SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પ્રમુદ્ધ જીવન જેરાજાણીની પ્રેરક આત્મકથા “ દાંતખાતરણી, કાનખાતણી બબ્બે પૈસા, બબ્બે પૈસા ! # તા. ૧૫-૮-૧૮ ખાદી એ જ જાણે કે જેમના પર્યાયશબ્દ હ્રાય એવા શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીને ક્રાણુ નથી ઓળખતુ ? તેમણે લખેલુ ખાદીની વાત' એ નામનું પુસ્તક તાજેતરમાં પારખંદરના શ્રી ભારતાય મંડળ તરફથી તાજેતરમાં (કિંમત `શ. ૨ ) પ્રગટ કરવામાં આવ્યું છે. ઉપર જણાવેલ સ્વદેશી સ્ટારની મુલાકાતે આવ્યા. આ સ્ટારમાં સ્વદેશી માલ જ વેચવાના આગ્રહ હતા, તેમાં બીજી ચીજો ઉપરાંત સ્વદેશી મિલાનું કાપડ અને પરદેશી સૂતરમાંથી હાથશાળ ઉપર વણેલું કાપડ પણુ રાખવામાં આવતું હતું. ગાંધીજી સ્ટારના ખુણે ખુણે કી વળ્યા. એટલે સ્વાભાવિક રીતે જેરાજાણીએ સ્ટાર સબંધે તેમને અભિપ્રાય પૂછ્યા. જવાબમાં ગાંધીજીએ જણાવ્યું કે ખરા અર્થમાં એ હજી સ્વદેશી નથી. આને તા હું વિલાયતી સ્ટાર કહ્યું.” આ સાંભ આ પુસ્તકમાં થી વિઠ્ઠલદાસભાઈએ ખાદીના વિકાસના આજ સુધીના ઇતિહાસનું અને તે પ્રવૃત્તિ સાથેના પેાતાના આજ સુધીના સંબંધનું સ ંક્ષિપ્ત છતાં ભારે પ્રેરક નિરૂપણ કર્યું છે; એક રીતે આ એક નાની સરખી આત્મકથા છે. ઈ. સ. ૧૮૮૨ સપ્ટેમ્બર માસમાં વિઠ્ઠલળીને જેરાજાણી અને અન્ય સવ ચોંકી ઉઠેલા. જેરાજાણી માટે કહેવાતું સ્વદેશી અને ખરૂ સ્વદેશી એ એમાં શું તફાવત છે તે તરક આંખ ઉઘાડનાર આ પહેલા પ્રસંગ હતા. દાસભાઈના અથવા તા તેમના નિકટ સબંધમાં આવેલા અમે જે રીતે ઓળખીએ છીએ તે રીતે જેરાજાણીકાકાના જન્મ થયા. આજે તેમની • આ હિંસામે ૭૬ વર્ષની ઉમ્મર થઈ ગણાય. આ લાંખી જીવનકારકીર્દી મુખ્યત્વે એક જ કાર્યને વરેલી છે અને તે છે ખાદીપ્રચાર. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદુસ્તાનમાં ૧૯૧૪માં આવ્યા અને બે ત્રણ વ બાદ ખાદીના વિચાર અને તે સાથે રૅટીઆના વિચાર ભારતની પ્રજાં સમક્ષ તેમણે મૂક્યા. તે પહેલાં દેશની મિલામાં બનાવેલું કાપડ ખરીદીને આપણે સ્વદેશીના વિચારને મોટો ટકા આપ્યાના સતેષ અનુભવતા હતા. ખાદી અને રેંટીયા આપણા જીવનમાંથી કેટલાંય વર્ષોથી અસ્ત પામી ગયાં હતાં. ગાંધીજીએ તે બન્નેને પુનર્જીવિત કર્યો અને દેશના ભાવી આર્થિક આયેાજનની વિચારણામાં મહત્વનું સ્થાન આંખ્યુ. પ્રજાના દિલમાં જેમ જેમ ખાદીનું મહત્ત્વ ઉતરતું ગયું. તેમ તેમ તેની માંગ વધતી ગઇ. માંગ વધવા સાથે એક બાજુ ખાદી– ઉત્પાદનના સવાલ ઉભા થયા અને એ ઉત્પાદનના વેગ વધવા સાથે ખીજી બાજુએ તેના વેચાણના સવાલ ઉભો થયો. આ વેચાણુની પ્રક્રિયાનાં ઉત્તરાત્તર વિકાસ સાથે જેરાજાણીકાકાનું આખુ જીવન ગાઢપણે સંકળાયલું છે. સાધારણ રીતે આપણા ચાલુ જીવનમાં એમ બને છે કે આપણા ચાલુ વ્યવસાય જે હાય તે ચાલતા રહે છે અને સાથે સાથે દેશહિતને ઉપકારક એવી પેાતાના શૈાખની એક યા ખીજી પ્રવૃત્તિને આપણે ટકા આપતા હાઈએ છીએ. જેમ કે મધુમક્ષિકાપાલનના મતે શાખ હાય ‘. અને આપણા દેશમાં એ ઉદ્યોગ ખૂબ વિકસે એમ પણુ હુ' ચ્છિતા હાઉં તો મારા ચાલુ વ્યવસાય સાથે અવકાશને સમય એ ઉદ્યોગ પાછળ હું ખરચતા હાઉ છુ. અને એ ઉદ્યોગને વિકસાવવા માટે એક ાડપ્રવૃત્તિ તરીકે મારાથી થાય તેટલું હું કરતા હાઉ છું. પણ જેરાજાણીએ અપનાવેલી ખાદીપ્રવ્રુત્તિ એ પ્રકારની નહેતી. આ સમજવા માટે જેરાજાણીના વ્યવસાયી જીવનના પ્રારંભની કેટલીક હકીકતાની જાણ હાવી જરૂરી છે. જેરાજાણીની કૌટુંબિક સ્થિતિ ગરીબ કહી શકાય તેવી હતી, તે મૂળ જામનગર પાસે આવેલા જામખંભાળિયાના વતની અને તેમતે જન્મ પણ ત્યાં જ થયેલો. નાનપણમાં મુંબઇ આવેલા. અંગ્રેજી ત્રીજા ધારણ સુધીનું તેમનુ ભણતર. માસાની કાપડની દુકાને ધંધા શીખવા તેમના મોટાભાઇએ તેમને બેસાડયા. તેમાંથી ધીમે ધીમે અનેક માનઅપમાન તથા કડવા મીઠા અનુભવેામાંથી પસાર થતાં થતાં તેઓ સારી પેઠે આગળ વધ્યા. ૧૯૦૫-૦૬ માં લોર્ડ કર્ઝને બંગાળાના ભાગલા પાડયા. તેણે દેશમાં મોટા ખળભળાટ પેદા કર્યાં. બ્રિટિશ માલના બહિષ્કાર પાકારાયો. સ્વદેશી માલની વપરાશને નવુ પ્રાત્સાહન મળ્યું. એ અરસામાં લેકમાન્ય તિલકની પ્રેરણાથી મુબઈમાં સ્વદેશી કા ઓપરેટીવ સ્ટાર્સ લિમિટેડ નામની એક સંસ્થા ટાઈમ્સ એફ ઇન્ડીયાના મકાનમાં ઉભી કરવામાં આવી હતી. તેમાં ૧૯૦૮ ની સાલમાં જેરાજાણી મેનેજર તરીકે જોડાયા. ત્યાં તેઓ કામ કરી રહ્યા હતા એ દરમિયાન ૧૯૧૪ માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યા. તેમના યજમાન સ્વ. રેવાશ’કર જગજીવન ઝવેરી સાથે તે આ સ્ટારમાં તેમણે ૧૧ વર્ષ તાકરી કરી. પછી ૧૯૧૯ માં કાપડ બજારમાં તે એક પેઢીમાં ભાગીદાર તરીકે જોડાયા અને મેાટા પાયા ઉપર કાપડના વેપાર તેમણે શરૂ કર્યાં, તેમને વ્યાપાર ધધેાકાર ચાલવા માંડયેા. એ જ અરસામાં ગાંધીજીના તે વિશેષ પરિચયમાં આવ્યા અને ખાદી પ્રર્દાત્ત તરફ તેઓ આકર્ષાયા. મુંબઈ ખાતે કાલબાદેવી રાડના ભરચક લતામાં તેમણે ખાદી વેચવા માટે સ્વદેશી મારકીટની એક ગલીમાં ૧૫ રૂપિયાના માસિક ભાડાથી એક દુકાન મેળવી, અને ત્યાં પોતાની દેખરેખ નીચે શરૂઆતમાં મીલ– સૂતરના તાણા અને રેંટીયા–સૂતરના વાણુામાંથી તૈયાર થતી ખાદી વેચવાનું શરૂ કર્યું. પછી તો રેંટીયાના તાણાવાળી ખાદી તૈયાર થવા માંડી. એટલે મીલ સૂતર મીશ્રિત ખાદી વેચવી બંધ કરી. શુધ્ધ ખાદીનું ઉત્પાદન વધવા માંડયું. એટલે તેના વેચાણની ચિન્તા ગાંધીજીના દિલમાં ઉભી થઈ. એક ક્વિંસ ગાંધીજીએ જેરાજાણીને પૂછ્યું કે “ખાદી ભંડારની વ્યવસ્થા તમે સભાળા છે ? વેચાણુ ઉપર તમે મેસે છે ?”. જેરાજાણીએ ના પાડી. એટલે ગાંધીજી તરત જ ખાલી ઉઠયા “ત્યારે તમે તે એક સદાવ્રત ગાઠવ્યું ને કાને એ કામ સોંપી દીધુ, ખરૂ ને ?” જેરાજાણી શરમાયા, મુઝાયા. તેમણે સલાહ માંગી “મારે શુ કરવુ જોઇએ ?” બાપુજીએ જણાવ્યું, “વેચાણ કામનેા વર્ષોંના જે અનુભવ તમારી પાસે છે તેને લાભ ખાદીવેચાણને મળવા જોઇએ. ખાદી ભંડારમાં વેચાણુ માટે તમારે એસવું જોઇએ.” એ દિવસોમાં જેરાજાણી પેાતાના વ્યાપારમાં લાખાની ઉથલપાથલ કરી રહ્યા હતા. એ સ્થિતિમાં ચાર આનાની ખાદી વાર વાર ફાડીને વેચવાનુ તેમના ગળે કેમ ઉતરે? તેમની ગડમથલ સમજી ગયા હોય એમ આપુ મેલ્યા ખાદીનું કામ જે આજે નાનું દેખાય છે તે અનેક ક૨ેડાએ પહોંચવાનુ છે તે તેની જવાબદારી તમારા શિરે રહેવાની છે.” આ આગાહીનું હાર્દ તેમને તે વખતે ખરાબર સમજાયલું નહિ. છતાં તેમણે ગાંધીજી સાથે આ બાબતની બહુ દલીલ ન કરી. પેાતાના ભાગીદાર સાથે પછી તેમણે વાત કરી અને તેમની અનુમતિ મેળવીને ખીજા દિવસથી તે ખાદીની દુકાને બેસતા થયા. આમ છતાં તેમના નિર્વાહના ધંધા તો હજી મીલકાપડની દુકાનમાં તેમના ભાગીદાર સાથે ચાલુ હતા. દુકાનના જ એક ભાગ તરીકે જેરાજાણી ખાદીભડાર સંભાળતા હતા. ભાગીદારી સબંધમાં લેખિત સમજુતી મુજબ પોતાના મંગત ખર્ચ માટે જેરાજાણી માસિક રૂા. ૫૦૦ ઉપાડી શકતા હતા. પણ નાતાટાના હિસાબ યું ત્રણ વર્ષ પૂરાં થયે કરવાના હતા. આ ભાગીદારીને બે વર્ષ પુરા થવા આવ્યાં હતાં. એ અરસામાં ગાધીજીએ એક વાર ચિન્તા જેરાજાણીને પૂછ્યું કે “તમારી ભાગીદારીનું શું થયું ?” જવાબમાં મારી ભાગીદારી દુકાનમાં હજી ચાલુ છે અને તેના એક ભાગ તરીકે જ હું ખાદી ભંડાર સંભાળુ બ્રુ.” એવુ' જ્યારે ખાપુજીએ જાણ્યું ત્યારે તેમને ભારે દુ:ખ થયુ. તે આ સહન કરી ન શક્રયા અને કહ્યુ, “જેરાજાણી, શું તમે હજી પણ
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy