________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૧-૧૮
જીજ્ઞાસાનુ ઉત્થાન પણ ન થયું; તા ખીજી તરફ પેાતાનાં મન્તવ્યને લેખિત સ્વરૂપમાં સર્વત્ર પ્રચારિત કરવાની પ્રેરણા કે આવશ્યકતા જૈનાને પ્રતીત થઈ નહિ. તે તા પોતાના ભકતેમાં પેાતાના સાહિત્યના પ્રચાર કરતા રહ્યા. ભકતામાં પણ શ્રાવક યા ઉપાસક વર્ગ તે માત્ર તે હસ્તલિખિત પોથીની પૂજા જ કરી શકતા હતા, પરંતુ તેમનું અધ્યયન કરવાની આવશ્યકતા તેને જાતી ન હતી. સાવ માં પશુ ચેડાંક જ સાધુ સંસ્કૃત-પ્રાકૃત વાંચી લખી શકતા હતા; જ્યારે મેટા ભાગના તા એવા હતા કે જેએ બાહ્ય તપસ્યા આદિ સાધના દ્વારાજ પોતાની ઉન્નતિમાં રચ્ચાપચ્યા રહેતા. આવી પરિસ્થિતિમાં, બધા વિષયોનુ સતત અને સદૈવ સાહિત્ય-સર્જન થયું હોવા છતાં તેના પ્રચાર થયા નહિ તેમાં કાંઇ પણ આશ્ચર્ય નથી જ,
'
૧૭
સ્થાન ઉચ્ચતર નહિ તે ખરાખરીનું તા છે જ–આમ હોવા છતાં પણ તત્કાલીન યા ઉત્તરકાલીન બૌદ્ધ યા વૈદિક વિદ્યાનાએ તે ગ્રન્થાના ઉપયોગ નહીવત્ કર્યાં છે—એ પણ એક સત્ય હકીકત છે. અથવા તે એમ કહેવું જોઇએ કે પાછળથી જૈનેાના એ વાક્ષેત્રામાં ઉતરવાના પ્રયત્ન રહ્યો અને તે ઉતર્યાં પણ ખરા, પરંતુ તે પ્રયત્ન એકપક્ષીય જ રહ્યો. અર્થાત્ જૈનાચાર્યોએ તેા તે તે સમયના સમર્થ દાનિકાના વિવિધ મતાની વિસ્તૃત સમાલોચના પોતાના ગ્રન્થામાં કરી, પરંતુ જૈન આચાર્યાંન ઉત્તર આપવામાં આવ્યો નહિ. તેનાં ખીજા કારણેા ગમે તે હાય, પરંતુ મારા મતે આ એક કારણ તા અવશ્ય છે જ કે જૈતએ ગ્રન્થાની રચના કરીને તે ગ્રન્થાને પોતાના ભંડારામાં તે જરૂર રાખ્યા, પરંતુ તે ગ્રન્થાના પ્રચાર કર્યાં જ નહિ. તેનું પ્રમાણ એ છે કે જૈન ગ્રન્થાની હસ્તપ્રતાની પ્રાપ્તિ પ્રાયઃ કાઇપણુ જૈનેતર ગ્રંથભંડારમાંથી નથી થતી, તેથી ઉલટું જૈન ગ્રંથાગારામાં જૈન ગ્રંથે! સિવાય બૌદ્ધ અને વૈદિક ગ્રન્થાની સેંકડો તો શું પણ સહસ્ર હસ્તપ્રતા મૌજૂદ
છે. આથી એક ' વાત તા સિદ્ધ થાય છે કે જૈન વિદ્વાન પાતાના ગ્રંથાગારાને સર્વ પ્રકારના ગ્રંથૈાથી સમૃદ્ધ કરતા હતા, એટલુ જ નહિ પરંતુ જૈન ગ્રન્થાને પણ જૈન-અજૈન સર્વ પ્રકારની સામગ્રીથી સમૃદ્ધ કરતા હતા. પણ જૈનેતરાએ જૈન ગ્રન્થાના ઉપયોગ તેટલી જ માત્રામાં કર્યો હાય તેવું પ્રમાણ ઉપલબ્ધ નથી જ.
આમ શા માટે થયુ ? એને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણે એ જ જૈન પ્રકૃતિ પર વિચાર કરવા પડે છે. સ્થળે સ્થળે ખોદ્ધો પોતાના વિહાર કરતા હતા અને ત્યાં ત્યાં બૌદ્ધ ભિખ્ખુ સ્થાયી રહેતા હતા અને પોતે અધ્યયન-અધ્યાપન કરતા હતા. વૈદિક વિદ્રાનાને પણ એ વાત લાગુ પડે છે. અર્થાત્ તેમનુ નિવાસસ્થાન સ્થાયી રહેતું હતું. આગળ વધીને બૌદ્ધ વિહાર એક રીતે વિદ્યાપીઠનુ રૂપ લઈ લેતું હતું અને એ જ વાત વૈદિકાના મઠોની પણ છે. પરંતુ જૈતાના ન તે! એવા વિહાર હતા કે ન તે મ. આથી તેમની વિદ્યા– પરંપરા સ્થાયી સ્વરૂપ પામી શકતી ન હતી. પુસ્તાને ભાર ઉઠાવીને તેઓ વિહાર પણ કરી શકતા નહોતા. પુસ્તક લખીને ભંડારમાં મૂકી રાખ્યું અને તે આગળ ચાલી નીકળ્યા—પ્રાયઃ આ જ જૈન વિદ્વાનોની જીવન—પ્રક્રિયા હતી. વચ્ચે વચ્ચે કેટલાક જૈન આચાર્યોએ ચૈત્યવાસના રૂપમાં સ્થાયી થઈ જવાના પ્રયત્ન કર્યો ખરે, પરંતુ જૈન સધમાં તેવા આચાર્યાંની પ્રતિષ્ઠા ટકી શકી નહિ, અને આગળ ચાલીને ફરીથી ગામડે ગામડે વિચારણા કરનારાઓની પ્રતિષ્ઠા થવા લાગી, તેમજ ચૈત્યવાસી પરંપરાને હીન ગણવામાં આવતી. આવી પરિસ્થિતિમાં વિદ્યાપરપરાનું સાતત્ય અને તેના પ્રચાર સંભવનીય નહતા. જૈનેતર માટે જૈન મત જાણવાનું સાધન જૈન ગ્રન્થ નહિ પરંતુ જૈન વ્યક્તિ જ હતુ. આવી સ્થિતિમાં જૈનેતર ગ્રન્થામાં જૈન ગ્રન્થના આશ્રયે કે તેના આધારે વિચાર થવાના સંભવ હતા નહિ. આથી આપણે જોઈ શકીએ છીએ કે જૈનેતર ગ્રન્થામાં જૈન મત અને જૈન ચાની ચર્ચા નહીંવત છે.
જૈનાના પક્ષની ચર્ચા અન્ય ગ્રન્થામાં સાંપડતી નથી તેનું ખીજું પણ એક કારણ છે અને તે એ છે કે સંભવત; દાર્શનિકામાં પેાતાનાથી વિરોધી વાદોની સમીક્ષા કરવાને પ્રયત્ન દેખાય છે. બૌદ્ધ અને વૈદિક મન્તબ્યામાં જેવા એકાન્તિક વિરોધ છે તેવા જૈન અને વૈાિમાં યા. બૌદ્ધ અને જૈનામાં પરસ્પર એકાન્તિક વિરોધ પણ છે જ નહિ. આથી વૈદિક અને બૌદ્ધ પરસ્પર પ્રબળ વિરોધી મન્ત્રબ્યાની વિચારણા કરે એ સ્વાભાવિક છે. જૈનાએ તે દાનિક દૃષ્ટિથી બૌદ્ધ અને વૈદિકાના દાર્શનિક વિરોધને અનેકાન્તના આશ્રયથી ધટાવવાને પ્રયત્ન કર્યો છે. આવી સ્થિતિમાં બૌદ્ધ યા વૈદિક આચાયાઁ સામે એક પ્રાળવિરોધી રૂપમાં જૈનાચાર્ય ઉપસ્થિત પણ થતા નહાતા, તે પણ એક કારણ છે કે જૈનાચાર્યોના ગ્રન્થાની ચર્ચા યા પ્રચાર અન્ય દાર્શનિકામાં થયો નહિ.. એક તરક, દાર્શનિક દૃષ્ટિએ પ્રબળ વિરોધી પક્ષના રૂપના જૈન પક્ષને સ્થાન ન મળ્યુ અને જૈનેતરામાં જૈતાના સાહિત્યને જોવાની
અંગ્રેજો અહીં આવ્યા પછી મુદ્રણ–કળાના વિકાસ થા. શરૂ શરૂમાં તા જૈન પુસ્તકાના પ્રકાશન સામે પણ વિરોધ થયા અને તે અને માનિયર વિલિયમ્સ જેવા વિદ્યાનાએ જૈન સાહિત્યનું મહત્ત્વ આજે પણ મર્યાદિત સ્વરૂપમાં મૌજુદ છે. પરંતુ જ્યારે વેખર, જેકાખી પારખ્યું અને તેની ઉપયોગિતા રાષ્ટ્રીય સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ પણ અત્યધિક છે એમ કહ્યું, ત્યારે વિદ્વાનનું ધ્યાન જૈન સાહિત્ય પ્રત્યે આકર્ષાયું. પરંતુ દુર્ભાગ્યે, પ્રકાશિત જૈન સાહિત્યની માત્રા વિપુલ હાવા છતાં તેના વિશેષ અધ્યયન માટે પ્રાકૃત અને અપભ્રંશ ભાષા એટલા માટે બાધક થઈ કે સંસ્કૃતના અધ્યયન-અધ્યાપન-પરંપરા સમાન પ્રાકૃત-અપભ્રંશની અધ્યયન-અધ્યાપન પરંપરા ભારતવષ માં હતી જ નહિ. અને જે જૈન સાહિત્ય પ્રગટ થયું તેને અધિકાંશ એ દૃષ્ટિએ પ્રકાશિત તે થયું જ નહિ કે તેના ઉપયાગ જૈનેતર વિદ્યાન પોતાના સશોધનકાર્યમાં પણ કરે. આથી આપણે જોઈ શકીએ છીએ કે અત્યધિક ગ્રન્થા પત્રાકારમાં મુદ્રિત થયા અને તેમાં વિસ્તૃત પ્રસ્તાવના, અનુક્રમણિકા અને શબ્દસૂચિ ઇત્યાદિ ઉપયાગી સામગ્રી આપવામાં આવી નહિ તેમજ તેમનું સંપાદન આધુનિક સંશોધનપદ્ધતિની રીતે પણ થયું નહિ. આ જ કારણેાને લીધે આધુનિક સમયમાં પણ જૈન સાહિત્ય પ્રતિ વિદ્યાનેાની ઉપેક્ષા ચાલુ રહી.
અપૂર્ણ
મૂળ હિંદી : દલસુખભાઇ માલવણિયા અનુવાદ : શાન્તિલાલ નન્દુ સંધના સભ્યોને પ્રાર્થના
ચાલુ વર્ષનું લવાજમ હજુ ધણા સભ્યાએ ભર્યુ નથી. તેમને નમ્ર છતાં આગ્રહભરી પ્રાર્થના કે દરેક સભ્ય પોતપોતાનું લવાજમ વિના વિલ`એ સંધના કાર્યાલય ઉપર માકલી આપવા કૃપા કરવી, આમ કરીને તે અમારા વહીવટને સરળ બનાવી શકશે.
મ'ત્રીઓ, મુબઇ જૈન ચુવક સંઘ
ભુલ સુધારણા
પ્રભુધ્ધ જીવનના ગતાંકમાં પાનુ ૧૬૭, કાલમ બીજું, છેડેથી ઉપર ત્રીજી લીંટીમાં ‘જધન્ય' શબ્દ ભૂલથી મુકાયા છે તે રદ કરવા. ત્રી પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં પાઠયપુસ્તક અથવા ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક, કાઇ પણ શુભ પ્રસગે ભેટ આપવા કે વહેચવા લાયક પુસ્તકા
સત્ય શિવ સુન્દરમ્ પાનંદકુંવર્ણ કાપડિયાના લેખસંગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે કિંમત રૂા. ૩, પેસ્ટેજ ૭-૬-૦ દર્શન અને ચિંતન
વિભાગમાં
પડિત સુખલાલજી સન્માન સમિતિ તરફથી પ્રકાશિત પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી લેખાના સંગ્રહ એ વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી : કુલ ત્રણ કિંમત રૂા. ૨૧; પેકીંગ સ્ટેજ રૂા. ૪ મળવાનું ઠેકાણું : મુબંઈ જૈન યુવક સંઘ, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ,