SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૨-૧૮ વ્યકિતઓનું સન્માન ઓછુ થાય છે. પરંતુ આપણા યુવક સંધની એ વિશિષ્ટતા છે કે એ આ રીતે યાગ્ય વ્યકિતઓને શોધી કાઢી તેમનું સન્માન કરે છે. શ્રી માનકરજીએ જીવદ્યાના ક્ષેત્રમાં જે કઈ કા કર્યું છે, અને વિશેષ તેા વિશ્વશાકાહાર પરિષદ ચેર્જીને જે કાર્ય કરી બતાવ્યું છે તેની કદર કરવાની અમે આ તક લઇએ છીએ. વધ્યા એ જૈતાના ઇજારા મનાય છે. અલબત્ત, માનવેતર પ્રાણીઓ પ્રત્યે ધ્યા બતાવવામાં તે ઘણા આગળ વધી ગયા છે. પરંતુ માનવ પ્રત્યે કરુણા બતાવવાનુ` તેઓ ભૂલી જાય છે. એ ખરૂં કે મનુષ્ય પ્રત્યે ધ્યા બતાવવાથી તેના ખો મળે છે. બીજું કંઇ નહિ તે છેવટે એની કૃતજ્ઞતાની લાગણી એ પ્રગટ કરી શકે છે. પરંતુ પશુ પ્રત્યે દયા બનાવવાથી તેના કઈ બદલો મળતા નથી. તેઓ પેાતાની આભારની કે કૃતજ્ઞતાની લાગણી પણ બતાવી શકતાં નથી. મનુષ્ય પ્રત્યે દયા કે પ્રેમ બતાવવા એ સહેલું છે; કારણ કે તેના પડધે પડે છે. પશુએ પ્રત્યે ધ્યા બતાવવી એ સહેલુ નથી; કારણ કે તેને કંઈ પણ પડધા પડતા નથી. માટે જ પ્રાણીઓ પ્રત્યે ક્રુર થવું એ સહેલુ છે. રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ સાચુ' જ કહ્યું હતુ કે એટમ એમ્બના મૂળમાં માંસાહાર છે. માંસા હારના ત્યાગ વિના એટમ એમ્બને ત્યાગ કરવા એ સહેલી વાત નથી. શ્રી માનકરજીએ એક નિષ્ઠાથી જીવનભર જીવદયાના ક્ષેત્રમાં કાર્ય કર્યુ છે. આપણને એમના જીવનમાંથી કંઈક પ્રેરણા મળે એમ હું ઇચ્છું છું.” ત્યાર બાદ વિશ્વવનસ્પત્યાહાર કૉંગ્રેસ ઉપર આવેલા ડેન્માર્કના પ્રતિનિધિ શ્રી એરીક લાસ ને જણાવ્યું કે હું ડેનમાર્કના કાપનહેગનથી આવુ છું. અમારે દેશ યુરોપના દેશોમાં ઘણા જ નાના છે. પરંતુ તે ઘણા જૂના દેશ પણ છે. અમારે ત્યાં વેલફેર સ્ટેટ' છે, અને ભારતનુ પણ એક ‘વેલફેર સ્ટેટ’ નિર્માણ કરવાનુ ધ્યેય છે. એ ઘણા આનંદની વાત છે. અમારા અને તમારા દેશ વચ્ચે એ તફાવત છે કે અમારે ત્યાં કાઇ શ્રીમત નથી, જ્યારે તમારે ત્યાં શ્રીમતા છે. તે ખીજી બાજુ અમારે ત્યાં ગરી નથી, જે તમારે ત્યાં તે પણ છે. આમ છતાં તમારા દેશ ધણા જૂના અને ભવ્ય છે. એને હું એક પુરાણા વિશાળ અને મજબૂત વૃક્ષ સાથે સરખાવું છુ. જે વૃક્ષ ઉત્તરાત્તર, અલત્ત, ધીમે ધીમે, પરતુ ચોક્કસપણે નવી નવી શકિત પ્રાપ્ત કરી વિકાસ પામતું જાય છે. વિશ્વવસ્પતિ—આહાંર પરિષદ ઉપર અહિં આવેલા વિદેશના પ્રતિનિધિઓમાં સૌથી છેલ્લા પાળે જવાવાળા હુ છુ. મને ભારતમાં આવ્યે પાંચ મહિના થયા. મને આ દેશમાં ખૂબ ગમી ગયું છે. ભારતની પ્રજાના સંપર્કમાં હું આવ્યો છું અને મારે કહેવુ જોઈએ કે તમારા દેશ ખરેખર ભવ્ય દેશ છે. અહીંના લેકા પણુ ૧૯૨ છે. થતા પશુઓના ચિત્કાર સામે બળત હૃદયના આતનાદ સંભળાય આવી. તેમની ધગશ તેમના નબળા સુકલકડી શરીરને નવી ચેતના આપે છે અને એક સ્થળેથી ખીજા સ્થળે તેમને સંતત ભ્રમણ કરાવે છે. જીવદયાને લગતી તેમની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ નિરામિષ આહાર પ્રચારની તેમની પ્રવૃત્તિ મુખ્ય સ્થાને છે.. આ નિમિષ - હારના વિચારના સમર્થનમાં અનેક બૌધ્ધિક દલીલે। આગળ ધરવામાં આવે છે. 'મારા મત પ્રમાણે નિરામિષ આહાર બોધ્ધિક ચર્ચાના વિષય નથી, પણ હૃદયગત સ વેનના વિષય છે. બૌધ્ધિક રીતે તેના સમર્થનમાં તેમજ વિરોધમાં અનેક દૃલીલા થઇ શકે છે. એક પક્ષ એમ કહે છે ૐ નિરામિષ આહારથી આપણને જોઇએ તેટલું શારીરિક કૌવત મળી શકે છે; બીજો પક્ષ આ જ વિચાર માંસાહારના સમર્થનમાં એટલાજ જોરથી રજી કરી શકે છે અને મારા ખ્યાલ મુજબ આ રીતે આ વિવાદના કદિ છેડે આવવાના નથી. નિરામિષ આહારના પાયે માનવી દિલમાં રહેલી કરૂણા છે. જે માનવીના દિલમાં સર્વવ્યાપી કરૂણાને હ્રદય થયો હશે તે કદ્ધિ માંસાહાર કરી શકવાના નથી. આજે આપણા ધડતરમાં મેટામાં મેટી ઉણપ હાય તે। આ કરૂણાવૃત્તિના વિકાસની છે. કરૂણા એટલે આત્મૌપમ્ય સવેદન. મને જેટલા જીવવાના અધિકાર છે તેટલા જ અધિકાર અન્ય પશુ પ્રાણીને જીવવાને છે, જે સુખદુઃખનુ સવેદન મારામાં ધબકે છે તે અન્યમાં પણ એટલા જ જોસથી ધબકે છે, આમ છે તે પછી અને મારૂં ભરણ પોષણ––ઉદરનિર્વાહ– અન્ય પ્રકારે શક્ય છે તે પછી તે પશુપ્રાણીની હિંસા મારાથી થઈ ન જ શકે: પશુસૃષ્ટિ પ્રત્યે આવા કાપરાયણ અભિગમ ઉછરતી પ્રજામાં કેળવવામાં આવે તે તે પ્રજાને માંસાહારથી જરૂર વિમુખ બનાવી શકાય. આજની દુનિયા—આજે જેવી છે તે જોતાં–સમગ્રપણે કા કાળે નિરામિષ આહારી અને એ મને શકય નથી લાગતુ. પણ એ ખાતર સમાન્ય માનવીએ માંસાહાર તરફ ઢળવાની જરા પણ જરૂર નથી, માણુસજાત સામે શું ખાવુ અને શું ન ખાવુ તે સબંધમાં પસંદગી કરવાને પુરો અવકાશ છે, અને એમ છે ત્યાં સુધી નિરામિષ આહારના પ્રચાને પણ પૂરો અવકાશ છે. આમ હોવાથી નિરામિષ આહારને વ્યાપક સ્વીકાર જો આપણને ઇષ્ટ હોય તે આપણે સમજી લઇએ કે ઉત્તરોત્તર એ વિશ્વયુધ્ધો અને અણુ ખેબની સહારકતાના રિણામે જડ નિષ્ઠુર બનેલી આમજનતાના શિક્ષણમાં કરૂણાત્તિના વિકાસને મહત્વનું સ્થાન મળવાની ખાસ જરૂર છે. આપણા ચાલુ જીવનમાં, રીતભાતમાં, માનસિક વિચારણામાં પણ આ વૃત્તિને સતત આવીર્ભાવ થતું રહે એ પણ એટલું જ અપેક્ષિત છે. પશુને મારીને માણસ પશુને પશુ જ રહે છે. સાચા માનવી બનવા માટે પશુછ્યા અનિવાર્ય પણે આવશ્યક છે. આટલા વિવેચન સાથે શ્રી જયન્તીભાઇ પ્રત્યે મારા દિલના આદર વ્યકત કરૂ છું અને તેમને દીર્ધ આયુષ્ય અને તેમના જીવનકાય માં ઉત્તરાત્તર સફળતા ઇચ્છું છું.” ત્યાર પછી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું હતું કે “આજના સન્માન સમારંભ અસામાન્ય છે. આપણે જે વ્યકિતએ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા જે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાના હૈય એવી વ્યકિતનું સન્માન કરીએ છીએ. પંડિત સુખલાલજીના સન્માન સમારંભ વખતે ડૉ. રાધાકૃષ્ણને કહ્યું હતું કે રાજારી ક્ષેત્રમાં પડેલી વ્યકિત ઓનુ સન્માન વધારે થાય છે. અને જ્ઞાનના ક્ષેત્રમાં ઉપાસના કરનાર P શ્રી ભુજપુરી આ સરંમેલનનુ પ્રમુખસ્થાન સ્વીકારવા શ્રી પાટીલને અનુરોધ કરે છે.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy