________________
તા ૧-૧૧૫૮
પ્રબુદ્ધ જીવન
પ્રશ્ન; તે એને પ્રચાર ન કરવા જોઇએ ?
જવાબ ઃ સામાન્ય રીતે પ્રચાર થાય એમાં હરકત નહિ એમ લાગે, પણ એથી અનથ થવાના ભય ખરા. લેાકેા પેતાને ગમતુ પકડી લે. એક વાત સમજી લે કે લેકાના કાઇને ક્રાઇ ભાગને હંમેશાં સત્તા ઉપરના પક્ષને માટે કાંઈને કાંઈ કહેવાનુ હાય છે. એટલે જ્યાં તમે રાજ્ય ન જોઇએ એવી વાત મૂકા એટલે રાજવહીવટની જે કાંઇ પદ્ધતિ ઊભી થઇ છે તે માટે અસતેષ જન્મે, એની સાથે સાથે જ જવાબદારીથી જીવવાની તાલીમ પ્રજાને ન મળી હાય ને પ્રજા ધડાઇ ન હોય તે ‘રાજકીય અવકાશ'-Political Vaccume ઊભું થાય, અને એના પરિણામે અરાજકતા ઊભી થાય. લાગતું કે આ બધાના મૂળમાં મરી જાય તા કેટલુંય ઝેર
પ્રશ્ન : શુ તમાને એમ નથી પક્ષીય રાજકારણ છે? જો પક્ષા જ ઓછુ થઇ જાય ?
જવાબ : કાઇ પણ પ્રશ્ન ઉપર એ કે એથી વધારે દૃષ્ટિબિંદુ હાઈ શકે. આપણે વિચારસ્વાતંત્ર્યને વરેલા છીએ, એટલે પક્ષ ન જ હાવા જોઇએ એ તો શક્ય નથી. જરૂર કાઇ પણ વિચાર કોઇ પણ અમુક પક્ષ રજૂ કરે છે તે દૃષ્ટિએ નહિ પણ તે વિચાર સાચા છે કે ખોટા એટલું જ વિચારીએ તે કેટલીક મુશ્કેલીઓ દૂર થઈ જાય. પશુ ભાઇ, આજે તે એમ માનવામાં આવ્યું છે કે લોકશાહીને જાગૃત રાખવા વિધ પક્ષ હાવા જોઇએ. અને તેનું કામ એક રાજ્ય પર બેઠેલા પક્ષની ટીકા સિવાય બીજુ` હતુ` નથી. પરિણામે વિરોધ ને ખાતર થતા વિરોધથી પ્રજાની શકિત વધતી નથી, પણ ધટે છે.
પ્રશ્ન : તે। શુ તમાને એવું નથી લાગતું કે સમાજના મેટા ભાગે પોતાની જાતને પક્ષેાથી અલગ કરી નાખવી જોઇએ ?
જવાબ : એમાં પણ એક જોખમ છે, અને તે એ કે તેથી એક તટસ્થ લેકાનુ ટાળુ બની જવાનું, એટલે ખરી રીત તેા એ છે કે સમાજમાં સેવાનો, ચિંતકાતા એવા એક વર્ગ હાય કે જે હુંમેશાં કાઇ પણ જાતની પક્ષાપક્ષીથી પર રહી રાષ્ટ્રને શુદ્ધ ચિંતનનુ ભતુ પૂરુ પાડે. એની લાકવિચર પર અસર હાય, અને એ રીતે લેાકમાનસ માત્ર પક્ષીય ઠૂંસાતૂંસીનું પરિણામ ન બનતાં એવા તટસ્થ વિચારકાની સહાયથી ઘડાય. એટલું જ નહિ એવાં તટસ્થ અના વિચાર રાજ્યની સરકાર પર પણ અસર કરે. આવુ તટસ્થ નૈતિક અળ લોકશાહી માટે આવશ્યક છે. આવુ ખળ જેટલા પ્રમાણમાં દેશમાં વિકસે એટલી આપણી લેાકશાહી સાચી દિશામાં પ્રગતિ કરે.
પ્રશ્ન : આપણે કયાંથી શરૂઆત કરી તે કયાં નીકળી ગયા? જવાબ : એ સ્વાભાવિક છે. તે હવે આપણા વિચારાને ટૂંકમાં આ રીતે મૂકી શકાય. હિંસા કોઈ પણ પ્રસ ંગે ન ફેલાય તેની પૂરી કાળજી રાખવી જોઇએ. વિધી વિચાર રજૂ કરવાની પદ્ધતિ પણ એવી હાવી જોઇએ કે જેમાં અહિંસાને સમર્થન મળે અને પ્રેમ અને સદ્ભાવનુ વાતાવરણ વિકસે. જેની સામે વિરોધ થાય છે તે પણ પ્રેમ અને કરૂણાદારા ઊંચે ઊડે.
ધારો કે કાર્ય કારણુસર હિંસા ફાટી નીકળે તો અહિંસામાં માનનાર સો પેાતાને સ્થળે રહી હિંસાના પ્રતિકાર કરે.
આજે જે રાજ્યપદ્ધતિ છે તેમાં લેાકશાહી રાજ્યપદ્ધતિ અહિંસાની વધારેમાં વધારે નજીક છે. એમાં પણ સંશાધન થઈ શકે છે તે તે કરવું જોઇએ. વિરાધ ન જ કરવા એમ નહિ, પણ વિરાધનુ સ્વરૂપ સંપૂણ અહિંસક હોવુ જોઇએ; એટલું જ નહિ, પરિસ્થિતિ એવી થવી જોઇએ કે અદનામાં અદનો માણસ પણ કાઇપણ જાતના ભય વગર પોતાના વિચાર રજૂ કરી શકે. એવી પરિસ્થિતિ ન હાય તે તે સમાજના વિચારસ્વાતંત્ર્યની દૃષ્ટિએ ચિંતાજનક અને વિચારસ્વાત ંત્ર્યને રોધક ગણાય.
પક્ષીય વૃત્તિમાં જે સંકુચિતતા છે તે દૂર થવી જોઇએ અને કોઇ પણ પ્રશ્નના સપૂર્ણ ગુણદેષના જ વિચાર કરી મત અપાવાની ભૂમિકા રચાવી જોઇએ. આ કામને માટે દેશમાં પક્ષીય પકડાથી પર એવા તટસ્થ ચિંતા, વિચારો હાવા જરૂરી છે.
આટલુ થાય તે આપણે અહિંસાની દિશામાં જરૂર આગળ વધી શકીએ. એ કામ કરવાનું બળ અને સદ્ભાવના ઈશ્વર આપણા સૌના અંતરમાં સિંચે એ જ પ્રભુપ્રાયના |
સમાસ
નવલભાઈ શાહ
૧૨૧
ભારતની અને પાકીસ્તાનની બુનિયાદમાં મહત્ત્વના તફાવત
ભારત બંધમૂળ રહ્યું છે; પાકીસ્તાન ઉત્ખાતમૂળ બન્યું છે. પાકીસ્તાનમાં એકટાબર માસની આઠમી તારીખથી લશ્કરી રાજ્ય સ્થપાયું છે. ત્યાંના પ્રમુખ મેજર-જનરલ કિદર મીરઝાએ પાકીસ્તાનનુ બંધારણ રદ કર્યું છે અને આખા પાકીસ્તાનમાં ‘માર્શલ લે!' જાહેર કર્યો છે. પ્રાદેશિક તેમજ કેન્દ્રિય ધારાસભાએ વિસર્જિત કરી છે અને પ્રધાનમંડળાને રૂખસદ આપી છે. પાકીસ્તાનના સરસેનાપતિ જનરલ મહમ્મદ અયુખખાનની ચીક્ માલ લે। એડમીનીસ્ટ્રેટર કરીકે નીમણુક કરી છે અને પાકીસ્તાનના સર્વ સશસ્ત્ર દળાને તેના હુકમ નીચે મુકયા છે. આ રીતે પાકીસ્તાનન પ્રેસીડેન્ટ સર સ્ક ંદર મીરઝાએ લાકશાહીને તત્કાળ તિલાંજલિ આપી છે અને સરમુખત્યારની સર્વ સત્તાઓ પેાતાની અને જનરલ અયુબખાન વચ્ચે વહેંચી લીધી છે.
ટૂષમત્સર અને કેવળ કામવાદના પાયા ઉપર નિર્માણ થયેલા પાકીસ્તાનની સ્થાપના થયાને આજે અગિયાર વર્ષ થવા આવ્યાં. આ અગિયાર વર્ષના ગાળા બાદ પાકીસ્તાનમાં આમ કેમ અનેવા પામ્યું તેના મૂળનું સંશોધન કરતાં હિંદના મહાઅમાત્ય નેહરૂએ તાજેતરમાં મળેલી પત્રકાર પરિષદ સમક્ષ પ્રશ્નોત્તરીઢારા કેટલાંક મર્મસ્પર્શી વિધાના કર્યાં છે. એમાં તેમણે જણાવ્યું ? “ ૧૯૪૭ થી પાકીસ્તાન અને ભારતે પોતપોતાના વિકાસ સાધવા અર્થે ગ્રહણ કરેલા ભિન્ન ભિન્ન માર્ગના વિચાર કરતાં આપણે યાદ રાખવું કરે છે કે બન્નેને પ્રારભ એક સરખી રીતે થયા નહેાતા, ધ્યાનમાં લેવા લાયક પાયાના મુદ્દો એ છે કે હિંદુ વર્ષોથી એક અમુક માર્ગે આગળ ધપી રહ્યું હતું. એ એક એવે! મા હતા કે જેની ચેાસ વિશેષતાઓ અથવા તે પ્રક્રિયાઓ હતી. આપણે ત્યાં રાષ્ટ્રીય હીલચાલ ચાલી રહી હતી, રાષ્ટ્ર સંસ્થા કૉંગ્રેસ વિકસી રહી હતી, અને એવુ કેટલુંયે ચાલી રહ્યું હતું. ધીમે ધીમે આમાંથી એક ચેક્કસ રૂપ ઉભું થઈ રહ્યું હતું અને ચોક્કસ આકાર ખંધાયા હતેા. પાકીસ્તાનના માર્ગ આથી તદ્દન જુદો હતા. જ્યારે ભારતના માર્ગ રાજકારણી દ્રષ્ટિએ વિધાયક હતા અને કાંઇક ચોક્કસ આકારના હતા અને તેમાંથી ચોક્કસ પ્રકારના આર્થિક ફેરફારો અને સુધારા નિર્માણ થવાની કલ્પના મૂર્તરૂપ લઈ રહી હતી, ત્યારે પાકીસ્તાનની બાબતમાં અથવા તે જેમાંથી પાકીસ્તાન પેદા થયું છે તે મેસ્લમ લીગની ખાખતમાં કાની હેતુ ઉપર આધારિત—નકારાત્મક બાબત—દા. ત. હિંદને વિચ્છેદ કરવા-ઉપર જ હંમેશા ખૂબ ભાર મૂકવામાં આવ્યા હતા, અને હિંદના રાષ્ટ્રીય આન્દોલનમાં હતુ. તેવુ કોઇ રાજકીય કે આર્થિક દૃષ્ટિપૂર્વકનું વિધાયક તત્ત્વ તેમાં નહતું. આ પાયાના તફાવતનું પરિણામ એ આવ્યું કે હિંદુ એક સાતત્યપૂર્ણ એકમ છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે માત્ર રાજકીય દૃષ્ટિએ જ નહિ પણ ચોક્કસ વિચારસરણીની દૃષ્ટિએ તેમજ બંધારણીય દૃષ્ટિએ પણ ભારત અવસ્ય સાતત્યપૂર્ણ વસ્તુ છે, જ્યારે પાકીસ્તાન હિંદવિાધી, એકતાવિરાધી, અને કશા પણ નક્કર વિધાયક તત્વવિનાના એવા કામી ટાળાને મુખીયે વગાડીને એકત્ર કરતા લેકનારા ઉપર પાકીસ્તાન અસ્તિત્વમાં આવ્યું છે. ત્યાર બાદ પાકીસ્તાનમાં હંમેશા રાજારી તેમ જ આર્થિક સ્થિરતાને અભાવ રહ્યો છે. વળી ત્યાં તરેહ તરેહનાં રાજકીય જોડાણુ ઉભાં થતા રહ્યાં છે. આઝાદી મળ્યા બાદ ત્યાં ચૂંટણી કદિ થવા પામી નથી. જો ચૂંટણી થઇ શકી હોત તા તેમાંથી સ્થિરતા ધરાવતા સંગીન રાજકીય પક્ષો કદાચ ઉભા થઈ શકયા હાત.”
આગળ ચાલતાં તેમને એવા પ્રશ્ન પુછવામાં આવ્યો કે “ આજે અનેક દેશ કે જેમણે લેઃકશાહી સંસ્થાએ અને બંધારણ સ્વીકારીને શરૂઆત કરી હતી તે દેશેા ધીમે ધીમે લોકશાહોને પડતી મૂકીને અત્યારે લશ્કરી શાસન સ્વીકારી રહ્યા છે તે આમ બનવામાં એશીયાની પ્રજામાં એવી કઈ ઉણપ હાવાનું આપને દેખાય છે? શું એ કેળવણી ખામીને લીધે છે અથવા તે પાયામાં જે ઔદ્યોગિક વિકાસ વા