________________
10)
પ્રભુને જીવન
જૈન સમાજને
અનુલક્ષીને શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું ઉદ્બાધન
:: ( ઝાલાવાડના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તરફથી થોડા દિવસ પહેલાં શ્રી ચંદુલાલ વમાન શાહના પ્રમુખપણા નીચે ચેોજાયલા ભવ્ય સત્કાર સમાર ભમાં સમાર ભયેાજકા આભાર માનતા સમાજને ઉદ્દેશીને શેઠ કસ્તુરભાઇ લાલભાઇએ અદ્યતન પરિસ્થિતિ અંગે ક્રેટલુંક મા દર્શન આપ્યું હતું. આ પ્રવચન પાછળ એક હેતુ જૈન સમાજને સકુચિતતાથી વિશાળતા તરફ લઈ જવાનેા હતા. આ હેતુ ધ્યાનમાં લેતાં તેમનુ એક વિધાન ખુ ંચે એવું હતું. તેમણે પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે “માંરા જુદા જુદા કારખાનામાં ૧૭૦૦૦ કામદારા કામ કરે છે. તે બધાને કાઢી તેમની જગ્યાએ જૈને રાખુ તે પણ પાંચ લાખ જૈનેતે કામ કયાંથી આપી શકું ?” આજે જૈનાની વસ્તી આશરે અઢારથી વીશ લાખની અડસટવામાં આવે છે. એમ છતાં શેઠ કસ્તુરભાઇની જૈન દુનિયા માત્ર પાંચ લાખ જૈતાની હાય એમ લાગે છે. એનો અર્થ એ થયા કે તેઓ જ્યારે જૈન સમાજને વિચાર કરે છે ત્યારે જે જૈન ક્રિકાના પાતે છે તે જ ફિરકાના જૈનાના જ માત્ર તે વિચાર કરતા હાય એમ ભાસે છે. તેમના મનની આ સકુચિતતા દુઃખ ઉપજાવે તેવી છે. જે વિશાળતાના ખીજી બાબતમાં તે અન્યને ઉપદેશ કરે છે તે જ વિશાળતા વિશાળ જૈન સમાજના સંદર્ભમાં પોતે પણ દાખવે એમ આપણે ઇચ્છીએ !
નીચે આપેલા તેમના વિચારોમાં એ વિશેષતા છે. એક તા સાધારણ રીતે ‘સાગરવરગભીરા’ જેમની પ્રકૃતિ છે એવા સદા–ઉચ્ચ-આસનઆરૂઢ શેઠસાહેબ આવી આબંતા વિષે ભાગ્યે જ આટલા મેાકળા મનથી ખેલે છે. અને ખીજું જે જૈન શ્વે. મૂ. સમાજ ઉપર તેમને ખૂબ પ્રભાવ છે તે સમાજની આંખ ઉઘાડે એવા કેટલાક ઉદ્ગારા તેમના `આ પ્રવચનમાં વાંચવા મળે છે. તેમનુ એ પ્રવચન તા. ૨૩-૭-૫૮ ના જન્મભૂમિમાં જે રીતે પ્રગ થયું છે તે રીતે નીચે આપવામાં આવ્યું છે. તંત્રી )
એકારી ટાળવાના ઉપાય
શ્રમને અપનાવવાની અગત્ય પર ખેલતાં તેમણે કહ્યું હતું કે “જૈન કામમાં સામાન્ય સ્થિતિના માણસા છે. બેકારી ચાલી આવે છે. વેપાર રાજગાર બધાને ચાલતા નથી. તેના ઉપાય શોધવા જોઇએ. સંસ્થા સ્થાપીને તેના ઉપાય થશે નહિ. આપણી કામ વેપારી હોવાથી તેને એમ લાગ્યું છે કે જાતમહેનતથી પોતે હલકા થાય છે. આજે જમાના એવા આવ્યો છે અને ગાંધીજીએ પણ કહ્યું છે કે જે માણસ જાતમહેનત કરતા હોય તેને માન આપવુ જોઇએ. સામાન્ય સ્થિતિવાળા માણસ કામે લાગી જાય તો એકારી જવાની છે. આપણને પચીસ રૂપિયાની કારકુની કરવી ગમે છે, પણ સા રૂપિયામાં સ ંચા ચલાવવામાં હીણપત લાગે છે. આ સ્થિતિ કાઢવી જોઈએ. કેટલીક નિશાળમાં હાથે કચરો કાઢવાનું અને હાથે વાસણ માંજવાનું શીખવવામાં આવે છે. શા માટે ? ગાંધીજી કહી ગયા છે કે કાઇ પણ કામ કરવામાં હીણપત નથી. કાઈ સંસ્થા સ્થાપી પાંચપચીસ જૈનને તમે કામ આપશે તેથી પ્રશ્ન સરશે નહિ” એમાં હીણપત નથી
શ્રી કસ્તુરભાઈએ આગળ ખેલતાં જણાવ્યું કે “મારા જુદા જુદા કારખાનામાં ૧૭૦૦૦ કામદારો કામ કરે છે, તે બધાને કાઢી તેમની જગ્યાએ નૈનાને રાખુ તે પણ પાંચ લાખ જૈનને કામ કયાંથી આપી શકું? જૈન કામના ઉદ્દાર માટે સહેલા અને સીધા રસ્તા છે. બહેનેા અને ભાઇઓએ ભૂલી જવું જોઇએ કે કાઈ પણ કામ કરવામાં હીણપત છે.”
તેમણે કહ્યું કે “સામાન્ય સ્થિતિના છે. તેમણે પોતાના વિષે ભૂલભરેલી માન્યતા છેાડવી જોઇએ. ભારતના ભાગલા પડયા પછી હિંદમાંથી પૉંચાવન લાખ માણુસો ચાલ્યા ગયા અને એટલા જ માણુસા પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા, આવે ખના સેકડા વષૅમાં અન્યા નથી. ભારતમાં આવેલ નિર્વાસિતાએ કાઈ પાસે હાથ લાંખા કર્યાં નથી. તે માણસા એટલા મનેાબળવાળા હતા કે ભીખ માગ્યા વિના પોતાની રાજી કમાઈ લીધી. અમદાવાદમાં નિરાશ્રિત આવ્યા. પછી જે ફળા પહેલાં મળતાં નહેાતાં તે મળવા લાગ્યાં. એટલા એ લેકા ઉદ્યમી છે. વીલુ મેઢુ કર્યા સિવાય કોઈ ધંધા કરશો તે ઉત્કૃષ્ટ થયા વિના રહેશે નહિ.
તા. ૧૫-૮-૧૮
વાણિયામાં બુદ્ધિ છે, સમજ છે, ચાર આને લાવી છ અને કેમ વેચવુ તે જાણે છે, તેા પછી શાને મૂંઝાય છે ? પાકિસ્તાનથી આવી તેવારા રાજી મેળવી શકે તે હિંદમાં રહેલા શા માટે ન મેળવી શકે ? “એક ભાઇએ કહ્યું કે જૈનમાં વિખવાદ છે. મારે તમને ભાઈઓને અને બહેનને એક ખાસ વાત કહેવાની છે કે આજે ભાઇઓ અને બહેના ખાસ શ્રદ્ધાવાન છે, શ્રદ્દા સારી છે પણ શ્રદ્ધા એવી હાવી જોઇએ કે જેનાથી તેના દુરૂપયોગ ન થાય.”
મંદિશ પાછળના ખાટા ખર્ચા
મંદિરો પાછળ થતા લખલૂટ ખર્ચો વિષે શ્રી કસ્તુરભાઇએ કહ્યું કે પ્રભાસપાટણમાં ત્રણ જૂના મંદિશ તોડી એક મદિર કયુ તેમાં સાત લાખ ખર્ચાઈ ગયા. આ મંદિરમાં જતા હો ત્યારે તમેા રાજાના મહેલમાં જતા હૈ। તેમ લાગે. મંદિરમાં જતાં પવિત્ર લાગણી થવી જોઇએ. તેનુ શિલ્પ ચાક્કસ પ્રકારનું હોવુ જોઈએ. આ કામ થઇ રહ્યાં છે તે વિષે જાગ્રત થવાની જરૂર છે. આજે મારી સમજ પ્રમાણે દર વર્ષે પ ંદર લાખ રૂપિયા ખર્ચે મંદિર પાછળ થાય છે, મંદિર બાંધવાની હંમેશાં અગત્ય હાતી નથી. શાંતિનાથના મ ંદિરમાં ઘેલાભાઈ છગનભાઈએ પાંચ હજાર રૂપિયા આપ્યા તેવી તખતી વાંચું છું ત્યારે મને દુઃખ થાય છે. ધર્મશાળામાં ભલે તમે તખતી મૂકો પણ મદિરમાં ક્રાણુ ઘેલાભાઈ કે કોણ સુંદરીબાઈ ? મંદિરમાં તખતીની ટેવ ભૂલભરેલી અને નિંદનીય છે.
જર્ણોદ્ધાર ઉપર ખેલતાં તેમણે કહ્યું હતું કે રાણકપુરજીના છોદ્વાર આણુંદજી કલ્યાણુજીની પેઢી તરફથી કરવામાં આવ્યો. આવું શિલ્પ પડી ભાંગે તે જોવા કાઈ ભાઈબહેન તૈયાર ન હાવા જોઇએ, સામાન્ય રીતે આજે જે જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે તે અધશ્રદ્ધા અને ખેવકૂીભરેલા છે. રાણ*પુરજીના જીર્ણોદ્ધાર થયા ત્યારે ગાડાના રસ્તે હું પાંચ કલાકે પહોંચ્યા હતા. ધુમાડાવાળી ગંદી ધર્મશાળામાં પાંચ દિવસ પડી રહ્યો હતા. મારી સાથે એક શિલ્પીને લઈ ગયા હતા. તેના ખર્ચના અંદાજ આંકી પછી જીર્ણોદ્ધાર કરાવ્યો. આ મદિરનુ શિલ્પ ચૌદમાં સૈકાનું છે અને જૈનને શેાભાવે તેવું છે. તેને જરા પણ્ નુકસાન ન થાય તે પ્રમાણે જર્ણોદ્ધાર કર્યો. અમે કયા પાટડા તે મદિરમાં નાખ્યો તે કાઈ પણ બતાવી આપે તે હું તેની નુકસાની આપવા તૈયાર છું. તે જીર્ણોદ્ધાર થયા પછી ગુજરાત કરતા મારવાડી, ભાઇબહેને તેની વધારે કદર કરી રહ્યા છે.”
સાંપ્રદાયિક સ'કુચિતતાને વખાડી કાઢતાં શ્રી કસ્તુરભાઇએ જણાવ્યુ કે હું પેતે માનુ છું કે જે સ્થિતિમાં આપણે હિંદુસ્તાનમાં છીએ ત્યાં જૈન વિદ્યાપીઠ જેવું કાંઇ હાઇ શકે નહિ. આપણે હિંદી છીએ, સ્વરાજ્યમાં માનનારા છીએ, ત્યાં જુદા પંચ કાઢી શકીએ નહિ. આપણાં બાળકા હાઇસ્કૂલે અને કાલેજમાં જાય છે. જુદી જુદી કામના સપ માં આવે છે. આ સંપર્કથી જે બુદ્ધિ ખીલે તેવી બુદ્ધિ નાના કુવા જેવા જૈન વિદ્યાલયમાં ખીલે તેમ હું માનતા નથી. જે કાઈ આવી રીતે જૈન વિદ્યાલય કરી વાડા કરે છે તે જૈન કામની સેવા કરે છે.” જૈન કામની કટોકટી
છેલ્લે તેમણે જૈન કામ કટાર્કટીમાંથી પસાર થાય છે તેવા એક પ્રશ્ન ખાખત જણાવ્યું હતું કે “જે સાધુસાધ્વી પાસેથી આપણે ધમનુ શિક્ષણ લઈ રહ્યા છીએ, તે લેકા આવી બાબતમાં નિકાલ લાવી દાખલેો મેસાડી શકયા નથી. આ નથી કરી શકયા તેનું કારણ તમે અને હું છીએ, કારણ કે આપણે ખરા કે ખોટા ટકા આ લેકાને આપી રહ્યા છીએ.”
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫—૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. ૩. ન. ૩૪૬૨૯