________________
૧૪૨
ચર થાય છે. તેથી આજે સંધના નામમાં રહેલ ‘યુવક' શબ્દ અપ્રસ્તુત લાગે છે. આમ જુનું નામ આજની વાસ્તવિકતાનું હવે દ્યોતક રહ્યું' લાગતું નથી અને તેથી ફેરફારની અપેક્ષા રાખે છે.
તા પછી પ્રશ્ન એ થાય છે કે જુના નામના સ્થાને નવું નામ શું મૂકવુ ?. એ નામ એવુ હાવું જોઇએ કે મુંબઈ જૈન યુવક સંધની પરંપરાનું દ્યોતક હાય અને ફેરફારની દૃષ્ટિએ ખાસ ચાંકાવનારૂ ન હેાય. આ દૃષ્ટિએ મુંબઇ જૈન યુવક સંધના સ્થાને પ્રબુદ્ધ માનવ સથ’એવુ નામ હું સૂચવું છું. આના વિકલ્પે ખીજા નામાની સૂચનાઓને પૂરા અવકાશ છે, પણ ‘પ્રબુદ્દ’ અને ‘સંધ’ એ એ શબ્દોથી તે। આપણે બધા દી કાળથી પરિચિત છીએ અને ‘જૈન’ શબ્દના સ્થાને ‘માનવ’ શબ્દ મૂકવા તે મને આજના સંદર્ભમાં વધારે પ્રસ્તુત લાગે છે. તેથી જો નામ બદલવાના નિર્ણય કરવામાં આવે તા પ્રબુદ્ધ માનવ સધ' એ નામ સંધના મોટા ભાગના સભ્યો માટે સહજ સ્વીકાર્ય બનશે એવી મને આશા છે.
પ્રભુનૢ જીવન
આ નામપરિવર્તનને મુદ્દે વિચારતાં એ વિચારે. આપણી સામે આવે છે. એક તે ત્રીશ વર્ષથી ચાલતું અને જામેલું નામ જેણે આજે ઘણી મટી પ્રતિષ્ટા પ્રાપ્ત કરી છે તે ફેરવવામાં સને ઘણું ગુમાવવું પડરો. જેન તા નથી ને? જેને અંગ્રેજીમાં ‘ગુડવીલ’ કહે છે તેનું વ્યાપારી દુનિયામાં વિશેષે કરીને બહુ મેઢું મૂલ્ય હાય છે. આ સંસ્થા એક વ્યાપારી સંસ્થા હાત તે નામ બદલવાન આપણે સ્વપ્ને પણ વિચાર ન કરત. પણ આ સંસ્થા કાઈ વ્યાપારી સંસ્થા છે જ નહિ, ઉલટુ મુંબઈ જૈન યુવક સ ંધ વિષે સાધારણુ જનતાના મનમાં જે ખ્યાલ બંધાયો છે તે વધારે સારી રીતે વ્યકત થાય એ હેતુથી નામ બદલવાને આપણે વિચાર કરી રહ્યા છીએ. આમ હાવાથી ઉપર જણાવ્યા મુજમ્ નામપરિવર્તન કરવાથી સ ંધની પ્રતિષ્ટા વધશે, જરા પણ ધટશે નહિ એમ હું માનું છું.
કાઈ પણ સંસ્થાના સભ્યાને જુના નામને સ્વાભાવિક રીતે ઊંડે) મેહુ હાય છે. આ પરિસ્થિતિમાં કાઈ એક સંસ્થા દેશકાળને વિચાર કરીને પાત'નું નામ બદલવાના વિચાર કરે એ એક રીતે નાની સુની તેમ જ સહુજ કલ્પનામાં આવે તેવી વાત નથી. એક રીતે આ એક ક્રાન્તિકારી વિચાર છે. પણ મુંબઈ જૈન યુવક સધના જન્મ જ ‘ક્રાન્તિ’ શબ્દના ઉચ્ચાર ૧ થયા છે અને સમયે સમયે પેાતાનું રૂપ તેમ જ બંધારણ તે ખલતા રહ્યો છે. તેા આવી જેની પરંપરા છે તેવા સંધ કાઇ એક સમયે પેાતાનું નામ બદલવાના વિચાર કરે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી.
નામપરિવર્તનના અંગમાં ખીન્ને વિચાર એ સામે આવે છે કે મુંબઈ જૈન યુવક સંધ, જૈન સમાજના એક વિભાગમાંથી ઉભી થયેલી સંસ્થા છે. જૈન સમાજે સત્રને પોતાની પ્રવૃત્તિઓ વિકસાવવામાં અનેકવિધ મદદ—ખાસ કરીને આર્થિક મદદ-અનેક પ્રસ ંગે કરી છે, અને તે રીતે આજ સુધી પેષી છે. આજે પણ સંધના સભ્ય ઘણા મેાટા ભાગે જૈન છે. આ પરિસ્થિતિમાં એવા સહજ પ્રશ્ન થવા સંભવ છે કે સં‰નુ અસાંપ્રદાયિકતાસૂચક એવું નામ સ્વીકારવાથી સધ જૈન સમાજ તરકૂથી આજ સુધી તેને મળતા ટેકા ગુમાવશે તે નહિ તે? સભ્યો પણ શુ ઘટી જવા સંભવ નથી ? અને તેના બદલામાં વિશાળ સમાજ આ સંધને પૂરો ટેકો આપશે એમ માની લેવાને શુ કારણ છે? નામપરિવર્તન કરવામાં અલબત્ત થોડું જોખમ તે રહેલું છે જ. પણ એમ છતાં ઉપર કલ્પવામાં આવ્યું છે તેટલું મોટું જોખમ નથી, કારણ કે ઉદાર વિચાર ધરાવતા જૈન સમાજના જે વર્ગે આજ સુધી સધને ટેકો આપ્યા છે તે, માત્ર નામપરિવર્તનના કારણે, સ’ધથી વિમુખ અથવા તા અનઅભિમુખ બને એમ એકાન્તપણે માની લેવાને કાઇ કારણ નથી આ જ વિચાર સંધના સભ્યોને પણ લાગુ પડે છે. અને વિશાળ સમાજ ઉપર આવા મહત્વના ફેરકારની કશી અસર જ નહિ પડે એમ માની લેવાને પણ કાષ્ટ કારણ નથી. આ બધું છતાં કેવળ સધના નામ સાથે જૈન' શબ્દ જોડાયલા
તા. ૧-૧૨-૧૮
હાવાના કારણે જે કાઈ ટેકા આપતા રહ્યા હાય અથવા જે ક્રાઈ ભાઇ બહેન સધમાં જોડાયલા હોય તેમના સાથ ગુમાવવાનુ જોખમ ખેડીને પણ સધે પોતાનું નામ બદલવું ધટે છે—આવા મારા અભિપ્રાય છે. કારણ કે સંધે જો વિકાસશીલ રહેવું હોય અને દેશના સામાન્ય માનસમાં ત્રીશ વર્ષના ગાળે જે પરિવર્તન થયું છે. તેને પોતાના નામ તેમ જ રૂપમાં પ્રતિબિંબિત કરવું હાય તા સ ંધ માટે નામપરિવર્તન એ એક અનિવાય આવશ્યકતા ઉભી થઈ છે. એમ મને લાગે છે.
·
આ નામ પરિવર્તન સૂચવવા પાછળ મારા મનમાં એક લાભ પણ છે. કેવળ નામ સિવાય ખીજી બધી રીતે અસાંપ્રદાયિક બનેલી આ સંસ્થા તરફ જૈનેતર ભાઇ બહેનેા હજુ પૂરતા પ્રમાણમાં આકર્ષાતા નથી અને તેનું પ્રવેશદ્રાર સૌ કોઇ માટે ખુલ્લું મૂકાયલું હાવા છતાં બહુ ઓછા જૈનેતર ભાઇ બહેના આ સધમાં જોડાયા છે. આનું કારણ પૂછતાં વિચારતાં–સધનું સાંપ્રદાયિક નામાભિધાન તેમની આડે આવે છે. એમ સ્પષ્ટપણે માલુમ પડ્યું છે. તે નામપરિવર્તન કરવામાં સધમાં જૈનેતર ભાઇ બહેનેા ઠીક ઠીક સખ્યામાં જોડાશે એવી મારી આશા છે અને એ રીતે કાઈ ને કાષ્ઠ શક્તિશાળી વ્યક્તિ પણ સધને પ્રાપ્ત થશે એવા મારા લેભ છે.
સંધના નામપરિવર્તન અંગે છેલ્લાં દોઢ બે વષઁથી મનમાં ઘેળાઈ રહેલા મારા આ વિચારા છે. આજ ને આજ આપણે આ ફેરફાર કરવા એવા મારા આગ્રહ નથી. સંધના સભ્યા અને શુભેકા મારા આ અભિપ્રાયને શાન્તિપૂર્વક વિચાર કરે અને તેના ગુણદોષનું તાલન કરે એવી મારી અપેક્ષા છે. નામપરિવર્તન અમુક એક સંસ્થાના અસ્તિત્વની દૃષ્ટિએ એક એવી મહત્ત્વની બાબત છે કે જેને ઉતાવળે યા તે કેવળ બહુમતીના જોરે નિર્ણય લેવા ઘટે નહિ. આ બાબત હવે આપણે ગભીરપણે વિચારતા થએ એટલી જ મારી માગણી છે. મને આશા છે કે આ વિચારણાનું જરૂર શુભ પરિણામ આવશે અને સધ વિકાસના માર્ગે જરૂર આગળ વધશે. પાન કુંવરજી કાપડિયા
પ્રાર્થના
પ્રાથના એ સંસ્કારથી ઉત્પન્ન થતી એક મહત્ત્વની જરૂરિયાત છે, એ જરૂરિયાત આત્માની છે, હૃદયની છે, ભાવનાઓની છે. એ એક દૈનિક વિશ્રાંતિ છે, ખારાક છે અને સ્નાન પણ છે. પેટની અંદરના મેલ કાઢીને શરીરને સાફ કરવાની જેટલી જરૂર છે એટલી જ જરૂર એ પ્રાર્થનાની પણ છે. સ્નાન કરીને નિર્મળ થવું જેટલુ જરૂરી છે એટલી જ જરૂર પ્રાર્થનાની પણુ, વાસના ધોઇને નિર્મૂળ થવા માટે છે. શારીરિક કમ કર્યો પછી જે રીતે જે પ્રમાણે ઊંધ અને આરામ જરૂરી છે. તે જ પ્રમાણે અનેક પ્રકારની વાસનાને વશ થયા પછી અને સંકલ્પ વિકલ્પથી થાકી ગયા પછી પ્રાર્થનાની શાંતિ અત્યંત જરૂરી છે. શરીરનું સંખલ ખતમ થઈ ગયા પછી, ફરીથી ખારાક લેવાની જરૂરિયાત જે રીતે અનિવાર્ય છે, તેમ હૃદયનું સબલ ખતમ ન થઈ જાય એટલા માટે પ્રાર્થનાનું મિષ્ટાન્ન એને સમયે સમયે ખવડાવવુ જોઇએ. કાકા કાલેલકર
દર્શન અને ચિન્તન
પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી લેખાના સગ્રહ એ વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી : કુલ ત્રણ વિભાગમાં કિંમત રૂા. ર૧; પૈકીંગ પોસ્ટેજ રૂા. ૪.
મુંબઇ જૈન યુવક સંધના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકી માટે કિંમત રૂા. ૧૮.
પ્રબુદ્ધ
પ્રબુદ્ધ જીવનની ફાઇલો કિંમત રૂા. ૬. જીવનના ગ્રાહક બને! + વાર્ષિક લવાજમ રૂા. ૪ મળવાનુ' ઠેકાણું: મુંબઇ જૈન યુવક સંઘ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ.