SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ બુદ્ધ જીવન L પ્રબુદ્ધ જૈન'નું નવસ’કરણ વર્ષ ૨૦ મુંબઈ, સપ્ટેમ્બર ૨, ૧૯૫૮, સામવાર આફ્રિકા માટે શીલિંગ ૮ શ્રી સુઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯ ---------* તંત્રીઃ પરમાનદ કુંવરજી કાપડિયા કૂર્માંચળની પરિકમ્મા ( કૂર્માંચળ એટલે હિમાલયમાં આવેલ નૈનીતાલ તથા આભેારા જીલ્લાને આવરી લેતા કુમાઉંના ગિરિપ્રદેશ. ગયા મે મહીનામાં મા પ્રદેશોમાં પરિભ્રમણ કરવાના સુયોગ પ્રાપ્ત થયા, અને એક મહીના લગભગ અમે ર્યાં. એ પ્રવાસનું વન, સમાગમપ્રાપ્ત કેટલીક વિશિષ્ટ વ્યક્તિના તથા સંસ્થાને પરિચય, તથા પ્રવાસ દરમિયાન ચાલી રહેલ માનસિક મન્થન તથા સવેદન–આ બધુ રજી કરતી લેખમાળા આ અંકથી શરૂ કરવામાં આવે છે. આ આખી લેખમાળાના પ્રકાશનને લગતા સર્વ હક્કો લેખકને સ્વાધીન છે. પાન≠) * પૂર્વ ભૂમિકા હિમાલય જોવાના ત્રીજો અવસર ૧૯૫૫ ના એપ્રીલમાં પ્રાપ્ત થયેા. એ વર્ષ દરમિયાન માર્ચ માસમાં જગન્નાથપુરીમાં સય સંમેલન ભરાયલુ. કલકત્તા થઈને અમે ત્યાં ગયાં, અને સંમેલન પુરૂ થતાં કલકત્તા પાછા આવ્યાં અને આટલે સુધી આવ્યા છીએ તે ચાલેા દાર્જીલીંગ જોઇ આવીએ એમ અમારી મંડળીમાંના સૌના દિલમાં ઇચ્છા સ્ફુરી આવી. પરિણામે અમે દાર્જીલીંગ જવા ઉપડયા અને ત્યાં અઠવાડીયુ રહ્યા, જે દરમિયાન દાર્જીલીંગથી આશરે સાઠેક માઈલ દૂર આવેલ કાલીમપેાંગ પણ અમે જઈ આવેલાં. નાનપણમાં આપણા ભણુંતરની શરૂઆત થતાં જ્યારે આપણે હિન્દુસ્તાનની ભૂગાળ શિખવાની કક્ષાએ પહેાંચીએ છીએ . અને આપણા દેશની ઉત્તરે પૂર્વથી પશ્ચિમ સુધીના લગભગ બેથી ત્રણ હજાર માઇલના પ્રદેશ ઉપર અભેદ્ય જેવી લાગતી જે પર્વતમાળ પથરાયલી પડી છે તેને હિમાલય કહેવામાં આવે છે : 'એમ જ્યાથી આપણને ખબર પડે છે ત્યારથી હિમાલય આપણા કૌતુક અને કુતુહલના વિષય અને છે. હું મેટ્રીક પાસ થયા અને કાલેજમાં દાખલ થયે અને પહેલા વર્ષની પરીક્ષા આપી એ અરસામાં આજે આપણે જેમને સ્વામી આનંદ' ના નામથી ઓળખીએ છીએ તેમની સાથે . મારી ઓળખાણ થઈ અને એ આળખાણે બહુ જલ્દીથી મૈત્રીનુ રૂપ ધારણ કર્યું. એ વિસામાં તેઓ હિમાલયમાં પરિભ્રમણ કરતા હતા અને અવારનવાર મુંબઇ આવતા, અને એ રીતે તેમને મળવાનું ઠીક ઠીક બનતુ, તેઓ જ્યારે મુંબઈ આવે ત્યારે મોટા ભાગે . મારી સાથે રહેતા અને પોતાના પરિભ્રમણની અનેક વાતા રસપૂર્વક કહેતાઅને હુ' એટલા જ રસપૂર્વક સાંભળતા. વળી તે હિમાલય બાજુ ઢાય ત્યારે પણ તેમના તરફથી અવારનવાર પત્રા મળતા રહેતા. આ પત્રો પણ ખૂબ ઝીણા અક્ષરે લખેલા અને દશ, બાર પંદર અને કર્દિ કદે વીશ વીશ પાનાંથી ભરેલાં આવતાં અને તેમાંથી પણ હિમાલયના જાદા જુદા સ્થળાનાં વર્ણનો અને વિવિધ પ્રકારના અનુભવાની તાંધા વાંચવા મળ્યા કરતી. તે દિવસે એટલે કે આશરે ૧૯૧૦થી ૧૨ ના ગાળામાં તેમણે પગપાળા દ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જોત્રી અને છેવટે કૈલાસની પણ યાત્રા કરેલી. પછીના વર્ષે તેઓ લગભગ એક સન્યાસીની માફક ઉધાડા પગે અને ભારે કષ્ટપૂર્વક, કાશ્મીરમાં આવેલા અમરનાથની પણ યાત્રા કરી આવેલા. આ અંધાં તીથલામાં વિષે તેમણે મને ઊંડી સંવેદનશીલતાપૂર્વક અને હિમાલયની ભવ્યતાને શબ્દોમાં ઉતારવાની તાકાત ધરાવતા સાહિત્યકારની કુશળતાથી એટલી - બધી વાતા કરેલી કે એ બધાં' સ્થળેા એ સમયે મારી કલ્પનામાં આખેમ કારાઇ ગયેલાં અને ત્યારથી હિમાલય વિષે મારા દિલમાં ઊંડું આકષ ણુ જન્મેલું. F સમયાન્તરે ૧૯૧૩ ના ઉનાળામાં સીમલા જવાના મારા માટે અણધાર્યો સુયોગ ઉભા થયા અને હિમાલયનાં મેં પ્રથમવાર દશન કર્યાં. એ વખતે સીમલાથી પાછા કરતાં અમે મસૂરી પણ ગયેલા, પણ જેમની સાથે હું આ પ્રવાસે નીકળ્યા હતા તેમને મસરી પહોંચ્યાં તે દિવસે રાત્રે. સખત તાવ આવ્યા અને રખેને ન્યુમેનિયા હોય એવી ખીક લાગી. તેથી અમારે મસૂરીથી ખીજે જ દિવસે પાછાં કરવુ પડેલું ત્યાર બાદ સીમલા ખીજીવાર જવાના યોગ ૧૯૩૧ ના આકટ ખર મહીનામાં ઉભા થયે!. બન્ને વખત સીમલામાં આશરે વીશ વીશ દવસ રહેવાતુ બન્યુ હતું. 米米米粜紫米鏹米米米楽教 છતાં હિમાલય વિષેની ઝંખના મનમાંથી એછી થતી નહાતી.. આનુ આમ ત્રણ ત્રણ વાર હિમાલયના પરિચય કરવાંની તક મળવા એક કારણ એ હતું કે ઉપર જણાવ્યું" તેમ મરીમાં તે અમે વિશેષ બીજન શક્યા અને સીમલા બે વાર ગયા અને હાઈ લીંગ એક વાર ગયા તા પણ એ ત્રણે પ્રવાસ દરમિયાન સીમલા અને દાર્જીલીંગ પ્રદેશમાં જવાનું બન્યું જ નહતુ. વળી સીમલા કે દાર્જીલીંગ સપાટ તળમાં જ અમે મેટા‘ભાગે ઘુમતા રહેલા અને તેથી આગળ ઉડાણના પ્રદેશા ઉપર વસેલાં મોટાં શહેરાની જ અમુક અંશે નાની સરખી આત્તિ જેવાં છે. વળી સીમલા કે દાર્જીલીંગમાં કાઈ પણ ઉંચાણુમાં આવેલાં સ્થળથી નીચે આવેલા સપાટ પ્રદેશાનુ દર્શન તો થયા જ કરે છે. તેથી હિમાલયની કારના જ માત્ર જાણે કે મને સ્પ થયા છે, તેના હામાં મને હજી પ્રવેશ જ મળ્યા નથી આવા કાંઇક અસતેષ મને પીડયા કરતા હતા અને તેથી હિમાલયના વધારે સુધન પરિચય થાય, હિમાલયના અન્નોંગમાં મુક્ત મને કરવાનુ વિચારવાનું અને આવા કાષ્ઠ પ્રવાસ ચેોજાય તે। કેવુ સારૂ—એમ મન કેટલાક સમયથી ઝંખતુ હતુ. આ ઝંખના કઇક અ ંશે તૃપ્ત થાય એવા સુયોગ આ સાલમાં પેદા થયા અને પરિણામે ‘કુમારી હીલ્સ' ના નામે ઓળખાતા હિમાલયના વિભાગમાં આવેલા કેટએક સ્થળાએ પ્રવાસ કરવાનું ગયા મે–જુન દરમિયાન ખની આવ્યું એ પ્રવાસની સ્મરણનોંધ રજી કરવાના આ લેખમાળાને, આશય છે. નૈનીતાલ ખાજી પ્રવાસે નીકળવાના નિર્ણય અને પ્રયાણ પુત્રી, મેના અને તેના પતિ શ્રી અજિત દેસાઇ તેમનાં બાળકા સાથે ત્રણ વાર કાશ્મીર ગયા છે, જે દરમિયાન એક વખત તેમણે અમરનાથની યાત્રા પણ કરેલી. તે ઉપરાંત કુંલુ વેલીના પ્રદેશ પણ તેમણે જોયા છે. ગયા વર્ષે તેઓ નૈનીતાલ બાજુએ ગયેલાં. હિમાલય જવા જોવાની મારા દિલમાં રહેલી આતુરતા ધ્યાનમાં લઈને તેઓ આગ્રહ કરી રહ્યા હતા કે આ વખતે મે માસ દરમિયાન આપણે બધા સાથે હિમાલયના કાષ્ટ પણ પ્રદેમમાં ફરવા જઇએ મે માસમાં કાશ્મીર જઇએ તો અમરનાંથ ન જવાય અને અમરનાથ જો ન જ જવાય તો કાશ્મીર શુ રવું, એવા મારા મનના વળષ્ણુના પરિણામે કાશ્મીર આમ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy