________________
તા. ૧૫-૧૦-૧૮
દિવસની રાત્રે શેર–કા દડાની ટેકરી.ઉપર આ બધા લોકો રંગબેરગી, પોશાકમાં સજ્જ થઇને આવતા હતા અને એકઠા થતા હતા. ખીજે દિવસે એટલે કે વિજયાદશમીની સવારે તે ગાતા વગાડતા ધામધુમપૂર્ણાંક નીચે આવતા, સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરતા, અને જરૂરી પૂજા વિધિ પતાવીને તેમ જ દેવીના ચરણે જે કાંઈ ધરવાનુ હોય તે ધરીને સાંજના વખતે સૌ કાઈ પોતપોતાના ઘર તરફ પાછા • ફરતા હતા. પછી બાકીનુ આખુ વર્ષે આ ખીણુ રાની પશુઓનું સ્વાભાવિક નિવાસસ્થાન બની જતું.
પ્રબુદ્ધ જીવન
૧૮૪૧ નવેમ્બર માસની એક સવારે શ્રી. ખેરન નામના શાહજહાનપુરના એક અંગ્રેજ વેપારી, આ સરેવરની હસ્તીની તેને ખબર મળતાં, આ બાજુએ આવી ચડયા. અહિં ભવ્ય સૃષ્ટિસૌન્દ જોઇને તે સ્તબ્ધ બની ગયા, અને આગ્રા અખબાર' ના તંત્રોને તેણે જણાવ્યું” કે ‘“હિમાલયના ૧૫૦૦ માઇલના પરિભ્રમણ દરમિયાન મે જે કાંઈ જોયું હતું તે કરતાં અનેકગણુ ચડિયાતુ એવું આ દૃષ્ય હતુ.” તેને ત્યાં એક દર્શન (Vision) થયું જે તેના પોતાના શબ્દમાં રજુ કરવું વધારે ઉચિત લેખાશે. સરાવરના આ છેડેથી લગભગ એક માઈલ ઉપર આવેલા ખીજા છેડા સુધી કેટલીક સપાટ જમીન છે અને કેટલીક ઉંચી નીચી ટેકરાટેકરીવાળી જમીન છે કે જેના ઉપર લીલું બ્રાસ ટ્ટપણે ઉગેલું છે અને જેમાં ગાળે ગાળે એકનાં, સાઇપ્રેસનાં અને ખીજી અનેક જાતનાં ઝાડાનાં ઝુંડ પણ નજરે પડે છે. અને આ ભવ્ય એમ્ફીથીએટરના સામે છેડે ગગનચુ'ખી પર્વતશિખરો આવેલાં છે. સરાવરની ચારે બાજુ પર્વત અને ગિરિશિખરા વડે ઘેરાયલી છે અને ઝાડપાનથી ઢંકાયલી છે. ઉંચામાં ઉંચા શિખરથી માંડીને નીચે સરોવરના કિનારા સુધી પથરાયલા સમવિષમ ભૂમિતળ ઉપર રમતગમતનાં મેદાના, રેઇસ કાસ, અને પુષ્કળ મકાના ઉભાં કરી શકાય અને એ રીતે એક માટુ શહેર વસાવી શકાય એવી અહિં શકયતા છે અને તે માટે જગ્યાની પૂરી સુલભતા છે.” ખેરનની આ . શોધમાંથી નૈનીતાલનું નિર્માણ શરૂ થયું અને તેને થયેલું દર્શન આબેહુબ સાચું પડ્યું. ૧૮૪૩ માં તેણે જ નૈનીતાલ ઉપર · સૌથી પહેલું મકાન બાંધ્યું, જેતે તેણે પીલ્ડ્રીમ્સ લાજ' એવુ નામ આપ્યું. સરેવરમાં પહેલી હેાડી પણ તેણે જ વહેતી મૂકી, જે જોઇને ત્યાંના પહાડી ડઘાઈ જ ગયાં. ૧૮૫૭ માં બળવા થયે. ઉત્તર, પ્રદેશમાં અંગ્રેજોની સલામતી સારા પ્રમાણમાં જોખમાઇ. પરિણામે સલામતીભર્યાં સ્થાન તરીકે નૈનીતાલને હીલસ્ટેશનના રૂપમાં વિકસાવવાના અંગ્રેજ સરકારે નિણૅય કર્યાં. એટલે નૈનીતાલની સુરત બદલાતી આવી. પછી તેા ઉત્તર પ્રદેશની સરકારે ઉનાળાના ગરમ મહીનાઓ પસાર કરવા માટે નૈનીતાલને બીજી રાજધાની બનાવી દીધી. આને લીધે સરકારી મોટાં મોટાં મકાને, બગલા, હાટલા, મેટી શેપા, દુકાના, સ્કૂલ, કાલેજો–એમ ચારે બાજુએથી નૈનીતાલ માટું અને સમૃધ્ધ બનવા લાગ્યું. ઉત્તર પ્રદેશની કાંગ્રેસ સરકાર હવે ગરમ મહીના દરમિયાન અહિં નથી આવતી, એમ છતાં પ્રવાસીઓને ધસારો ઉનાળાના દિવસેામાં ઉત્તરાત્તર વધતા જ જાય છે. નૈનીતાલ આ બાજુનું એક મહત્વનું શિક્ષણુકેન્દ્ર છે. હીલ સ્ટેશન તરીકે તે અતિ લોકપ્રિય છે.
૨૧૭
છતાં પણ, તેની પણ અમુક લાક્ષણિક વિશેષતા છે. ખીજા ગિરિમથકામાં દરેકને પોતપાતાની આગવી વિશેષતા છે. આમ છતાં નૈનીતાલ ખીજા બધાં હીલ-સ્ટેશનેથી અમુક રીતે જુદું પડતું. હાઇને આપણા દિલમાં સ્વતંત્ર રીતે આકષણ પેદા કરે છે. સીમલા કે દાજી લીંગ ઘણી ઉંચાઇએ આવેલા પર્વતની પીઠ ઉપર તેમ જ બા ઉપર વસેલા છે. અને તેથી વધારે પડતા ખુલ્લાં છે અને ત્યાંથી દૂર દૂર સપાટ પ્રદેશા નજરે પડતા હાઇને તે પ્રદેશાના સંપર્કથી આપણું મન છૂટી શકતું નથી. નૈનીતાલ ખાણુમાં આવેલ છે અને ચારે બાજુએ ઉંચા ઉંચા પર્વતાથી ઘેરાયેલ છે અને મધ્યમાં આવેલા એક વિશાળ, રમ્ય, સ્વચ્છ સાવર આસપાસ તેની સમગ્ર રચના ઉભી થયેલી છે. આને લીધે કાથાદામ–એટલે કે સપાટ ભૂમિતલ-ત્યાંથી નૈનીતાલ માત્ર વીશે માઈલના અન્તરે આવેલું હોવા છતાં આપણે હિમાલયના ઊંડાણમાં જાણે કે પ્રવેશ કરી ચુકયા ન હાઇએ એવી શ્રાન્તિ મનમાં પેદા થાય છે અને તેને લીધે આપણા ચિત્ત ઉપર પતી વાતાવરણુ ટ્ટપણે જામે છે. વળી મધ્યમાં સરાવર હોવાના કારણે અને તેની જ્વલહરિઓમાં ઝાડપાન અને પર્વતા અને પ્રકાશની ભરતી ઓટના કારણે તેમજ બદલાતા જતા રંગવાળું. આકાશ તેમાં સતત પ્રતિબિંબિત થતુ હોઇને આખા પ્રદેશ ખૂબ જીવતા લાગે છે. સરાવરના વિશાળ પટ ઉપર હેાડીમાં બેસીને એક છેડેથી ખીજે છેડે અને ત્યાંથી વળી આ છેડે—એમ કર્યા કરવુ એ પણ એક લહાવા છે; સરેાવરમાં કઈ પણ સમયે સુન્દર નૌકા આમથી તેમ ડેાલતીવિચરતી–નજરે પડે છે અને તેમાં બેઠેલાં બાળકા, સ્ત્રીઓ અને પુરૂષ, તેમ જ નવપરિણીત યુગલા આનંદકલ્લ્લાલ કરતાં દૃષ્ટિગોચર થાય છે. કાડાઇ કેનાલનુ સરાવર કદાચ નૈનીતાલ કરતાં વધરે માટુ હશે, પણ તે ઉપરના ભાગમાં આવેલું છે અને આસપાસ બધુ ખુલ્લુ છે. અહિં ચૈાતરક જે પર્વતેના ઘેરાવા છે અને તેથી આખા પ્રદેશને એક પ્રકારની સહેજ કલ્પનામાં ન આવે એવી ભવ્યતાના જે આપ મળે છે તે ત્યાં હવા સંભવ નથી. આમ નૈનીતાલમાં જે સજીવતા, ચેતનમયતા છે, જે ચળક અને ઝળક છે, અને આંખાતે સદા મુખ્ય રાખે એવી રાણક છે તે અન્યત્ર છે જ નહિ. અહિં ‘લેટ' ઉપર સાંજને વખતે કઈ કંપ પ્રદેશમાંથી ઉતરી આવેલાં પ્રવાસીઓનાં ટાળેટોળાં જોવા મળે છે. તેમાં મેાટા ભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબના હાય છે. આજ કાલ અન્ય હિલસ્ટેશને માફ્ક અહિં પણ મુંબઈ અમદાવાદ ભાજીના ગુજરાતી ધણી સારી સખ્યામાં આવી ચડે છે. તેમને જોતે સ્વાભાવિક રીતે આત્મીયતાના અનુભવ થાય છે. તેમની સાથે ઓળખાણ કરવામાં કોઇ એળખાણ કરાવનારની જરૂર પડતી નથી. “તમે ગુજરાતી લાગેા છે. કાંથી આવે છે ?” એ પ્રશ્ન સાથે ઓળખાણની શરૂઆત થાય છે અને પછી પા અડધી ક્લાકની વાતચિતમાં પરસ્પર પાકી ઓળખાણ થઇ જાય છે. ફેશનેબલ સ્ત્રીએ તુ તે અહિં પ્રદર્શન જ ભરાતુ' હોય એમ દર્દિ લાગે છે, લીપસ્ટીક વિનાની ભાગ્યે જ કાઈ યુવતી દેખાય છે. નવપરિણીત યુગલે આવા સ્થળે સારી સખ્યામાં નજરે પડે છે અને અનેકના આકષ ણનુ નિમિત્ત બને છે. લગ્ન થાય કે તરત જ મેટા શહેરમાં વસતુ નવ— યુગલ પોતાની સંપત્તિ તથા સગવડ પ્રમાણે આજ કાલ નજીક કે દૂરના હીલસ્ટેશન ઉપર ગયા સિવાય, ભાગ્યે જ રહે છે. લગ્ન સમારંભના અન્તિમ વિધિ મેટા ભાગે આજ હોય છે. લૌકિક ભાષામાં આવાં યુગલેને ‘હનીમૂનીઆ' તરીકે એળખ વામાં તેમ જ આળખાવવામાં આવે છે. જાણે આખી દુનિયા પોતામાં અને પોતાની પ્રિયતમામાં સમાઈ જતી હોય એવી મસ્તીથી તેઓ વિચરતાઉડતામાલુમ પડે છે. ભાવી ગમે તે હેય પણ આજે એ ડિ ભલે તેઓ આનદ મજા માણી લે અને એકમેકમાં એતપ્રેત બનીને ફરી લે– એવા ભાવ તેમના વિષે દિલમાં સ્ફુરે છે અને આ તેમની મસ્તી– એકમેકનુ અદ્વૈત દાખવતી ખુમારી–ચિરકાળપયત ટકી રહે એવી શુભકામના તેમના વિષે મન ચિન્તવે છે. ચોતરફ કેવળ આનંદ અને
મેં આપણા દેશના ઘણાં ખરાં હીલ સ્ટેશન!–હવા ખાવા માટેનાં પર્યંત મથા—જોયાં છે. માથેરાન, મહાબળેશ્વર, આબુ, સીમલા, મસૂરી, દાર્જીલીંગ, ટાકામન્ય, અને સીલેનમાં આવેલ તુરેલિયા પણ જોયેલ છે. કમનસીષે હજુ કાશ્મીર જ્યાનું અન્યું નથી, જો કે તેના વિષે ખૂબ ખૂબ સાંભળ્યું છે અને તેને લગતાં ચિત્રા છખીએ પણ ખૂબ જોઈ છે. કાડાઈ કેનાલના લોકો ખૂબ વખાણ કરે છે. તે જોવું બાકી છે. હિમાલયના ખીજો છેડે આસામમાં આવ્યો છે. ત્યાં જવામા પણ યાગ હજી ઉભે થયા નથી. જે જોયું છે તેમાં કયું ચડિયાતુ અને કયું ઉતરતુ એવી તુલના કરવાને મારે મન બહુ અર્થ નથી. માથેરાન તેમ જ આખું તો જરૂર નાનાં મથક છે, એમ