SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ૯૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૯-૫૮ ખાટી થતી હાઇને અમે બાજુએ આવેલી એ ફેકટરી જોવા ગયા અને સફરજનના મીઠા રસ પાને તાજગી મેળવી, એક પેક કરેલેા ખે સાથે પણ લઇ લીધે ગરિમાના ચઢાણુ ઉતરાણને મ્હાલતાં મ્હાલતાં અગિયાર વાગ્યા લગભગ અમે મુકતેશ્વર પહાંચ્યા. ખસ ટરમીનસથી અડધાએક માઈલ ચાલતાં મુકતેશ્વર ગામને છેડે અમે એક નાની સરખી ટેકરીની કીનારી પાસે આવીને ઉભા રહ્યા. થોડુંક ચડતાં જમણી ખાજીએ એક મકાન હતું તેની ઓસરીમાં અમે પડાવ નાંખ્યા. સાથે લાવેલ કેરી પુરી વગેરેને નાસ્તા કર્યાં અને કકડીને લાગેલી ભુખને શમાવી અને પચાસથી સે। પીટ ઉંચે ચઢીને ટોચ ઉપર પહોંચ્યા. આ ટોચની ઉંચાઇ ૭૭૦૦ ટ્રીટ છે. અહિં મુકતેશ્વર મહાદેવનુ નાનુ સરખું ગાળ મંદિર છે અને મંદિરની ફરતી આસપાસ કરી શકાય, ખેસી શકાય, આરામ લઈ શકાય એવી પાંચ છ ટુટ પહાળી ઓશરી છે. અહિં અમે જાજમ પાથરીને બેઠા અને અમારી આંખાને ચાતરક્ ફેરવવા માંડી, આંખે જોતાં ધરાય જ નહિ એવું અપૂર્વ આ દૃષ્ય હતું. આ શિખર ઉપરથી ચારે બાજુએ માોના માધ્ધો સુધી નજર પહેાંચી શકતી હતી અને નીચે ખીણ, ત્યાં આવેલે વિશાળ સમવિષમ ભૂમિભાગ અને તેની આગળ પર્વતમાળ—આ બધું આખામાં એક સાથે સમાઇ જવા પ્રયત્ન કરતુ હતુ. અહિંથી પણ હિમશિખરાનાં દર્શનની આશા હતી, પણ એ માટે આકાશ જોઇએ તેવું સ્વચ્છ નહોતુ. બહેન મેનાએ એક બાજુએ એસીને ત્યાંના દૃષ્યને ડ્રોઇંગ પેપર ઉપર રોંગમાં ઉતારવાનું શરૂ કર્યું. અમે ડિ આરામ કર્યાં, ઘડિ બેઠાં, અને પાછુ મ ંદિરની ચેતરફ આમથી તેમ ઘુમવા માંડયુ. ચારે બાજુના વિશાળ, અગાધ, વિરાટ દૃષ્યને જોતાં મન ભરાઈ જતું હતું. આમ જોતજોતામાં અહિં એ કલાક પસાર થઇ ગયા. ભીમતાલ બીજે દિવસે બપોરે અમે નૈનીતાલથી ૧૪ માઇલ દૂર આવેલ ભીમતાલ નામનુ સરેશવર જોવા માટે બસમાં ઉપડયા. નૈનીતાલ ડીસ્ટ્રીકટમાં નૈનીતાલ ઉપરાંત આસપાસના પ ́દર સત્તર માઇલના ઘેરાવામાં નલ-દમયંતી—તાલ, સાતતાલ, નૌકુચી તાલ, માલવા તાલ, ખુરપા તાલ અને ભીમતાલ એમ ખીજા નાનાં મેટાં છ સરોવરો છે. આ બધાં સાવરાની યાત્રાએ જવાનું શક્ય નહાતુ. તેથી આ બધામાં જેનુ નામ પાંચ પાંડવામાંના ભીમ સાથે જોડાયલું છે . એવું ભીમતાલ અમે પસંદ કર્યું. ભીમતાલના રસ્તે નૈનીતાલથી સાત માઈલ દૂર ભાવાલી થઈને આગળ જતા હતા. ભાવાલીમાં ક્ષય રાગ નિવારણ માટેનુ એક મોટુ સેનેટારિયમ છે, ભાવાલીથી એક રસ્તા આભેારા, રાણીખેત તથા કૌસાની તરફ જાય છે; ખીજો રસ્તા મુકતેશ્વર લઈ જાય છે. ત્રીજો રસ્તો ભીમતાલ જાય છે. ભીમતાલ સમુદ્રપાટીથી ૪૫૦૦ ફીટની ઉંચાઇએ આવેલું છે. એટલે નૈનીતાલથી ભીમતાલ સુધીમાં લગભગ ૨૦૦ પીટનું ઉતરાણુ છે. નૈનીતાલની લંબાઈ પહેાળાઈ અનુક્રમે ૪૫૦૦ પ્રીટ અને ૧૫૦૦ ફીટ છે, જ્યારે ભીમતાલની લંબાઇ પહોળાઈ ૫૫૮૦ ફીટ અને ૧૪૯૦ પ્રીય છે. ભીમતાલની વચમાં એક નાના સરખા ભેટ છે, જેના ઉપર બગીચો છે. સવારે આ બાજુએ આવનારા પ્રવાસીઓ આ બેટ ઉપર ખાયપીએ છે અને દિવસના મેાટા ભાગ પસાર કરે છે. અમને ભીમતાલ લાવનારી બસ કલાકમાં પાછી કરવાની હતી. એટલા ટુકા ગાળામાં જે જોવાય તે જોઈ લીધું, ક્રાય તેટલું કરી લીધું, ખેાટમાં બેસીને એટ · ઉપર પણ ચક્કર મારી આવ્યા અને સાંજને વખતે નૈનીતાલ પાછા ફર્યાં. મુકòત્થર બીજે દિવસે સવારે અમે મુક્તેશ્વર જવા નીકળ્યા. ભેવાલીમાં ચા પીધી. ચણીભેર જેવા કાકુલ આ બાજુ ઢગલાબંધ મળે છે. વળી આલુબુખારા અથવા તે। લીલી આલુબદામ જેને આ બાજુ ખુમાની કહે છે તેની પણ આ રૂતુ હતી. કાઇ કાઈ ઠેકાણે પ્લુમ્સ પણ મળતાં હતાં. કાલ તા. અમે ચાલુ ખાધા જ કરતા હતા અને ખુમાનીના પણ સારા પ્રમાણમાં ઉપભાગ કરતા હતા. ભાવાલીથી અમારી બસ આગળ ચાલી અને ભીમતાલ જવાના રસ્તા થાડીક વારમાં અમારાથી છુટા પડયા. મુક્તેશ્વર નૈનીતાલથી ૩૨ માઇલ દૂર છે. તે આખે રસ્તે હિમાલયની ભવ્યતાનું અનાખું દર્શન થાય છે. નૈનીતાલ નીચેના સપાટ પ્રદેશાથી બહુ ઉંડાણુમાં નથી. એમ છતાં એક ખીણમાં આવેલું હશે. અમારી આંખે નીચે સરોવર અને ઉંચે ચાતરક પર્વતે સિવાય ખીજું કશું જ જોતી નહેાતી. આને લીધે અમારા મન આસપાસ હિમાલયનું વાતાવરણ જામતું જતું હતું. મુકતેશ્વર જવા નીકળ્યા એટલે કુમાંઉના ગિરિપ્રદેશમાં અમારે મુક્તવિહાર હવે શરૂ થયા છે એમ અમને લાગવા માંડયુ. આખે રસ્તે ભારે મેટાં ચઢાણુ તેમ ઉતરાણ આવે છે. સર્પાકાર રસ્તા ઉપર દોડી રહેલી ખસ લડમાં ઉંચે ચઢવા માંડે, પછી બે હજાર ફીટ લગભગ નીચે ઉતરે, વળી પાછી વધારે ઉંચાજી સર કરવા માટે ચઢવાનું શરૂ કરે. આ ચઢાણ ઉતરાણુ સાથે આસપાસનાં દૃષ્યેાના આકાર બદલાતા જાય. બ્રિડમાં દેવદાર અને ચીડનાં વૃક્ષાની ધનધાર ઘટા આવે; તા ઘડિમાં આછા ઝાડપાનવાળાં પર્યંત રૂક્ષતા તેમ જ ભવ્યતાના એક સાથે અનુભવ કરાવે. નૈનીતાલથી ૧૬ માઇલના અન્તરે રામગઢ નામનું એક સ્થળ આવે છે. તે ઠીક ઠીક ઉંચાઇ ઉપર હાઇને આકાશ સ્વચ્છ હાય તે। અહિંથી હિમપવ તાનાં દર્શન થવાનો સંભવ રહે છે. આ સ્થળમાં સક્રજનનાં પુષ્કળ બગીચા છે. આ સફરજનના રસ કાઢી, ડબામાં પેક કરીને તેનાં ઢગલાબંધ પાસલા દેશ પરદેશ મેકલતી એવી અહિં એક ફેકટરી છે. અહિં બસ અડધેએક કલાક સૂર્ય આકાશમાં પ્રખર તેજે તપી રહ્યો હતા, પણ અમે જ્યાં બેઠા હતાં ત્યાં ગરમીના કાષ્ટ અંશ જણાતા નહાતા, સૂર્ય પણ અવાર નવાર વાદળ અને ધુમ્મસથી ઢંકાઈ જતા હતા અને એક બાજુએ શ્યામ વાદળાં છવાઇ રહ્યાં હોય એમ લાગતું હતું. અને તેથી રખેને વરસાદ તા નહિં આવેને એવી ભીતિ અમારા ચિત્તને કર્દિ કદિ સ્પર્શી જતી હતી. અહિં બેઠાં હતાં તે દરમિયાન સતત શીતળ પવનની લહરી આવ્યા કરતી હતી અને કર્દિ કદિ આછા એવા કંપન અનુભવ કરાવી જતી હતી.દૂર દૂરની વનરાજીઓને વીંધીને આવતી પવનલહરીને મીઠા મર અવાજ અમારા કાનને અવારનવાર સ્પોં કરતે હતે અને ચિત્તને પુલકિત કરતા હતા. આકાશમાં વહી રહેલા વાદળા નીચેના સમવિષમ પ્રદેશ ઉપર અંધકાર પ્રકાશના ઓળા પાડતાં હતાં અને ચોતરફની રમણીયતામાં ઓર વધારા કરતાં હતાં. અહિં અમે રમણીયતા, ભવ્યતા, વિશાળતા, અગાધતા, ગહનતા, ભીષણતા–સનું એક સાથે દર્શન કર્યું' અને સામાન્ય લોકો માટે તીર્થ યાત્રાનું લેખાતું આ સ્થળ અમારા મારે પણ એક તીથૅસ્થાન બની ગયું. ફેર માત્ર એટલે જ કે અમારા ભગવાન એ નાના સરખા મંદિરની અંદર પુરાયેલા નહાતા, પણ બહાર વિરાટ રૂપે અને વિવિધ સ્વરૂપે અમારી સામે પ્રત્યક્ષ થઇ રહ્યા હતા. ... અપેારના બે વાગવા આવ્યા હતા. સાંજે ચાર વાગ્યે ઉપડતી બસમાં અમારે પાછા ફરવાનું હતું. તે પહેલાં એક વ્યક્તિને મળવાની અમારી ઇચ્છા હતી અને ખીજું કાંઇ જોવા જેવુ હાય તે જોઇ લેવુ હતુ. આમ હાવાથી કમને અમે ત્યાંથી અમારાં પગલાં ઉપાડયાં. મેનાએ પેાતાનું ચિત્રપટ સકેલી લીધું અને કાષ્ઠ ઊંડી અનુભૂતિ થઈ હાય ઍવા સવેદનપૂર્વક અમે નીચે ઉતર્યાં. ક્રમશ: મુંબઈ જૈન યુવક સત્ર માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. 2, ન. ૩૪૬૨૯ પરમાનદ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy