________________
૧૫૬
પ્રબુદ્ધ જીવન
વિનાબાજીની પદ્મયાત્રા
૧૯૫૫ ની સાલમાં જગન્નાથપુરી ખાતે ભરાયલા ` સર્વોદય સમ્મેલનમાં ભાગ લેત્રાનું બન્યું ત્યારે વિનેબાજીનાં પહેલી વાર દર્શન કરવાનું બન્યુ હતું, એટલું જ નહિ પણ, તેમને શેડો સમય પ્રત્યક્ષ મળવાનું પણ બન્યું હતું. પણ એ સમયે વિશેષ પરિચય સાધવાનું બની શકયુ નહેતું. ત્યાર પછી ત્રણ તે સર્વોદય સંમેલના ભરાઇ ગયાં; વચ્ચેના ગાળા દરમિયાન વિનેબાજી વિષે ઘણું વાંચવાનું તથા સાંભળવાનુ પણુ ખર્યું. તેમની પદયાત્રા અખંડિત ચાલતી જ રહી. સમયના આ લાંબા ગાળા દરમિયાન વિતાબાજીની પદયાત્રામાં ચેડા દિવસ જોડાણ અને તેમને નજીકથી જોવા સાંભળવાની તક મેળવું એમ મનમાં ધણી વાર ઇચ્છા સ્ફુરતી હતી, પણ એક યા ખીજા કારણે એ મનની ઈચ્છા મનમાં જ સમાતી. ગયા મે માસની આખરમાં પંઢરપુર ખાતે સાઁય સંમેલન ભરાયું, પંઢરપુર તે મુંબઇની બહુ નજીક હતું. આમ છતાં પણ એ વિસામાં હું નૈનીતાલ બાજુ કરી રહ્યો હતો, તેથી પઢરપુરના સંમેલનમાં ભાગ લેવાનું બની ન શકયું. છેલ્લાં અઢી ત્રણ માસથી તેમણે ગુજરાતમાં પ્રવેશ કર્યાં છે. દીવાળી લગભગમાં તે ભાવનગર દ્વારા સૌરાષ્ટ્રમાં દાખલ થવાના હતા. સૌરાષ્ટ્રથી હું વધારે પરિચિત. ત્યાંના કાર્યકર્તાને હું ઠીક પ્રમાણમાં એળખું. તેથી વિનેાખાજી ભાવનગર આવે ત્યારથી થાડા દિવસ તેમની પદયાત્રામાં જોડાવુ એમ મેં વિચાર કર્યાં.
. પદયાત્રામાં જોડાવામાં મનથી . મને થોડીક મુશ્કેલી હતી. એક તે પધ્યાત્રાના પડાવ સાધારણ રીતે દશથી ખાર માઇલ હોય છે. આટલું લાંબુ અંતર પગેથી કાપવાનું મારા માટે અશકય તે નહિ, પણ ઘણું મુશ્કેલ હતું. વળી આટલું લાંબુ ચાલીને નવા પડાવ ઉપર થાકયા પાક્યા સુઇ રહેવુ પડે તે તેના તે કાં અર્થ જ નહિ. ખી સવારના ત્રણ સાડા ત્રણ વાગ્યે વહેલાં ઉઠવાનુ, તૈયાર થવાનું, સવારના વહેલાં ચાલવાનુ, જ્યાં જઇએ ત્યાં કાઇ વિશેષ ખાસ સગવડ હોય નહિ, જે મળે તે ખાઈને ચલાવવાનુ, સુવા માટે પોતના બીછાના ઉપર જ નિČર રહેવાનું—આ બધુ શરીરને માફ્ક આવશે કે કેમ એ એક મનને મુઝવતા સવાલ હતો. સૌરાષ્ટ્રના પ્રવાસને લગતી ગેહવણા કરવાનું કામ ગુજરાત પ્રાન્તિક મહાસભાન મત્રી શ્રી વજુભાઇ શાહને માથે હતુ. તેમની સાથે" ભાવનગરથી વિનેબાજીની પદયાત્રામાં મારા જોડાવા સબંધમાં પત્રવ્યવહાર તે થયા જ હતા અને તે માટે તેમની મને અનુમતિ · પણ, મળી ગઇ હતી. ભાવનગર તેમને મળતાં, જરૂર પડે તેા અને ત્યારે, મારા માટે વાહનની સગવડ થઇ શકે તેમ છે એમ તેમણે જણાવ્યું એટલે મારી આ એક મેટી મુંઝવણ ટળી ગઇ. ખીજું આજ કાલ શરીરે મને સારૂ રહેતુ હાવાથી તથા કેટલાંક વર્ષથી લાગુ પડેલ કાયાબીટીસ અંગે હાલ કોઇ ખાસ તકલીફ નહિ હેવાથી પયાગામાં મારૂં શરીર મને પૂરા સાથ આપશે એવી મનમાં શ્રદ્ધા પેદા થઈ અને ભાવનગરથી હું વિનેાખાજીની પયાત્રામાં જોડાયેા.
ખંભાતથી ત્રિનેાબાજી સ્ટીમÀાંચમાં નવેબર માસની સાતમી તારીખે બપારે રવાના થયા હતા. રાત્રીના ત્રણ વાગ્યે તે ભાવનગરના જુના બંદરે ઉતર્યા અને સવારનું અજવાળું થાય ત્યાં સુધી તે બંદર ઉપર જ શકાયા, હું સવારે ઉઠીને અંદરના રસ્તે જે સ્થળે વિનેાખાજીનુ મુ. નાનાભાઈ ભટ્ટ તથા શહેરના આગેવાત તરફથી સ્વાગત થવાનું હતું તે સ્થળે પહેાંચ્યું. ચેડી વારમાં વિનોબાજી અમારી સમીપ આવી પહુંચ્યા. તેમને મેં નમન કર્યું અને આગળ ચાલતા સન્માનસરધસમાં અન્ય મિત્ર! સાથે હું' પણ જોડાયો. ભાવનગરમાં વિનાબાજીનાં ખે અગત્યનાં પ્રવચના થયાં. એક સવારના સાડા દશ વાગ્યે કાર્ય કરેાની સભામાં; બીજી સાંજે નગરજનાની જાહેર સભામાં. આ બન્ને પ્રવચન સાંભળવાની તક મળી, આ અન્ત પ્રવચનામાં સવારનું પ્રવચન ભારે લાક્ષણિક હતુ. પદયાત્રામાં જોડા
તા. ૧૫-૧૨-૫૮
થલા તેમ જ આ નિમિત્તે ભાવનગર આવેલા કેટલાક મિત્રોને મળવાના અને તેમની સાથે પ્રાસંગિક બાબતો અંગે ચર્ચા કરવાના પણ આજે સુયેાગ સાંપડયા.
ભાવનગરથી પહેલા પડાવ–છ સાડા છ માઈલ દૂરવરતેજ મુકામે હતા. ભાવનગરથી શરૂ થતી યાત્રામાં જોડાવા માટે સવારના સાડા ચાર વાગ્યે. મારા નિત્ર સસ્થાનેથી વિનાબાજીને જ્યાં ઉતારે હતે ત્યાં હું પહોંચી ગયા. ખરેખર પાંચ વાગ્યે તે બહાર નીકળ્યા. આગળ એક ભાઈ અત્તી લઇને ચાલવા લાગ્યા. પાછળ વિતાબાજી તથા તેમના સાથીઓ અને પાછળ પદયાત્રી સમુદાય ચાલવા લાગ્યા. હું પણ તેમાં જોડાઇ ગયા. પાએક માઇલ ઉપર સરકારી જેલ આવે છે. ત્યાં વિનાભાજી અને તેમનાં યાત્રીસધ જાય અને કેદીઓને વિનાબાજી કાંઇક કહે એમ આગળથી નકકી કરવામાં આવ્યું હતું તે મુજબ, વિનેબાજી અને અમે બધાં જેલના દરવાજામાંથી અંદર દાખલ થયા. વહેલી સવારના સમય, એટલે આસપાસ ઘેર અ ંધારૂં, ચેતરસુમસામ શાન્તિ, જેલની અભેદ્ય દિવાલે, તેની અંદર અમારૂં પ્રવેશવું–આ. બધું વિલક્ષણ અને રેશમાંચક લાગતું હતું. અંદર એક ચોગાન હતું, ત્યાં કેદીઓને એકઠા કરવામાં આવ્યા હતા. તેમની સમક્ષ અંદરના એક મકાનની પરશાળમાં વિનાબાજીને બેસાડવમાં આવ્યા. જેલના કેદીઓ તરફથી રૂા. ૮૦, તથા જેલના કર્મચારીઓ તરથી રૂા. ર૭ાા, એક. કેદી તરફથી અઢી વીધા જમીન, અને કેદીએએ કાંતેલી ૧૬૫ સુતરની આંટીઓ-આટલું. આ પ્રસંગે વિનોબાજીને ભેટ ધરવામાં આવ્યુ. એ ભેટને પ્રેમભાવે સ્વીકારીને વિતાબાજીએ અત્યન્ત પ્રેમાળ કરૂણા સ્વરે જણાવ્યું કે “તમે અત્યારે જેલમાં છે! એ રીતે મેં પણ ઘણુાં વર્ષો જેલમાં કાઢયા છે, અને તમારી જેમ જેલમાં દળવાનુ અને એવું બધું કામ મેં પણ કર્યું છે, તેમ જ જેલમાં મે વ્યાખ્યાન પણ આપ્યાં છે. અત્યારે ‘ગીતાપ્રવચના 'ના નામે જે પુસ્તક બહાર પડયું છે તે પુસ્તકના વ્યાખ્યાનો મેં જેલમાં જ આપ્યા છે. એ વ્યાખ્યાતા જેલના કેદીઓ સમક્ષ થયેલાં છે. કદી પણ મારામાં અને અન્ય કેદીઓમાં મે ક્રુક માન્ય નથી. કેદી કાષ્ઠ વિશેષ ગુનેહગાર છે એવુ મનૈ નથી લાગતું. કોઈ વાર કઇં ભૂલ કરી નાખે એટલે જેલમાં જવાનુ થાય, પણ જેલની જેએ બહાર રહે છે તે બધા જ ભૂલ વગરના છે તેવું નથી. બધાંય ઓછી વધતી ભૂલ તા કરે જ છે. કેટલીક ભુલે માટે આ દુનિયાંમાં અહિં સજા ભેગવવી પડે છે અને તેટલી સન ભેગવી લીધાને કારણે તેમાંથી અહિં જ મુકિત મળી જાય છે; પરંતુ એવી પણ કેટલીક ભૂલો છે કે જેના માટે આ દુનિયામાં સજા થતી નથી, કારણ કે લકાને એના પત્તો જ લાગતા નથી. પરંતુ જે ભૂલેને દંડ આ જગતમાં ન મળતા હોય, તેના ભારે સખ્ત દંડ ખીજી દુનિયામાં મળે છે. એટલે ચેડાં ઘણાં પાપે તે અહિં સજા ભાગવીને ખતમ થાય છે, પરંતુ ખીજા ન કરવાનાં પાપે એવાં છે કે જેની સજા આગળ ઉપર જ મળે છે. જે ભૂલા તમે અહિં કરી તે ખીજી વાર નહિ કરવાનુ સ્મરણુ રાખીને તમે જો જેલ છેડશેા તો તમે સાધુ પુરૂષ, સન્ત પુરૂષ થઇ શકશે.
“તમે તમારા ટકમાંથી એછું કરીને મને કંઇક દાન કર્યું તે સારૂ છે. મનુષ્યે સમાજને કંઇંક તે કંઇક સમર્પણ કરીને જ ખાવું જોઇએ. બીજાને પહેલાં આપીએ અને પછી આપણે ખાઈએ તે! આપણે જે ખાશું તેમાં આપણને બધાંના અશીષઁદ મળી રહેશે, એટલે ખાવાનુ પણ પચશે પણ જો આપણે બીજાને આપ્યા વગર એમ ને એમ ખાઇએ તે તેના ઉપર ખીજાની વાસના રહે અને તા આપણતે ખાવાનું પચે નહિં. માટે આજે તમે જે નાનકડુ કામ કર્યું છે તે પ્રકારનાં કામ તમે કરતા રહેશેા તે તમે જી ંદગી તરી જશા અને ધન્ય થઇ જશે. અને તમારા પૃથ્વી ઉપર ભાર