SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧-૫૮ પ્રબુદ્ધ જીવન *મે રાજકારણ શા માટે છેડ્યું ? * (ગતાંકથી ચાલુ) વિનેાખાજી અને સામાજીક ક્રાંતિ આમ પક્ષનું રાજકારણ લાકાને કમજોર બનાવતું મને લાગ્યું. લેકામાં આત્મવિશ્વાસ વધે, પેાતાનુ કાર્ય પોતે જ કરે, સામર્થ્ય અને શક્તિ વધે એ બધાને ઉત્સાહ પ્રેરે તેવું આ પક્ષનુ રાજકારણુ મને લાગ્યું નહીં. રાજકીય પક્ષાના હેતુ મને એક જ લાગ્યા કે, અલબત્ત લોકાની સંમતિથી, રાજ્યરચના હાથ ધરવી અને લેકા ઉપર રાજ્ય કરવું. પક્ષીય રાજકારણ એટલે લેકને ધેટાં બનાવવા તે તેમને અમુક સમયને અંતરે ભરવાડો બદલવાના હક આપવા. તે ભરવાડ કે જે તેમને સીધા રાખે, તેમનું કલ્યાણ ઈચ્છે, સ્વરાજ્ય જેને માટે હુ' ને મારી માક ખીજા અનેક લડયા હતા તે આ તા નહાતું જ. આજે સત્તાના વિકેન્દ્રોકરણની વાતા થાય છે. આજે પંચાયતે ની પણ વાત થાય છે. પણ ગાંધીજી જેતે ગ્રામરાજ્ય કહેતા હતા તે આ બની શકે તેમ છે જ નહીં. આ પરિસ્થિતિ નિર્માણ કરવી જોઈએ. ઉપરથી કાનૂના દ્વારા કૃત્રિમ રીતે લઠ્ઠાવી ન જોઈએ. હવે એ સુસ્પષ્ટ છે કે બિનપક્ષીય, રચનાત્મક વિચારસરણી મુજબ આ દિશામાં નક્કર કાર્ય કરવા માટે જ ગાંધીજીએ લોક સેવક સંધના વિચાર કર્યાં હતા. વિનાબાજી આ જ કાર્યું આજે કરી રહ્યા છે. છ વર્ષના ટૂંકા ગાળામાં સામાજીક ક્રાન્તિનું વાતાવરણુ તેમણે જમાવ્યુ' છે. રાજ્ય-તેનું ક્ષેત્ર અને સ્થાન હું આ ખધા પ્રશ્નો ઉપર ગંભીરતાથી વિચારી રહ્યો હતા, ત્યારે સ્વભાવિક રીતે પક્ષીય રાજકારણ, આધ્ધા, સત્તા તે બધા ઉપરાંત સામાજીક વિકાસમાં રાજ્યનું શું સ્થાન હાવુ જોઇએ અને તેણે શુ ક્રૂાળા આપવા જોઇએ તે બાબતમાં મેં ચિત્ત પરાવ્યુ. મને એમ લાગતુ હતુ કે જે માનવસ્વતંત્રતાની આપણે વાતા કરીએ છીએ તે તેા રાજ્યરહિત સમાજમાં જ સાધી શકાય. મને ખાત્રી ન હતી અને હજી પણ નથી જકે રાજ્યના કાઇ પણ સ્વરૂપ વિના આપણુને ચાલે ખરૂં કે નહીં. પણ રાજ્યની સત્તાના ક્ષેત્રને મર્યાદિત બનાવવું જોઇએ એ ચેાક્કસ. ગાંધીજીની જેમ હું પણ જીવંત શ્રધ્ધા ધરાવું છુ કે જે સરકાર ઓછામાં ઓછી સત્તા વાપરે તે જ સારામાં સારી સરકાર હાઇ શકે છે. માનવવિકાસની ખરી કલ્પના એ છે કે ન્યાય, સહકાર અને પ્રેમથી મનુષ્ય તેના પાડીશીઓ સાથે સુખમાં રહી શકવા જોઇએ અને તે પશુ રાજ્યના કે બીજા કોઇ પણ દબાણ કે નિયમના વિના, હું આમ વિચાર કરતા હતા ત્યાં, આપણે ત્યાં તે રાજ્યની સત્તામાં ને તેના ક્ષેત્રમાં અમર્યાદ વધારા થતા જ રહેતા હતા. યેકશાહી સમાજવાદીઓ, સામ્યવાદી અને કલ્યાણકારી પ્રગતિવાદી બધા જ રાજ્ય ક્ષેત્રના વિસ્તારના અને અમર્યાદ સત્તાના પુરસ્કર્તા છે. તેમની કલ્પનાનુ સ્વર્ગ તે રાજ્યને પચાવી પાડી ને તેની સત્તામાં ખૂબ વધારે કરીને સર્જવા ઈચ્છે છે. મધ્યકાલીન રાજ્યમાં રાજસત્તાનું કેન્દ્રીકરણ હતું, આધુનિક રાજ્યમાં રાજસત્તા ઉપરાંત આર્થિક સત્તાનું પણ કેન્દ્રીકરણ થતું રહે છે. આવી વિશાળ સત્તાને મર્યાદામાં રાખવા માટે તેથી પણ વધુ શક્તિશાળી સત્તાની જરૂર છે, સમાજવાદી સમાજરચનામાં આવી સત્તા હાતી નથી. કાગળ ઉપર ધડવામાં આવતા રાજ્યબંધારણે આ બાબતમાં બાંહેધરી આપી શકતા નથી. આર્થિક અને રાજકીય અમલદારતત્ર એટલુ બધુ શક્તિશાળી અને સત્તાશાહી થઈ જાય છે તે તેમના હાથમાં દેશના આખા રાજ્યતંત્ર તે અર્થતંત્રની એટલી બધી પકડ હાય છે કે લેાકાની રોટી અને રાજી, તેમના હક્કો અને તેમની સ્વતંત્રતા, એ બધું તેમના હાથમાં જ આવીને રહે છે. મને ખબર છે કે લોકશાહી સમાજવાદીઓને -આ ભયસ્થાનાની જાણ છે. અને તેથી જ મજૂર સંગઠ્ઠના, ઔદ્યોગિક લોકશાહી, સહકારી પ્રવૃતિ, સત્તાનું વિકેન્દ્રીકરણ એ માર્ગે વિચારણા થઈ રહી છે. પણ આમ છતાં લેાકશાહી સમાજવાદી રાજ્ય એક વિરાટ રાજ્યસત્તા છે અને તે જનતાની સ્વતંત્રતાને GE જકડી રાખે છે એ નિઃશંક બાબત છે. આવી વિચારણા મને રાજકારણથી, દૂર તે દૂર તે સર્વાશ્યની વધુ ને વધુ નજીક લાવતી ગઈ. આના ઉકેલ મને એ લાગ્યો કે રાજ્ય દ્વારા સમાજવાદ લાવવાને બદલે જનતા દ્વારા સમાજવાદ, લાવવાના પ્રયાસો થવા જોઇએ. સર્વોદય એટલે જ જનતા દ્વારા સમાજવાદ. ઇંગ્લેંડના સહકારી પ્રવૃત્તિના નેતા મી. જક એલીએ કહ્યું છે કે, “બ્રીટનમાં સમાજવાદીઓનુ લક્ષ રાજ્યસત્તા છીનવી લેવા તે વાપરવા તરફ રહ્યું છે. સમાજવાદના રાજ્ય સિવાયનાં સ્વરૂપે હાઇ શકે તે બાબત તેઓ ભૂલતા જાય છે.” આ કાર્ય સાધવા માટે નિસ્વાર્થી કાર્યકર્તાઓનું જૂથ જોઇએ, જે લેકાની વચમાં રહી લોકાને શક્તિ આપે તે સેવા કરે. વિજ્ઞાન-સમાજના સેવક ઔદ્યોગિક સંસ્કૃતિ પછી માનવસમાજના વિકાસ વધારે ને વધારે કિલષ્ટ અનતે રહ્યો છે. ગીચ શહેરા વધ્યા છે. આર્થિક અને સામાજીક સંબંધો તદ્દન અવ્યક્તિગત અને દેખારેખી પૂરતા રહ્યા છે. અને તેમાં માનવતા ઓછી જણાય છે. જે રીતે ઉત્પાદૂન-કાર્ય થાય છે તે કંટાળાભરેલુ હાય છે, તેમાં સર્જનને આનદ જણાતા નથી. વિજ્ઞાને આખી દુનિયાને એક બનાવી દીધી છે એ ખરૂં, પણ માણસે એવી સંસ્કૃતિ રચી છે કે જેમાં આડાશી પાડાશી જ અજાણ્યાની જેમ વર્તે છે. આવી કલષ્ટ સમાજરચનામાં અમલદારા, મેનેજરા, યંત્રવિષયક નિષ્ણાતો અને રાજ્યના પુરસ્કર્તાઓને રાચવાનું મન થાય તે સ્વાભાવિક છે. વિજ્ઞાન, ઉત્પાદન, કાર્યક્ષમતા જીવન ધેારણુ અને એવા ઓઠા નીચે સમાજરચનાને વધુ સમાજવાદી બનાવવા તે ચ્છેિ છે. મને તે એમ લાગે છે કે આવી સમાજરચનામાં સમાજવાદના પ્રાણવાયુ મળી શકે જ નહીં. હું જે ધ્યેય મારા મનની સમક્ષ રાખુ` છું તેને પહેાંચવા નાના નાના સમાજના જૂથે જ વધુ અનુકુળ બની શકે એમ હું માનું છું. આ ઉપરાંત, કુદરત અને સંસ્કાર માણસને ઘડે છે. માણસના સમતાલ વિકાસ માટે આ બંને જરૂરી છે. લંડન, પેરિસ, ન્યુયોર્ક, મેસ્કા એવા શહેરામાં માનવસહજ સંસ્કાર વિકસી શકે એમ હું માનતા નથી. આ વિષયમાં સાયન્સ, લિબર્ટી એન્ડ પીસ’માં આલ્ડસ હલ્લીએ જે વિચારો દર્શાવ્યા છે તે ખાસ મનનીય છે. આ વિચારસરણીમાં માનતા હૈાવાથી જ ગાંધીજીએ પણ ગ્રામરાજ્યને ભારતીય સમાજરચનાના પાયામાં ગણ્યું હતું. ઘણી વખતે વિજ્ઞાન, મોટા પાયા પરતું કન્દ્રિત ઉત્પાદન અને શહેારાની વસ્તી એ બધાને સ્વાભાવિક રીતે એક લીટીમાં મૂકવામાં આવે છે. હકીકતે તેા વિજ્ઞાનના ઉપયોગ વિશ્વન્દ્રીકરણ માટે પણ થઈ શકે. યંત્ર અને વિજ્ઞાન માનવ માટે છે, અને નહીં કે વિજ્ઞાન અને યંત્ર માટે માનવ. નાણાંશાસ્ત્રી, રાજ્યવહીવટી, કાર્યસંચાલકા- વિજ્ઞાનને પોતાના સ્વાર્થ માટે રાજકીય અને આર્થિક સત્તાનું સાધન બનાવી શકે યા વિજ્ઞાનને સમાજના સેવક બનાવી શકે. ભૂદાનના જન્મ આમ ગાંધીજીની અહિંસા સામાજીક ક્રાન્તિ માટે પણ ઉપયોગમાં લઇ શકાય તે વિચાર ‘સેક સેવક સંધ’ ની તેમની સૂચના છતાં પણ મારા મનમાં ન વસ્યું; તેમની ટ્રસ્ટીશીપની વાતમાં પણ મને બહુ શ્રધ્ધા ન હતી; હિંસક માર્ગ લેવાના તો રહ્યો હતા; સમાજવાદના વિવિધ સ્વરૂપોતે સમજવામાં મારૂ મન ક્ષુબ્ધ હતું. ત્યાં તેલંગણના એક ખૂણે આવેલા ગામડામાં ભૂદાનના જન્મ થયા—અહિંસક સામાજીક ક્રાન્તિના એક ઝબકારો થયા. પહેલાં તે મને એમ જ થયું કે. આવી રીતે તે જમીનની વહેંચણી કરતાં સે। વર્ષ વીતી જશે. પણ આ ઘટના મહત્વની હતી. તેની ગંભીરતાની અવગણના થઈ શકે તેમ ન હતુ. એક તો આના પ્રેરક હતા શ્રી વિનોબાજી. વિતેનબા ગાંધીજીના ખાસ શિષ્ય હતા, ૧૯૪૧ ના અનેાખા સત્યાગ્રહી હતા, મારે વર્ષોના સંબધ હતેા, તે જેમાં મન પરાવે તેની તરત જ ઉપેક્ષા થઇ શકે તેમ..
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy