SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયુદ્ધ જીવન તા. ૧-૩-પર આ રીતે તેઓ ખાસ કરીને ભારતની એ સંસ્કૃતિના પ્રતિનિધિ હતા જે સંસ્કૃતિ ઉપર પશ્ચિમ એશીમની સંસ્કૃતિના, પર્શીયન સંસ્કૃતિના, અરેબિક સંસ્કૃતિના સદ્દીઓથી પ્રત્યાધાતા પડતા રહ્યા હતા. આ અર્થમાં હુ' એવા બીજો કોઇ માણસ કલ્પી શકતા નથી કે જે તેમની જગ્યા લઈ શકે, કારણ કે જે યુગે તેમને પેદા કર્યાં હતા તે યુગને આજે ખેડા આવ્યા છે. અમારામાંના થે।ડાક અવશેષ રહ્યા છે જેમને એ, વ્યતીત થયેલા યુગની કાંઈક ઝાંખી છે. જે પેઢી આજે ઉદય પામી રહી છે તેને એ યુગનુ સંવેદન-ઝાંખું દ ન-પણ રહેવુ' મને સંભવિત નથી લાગતું આજે આપણે જુદી રીતે વર્તીએ છીએ; આપણે જુદી રીતે વિચારીએ છીએ. માનસિક અભિગમ અને સમજુતીમાં, આધાત પ્રત્યાધાત અને સ ંવેદનમાં પડેલું એક એક્કસ પ્રકારનું મહેદ્ અન્તર આગળના અને આજના યુગને, આગળ પાછળની પેઢીઓને વિભક્ત કરે છે, વિભાજિત કરે છે, એકમેકને અલગ બનાવે છે. ૨૦૬ સાચું પણ હોય છે. પણ મને લાગે છે કે મૌલાના આઝાદના દેહાન્ત સબંધે એમ કહેવું તે અક્ષરશઃ અને એકાન્તપણે સાચું છે. આ ઉપરથી હું એમ કહેવા માંગતા નથી અને હરગીજ એમ કહેવા માંગતા નથી કે હવે પછી ભારતમાં કાઈ મોટા માણસાના જન્મ જ નહિ થાય. આપણે ત્યાં મહાપુરૂષો થઈ ગયા છે અને આપણે ત્યાં મહાપુરુષા પેદા થવાના છે. પણ હું એમ જરૂર કહેવા માંગુ છું કે મૌલાના સાહેબમાં જે વિશિષ્ટ પ્રકારની અથવા તે। અનેાખી ભાતની મહત્તા હતી તેની ખીજી આવૃત્તિ હિંદમાં કે અન્યત્ર નિર્માણ થવાના અહુ સંભવ નથી. આમ કહું છું ત્યારે તેમના અનેક ગુણા જે આપણે સર્વ જાણીએ છીએ તેના ઉલ્લેખ કરવાની મને જરૂર લાગતી નથી. એમની અગાધ વિદ્રત્તા, તેમનું તલસ્પર્શી પાંડિત્ય, તેમનુ અપૂર્વ વકતૃત્વ, તેઓ એક મહાન લેખક હતા અને બીજી અનેક રીતે તેઓ મહાન હતા. આજે બીજા પણ વિદ્વાનો છે, બીજા પણ લેખકા છે, અને વકતા પણ છે, પણ ભૂતકાળની મહત્તા અને વર્તમાનની ભવ્યતા આ બન્નેનુ તેમનામાં અદ્ભુત મીશ્રણ હતું. યુરોપના મધ્યકાલીન જાગૃતિયુગમાં Remassance–માં પેદા થયેલા મહાપુરૂષાના અથવા તે તે પછીના કાળમાં અને ફ્રેંચ વિપ્લવ (ઈ. સ. ૧૮૦૪ થી ૧૮૧૪) ના સમય પહેલાં થયેલા encydopedists–જ્ઞાનના ભંડારરૂપ મહાપુરૂષોના બુદ્ધિપ્રધાન કર્મપ્રધાન માનવીઓના તેઓ એક પ્રતિનિધિપુરૂષ હતા આમ મને તેમના વિષે હંમેશા લાગ્યું છે, તેમને જોતાં જુના વખતના કાના મહાન ગુણે તેમની રીતભાતમાં પ્રગટ થતી એક પ્રકારની પ્રાસાદિતાgraciousness–નું મને સ્મરણ થતું હતું. “જીના વખતમાં જરૂર કેટલુંક ખરાબ હતું તેમ કેટલુંક એવુ સાર' હતું જે આજે જોવા કે અનુભવવા મળતું નથી. એ વખતે એક પ્રકારની પ્રાસાદિકતા હતી, એક પ્રકારની સભ્યતા, વિનય, સહિષ્ણુતા, ધીરજ હતી, જે આજે આપણુને દુનિયામાં શેાધી જડતી નથી. આજે ભલેને આપણે વૈજ્ઞાનિક અને યાંત્રિક બાબતમાં આગળ વધ્યા હેઇએ, એમ છતાં આજની દુનિયામાં એ પ્રાસાદિકતાના બહુ જ આ..અંશ નજરે પડે છે. ભલેને આપણે ચંદ્રલાક સુધી પહોંચવાના મનેરથ સેવતા હાઇએ, એમ છતાં પણ એ આપણા પ્રયત્ન અને પ્રક્રિયામાં પૂ`કાળની પ્રાસાદિકતાની, ઉદારતાની, એવી અમુક બાબતે કે જે વડે જીવનના પ્રારંભ કાળથી માનવીજીવન જીવવા જેવુ બન્યું છે તે ખાખતાની ખામી અનુભવવામાં આવે છે. “આ રીતે પ્રાસાદિકતા, ઊડી જ્ઞાનનિષ્ટા, અને બહેાળા દિલની ઉદારતા—ભૂતકાળનાં આવા સારા ગુણે! અને આજનાં પ્રેરક બળા— આ બન્નેનાં કાઈ વિચિત્ર અને અજોડ મીશ્રણ વડે મોલાના જેવા હતા તે પ્રકારે ધડાયા હતા. આઝાદ “એ સૌ કાઇ જાણે છે કે નાનપણથી હિંદને સ્વતંત્ર બનાવવાની તેમને તાલાવેલી લાગી હતી, અને હિંસક વિપ્લવના માર્ગ તરફ પણ એ દિવસેામાં તે વળ્યા હતા, પણ પાછળથી થે।ડા સમયમાં જ તેમને ભાન થયું હતું કે સ્વાત ંત્ર્યના ધ્યેયને પહેાંચવા માટે એ ખરા માર્ગ નહાતા. “હિંદમાં ધીમે ધીમે અનેક વૈવિધ્યથી ભરેલી સંસ્કૃતિ-composite culture–વિકાસ પામતી રહેલ છે. આ સંસ્કૃતિના તે એક વિશિષ્ટ કાટિના ખાસ પ્રતિનિધિ હતા. આ સુશ્લિષ્ટ ભારતીય સંસ્કૃતિના અંશતઃ અનેક પ્રતિનિધિઓ ભારતના જુદા જુદા વિભાગેામાં વિદ્યમાન છે. પણ અહિં દીલ્હીમાં, ખ'ગાળામાં, કે કલકત્તામાં—જ્યાં જ્યાં તેમણે જીવનના મોટા ભાગ પસાર કર્યાં ત્યાં ત્યાં તે, જે જુદી જુદી સંસ્કૃતિના પ્રવાહો હિંદમાં આવ્યા અને હિંદી જીવનના અને હિંદના માનવ સમુદાયના મહાસાગરમાં સમાઈ ગયા અને જે પ્રવાહાએ એ રીતે હિંદી જીવન અને માનવસમુદાયને રચ્યા અને પોતે પણ રંગાયા આવા સાંસ્કૃતિક પ્રવાહાના સમન્વયે તા મૌલાના સાહેબમાં જ મૂતરૂપ ધારણ કર્યું. હુંતુ. “આપણામાં પરિવર્તન થાય, ફેરફાર થાય, રૂપાન્તર થાય એ ખરેખર છે, વ્યાજખી છે. એ સામે મારી કશી કૃરિયાદ નથી. ભૂતકાળની કોઈ ખરાબ ટેવ અથવા તા એ વખતે ભલે તે ટેવ સારી હાય પણ કાળાન્તરે જે ખરાબ બની ગઈ હાય એવી ટેવની આપણામાં રખેને કોઈ જડ જામી ન જાય એ માટે ફેરફાર પરિવર્તન જરૂરી છે. પણ આમ કહું છું ત્યારે, ખરાબ સાથે ભૂતકાળના સારાં તત્ત્વો પણ સાફ થઈ જાય છે એ બાબતને લગતી દુઃખની લાગણી વ્યક્ત કર્યો વિના હું રહી શકતા નથી અને એ ભૂતકાળનું સારૂ શ્રેયસ્કર આદરણીય તત્ત્વ મૌલાના સાહેબ મુખ્યત્વે કરીને મૂર્તિમન્ત કરી રહ્યા હતા. આજે આપણે આવા એક ભવ્યં માનવીના દેહવિલય ખન્ન, ઓજસ્વી પ્રજ્ઞા અથવા તેા કોઈ પણ પ્રશ્ન યા સમસ્યાના મમ્ને આરપાર વીંધી શકે એવી આશ્ચર્યજનક તાકાતવાળી બુદ્ધિમત્તા ધરાવતી વ્યક્તિના અવસાન બદલ ઊંડા શાકની લાગણી પ્રગટ કરી રહ્યા છીએ. જ્યારે આપણે આવા એક સાથી, મિત્ર, સહચર, બિરાદર, નેતા, શિક્ષાગુરુ-જે રીતે તમને ઠીક લાગે તે રીતે કહા આવી એક વિશેષ વ્યક્તિથી વિખુટા પડી રહ્યા છીએ ત્યારે આપણા જીવનમાં અને પ્રવૃત્તિઓમાં ભયંકર ખાલીપણું આપણે અનિવાર્ય પણે અનુભવીએ છીએ; એક પ્રકારની શૂન્યતા અનુભવીએ છીએ. પણુ સંસારના આ જ ક્રમ છે અને આપણે તેના સામના કરવાના છે અને તે સામને રડીને, નિરાશ ખતીતે કે બ્યશૂન્ય બનીને નહિ, પણ જે આદર્શોની તેમણે જીવનભર ઉપાસના કરી હતી તે આદર્શો પ્રત્યે આપણી જાતને સમર્પિત કરીને અને આપણી શાન્તિસેનાના એ સેનાપતિએ અને મહારથીઓ કે જેમણે દેશની આઝાદી, પ્રગતિ અને નવરચના સાધવા પાછળ જીવનને ન્યોચ્છાવર કર્યું હતું. અને જેએ એક વખત આપણી વચ્ચે હતા અને આજે આપણી વચ્ચે નથી એમ છતાં પોતાના જીવન સદેશ જે પાછળ મૂકી ગયા છે તેમના શુભકાર્ય ને આગળ વધારીને–વિધાયક રીતે–આ સંસારના મતે, જીવન પાછળ આવતી મરણની દુધટનાને આપણે સામના કરવાના છે. મારી પ્રાર્થના છે કે આ રીતે આજની આકૃતના સામને! કરીને તેમણે અધુરા મુકેલા કાર્યું તે આપણે નવા વેગ આપીએ. તેમના જીવનમાંથી પ્રાપ્ત થત સ ંદેશ આપણને સદા પ્રેરણા આપતા રહે અને આપણા માર્ગને સદા અજવાળતા રહે.” ધર્માનંદ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનુ જાહેર વ્યખ્યાન મગળવાર તા. ૪-૩-૧૮ ના રોજ સાંજના ! વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સધના કાર્યાલયમાં શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ “વત માન પરિસ્થિતિ” ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતાં ભાઈ બહેન ને હાજર રહેવા વિનંતિ છે. મંત્રીઓ, મુબઇ જૈન યુવક 'સઘ 4
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy