SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૫ ભીમદેવના રાજ્યકાળ સમયને શરૂઆતના જ ગુજરાતના ઇતિહાસમાં મહત્વને ગણી શકાય તેવા બનાવ તે સામનાથ પર મહમૂદ ગઝનવીની ચડાઇ, મહમદ ગઝનવીને પ્રાદેશિક વિસ્તાર વધારવાને બદલે ચડાઇઓના વિજયેના અને વિજય પછી તૂટતાં શાખ હતા. હિંદું સ્તાન પર તેણે અનેક આક્રમણ કર્યા, અનેક લૂટા ચલાવી; તેમાં સામનાથ પરનું આક્રમણ, ગુજરાતની સાંસ્કૃતિક દૃષ્ટિએ એક અગત્યને નાવ ગણી શકાય. તે સમયની છિન્નવિચ્છિન્ન નાનીનાની ઠકરાતા અને ખેતપેાતાનું સાચવી લેવાની સ્વાર્થી મનેવૃત્તિને લીધે ભીમદેવને જોઇતા સધિયારો ન મળ્યો. એકલે હાથે હિંદભરમાં પ્રતિનિંત એવા સેામનાથનું રક્ષણ તે ન કરી શકયા. ત્યારથી ગુજરાતની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક રચના પર મુસ્લિમ સસ્કૃતિની પ્રબળ અસર શરૂ થઈ. એ રીતે ઉત્તર હિંદુસ્તાનમાંથી ધીમે ધીમે મધ્ય હિંદુસ્તાનમાં પ્રવેશવાને મુસ્લિમ સંસ્કૃતિને અવકાશ મળ્યો. માલવરાજ ભાજ ભીમદેવને સમકાલીન રાજા હતા. ગુજરાતને ઘણાખરા પ્રદેશ એ સમયે માલવનરેશને તામે હતા. ભીમદેવે એ તરફ નજર કરી, માળવાના કેટલાક ભાગ ગુજરાતની સત્તા નીચે આણ્યે. ભીમદેવના સાંધિવિગ્રહક દામેદરે–ડામરે ગુજરાત અને માળવાની વચ્ચે સુલેહ જળવાઈ રહે તે માટે અતૂટ પ્રયત્ન કર્યો, સાથે સાથે વિદ્યાનેાથી શોભતા ભેજના રબારની સરસાઇ કરવાની મહત્ત્વકાંક્ષા પણ ભીમદેવમાં જાગૃત કરી, જે મહત્ત્વાકાંક્ષા સિધ્ધરાજ જયસિંહે અંતે કુમારપાળના સમયમાં આચાર્ય હેમચંદ્ર પરિપૂર્ણ કરી. • પ્રયુ જીવન આમ મૂળરાજે જે રાજ્યના પ્રાદેશિક પાયો નાંખ્યા તેના પરનુ ચણતરકા ભીમદેવે કર્યું. સિંધુપતિને બ્યો; આખું-ચંદ્રાવતીને પેાતાની હકુમત નીચે આણ્યાં; નફૂલના રાજાને પેાતાના સામત બનાવ્યા; ભેાજ જેવા બળવત્તર માળનરેશની સામે ટકી રહી, દક્ષિણ પ્રદેશમાં આવેલા ચેદીના રાજા કણ અને કર્ણાટકના રાજા સામેશ્વર સાથે મળી જઈ માળવનરેશને પરાજય આપ્યા. આમ ગુજરાતનું એક વિસ્તીર્ણ રાજ્ય, સામ્રાજ્ય સ્થાપવા માટેના માર્ગ આંગતુક પેઢી માટે તેણે તૈયાર કરી આપ્યા. આ થઈ ભીમદેવના સમયની પ્રાદેશિક વિસ્તારની વાત, પણ તેના સમયમાં સાંસ્કારિક પ્રવૃત્તિને જે વેગ મળ્યા છે; ભીમદેવના સહકારથી જે સાથ મળ્યો છે. તે ગુજરાતના ઇતિહાસનુ એ સમુજ્જવળ પાનુ છે. પ્રાદેશિક વિસ્તારની સાથે જ શિલ્પસ્થાપત્યમાં પણ ગુજરાતે આ જ સમયે અપૂર્વ સિદ્ધિ મેળવી છે. ગુજરાત આજે ગુજરાત છે, તે પ્રાદેશિક વિસ્ત રને કારણે નહિ; પણ મધ્યયુગમાં સાધેલી આ અપૂર્વ સિદ્ધિને કારણે, ભીમદેવ સાલકીના સમયની આ સિદ્ધિ સંસ્કારક્ષેત્રે એક યશકલગી સમી છે. *. ભીમદેવે સામનાથના મંદિરના પુનરુદ્ધાર કર્યાં એ મહત્વની હકીકત ગણાવી શકાય. અત્યાર સુધી સામનાથના મંદિરના મેટા ભાગ લાકડફામ અને નાના પથ્થરોથી તૈયાર થયેલેા. હતા. ભીમદેવે મેટી શિલાઓના ઉપયોગ કરી એ મ ંદિરના પુનરુદ્ધાર કર્યો, સિદ્ધરાજના સમયમાં તૈયાર થયેલ સહસ્રલિંગ તળાવને કાંઠે આવેલાં મંદિરની કલાકૃતિને ઝાંખી પાડે તેવી એક કલાકૃતિ ભીમદેવના સમયમાં સર્જાઇ અને તે ભીમદેવની રાણી ઉદયામતિએ બંધાવેલી રાણીવાવ. અત્યારે તે સાલકી સમયની જાહેાજલાલી દર્શાવતા, એ વાવના કુવામાં કાતરકામવાળા બચી ગયેલા થેડાક ભાગ તેની રમણીયતાની સાક્ષી પૂરે છે. આમ આ વાવ ગુજરાતની એક સમયે પરમ શાભા હતી. મેઢેરાનુ સૂર્ય મંદિર આજે તા ખડૅરસમુ ઊભું છે; પરંતુ ભીમદેવના સમયમાં ખંધાયેલ આ મંદિર સ્થાપત્યકળાન વિશિષ્ટ નમૂના છે. ગુજરાતનાં સૂર્ય મદિરામાં એ અનેક રીતે જુદું તરી આવે છે. એનું કાતરકામ પણ સૂક્ષ્મ પ્રકારનુ છે. આજે એ ખંડિતદશામાં હાવા છતાં એની દીવાલેામાંની અને સ્થંભ ઉપરની મૂર્તિઓ આજે પુણ્ સજીવ જેવી લાગે છે. એના જ પ્રાગણમાં આવેલ વિશાળ કુંડ ગુજરાત રાતના કુંડામાં અનેખી ભાત પાડે છે. ગુજરાતની સરહદે આવેલ આશ્રુ પર્વત ઉપરના દેલવાડાનાં જગપ્રસિદ્ધ જૈન મંદિરમાં ‘વિમળ વસહી’ની રચના થઇ, ભીમદેવના જ રાજ્યકાળ દરમિયાન ભીમદેવે પોતાના મંત્રી વિમળને ગુજરાતની સરહદનુ સરક્ષણ કરવા આયુના દંડનાયકપદે નિયુકત કર્યો. *લ્પનાશીલ વિમળે આબુની જ તળેટીમાં ઇન્દ્રપુરી'ને શરમાવે તેવી ચદ્રાવતી નગરીની રચના કરી. લાવણ્યસમયસૂરિના શબ્દોમાં કહીએ તા, આ નગરીમાં ! આરસનાં ગૃહે બધાવ્યા, તેમાં અદ્દભુત કારીગરીભરી કાતરણી કોતરાવી. કાઈ મેટાં ધરા તા સાત સાત માળનાં કર્યાં. એના ગેાખ અને ખારીબારણાં જોતાં ઇન્દ્રભવન હેાય એમ લાગે. વળી ખીજાં નંદનવન ડ્રાય એવાં બાગબગીચા કરાવ્યાં; ચારે દિશાએ ભરપૂર પાણીભર્યા' સરોવર શે।ભી રહ્યાં, પથ્થરથી તેની પાળા બધાવી અને નગરને કુરતી ખાઇ ગઢના પાયાની પેઠે પાતાળ જેવી ઊંડી કરાવી.” આ જ વિમળે પોતાની પત્ની ‘શ્રી' ના આગ્રહથી આબુ ઉપર દેલવાડાનાં મંદિરો બંધાવ્યાં. ખબહારથી લૂખાં જણાતાં આ મંદિર, મંદિરમાં પ્રવેશતાની સાથે જ કલ્પના પણ, તે આખી શકે એવ અદ્ભુત વિમાનની યાદ આપે. ‘વિમળ વસહી’ ના મડળ અને તેની દેવકુલિકાઓ શિલ્પસ્થાપત્યના ઇતિહાસમાં અજોડ ગણાય છે. આ વસ્તીનાં સ્તંભ, રણુ, ઘુમટ, છત, દરવાજા કયાંય શિલ્પીનું ટાંકણું કર્યા વગર રહ્યું નથી; પુષ્પ, પ્રાણી કે મૂર્તિ-અણિશુધ્ધ ઝીણુવટભર્યો નકશીકામદારા જીવંત કરાયાં છે. કર્નલ ટાડે, ભારતમાંના મંદિશમાં આ મંદિરની સર્વોત્તમ મંદિર તરીકે ગણના કરી છે. તા ક્ગ્યુસી સ્થાપત્યકળાની ટોચના નમૂના તરીકે તેનું મૂલ્યાંકન કર્યું` છે. ક્ગ્યુસન જણાવે છે કે, ‘આ મંદિરમાં એવી મને!હર આકૃતિ બનાવવામાં આવી છે કે, તેની નક્લ કાગળ ઉપર ઉતારવામાં કેટલાય સમય અને પરિશ્રમ ખર્ચવા છતાં પણ હું સમથ થઈ શકયા નથી.’ સ્થાપત્યકાર સામાન્ય રીતે માને છે કે, ભીમદેવના સમયથી વિશાળ પથ્થરાની બાંધણીના યુગ શરૂ થયું. · અથવા કહો કે એ યુગને વેગ મળ્યો. કોઇ એમ પણ્ ટકાર કરી શકે કે વાણિજ્યપ્રધાનં મનેાવૃત્તિવાળા ગુજરાતનું દિલ પણ ત્યારથી પથ્થર જેવું થતું ગયું. પરંતુ ગુજરાતની સંસ્કારિતાના અભ્યાસ કરનાર કાઇ પણુ અભ્યાસી કહી શકશે કે, ગુજરાતની એકતાના 'નાદને પોષનાર સેમનાથ, લાવણ્યમચી કૃતિઓમાં શોભે તેવી રાણીવાવ, સ્થાપત્યમાં અનેખું તરી આવતુ મોઢેરાનું સૂર્ય મ ંદિર; આરસથી અલકૃત અને નગરરચનામાં અને ખી ભાત પાડતી ગુજરાતની સરહદે આવેલી ચંદ્રાવતી નગરી તેમ જ સ્થાપત્યકળામાં ગુજરાતના ગૌરવસમી ‘વિમળવસહી’– સર્વે કંડારાયાં છે, વિવિધ પ્રકારેાના વિશાળ પથ્થરમાંથી. તેમાંથી જે સર્જન થયું છે. તે છે કામળ ફૂલ જેવું; પવનની એકાદી વેગવંતી લહરીથી પણુ ડાલાયમાન થાય તેવું; નયનને ઠારે તેવું કમનીય અને મનેરમ ગુજરાતનું હૈયું પણ છે એવુ જ કમનીય અને મને રમ—અણીશુદ્ધ આખંડ અને પારદર્શક. ગુજરાતતી સાંસ્કારિક મંશાગાથાનું એ છે એક સુવર્ણ પાનું. ધીરજલાલ ધનજીભાઈ શાહ [ ઓલ ઇન્ડિયા રેડિયા અમદાવાદની અનુમતિપૂર્વક] આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી. મુંખઈ જૈન યુવક સંઘ તરફથી ચેાજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આગામી સપ્ટેમ્બર માસની ૯ મી તારીખે શરૂ થશે અને સપ્ટેંબરની ૧૬ મી તારીખે પુરી થશે, શરૂઆતના પાંચ દિવસની વ્યાખ્યાનસભાએ ફ્રેંચ બ્રીજ ઉપર આવેલ લેવામ્સ્કી લેાજમાં ભરવામાં આવશે અને તા. ૧૪ મીની તથા ૧૬ મીની વ્યાખ્યાનસભાએ. ભારતીય વિદ્યાભવનમાં અને તા. ૧૫ મીની વ્યાખ્યાનસભા રાકસી થીએટરમાં ભરવામાં આવશે, વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ પ્રભુધ્ધ જીવનના હવે પછીના 'કમાં પ્રગટ કરવામાં આવશે. મંત્રીઓ, મુંબઈ જૈન ચુવક સંઘ,
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy