________________
<
* ચીભડાના ચારને ફાંસીની સજા
ઉપરની કહેવત અત્યુતિ જેવી લાગે તે ‘પુરી એક અંધેરી ને ગંડુરાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા” એવા કાઇ અંધેરી નગરીના રાજકારભારમાં બનતી ઘટનાઓની સૂચક લાગે છે. આજના જમાનાના સુધરેલા દેશમાં આવુ ન્યાયશાસન કાઇ પણ ઠેકાણે ચાલતુ હાય તે કાઈની કલ્પનામાં પણ ન આવે, એમ છતાં સુધારાનુ સર્વોચ્ચ શિખર સર કરવાના દાવા કરતા અમેરિકામાં તાજેતરમાં બરાબર આવી જ એક ઘટના બની છે. આલબામા ખાતે જમી વીલ્સન નામના એક હબસીને એક ગેરી ખાઇ પાસેથી એ ડેાલર લૂંટી લેવાના ગુન્હા માટે ફ્રાંસીની શીક્ષા કમાવવામાં આવી છે. અમેરિકામાં સારા ચીભડાની કીંમત દાઢ એ ડાલર જેટલી બેસે છે. એ રીતે આ શીક્ષા ઉપરની કહેવત સાથે અક્ષરશઃ બંધ બેસતી થાય છે. એ ડાલરની ચેરી સામે ફ્રાંસીની શીક્ષા જેવી રાક્ષસી શીક્ષા કરવા પાછળ માત્ર કાળા ગારાને લગતી ભેદબુદ્ધિ કામ કરી રહી છે અને એક માનવીંની જીંદગીને ખે ડાલર જેટલી ક્ષુદ્ર કીંમતની લેખવાની હદ સુધી પાંચી છે. આ ભયંકર અન્યાયના સમાચારથી સખ્ત આધાત પામીને આફ્રિકાના લેાકાના સુવિખ્યાત પક્ષકાર રેવરન્ડ માઇકલ સ્કોટ, બ્રીટનની પાર્લામેન્ટના મજુરપક્ષના સભ્ય શ્રી ખેત લેવી, શ્રી એસ. એ. એડો, અને શ્રી વીક પીટસન આ વ્યક્તિઓએ સાથે મળીને આ અમાનુષી શીક્ષા સામે વિરાધ કરતા એક પત્ર પ્રેસીડેન્ટ આઈઝનહેાવર ઉપર મોકલ્યા છે અને તેમાં જણાવ્યું છે કે “આપ વચ્ચે પડીને આ અન્યાયને અમલ થતા જરૂર અટકાવશા અમે આપના વિષે આશા રાખીએ છીએ. આજની દુનિયામાં જે જાતિદ્વેષ અને વૈરિવરોધ ચાલી રહ્યા છે તે ધ્યાનમાં લેતાં, જે લેાકા લેાકશાહી અને વ્યકિતના સ્વાત ંત્ર્યને સુરક્ષિત રાખવા માટે અમેરિકાના નેતૃત્વ તરફ મીટ માંડી રહ્યા છે તે લોકોના મન ઉપર આપના પાતાના દેશની અદાલતાના આવા પગલાની કેવી અસર થાય તેને આપને ખ્યાલ આપવાની કોઇ જરૂર નથી એમ અમને લાગે છે.” આ અપીલનુ કાંઈ પરિણામ આવે છે કે નિહ તે હવે જોવાનું રહે છે.
शिवास्ते सन्तु पन्थानः
ભારતના અર્થ સચિવ મેરારજીભાઇ ઓગસ્ટ માસની ૨૭ તારીખ અને બુધવાર રાત્રે અહિંથી યુરોપ તેમ જ યુનાઈટેડ સ્ટેટ્સ જવા માટે વિદાય થયા અને તેમને સાન્તાક્રુઝ એરપોર્ટ ઉપર સંખ્યાબંધ ભાઇ બહેનોએ ભાવભરી વિદાય આપી. તેમની આ પહેલી વહેલી વિદેશયાત્રા છે. તેમના જવાનું પ્રયોજન બ્રીટન તેમ જ યુનાટેડ સ્ટેટ્સના સત્તાધીશા સાથે વાટાધાટ કરીને આપણી બીજી પંચવર્ષીય યોજના માટે આવશ્યક ૫૦૦ કરોડ રૂપિયાનુ પરદેશી હુડિયામણુ મેળવવાનું છે. બ્રીટન તથા • યુનાટેડ સ્ટેટસના સત્તાધીશેા ધારે તે આપણી માંગણી પૂરી પાડવાની સ્થિતિમાં છે. . જરૂર છે તેમના ક્લિમાં આપણા માટે વિશ્વાસ પેદા કરવાની, આપણી ચેન્જનાને પાર પાડવાને આપણા અડગ નિશ્ચય છે, તે ખાતર આપણે ગમે તેટલી હાડમારીઓ ખમવાને તૈયાર છીએ અને તેમની પાસેથી આપણને જે કાંઇ મળે તેને આપણે ત્યાં પૂર ઉપયોગ થવાન છે અને જે સરતે આપણને તેમની પાસેથી નાણાં મળે તે સરતા મુજબ તેમની લેણી રકમ આપણે ભરપાઇ કરવાના છીએ એવી તેમના દિલમાં પ્રતીતિ ઉપજાવવાની, આપણા અળ, નિષ્ટા અને પ્રમાણીકતા ઉપર આધાર રાખીને શ્રી મેરારજીભાઈ બ્રીટન અને યુનાઇટેડ સ્ટેટ્સના જવાબદાર ત ંત્રવાહકોના દિલમાં આવી પ્રતીતિ પેદા કરી શકે અને આપણી જરૂરિયાત છે તેટલું કદાચ નહિ, તે પણ બીજી પંચવર્ષીય પાર પાડવા માટે આપણા પગમાં જોર આવે તેટલું હુંડિયામણુ મેળવવામાં સફળ નીવડે એવી આપણી પ્રાર્થના છે. વિશવાસ્તે સન્તુ પન્થાનઃ
ધર્માદ
વિષય સૂચિ
કૂર્માંચળની પરિકમ્મા ઘડીાળ ઊંધું ચલાવા !” પ્રકીર્ણ નોંધ: વિનોબાજીને મળેલું ૧૦૦૦૦ ડૉલરનું પારિતૅષિક, પશ્ચિમ એશિયાની ત ંગદિલી હળવી બની, પ્રજ્ઞાચક્ષુ રાજેન્દ્ર ટી. વ્યાસને ધન્યવાદ, ચીભડાના ચેરને ફ્રાંસીની શીક્ષા, વૃધ્ધ ઉમ્મર અને આવી રહેલુ વાધ કય
પ્રબુદ્ધ જીવન
પૃષ્ઠ
७८
પરમાનદ અનુ. મેનાબહેન ૮૩ પરમાનંદ ૮૪
અનુ. રમણુલાલ શાહ ૯
તા. ૧-૯-૧૮
વૃધ્ધ ઉમ્મર અને આવી રહેલુ વાર્ધકય
( જર્મનીમાં આવેલા ડામ સ્ટેટથી શ્રી ઈ. માઁ એજી તરથી પ્રગટ થતા અંગ્રેજી માસિક ‘મેડીકલ મીરર' ના ૧૮૫૭ ની સાલના ચેાથા અંક મારા મિત્ર ડૉ. કેશવલાલ એમ. શાહે કેટલાએક સમય પહેલાં મારા હાથમાં મૂકયે! અને તેમાં પ્રગટ થયેલા પહેલા લેખ
તરફ મારૂં ધ્યાન ખેંચ્યું, તેનું મથાળું હતું “Old Age and Ageing” –વૃધ્ધ ઉમ્મર અને આવી રહેલુ વાકય. આખા લેખ અવકાશે હુ વાંચી ગયા અને તેને અનુવાદ પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવાની મને ઈચ્છા થઇ આવી. આ લેખમાં વૈદ્યકીય વિજ્ઞાન સાથે સ ંબંધ ધરાવતા અનેક પારિભાષિક શબ્દો હતા અને પ્રમુધ્ધ જીવનના વાચકે માટે ખાસ જરૂરી નહી એવી કેટલીક વૈજ્ઞાનિક વિગત પણ હતી. તેથી તેના અક્ષરશઃ અનુવાદ કરવાની જરૂર નહતી. આ પ્રકારના ભાવાનુવાદ મારી માગણીને માન આપીને ભાઇ રમણુલાલે તૈયાર કરીને આપ્યા, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. એ મૂળ લેખના લેખકનુ નામ છે . વાથર વાન હાલન્ડર,
પ્રસ્તુત લેખ ઉપરની નોંધમાં મેડીકલ મીરરના ત ંત્રી જણાવે છે કે વૈદ્યકીય વ્યવસાય કરતા ડાકટરો ઘરડા થતા જતા પેાતાના દરદીએની વૃધ્ધત્વ અંગે જીવનને કંટાળા ભરેલું બનાવતી તેમની ચાલુ-ફરિયાદોને બને તેટલી હળવી કરવામાં યા દૂર કરવામાં પહેલાં કરતાં પણ હાલ વધારે રોકાયલા રહે છે. વળી પ્રયોગશાળામાં કામ કરતા સ શોધકો આજના ડૉકટરેાની આ મથામણુમાં ઉપયેગી થાય તેવાં સાધનાની સતત શોધ કરતા હાય છે. અને માનસશાસ્ત્રીએ પણ ધડપણુના આક્રમણ નીચે માણસ સાવ ઢીલા અને કતૃત્વશૂન્ય બની ન જાય, spiritual debility-આધ્યાત્મિક મંદતાના ભાગ અની ન જાય, પણ સરળ અને સુન્દર રીતે ધડપણ વીતાવી શકે તે રીતે મદદરૂપ થવાની દિશાએ પહેલાં કરતાં હાલ ઘણા વધારે રસ ધરાવતા માલુમ પડે છે. ઘડપણને લગતી વૈદ્યકીય ખાજુ સંબંધમાં મેડીકલ મીરરમાં આજ સુધીમાં અનેક લેખા તથા સૂચના કરવામાં આવી છે. આ અગત્યના વિષયમાં માનસશાસ્ત્રીને શું કહેવાનુ છે એ જાણવાની અમારા વાંચક્રા ખૂબ ઇન્તેજારી ધરાવે છે. એ તેિજારીને તૃપ્ત કરતાડા, વાક્ચર વાને હાલન્ડર લખી મેકલેલા લેખ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે.”
એ લેખના નીચે આપેલ આનુવાદમાંથી આધેડ વયે પહોંચેલા આપણામાંના અનેક ભાઈ બહેનને ઋણું ઉપયોગી માર્ગદર્શન મળશે એવી આશા છે. તંત્રી. )
ગયા ઉનાળામાં મે એક સેનેટારિયમની મુલાકત લીધી હતી. એ સેનેટેરિયમમાં રહેવાવાળા માણસામાં ઋણાખરા તંદુરસ્ત જણાતા નહાતા. પરંતુ તે માંદા હતા એમ પણ નહિ કહી શકાય. તેમની ફરિયાદમાં મુખ્યત્વે જીવન પ્રત્યેની નિરસતા અને ઉદાસીનતા, અનિદ્રા અને રાજે રાજનાં કામ કરવાને અણગમો અને અશક્તિ-વગેરેની હતી, જે દર્દી સેનેટારિયમમાં રહેતા હતા તેમાંનાં ધણાખરાં સ્ત્રીપુરુષ પોતાના જીવનનાં ઉત્તમ વર્ષોં-૫૦ થી ૮૦ ની ઉમર વચ્ચેનાં વર્ષોંનુ જીવન જીવતાં હતાં. તેઓ સાધનસ ંપન્ન અને સુખી હતાં, પરંતુ એકાએક કાઇ અવદશામાં મુકાઈ ગયાં હાય અને અસ્તિત્વને ભય, જીવનના ભય, વૃદ્ધાવસ્થાને ભય અને મૃત્યુના ભય-એ ચાર મુખ્ય ભયમાંથી કેવી રીતે બચવું એના જ જાણે કે આતુરતાપૂર્વક માર્ગ શોધવા માટે પ્રયત્ન કરતાં હાય એમ જણાતું હતું.
એમની સારવારમાં સાદા, સસ્તા અને મનેાર્જક ઉપાયો અતાવવામાં આવ્યા હતા. સવારે તેને પાસેની ટેકરી પર ચડવાનું હતું. ત્યાં તેમને હાથપગ હર્શાવવાની ગામઠી કસરત કરવાની હતી, અને ગાવાનું તથા ભૂમાબૂમ કરવાનું હતું; ઝાકળવાળા ઘાસમાં ઉધાડે પગે ચાલવાનું હતુ; શરીરે માલિસ કરવાનું અને સ્નાન કરવાનું હતું; અને કેટલાક માણુસેને ૩ થી ૫ દિવસના ઉપવાસ કરવાના હતા. સાંજને