________________
૧૧૬
ગમે. શરૂઆતમાં થેડુ' ચાલતાં કે ચડતાં પગ થાકતા. પણ પછી તે અહિંની ઠંડી હવાને લીધે ચાલવા તેમ જ ચડવાની તાકાત ઉત્તરાત્તર વધતી જ ગઈ. અમે લેન્ડઝ એન્ડ અને ડારાથી સીટ ગયેલા તે કાંઇ નાનુ ચક્કર નહેતું. લડિયા-કાંટા પણ સાત માઇલનું ચઢાણુ-ઉતરાણુ હતુ. એટલે ચીના પીક પગે ચાલીને ચઢવા ઉતરવાની તાકાત તેમ જ વિશ્વાસ તે અમારામાં આવી ગયા હતા. અને એ દિવસ વધારે રોકાયા 'હાત તા અમે ચીના પીક ગયા વગર ન જ રહ્યા હેત. પણ આગળ હજુ અમારે ધણું કરવું હતું તેથી નક્કી કરેલા પ્રોગ્રામમાં ફેરફાર કરવા મન વધ્યું નહિ.
પ્રબુદ્ધ જીવન
નૈનીતાલમાં ગવર્મેન્ટ હાઉસ ઠીક ઠીક ઉંચાઇએ એક બાજુના છેડે આવેલું છે. તે બહુ જોવા જેવું ગણાય છે. તે પણ અમે જોવા જઈ ન શકયા. પણ તે ન જોવાયાને મનમાં કશે! વસવસો ન રહ્યો, જ્યારે ચીના પીક ન જવાયું તે હજુ પણ મનમાં ખટકે છે. ગવર્મેન્ટ હાઉસ એટલે માણસે ઉભી કરેલી ઈમારત~-બાદશાહી ઠાઠમાઠ અને વૈભવ વિલાસનું મહાલય. અંગ્રેજી હુકુમત દરમિયાન લાખાના ખરચે ઉભી કરવામાં આવેલી એક રચના. કુદરતની અપાર સૌયૅલીલા જ્યાં વિસ્તરી રહી છે ત્યાં માણસે ઉભી કરેલી આ રાણુક જોવાનુ કાઈ ખાસ આકર્ષણ મનમાં પેદા ન થયું.
નૈનીતાલ વિષે પુરાણી દન્તકથાઓ
અને
કંઈ
નૈનીતાલ આપણે છેડીએ તે પહેલાંનૈનીતાલ વિષે પ્રચલિત પૌરાણિક કથાઓ, લેાકાના મેઢે ચાલી આવેલી કિવદન્તીએ અદ્યતન નિર્માણને લગતી ઐતિહાસિક વિગત જાણી લઇએ. કાળથી આ પ્રદેશને કુમાંરું અને 2હેરીગઢવાલના પ્રદેશને ઉત્તરા ખંડના નામથી ઓળખવામાં આવે છે. કુમાંઉ પ્રદેશનું પ્રાચીન નામ કૂર્માંચળ છે. ક્રમાંક શબ્દ કૂર્માંચળનું અપભ્રંશ રૂપ હાવા સંભવ છે. કૂર્માંચળ એટલે કાચબાની પીઠ જેવા જેના પતાના આકાર છે. કુમાઉ પ્રદેશ એટલે નૈનીતાલ અને આમારા જીલ્લ્લા. તેમાં ભીમતાલ, મુકતેશ્વર, રાણીખેત, કૌસાની, વૈજનાથ, બાગેશ્વર, જાગેશ્વર, બીતસર વગેરે સ્થળાના સમાવેશ થાય છે. આ વિભાગમાં આવેલા પતા માટા ભાગે કાચબાની પીઠ માર્કે ધીમા ચઢાણુ. ઉતરાણવાળા–એકદમ સીધા નહિ–એવા જોવામાં આવે છે, જ્યારે ટૅહરી ગઢવાલના પર્વતે એકદમ ઉંચાણવાળા અને સીધા ચઢાણુ ઉતરાણવાળા હાય છે. ટેહરી ગઢવાલ અથવા ઉતરાખંડમાં હરદ્વાર, રૂષિકેશ, ગુપ્તપ્રયાગ, રૂદ્રપ્રયાગ, જોશીમઠ, કેદારનાથ, બદરીનાથ, ગગત્તરી, જશ્નોત્તરી—આવાં પ્રસિદ્ધ હિંદુ યાત્રાનાં સ્થાનક આવેલાં છે, રામાયણ તેમ જ મહાભારત-શિવપુરાણ વગેરે પૌરાણિક ગ્રંથમાં આ અન્ને પ્રદેશેામાં આવેલાં અનેક સ્થળેાને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે કુમાંઉના પ્રદેશામાં ભગવાન શિવે તાંડવનૃત્ય કરેલું. કહેવાય છે કે વાલ્મિકી ષિએ, જ્યારે રામે સીતાને ત્યાગ કરેલો ત્યારે, સીતાને આ પ્રદેશમાં આશ્રય આપ્યો હતા અને રામાયણની પશુ આ કુમાં પ્રદેશમાં રહીને તેમણે રચના કરી હતી. અર્જુને અહિં તપશ્ચર્યા કરી હતી અને પાંડવાએ અનન્ત શાન્તિ છેવટે અહિં આવીને પ્રાપ્ત કરી હતી.
જે વિભાગમાં નૈનીતાલના પ્રદેશ આવેલે છે ત્યાં, કહેવામાં આવે છે કે, પૌરાણિક કાળમાં ગર્ગ રૂષિ રહેતા હતા અને તેથી આ પ્રદેશને ગર્ગાચલ અથવા તે ગાગરના નામથી એળખવામાં આવે છે. જુના ગ્રંથેામાં આ જિલ્લાના છઠ્ઠીખેટા”ના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યા છે. છે. દીખેટા એટલે સાઠે સરાવાની ભૂમિ. આ નૈનીતાલ સરાવરનું ખીજું નામ તીરીરીખી–સરેાવર' હોવાનું જાણવા મળે છે. તેના અર્થ ત્રણ રૂષિનુ સરાવર એમ થાય છે. ઇન્તકથા એવી છે કે એક વખત અત્રિ, પૌલસ્ત્ય, અને પુલાહા-એ નામના ત્રણ રૂષિ કૈલાસની યાત્રાએ નીકળેલા. મધ્યાન્હ કાળે આરામ કરવા માટે તે અહિં શકાયા. બપોરની સંધ્યા-ઉપાસના માટે સ્નાન કરવા અર્થે તેમને પાણી ન મળ્યું. એટલે તેમણે અહિં મેટા ખાડા ખોદ્યો. આ
તા. ૧૫-૧૦-૫૮
ખાડામાં માનસસરોવરમાંથી સરવાણી છુટી અને પાણી ભરાઇ ગયું. નૈનીતાલ નામ સાથે પણ એક એવી પૌરાણિક કથા જોડાયલી છે કે દક્ષપિતાના યજ્ઞમાં ભગવાન શિવને ક્ષે નિમંત્રણુ મેકલ્યું નહિ, તેથી પાર્વતીએ ક્રોધાવિષ્ટ થઇને યજ્ઞમાં પડતુ મુકયું. તે પાર્વતીના શબ્દને ભગવાન શિવ ઉપાડીને આ માર્ગે જતા હતા. એવામાં પાર્વતીની આંખા અહિં ખરી પડી, જેમાંથી આ સરેવરનુ નિર્માણ થયું. આ પૌરાણિક કથાનું સૂચન કરતું નયની દેવીનું એટલે કે પાર્વતીનું મંદિર સરવરના એક છેડે આવેલ છે.
આ પૌરાણિક કથાઓમાં કાંઈ ઐતિહાસિક તથ્ય છે કે નહિ તેનું સંશોધન કરવાથી કશું પરિણામ આવે એવા સંભવ નથી. જ્યાં જ્યાં અસાધારણ સુષ્ટિસૌન્દર્યના લકોને અનુભવ થયા છે અને તે દ્વારા વ્યક્ત થતા દિવ્ય તત્ત્વને લેાકમાનસ ઉપર પ્રભાવ પડયેા છે તે તે સ્થળા સાથે પૌરાણિક દેવદેવીઓને અને તેમની અનેક જીવનઘટનાઓને લોકમાનસ હંમેશા જોડતું આવ્યું છે. અથવા તો એમ પણ કહી શકાય કે શિવપાર્વતી, રાધાકૃષ્ણ, રામસીતા શ્રાદિ પૌરાણિક દેવદેવીઓનાં ચરિત્રની વિવિધ ઘટનાઓને હિમાલયમાં તેમ જ નીચેના પ્રદેશમાં આવેલા વિશિષ્ટ સુન્દરતા—ભવ્યતા ધારણ કરતા સ્થળા સાથે એક યા બીજી રીતે સંલગ્ન કરીને તેમના વિષે પેાતાના ક્લિમાં રહેલા ગ઼ડે। ભક્તભાવ લેા પ્રદર્શિત કરતા આવ્યા છે, અને એ રીતે આ સ્થાને અમુક પ્રકારનું ધાર્મિક મહત્વ મળતુ રહ્યું છે અને એ કારણે પછીની પેઢીએ આવાં સ્થળા તરફ સદા આકર્ષાતી અને દિવ્યતાના અનુભવનું અનુપાન કરતી રહી છે. ઉપરની કથા અને કિંવદન્તીને આ રીતે સમજવી અને સ્વીકારવી તે વધારે સયુતિક લાગે છે.
નૈનીતાલના પ્રાચીન ઇતિહાસ
નૈનીતાલ સંબધે જુનામાં જાના ઉલ્લેખ આપણને અલ્હાબાદના કીલ્લામાં આવેલ અશાક સ્તંભ (ચાથે સૈા) ઉપરના સમ્રાટ સમુદ્રગુપ્તના શિલાલેખામાં મળે છે. તેમાં કુમાંઉમાં મહાન ઋતુરી સામ્રાજ્ય હોવાનુ જણાવવામાં આવેલ છે. આગળ ઉપર આ સામ્રાજ્યનું પતન થયું અને પછી કુમાઉં, તરાઇ અને ભાભર--આ પ્રદેશા ચદશના— પર પરાથી કહેવાતા—સ્થાપક અને અલ્હાબાદ પાસે આવેલ ઝુસીના ચંદ્રવશી રજપુત સામચંદને દાયજામાં મળ્યા હેાવાના ઉલ્લેખ મળે છે. માંઉંમાં આવેલ જુની રાજધાની ચંપાવત દ્રારા ચ ધ્વંશનુ ચોતરફ શાસન ફેલાયું અને નૈનીતાલ આસપાસના પ્રદેશ પણ તેના કુબજા નીચે આણ્યે. ૧૩ મી સદીમાં પોતાની સરહદનુ રક્ષણ કરવા માટે ત્રિધાક દે ભીમતાલ પાસે એક કીલ્લા અધાગ્યે અને ૧૫ મી સદીના અન્ય ભાગમાં કિરતચંદે નૈનીતાલ સરકારને પોતાના રાજ્યમાં જોડી દીધું.
૧૮ મી સદીમાં ચંદ રાજાને ગઢવાલ સામે ચાલુ લડવુ પડેલું. રાજા દીપચંદ ધામિક વૃત્તિના હાઇને તેણે ભીમતાલનુ ભીમેશ્વર દિર બંધાવ્યું. ૧૭૯૦ માં ત્યાં ગુરખાનુ રાજ્ય સ્થપાયું. ૧૮૧૪ માં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીનું આ બાજુ ધ્યાન ખેંચાયુ., ૧૮૧૫ માં તેણે ગુરખાઓ સામે લડાઈ જાહેર કરી અને તે સાલની આખરમાં કુમાઉના પ્રદેશ ઉપર કંપની સરકારની સત્તા સ્થાપિત કરી. નૈનીતાલની શાધ
ગુરખા સાથે અંગ્રેજોની લડાઈ ચાલતી હતી તે દરમિયાન કાથગાદામથી ‘આમારી પાસ'ના નામે ઓળખાતા નૈનીતાલ નજીકના પ્રદેશામાં અંગ્રેજી લશ્કર અવારનવાર પસાર થતું હતું, પણ આ સુન્દર સરોવરના અસ્તિત્વની કાઇને ખબર નહતી; કારણ કે આ બાજુના પહાડી લોકો નયની અથવા તે નારાયણી દેવીના આ એકાન્ત નિવાસને અતિ પવિત્ર લેખતા હતા અને તેથી આ સ્થાન પરદેશીએના પગલાથી દૂષિત થાય એમ તેઓ ઇચ્છતા નહાતા. આ પહાડીઓ અને તેમના આગેવાને પણ વરસના માત્ર એક જ દિવસે-વિજયાદશમીએ અહિં નયના દેવીનાં દન કરવા માટે આવતા હતા. આગલા