવ · મહિલા પરિષદે કરવા ન જોઇએ એવા શ્રી હંસાબહેનના અ ંગત અભિપ્રાય હાય તા પશુ, તે ઠરાવ પરિષદમાં લેવા ચેાગ્ય છે કે નહિ તેની મુકત ચર્ચા થવા અને આ આપખુદીને પ્રમુખ તરીકેની સત્તાના દુરૂપયાગને–જાણે કે ઢાંકવા ખાતર ન હોય તેમ ગુજરાત શાખાના મંત્રી શ્રી ધ્રુલતાબહેન પારેખે અપમાન અને તુર્દમીજાજથી ધવાયલી સાબરમતી શાખાની અહેતા સામે અને ખુદ શાખા સામે પણ શિસ્તનાં પગલાં લેવાની ધમકી આપી છે. આ પણ એક ચેરી ઉપર શિરોરી જેવી ઘટના છે. આ ધમકીનેા સાબરમતી શાખાએ સવિસ્તર જવાબ આપ્યા છે. આશા રાખીએ કે પ્રસ્તુત શિસ્તપ્રકરણ આથી આગળ નહિ વધે, કારણ કે આવાં શિસ્ત પ્રકરણે આગળ વધવાનું પરિણામ મોટા ભાગે ભાગે સંસ્થાના સંગઠ્ઠનને કાર્યશક્તિને—શિથિલ અનાવવામાં અને ઉપચોગી કાર્ય કર્તાઓને ગુમાવવામાં આવે છે. પરમાન વિષય સૂચિ મેં રાજકારણ શા માટે છેડ્યું ? ખાલ સન્યાસ દીક્ષા પ્રતિબંધક ખીલ પ્રણયત્રિકાણની પાર્શ્વભૂમિકા હિંદી સામે દક્ષિણ ભારતના આગેવાર્તાના ધુંધવાટ ખટાટા તથા કદમૂળ વિષે એક ચર્ચાપત્ર શ્રી રતિલાલ ચીમનલાલ શાહને પ્રત્યુત્તર પૃષ્ટ ૧૫૯ ૧૬૧ ૧૬૨ જયપ્રકાશ નારાયણ પરમાનંદ પરમાનંદ ૧૬૪ રતિલાલ ચીમનલાલ શાહ ૧૬૬ પરમાનદ ૧૬૭
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy