________________
૧૭
પ્રયુ
પંડિતજીનુ વાંચન વિશાળ અને વિસ્તૃત છે, તેમનુ મનન અને નિદિધ્યાસન પણ એટલું જ અગાધ છે; તેમની દૃષ્ટિ ઘણી જ વિશાળ છે. સંકુચિતતા, વાડા, ગચ્છ, ફિરકાના નામમાત્રથી તેને દુઃખ થાય છે. તેમના લેખા ઉપરથી સમાજ અને રાષ્ટ્ર માટે તેમને કેટલે પ્રેમ છે તે જણાઇ આવે છે.
અત્યાર સુધી તે જૈન ધર્મ પ્રમાણે વ્યક્તિના અંગત મેક્ષ સાધવામાં જે બધું ય આવી જાય છે એવી માન્યતા દૃઢ હતી, પણ પ ંડિતજીએ શ્રેણી જ સ્પષ્ટતાથી સમજાવ્યુ` છે કે વ્યકિત એ સમાજનુ જ અંગ છે, વ્યકિતના હિતમાં સમષ્ટિનુ હિત અને સમષ્ટિના હિતમાં જ વ્યક્તિનું હિત સમાયેલું છે, એટલે વ્યક્તિ સમષ્ટિથી જુદી રહી શકે જ નહિ, અને જ્યારે ખીજા દુ:ખમાં હોય ત્યારે પોતાના જ વ્યકિતગત મેક્ષ સાધવા એ ‘સ્વ’ માત્ર છે. પડિતજી જૈતેને ખરા ‘જૈને ખનવાનું કહે છે.
૧૯૮
જૈતેામાં આવી ગયેલી સંકુચિતતા, વહેમ અને અજ્ઞાન જોઈ પતિજીને આત્મા કકળી ઊઠે છે, અને તેથી ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં તેઓએ આ બધી વસ્તુ તજી દેવા ફટકા લગાવ્યા છે તે યથાય જ છે. જ્યારે વાદવિવાદના પ્રશ્ન હોય ત્યારે “અમે તે અનેકાંતવાદી, તમારી પેડે એકાંતવાદી નહિ, અમારી સ્યાદ્વાદ જેવી પદ્ધતિ તે ખતવા,” એમ કહી જૈના પુલ્યા માતા નથી. આ જૈનેને . પંડિતજીએ પૂછ્યુ છે કે “તમા અનેકાંતવાદી હોવાનું કહે છે। તેા એકાદ પણ એવુ તે ક્ષેત્ર બતવે કે જેમાં તમે અનેકાંતવાદ સ્વીકારેલો હાય, આચારમાં મૂકેલા હોય ? અને પછી પડિતજીએ સ્પષ્ટ રીતે બતાવ્યુ છે કે જૈન માત્ર ખેલવામાં જ ‘અનેકાંતવાદ' રાખે છે, વ્યવહારમાં તે તેમનું માનસ સંકુચિત અને અજ્ઞાનમય જ છે. આ બધી જૈનેાની પરિસ્થિતિ જોઈ પડિતજીને અક્સાસ થાય છે, અને તેથી વહેમ, અજ્ઞાન, સંસ્ક્રુ ચિતતા છેડી દેવા તેઓ જૈન સમાજને આન્દ્વાન કરે છે. પાંડિતજીનુ સ્પષ્ટભાષિત્વ ધણાને ગમતું નહિ હાય, પણ પંડિતજી એ સારી રીતે જાણે છે કે રાગને છુપાયે ચાલે નહિ. છુપાવ્યાથી રાગ વધુ થા જાય છે. તેને તેા જડમૂળમાંથી કાઢયે જ છૂટકો, અને તેથી તેઓએ જે કાંઈ લખ્યું છે તે પાતાને સત્ય લાગ્યું તે જ લખ્યું છે.
નાનપણથી જ એક માન્યતા હતી કે ‘જીતવા નીકળ્યો છે તે જૈન' ‘જૈન' એટલે સત્યને આગ્રહી- હય, ખેલે તેવું જ આચરે, ઉદારતાની મૂર્તિ હાય, ખાટું ખેલે નહિ વિગેરે વિગેરે. આ બધા ગુણા જૈનાના હાવા છતાં આવા જૈન—સાચે જૈન—જોવા મળે કે કેમ? એ પ્રશ્ન તેા હતેા જ. પંડિતજીનાં પુસ્તકા વાંચ્યાં પછી પડિતજીમાં મને ખરેખર એક સાચા જૈન’નાં દર્શન થયાં છે, અને હવે અમદાવાદ આવવાનું થાય તેા પડિતજીને જોવાના ચાન્સ તે લેવા જ એમ થાય છે.
પંડિતજી જ્યારે કાઇ વસ્તુનું પ્રતિપાદન કરે છે ત્યારે તેમની વિચારસરણી એટલી સરલ, સ્પષ્ટ અને તર્કયુકત હોય છે કે મન મુગ્ધ થઈ જાય છે.
પંડિતજીનાં પુસ્તક વાંચ્યા પછી મને એક વાતની પ્રતીતિ થઇ કે કુદરત કાઇક વખત આકૃતના રૂપમાં પણ આશીર્વાદ મેકલે છે.
પંડિતજીએ જ્યારે ચક્ષુ ગુમાવ્યાં ત્યારે સ્વાભાવિક રીતે જ તેમનાં માતા, પિતા, કુટુ ંબીઓને અને ખુદ પંડિતજીને પણ થયુ હશે કે પંડિતજી માટે હવે . જીવનમાં - માત્ર અંધારું જ છે. ખાહ્ય દુનિયાનું અંધારું થયું, પરંતુ કુદરતને આંતરદુનિયાના પ્રકાશ પંડિતજીને આપવાના હતા. તેથી પંડિતજીમાં કુદરતે અદમ્ય જિજ્ઞાસા અને કોઇ પણ પરિસ્થિતિમાં નિરુત્સાહ થવુ નહિ એવા ઉલ્લાસ પ્રગટાળ્યો પંડિતજીએ કેટકેટલાં કષ્ટા વેઠી વિદ્યા સંપાદન કરી છે તે જાણીએ છીએ ત્યારે તેમના માટે ખરે જ માન ઉત્પન્ન થયા વગર રહેતુ નથી. પુસ્તકા વાંચતા તે ધણા ધણા વિચારો આવેલા, પરંતુ તે બધા અહીં લખતા નથી. પરંતુ તમેાએ પંડિતજીનાં પુસ્તકા મને ભેટ આપી
જીવન
all. 24-2-46
એક સાચા જૈન'નાં દર્શન કરાવ્યાં છે તે માટે તમારે ખરેખર ઋણી છું.
યોગ્ય લાગે તે આ પત્ર પડિતજીને તમે વાંચી બતાવી શકે છે. પંડિતજીએ વાંચેલુ, વિચારેલુ, જાણેલુ, પોતાના જીવનમાં ઉતારેલું છે એટલે મારા મતે તો પડિત સુખલાલજી કહેવાના ખલે તેમતે આચાર્ય સુખલાલજી કહેવા જોઇએ. પંડિતજીને મારા નમસ્કાર કહેશે. કુશળ હશે.
લિ. વલ્લભદાસનાં
સ્નેહસ્મરણ. મહેસાણા, તા. ૧૬-૧૭
પ્રિય ભાઇશ્રી,
વિ. તમારું પેસ્ટ કાર્ડ મળ્યું હતું. મારા તા. ૩૧-૮-૧૭ ના પત્રમાં જણાવ્યા પ્રમાણે ‘દર્શન અને ચિન્તન’નાં ગુજરાતી એ પુસ્તકા તા પૂરાં કર્યા હતાં. આજે દર્શન ઔર ચિન્તન' ( હિન્દી ) પુરુ’ કયુ. પાંડિતજીના લેખા સબંધે કાંઇ પણ લખવાની મારી ચેોગ્યતા નથી, એ હું સારી રીતે જાણું છું, પરંતુ મને જે સારુ લાગ્યું તે તમને જણાવું છુ.
દરેક જીવ જાણ્યુ કે અજાણ્યે, ભાનપૂર્વક યા અભાન પૂર્વે ક વિકાસ કરી રહેલ છે. જ્યારે તેની પ્રવૃત્તિ અભાનપૂર્વક હાય છે ત્યારે તેને ‘કુદરતના યાગ’ કહેવાય છે અને તેને વિકાસ થવામાં ઘણા સમય લાગે છે; પરંતુ જ્યારે જીવ ભાનપૂર્વક કુદરતને સાથ આપે છે ત્યારે તેને વિકાસ ઘણાં જ ઝડપી થાય છે. આ ભાનપૂર્વકનો પ્રયાસ કાને કહી શકાય તે પડિતજીના લેખ ‘વિકાસકા મુખ્ય સાધન”માંથી આપણને મળી રહે છે. કાઇ પણ કાર્ય જ્યારે ‘ચેતના'માંથી ઉદ્ભવે છે ત્યારે તે આપણુને વધુ ને વધુ વિકાસ તરફ લઈ જાય છે. ગીતામાં ચોળ મેરુ હ્રૌશમ્ ।' એમ કહ્યું છે તેમજ ‘કર્તવ્ય કર્મ’ અગર ‘સ્વભાવનિયત કર્મ કરવાનું કહ્યું છે. તેનું રહસ્ય પણ આ લેખમાંથી આપણને જાણવા મળે છે. જૈન શાસ્ત્રમાં પણ વહ્યુમના ધમ્મો’ એમ કહ્યું છે તેનું રહસ્ય પણ આ લેખમાંથી જ મળી આવે છે. વિકાસ સાધવા ઈચ્છતા દરેક માણુસે આ લેખ વાંચવા જોઇએ એમ મને
લાગે છે.
પંડિતજીની દૃષ્ટિ હંમેશાં તર્કપ્રધાન અને ઐતિહાસિક રહી છે. He is a Rationalist out and out' એમ કહીએ તા ખેઢુ નથી.
જૈનધમ નિવૃત્તિપ્રધાન કે પ્રવૃત્તિપ્રધાન એ બાબતમાં પંડિતજી નવેા જ પ્રકાશ તેમના વિશ્વશાંતિવાદી સમ્મેલન ઔર જૈન પર પરા’ એ લેખમાં આપે છે. મારા ખ્યાલ છે ત્યાં સુધી જૈનધમ માં કોઇએ પ્રવૃત્તિનું સ્થાન બતાવ્યું નથી. પંડિતજી પ્રથમ જ લેખક છે કે જેમણે જૈન ધર્મ માં પ્રવૃત્તિને પણ સ્થાન છે એ બતાવવા પ્રયત્ન કર્યાં છે. ‘આસકિતરહિત કર્યું’ એ જૈન ધર્મને માન્ય પ્રવૃત્તિ છે એમ કહેનાર તા પડિતજી જ છે, કારણ સાધારણ રીતે જૈના અને જૈનાચાર્યો એમ જ માને છે. કે આસકિત વગર કર્મ થઇ શકે જ નહિ, આ ખાખતનાં તેમનાં વિચારા ખરેખર મનનીય છે.
પંડિતજી લેખક છે, ભ્રૂણા નીડર લેખક છે એ તો તેમના લેખા વાંચતા જ જણાઇ આવે છે. હજારો વર્ષથી ચાલતા આવતા અને પણ તેમણે બાજુએ મૂકવામાં પાછા પગલાં ભર્યાં નથી. આ હકીકત તેમના ‘સર્વજ્ઞવ ઔર ઉસકા અ” એ લેખમાંથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે.
પંડિતજીએ પેાતાના લેખાથી જૈનાને એક નવીન દૃષ્ટિ જ આપી છે, ‘સાચા જૈન' ક્રવા હોય તે તેમના લેખો વાંચવાથી જણાઇ આવે છે. દરેક જૈને આ પુસ્તકો વાંચવા જ જોઇએ એવી છાપ મારા મન ઉપર પડી છે.
પંડિતજી મળે તે તેમને મારા નમસ્કાર કહેશેા. કામકાજ લખશે. લિ. વલ્લભદાસ
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ અંદર રોડ, મુંબઈ ૯. 2. ન. ૩૪૬૨૯'