SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૧૮ પ્રશુદ્ધ જીવન મુંદરા પ્રકરણુ મુંદરા પ્રકરણની તપાસ મુંબઇમાં ગયા જાન્યુઆરી માસ દરમિયાન શરૂ થઇ ત્યારથી આમ જનતામાં તે વિષે ઉત્કટ રસ જાગ્યો હતા અને જ્યાં જાઓ ત્યાં એ જ વિષય ચાલુ ચર્ચાના વિષય બન્ય હતા. આ પ્રકરણમાં ભારત સરકારના સર્વોચ્ચ અધિકારીએ એક યા ખીજી રીતે સડાવાયલા હાઇને લેકરસ અતિ તીવ્ર બન્યા હતા. ન્યાયમૂર્તિ એમ્. સી. ચાગલાના પ્રમુખપણા નીચે આ બામની તપાસ શરૂ થઇ, જવાબદાર અને જાણકારી માણુસેની જુબાની લેવામાં આવી, એટર્ની જનરલ શ્રી એમ. સી. સેટલવડે આખા કેસની નીડરતા અને બાહાશીપૂર્વક રજુઆત કરી અને શ્રી ચાગલાએ પોતાના રીપોર્ટ ભારત સરકાર ઉપર માકલી આપ્યું. ભારતના સચિવ ટી. ટી. કૃષ્ણમાચારીએ રાજીનામું આપતાં પોતાના બચાવ રૂપે મહા અમાત્ય નહેરૂ ઉપર લાંમે કાગળ લખ્યો, તેને સવિસ્તર જવાબ લખીને નહેરૂએ રાજીનામું મંજુર કર્યું. પછી લોકસભામાં તથા રાજ્યસભામાં આ રીપોર્ટ ઉપર ખૂબ ચર્ચા થઈ. હવે આ પ્રકરણ લગભગ પુરૂં થયુ ગણાય. આજે આ આખા પ્રકરણની વિગતે એટલી બધી ચર્ચાઈ ગઇ છે કે તે વિષે હવે લાંબા કાર્મ વિવેચનની જરૂર રહી નથી. માત્ર એ ચાર બાબતા મન ઉપર આવે છે તેના અહિં ઉલ્લેખ કરવા વિચાર્યું છે. આજે આપણા દેશમાં જે કાંઈ અંધેર ચાલી રહ્યુ’ છે, અધુરી સમજણુ કે લાંચ રૂશ્વતના કારણે લાખા રૂપી બરબાદ થઇ રહ્યા છે, અને સત્તારૂઢ પક્ષના આગેવાનાના અને સત્તાધિકારીઓના મગર્જમાં સત્તાના જે નીરો જોવામાં આવે છે અને પરિણામે અનેક ખાખતા અવળી સવળી થ રહી છે—એવી પરિસ્થિતિમાં આ પ્રકારની તપાસ અનેક રીતે લાભદાયી નીવડી છે. સત્તાધિકારીએ વધારે સચેત થયા છે. તેમને કાઈ પૂછનાર છે અને વખત આવ્યે તેમને જવાબ આપવા પડે તેમ છે એ બાબતનું તેમને સચેાટ ભાન થયુ છે. આ તપાસે કૉંગ્રેસ અને ભારત સરકારની પ્રતિષ્ઠામાં એક રીતે વધારો કર્યાં છે, ગમે તેવા મોટા અધિકારી હાય-જ્યારે તેણે કાઇ કામ ખરેખર નથી કર્યું અથવા તા તેના હાથે જે કાંઈ થયું છે તે શકાપડતું છે એવા જવાબદાર માણસો તરફથી પાકાર ઉઠાવવામાં આવશે ત્યારે સરકાર તેના ઢાંકપીછેાડા નહિ કરે, જવાબદાર અધિકારીઓને જાહેર તપાસની અગ્નિકસોટીમાંથી પસાર થવુ પડશે અને જેની ભૂલ હશે તેને વિદાય લેવી પડશે –આ જાતની પ્રતીતિ આ તપાસે લેાકાના દિલમાં પેદા કરી છે. મુ દરા પ્રકરણમાં જે પ્રકારના સેદા થયા તે આખું પ્રકરણ કાઇ પણ તટસ્થ માણસના મનમાં શંકાઓ પેદા કરે તેવુ' હતુ. આજે પણ આને લગતી હજી કુલ વિગતો બહાર આવી નથી. આજ સુધીમાં આવુ... કેટલુંયે બન્યું હશે અને દબાઈ ગયુ` હશે. પણ આ એક તપાસે આંખ વીંચીને ચાલતા અધિકારીઓની આંખ ઉધાડી નાંખી છે. લોકસભામાં આ પ્રશ્ન ઉપર ખૂબ હાહા થઈ અને તપાસની માંગણી કરવામાં આવી અને સરકારે એ માંગણી મંજુર કરી. આ રીતે લેાકશાહીને આપણા દેશમાં એક ભારે મોટું સમર્થન મળ્યુ છે. અને વહીવટી ષ્ટિએ એક ભારે ઉપકારક ઘટના બની છે. ૨૦૭ વિધાના કરીને એના એ જ પક્ષપાતનું તેમણે પુનરાવર્તન કર્યુ. સદ્ભાગ્યે રીપેટના તારણને અને છેવટના ભાગમાં કરવામાં આવેલી સૂચનાએના ધણા મેટા ભાગને સરકાર તરફથી સ્વીકારવામાં આવેલ છે. આમ છતાં ટી, ટી. કે. તરફના તેમના પક્ષપાતી વલણે આખી ઘટનામાં રહેલા વેધકપણાને ખુઠ્ઠું બનાવી દીધું છે. કમીશનના રીપોટ માં ટી. ટી. કે. સંબંધમાં જે કાંઈ કહેવામાં આવ્યું હતુ. અને ચેતરસ્ લેાકમત જે પ્રકારના ઉભા થયા હતા તે જોતાં ટી. ટી. ક્રે. તુ રાજીનામું સ્વીકાર્યા સિવાય નહેરૂને છુટા નહતા એમ છતાં પણુ, પેાતે સીતાને પૂરેપુરી નિર્દોષ અને પવિત્ર માનતા હતા, એમ છતાં વાખીના કટાક્ષ ઉપરથી સૂચિત થતા લોકમતના કારણે હવે સીતાજીને સાથે રાખી શકાય એમ નથી એમ સમજીને અસહાયપણે સીતાને વિદાય આપતા રામની જે દશા હતી તેવી જ દશા ટી. ટી. કે. તે સરકારી વિમાનમાં વિદાય આપતી વખતે ૫. નહેરૂ અનુભવતા હાય એમ લાગતુ હતુ. નહેરૂના આટલા આસક્તિબંધ ન હોત તે। આ આખુ પ્રકરણુ વધારે ઉજજવળ બન્યું હેત અને તેની સચોટતા અને માર્મિકતા, સત્તા સાથે રમત રમતા સૌ કોઈને પૂરા પ્રમાણમાં સ્પર્શી શકી હોત. આ આખી ઘટના આથી પણ વધારે ઉપકારક અને વેધક ખનત, જો ભારતના મહાઅમાત્ય નહેરૂએ આખા પ્રકરણમાં મહત્વનું સ્થાન ધરાવનાર ભારતના હાલ નિવૃત્ત થયેલા અર્થ સચિવ ટી. ટી. કૃષ્ણમાચારી પ્રત્યે વધારે પડતા પક્ષપાત દાખ ન હોત અને તેના દોષને અને તેટલે હળવા દેખાડવાના તેમણે પ્રયત્ન કર્યો ન હોત. આખા પ્રકરણમાં ૫. નહેરૂનું વલણ ભારે વિચિત્ર જોવામાં આવ્યું છે. તપાસ દરમિયાન ટી. ટી. કે. ની કામગીરીને તે ચાલુ અંજલિ આપતા જ રહ્યા અને મુંબઇની ચાલતી તપાસની રીતભાત અંગે તેઓ ટીકા કરતા રહ્યા. તપાસના રીપોટ ટી. ટી. કે. તે પ્રતિકુળ હેવા છતાં તપાસ પછીના તેમના પત્રમાં આ તપાસ એકપક્ષી રીતે ચલાવવામાં આવી છે, અથવા તે આખા પ્રકરણમાં ટી. ટી. કે.એ ભજવે ભાગ સૌથી અપ અથવા તે આછા મહત્વને છે—આવાં મુંદરા પ્રકરણને લગતી તપાસ ચલાવવામાં એટર્ની જનરલ શ્રી. મેાતીલાલ સેટલવડે તથા ન્યાયમૂર્તિ એમ્. સી, ચાગલાએ જે નીડરતા દાખવી છે તે માટે તેમને ખરેખર ધન્યવાદ ધટે છે, એમ છતાં પણુ શ્રી ચાગલા જેના સરનશીન હતા તે સરકારે નીમેલું એક તપાસ કમીશન હતું પણ કામ Judicial trial નહાતી-અદાલતી મુકદમા નહાતાઆવા સુક્ષ્મ છતાં મહત્વના ભેદ એ બન્ને મહાશયો જાળવી શકયા નથી અને જાણે કે બહ્ન વિચારા અથવા તો પ્રતિકુળ માનસિક વલણુપૂર્વ કતપાસ ચલાવામાં આવી હોય એવી છાપ તપાસ દરમિયાન અનેકના મન ઉપર ઉઠી છે. લોકો માટે પણ આ તપાસ એક જલસા જેવી બની ગઈ હતી. તાલી પાડે, શરમ શરમ'ના પોકારા થાય, અને હસાહસ પણ ચાલે– આથી તપાસના ગાંભીય ને કાંઈક હાનિ પહોંચી છે એ પણ કખુલ કર્યા સિવાય નહિ ચાલે. ખીજું લૉકાના દિલમાં જેણે અસાધારણ દિલચસ્પી ઉભી કરી હતી તેવી આ તપાસના અન્તરરાષ્ટ્રીય આધાત પ્રત્યાધાત ભારત માટે બહુ પ્રતિકુળ બન્યા છે એ હકીકત બહુ ઓછાના ધ્યાન ઉપર આવી છે. આજે આમપ્રજામાં લેખાતા આપણે અને ભારત સરકાર વચ્ચે એક માટુ' અન્તર પ્રવર્તે છે અને તેથી જ્યારે સરકારના ઉચ્ચતમ અધિકારીઓની આવી જાહેર નાલેશી થાય છે ત્યારે આપણે એક પ્રકારના આનંદ અથવા સાષ અનુભવીએ છીએ. પણ અહારની દુનિયામાં આપણને આપણી સરકારથી એક જુદા અંગ તરીકે ક્રાઇ જોતું નથી. તેને મન આ આપણા બધાની સર્વસામાન્ય નાલેશી અથવા તા અપ્રતિષ્ટા છે. આર્થિક દૃષ્ટિએ આ ધટનાએ ભારતવરોધી વાતાવરણ પેદા કર્યું છે. આપણા વિધીએ તેથી કાંઇક રામ્યા છે. જેના શિખરસ્થ અધિકારીએ આવા હાય તેની સરકાર કેવી હાય—આવા વિચાર પ્રસ્તુત ઘટના અને તેની વિવિધ બાજુએ જોતાં બહારના કાના પણ મનમાં આવે એ સ્વાભવિક છે. આ ઉપરથી આપણે એ એધ લેવા ધટે છે કે આન્તરિક વહીવટને મેાટા પાયા ઉપર સ્પર્શતી આવી ક્રાઇ ઘટના દેશમાં બને છે ત્યારે તેના અમુક આધાત પ્રત્યાધાત આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પડયા વિના રહેવાના નથી અને આજે જ્યારે આપણા આર્થિક ઔદ્યોગિક વિકાસના આધાર આપણી અન્તરરાષ્ટ્રીય શાખ અથવા પ્રતિષ્ટા ઉપર રહેલ છે ત્યારે દેશમાં ગમે તે અને તે। પણ · આપણે સમધારણ અને શાણપણપૂર્વક ખેલીએ ચાલીએ અને વર્તીએ, અને કોઇ પણ પ્રસગે કેવળ આવેશપરાયણ ન બનીએ. પ્રસ્તુત પ્રકરણમાં જે આવેગે અને આવેશે આપણા ચિતને પકડી લીધું હતું અને લોકાએ અને છાપાવાળાઓએ જે વર્તાવ દાખવ્યેા હતેા તેમાં આ સમધારણના અથવા શાણપણતા અથવા તે દુર દેશીપણાના કાંઇક અભાવ હતા. પાનદ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy