________________
(901)
૧૨૮
(૩) જીનાને નવા સાથે સાંકળતી એક કડી તુટી ગઇ! અમદાવાદના એક અગ્રગણ્ય નાગરિક શેઠશ્રી પુંજાભાઇ દીપચંદના થોડા સમય પહેલાં નીપજેલા દેહવિલયથી ગઇ પચ્ચીસીમાં નવા અને જૂના વચ્ચે- રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ તત્ત્વા વચ્ચે--કડી સમાન બની રહેનાર એક અ કાર્ડ ઓગળી જાય છે. સિતેર વર્ષની ઉમરે પણ પ્રવ્રુત્તિશીલ, પ્રગતિશીલ વિચારાના અનુમેદક શેઠશ્રી પૂજાભાઇના પરિચય, શ્રી પરમાનદભાઈ કાપડિયાના સંબબહાર પ્રકરણ સમયે થયા, ત્યારે મારા મનમાં આશ્રય થયેલું. તે સમયની અમદાવાદના જૈન યુવાની પ્રવૃત્તિમાં એ પાઘડીધારી સગૃહસ્થા હતા, એક સ્વર્ગસ્થ પૂજાભાઇ અને બીજા શ્રી શંકરભાઇ લલ્લુભાઇ. બન્ને યુવક સંધની
પ્રવૃત્તિના પ્રેરક અને પ્રશંસક, સ્વર્ગસ્થ પૂજાભાઇ પ્રગતિશીલ પક્ષે
શ્રી શકરાભાઇ ‘જૈસે થે' માં માનનાર; છતાં યુવકોના બન્નેય અગ્રણી. આમાં શ્રી પૂજાભાઇનું વ્યક્તિત્વ સૌને ખેંચી રાખતું.
પૂરા અમદાવાદી પેશાક, લાંખા કાટ, અમદાવાદી પાધડી, ગળે અમદાવાદી ઢબે વિંટળાયેલે ખેસ, ભાલે વિશાળ તિલક અને મૂ ંજાલ મહેતાની યાદ આપતી લાંબી મૂ, અને ગાટિયા ભોં-ભર્યા દેવ. જિંરંગીની છેલ્લી ક્ષણા સુધી ન દેહમાં ફેર પડયા, ન વિચારમાં કે ન શાકમાં. સ બહાર પ્રકરણમાં તેમને પૂરો સહકાર મળેલો; સાથ મળે, તેકાન પછી મતગણતરીમાં યુવાને મળેલા વિષે તેમને આનદ પેલે.
પ્રબુદ્ધ જીવન
જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કોન્ફરન્સનું અધિવેશન મુંબઇમાં ગાવાળિયા ટેન્ક ઉપર મળ્યું, ત્યારે બાળદીક્ષાના પ્રશ્ન અત્યંત ઊંચ બની ગયેલા જૂનાં અને નવાં તત્ત્વાએ પોતપોતાના પક્ષને સ રીતે સાબદાં કરેલાં. ત્યારે અમને સૌને-અમદાવાદના કાર્યકર્તાએ નેમનમાં વસવસે હતા કે સ્વસ્થ કોઇ પક્ષે નમશે કે તટસ્થ રહેરો ? અમારા આશ્ચર્ય વચ્ચે અમે સૌએ જોયુ કે છેક સુધી તેએ અમારી સાથે રહ્યા; બાળદીક્ષા પ્રતિબંધક ઠરાનને બહુમત મળેલી જોઈ તેઓ પ્રસન્ન થયેલા.
સાધુ સંસ્થા તરફ્ એમની ભક્તિ એવી કે કાઇ પણ સાધુની વિરૂદ્ધનું સાંભળવુ તેમને ન રુચે; જૈન સિદ્ધાંતે તરફ શાસ્ત્રાનુસાર અતિશ્રા; કર્દિ ટીકા કરીએ તે તેમને ન ગમે; છતાં પ્રગતિશીલ વહેણ તરફ્ હમેશાં માન. સાધુસ ંસ્થામાં પ્રવેશેલી શિથિલતા તરફ્ અને જૈન સિદ્ધાંતામાં વ્યાપેલી સ્થિતિસ્થાપકતાની જાણ હાવા છતાં, ચર્ચામાં ઉતરે નહિ અને છતાં સાધુસંસ્થાના અગ્રણીઓને રૂબરૂ મળી કહેવામાં પાછી પાની કરે નહિં. આથી અમને સૌને ઘણી વાર આશ્ચર્ય થતું કે આ બંને શી રીતે ? આવું એક કારણ હતુ. સાંપ્રદાયિક વાતાવરણમાં ઉછેર હોવા છતાં સ્વર્ગસ્થ રાષ્ટ્રીયતાને રંગે રંગાયેલા હતા, સવિનયભગના ત્રણે દેલનમાં પરેક્ષ રીતે તેમણે ભાગ લીધે। હતા. અમદાવાદના પાંચકૂવા કાપડ મહાજનના પ્રમુખ તરીકે વર્ષો સુધી મહાજનને આપેલી દેરવણીથી તે સરદારના પ્રીતિપાત્ર બન્યા હતા, એટલું જ નહિ, સરદારની નજીકમાંના એક હતા અને સરદારના જેને રંગ લાગે તે રંગાયા વગર પણ ના એ સ્વાભાવિક છે.
રહે
સાધર્મિક વાત્સલ્યના ગુણ સપ્રદાયને ત્યજી વિશાળ અર્થમાં તેએ એ અપનાવ્યે હતે; આથી અનેક દીનદુ:ખી જ નહિ પણ ટેકા માગી રહેલ કાર્ય કરાના પણ પરિચયમાં તેને આવવાનુ બન્યું હતું. એ કારણે જ નવ વિચારાના વહેણુના અવાજ તે વર્ષો પહેલાં સાંભળી શકયા હતા.
સ્વર્ગસ્થ અમદાવાદની અનેક પ્રવૃત્તિ સાથે સાંકળાયેલા હતા—પાંજરાપેાળ, દુષ્કાળરાહત. રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિ. આજે તેઓ નથી, છતાં તેમની સુવાસ સૌનાં દિલમાં છે.
શ્રદ્ધા અને ભક્તિની સાથે નવા યુગને પિછાણી પેાતાનાં કાર્યો દ્વારા સમગ્ર સમાજને માર્ગદર્શક બનવા યત્ન કરનાર સ્વર્ગસ્થનાં સૌજન્ય અને સ્મૃતિ અમદાવાદ સહેજે ભૂલી શકે તેમ નથી.
ધીરજલાલ ધનજીભાઈ શાહ
જ્ઞાનેદય ટ્રસ્ટ
પંડિત સુખલાલજી' સન્માન સમિતિ તરફથી, ગત વર્ષે જૂન મહિનામાં, ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખપદે, અખિલ ભારતીય ધરણે મુંબઇમાં પંડિત સુખલાલજીનું જાહેર સન્માન કરવામાં આવ્યુ હતુ, તે પ્રસ ંગે પ ંડિતજીને ૫ ચાવન હજાર રૂપિયાની થેલી અપણુ કરવામાં આવી હતી. પાછળથી ખીજા પંદર હજાર રૂપિયા તથા આશરે અગિયાર હજાર રૂપિયાની કિંમતનાં ‘દર્શન અને ચિંતન'-ત્રણે પુસ્તકાના સેટા પડિતજીને આપવામાં આવ્યાં.
આ રીતે કુલ એકયાશી હજાર રૂપિયાનું પંડિતજીએ એક ટ્રસ્ટ કર્યું છે, જેનું નામ નાનાદય ટ્રસ્ટ' રાખવામાં આવ્યુ છે. આ ટ્રસ્ટના ઉદ્દેશ। નીચે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે :
(૧) ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન અને ધર્મોને લગતા ગ્રંથો, ચેાગ્ય પુરસ્કાર આપીને, તૈયાર કરાવવા અને પ્રગટ ‘કરવા.
(૨) ઉપર જણાવેલ વિષયાનુ ઉચ્ચ અધ્યયન કરતા વિદ્યાર્થીએ કે વિદ્યાનાને છાત્રવૃત્તિ આપવી.
(૩) ઉપર જણાવેલ વિષયા ઉપર, વિદ્યાના પાસે, ચેાગ્ય પુરસ્કાર આપીને, વ્યાખ્યાના અપાવવાં અને તેને પ્રકાશિત કરવાં,
(૪) પંડિત સુખલાલજીનાં ગ્રંથા કે લખાણા પ્રગટ કરવાં. (૫) માનવતાના ઉત્કર્ષ સાધે એવું દેશ-વિદેશનુ મૂળ સાહિત્ય કે એને અનુવાદ પ્રકાશિત કરવા.
આ ટ્રસ્ટના નીચે મુજબ સાત ટ્રસ્ટી
(૧) પ ંડિત સુખલાલજી
(૨)
તા. ૧-૧૧-૫૮
મુનિ શ્રી જિનવિજયજી
કાકાસાહેબ કાલેલકર
(૩)
(૪)
શ્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા
(૫) શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ
(૧) પ્રા. દલસુખભાઈ માલવણિયા
(૭) શ્રી. ભ ંવરમલ સિંધી
છે —
(અમદાવાદ)
(
)
33
( નવી દિલ્હી )
( મુંબઈ )
(»)
(બનારસ)
(કલકત્તા)
ટ્રસ્ટના ઉદ્દેશ પ્રમાણે, ટ્રસ્ટના કામને પ્રારંભ કરવાની વિચારણા કરવા માટે ટ્રસ્ટીઓની સભા તા. ૧૨-૯-૫૮ ના રોજ મુંબઇમાં મળી હતી, જેમાં, આ અંગે લખાણથી ચર્ચા-વિચારણા કર્યા બાદ, નીચે મુજબ નિણૅય લેવામાં આવ્યા હતાઃ—
(૧) પંડિત સુખલાલજીનાં લખાણામાંથી પસદગી કરીને, જુદા જુદા વિષયાને લગતા લેખેખાના, આશરે ત્રણસે પાનાંના પ્રતિનિધિ સંગ્રહ પ્રગટ કરવા, તેમજ એમના ‘દર્શન ઔર ચિંતન હિન્દી પુરતકનુ ગુજરાતી ભાષાંતર તૈયાર કરવું.
(૨) ભારતીય સંસ્કૃતિનાં જુદાં જુદાં અંગોના પરિચય કરાવી શકે એટલે કે ધર્મ, તત્ત્વજ્ઞાન, કળા કે સાહિત્ય સબંધી આધારભૂત માહિતી સરળ અને રાચક શૈલીમાં આપી શકે અને વિદ્યાને અને સામાન્ય જનસમૂહને ઉપયોગી થઇ શકે એવાં પુસ્તકા તૈયાર કરાવવા માટે તે તે વિષયના વિશિષ્ટ જાણકાર વિદ્વાનને સંપર્ક સાધવા અને એમને પૂરતા પુરસ્કર આપીને આવાં પુસ્તકા તૈયાર કરાવવાં.
(૩) ઉપરાંત, આવા જ વિશિષ્ટ વિષયો ઉપર, અભ્યાસ અને માહિતીપૂર્ણ વ્યાખ્યાનમાળા, પૂરતા પુરસ્કાર આપીને, ગઠવી શકાય એ માટે તે તે વિષયનું વ્યાપક અને તલસ્પર્શી જ્ઞાન ધરાવતા વિશિષ્ટ વિદ્યાનાના સપર્ક સાધીને એમને આ માટે આમંત્રણ આપવુ.
પુસ્તકા તૈયાર કરાવવા માટે તથા વ્યાખ્યાનમાળા માટે કેટલાક વિશિષ્ટ વિદ્રાનાનાં નામે પણ વિચારવામાં આવ્યાં હતાં.
ટ્રસ્ટનું કાર્યાલય અમદાવાદમાં [ડે. અનેકાન્ત વિહાર, (શ્રેયસ્ કાલેની પાસે). પેસ્ટ, નવરંગપુરા. અમદાવાદ–૮] રાખવામાં આવ્યું છે. મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ય. 2. ન', ૩૪૬૨૯