SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૫૮ આમ છતાંય સંસ્થાના વિચારશીલ કા કરા સાની સદ્ધરતા માટે સર્ચિંત હાઈ તાજેતરમાં જ એમણે રૂ।. ૪૦,૦૦૦ ની હુંડીઓ બહાર પાડી છે. આ રીતે સંસ્થા દ્વારા તૈયાર થતી સામગ્રીના ઉપાડ વધે અને સાથે સાથે વધુ ભામ્હેિનાને કામ મળી રહે એવી એમની ઉમેદ છે. આ સંસ્થાનું ભાવિ તા અવશ્ય ઉજળુ છે, અને એના પગલે જો ખીજી ‘સેવાભાવી' સંસ્થાએ ચાલે તે આજે સમાજમાં જે નિરાધારપણું, લાચારી અને સતાપ નજરે પડે છે એનેા અંત આણવા માટેની કલ્યાણકારી આશા ઉભી થાય, પરંતુ પરિશ્રમ અને પુરૂષાર્થની આવા સમન્વય વિરલ હાય છે અને એ સિદ્ધિ સમિતિના સભ્ય સંસ્થાના સંચાલકો તરીકે સાધી શકયા છે એ ખરેખર પ્રશસાજનક હાઇ અભિનદનીય બની રહે છે. જયતિ શુકલ [‘લેાકતંત્ર’માંથી સાભાર ઉષ્કૃત ] સારાભાઈ શાહ પ્રશુદ્ધ વન મૃદુલાબહેનની ધરપકડ અન્તે શ્રીમતી મૃદુલાબહેન સારાભાઇની ધરપકડ કરવાની ભારત સરકારને ફરજ પડી એ જાણીને ચિત્ત ઊંડી ગ્લાનિ અનુભવે છે. મૃદુલાબહેન એટલે સ્ત્રી પુરૂષાથૅની પ્રતિમા–એક વખત તેમના વિષે આવી કલ્પના તરફ્ સેવાતી હતી. અમદાવાદની સામાજિક તેમ જ કાંગ્રેસની પ્રવૃત્તિઓમાં તેમનું અગ્રસ્થાન હતુ. અનેક બહેનેાને આર્થિક અવલંબન રૂપ બનેલ અમદાવાદના જ્યોતિ સધ તેમણે ઉભા કર્યાં હતા. ગાંધીજીના તે સારા સમાગમમાં આવ્યા હતા અને તેમને મફુલાબહેન ઉપર ખૂબ સદ્ભાવ હતા. જવાહરલાલના તે એક પ્રીતિપાત્ર વ્યકિત હતા. રાષ્ટ્રીય મહાસભાના તેઓ એક વખત જનરલ સેક્રેટરી હતાં. આવે ઉજ્જવળ જેમને ભૂતકાળ હતા તેવાં મૃદુલાબહેન શેખ અબદુલા પ્રત્યેના અજબ આકષ ણુના પરિણામે અથવા તા આપણને ખબર ન હોય એવા કાઈ કારણસર આજ સુધી કરેલી કમાઇ ખાઈ ખેસે, એટલું જ નહિ પણ દેશની એક રાજદ્રોહી વ્યક્તિમાં તેમની ગણના થાય અને તેમનુ મુકત હોવુ એ દેશની સુલેહશાન્તિ માટે જોખમકારક ગણાય...આ ભારે વિસ્મયજનક દુર્ધટના છે. આપ• ણામાંની જ એક બહેનની પ્રકૃતિ આવી વિકૃતિને પામે તે એક રીતે આપણું સવ માટે શરમના વિષય છે. માનસશાસ્ત્રીએ માટે પણ મૃદુલાબહેન એક ભારે ક્રાયડા લેખાવા જોઇએ. જ્યારે આવી એક વિચિત્ર અને અનિચ્છનીય ઘટના બની છે ત્યારે, મૃદુલાબહેનનાં પિતા માતા શેઠ અખાલાલ સારાભાઈ તથા શ્રીમતી સરલાદેવી સારાભાઇ આપણી ઊંડી સહાનુભૂતિના અધિકારી બને છે. કારણ કે તે બન્નેએ આજ સુધીમાં દેશની અનેકવિધ સેવાએ કરી છે અને સરલાદેવી તે આજે પણ કસ્તુરબા સ્મારક નિધિ તેમ જ બીજી અનેક લોકાપકારક પ્રવૃત્તિઓ સાથે ગાઢપણે સંકળાયલાં છે. જેમના વિષે અનેક આશાઓ અંધેલી એવાં મૃદુલાબહેનની ન સમજી શકાય તેવી ચિત્તવિકૃત્તિ અને પેાતાને તેમ જ દેશને નુકસાનકારક તેવી તેમની ચાલુ રહેલી વાંધાજનક પ્રવૃત્તિ અને તે કારણે કરવામાં આવેલી તેમની ધરપકડ–આમ ઉત્તરાત્તર બની રહેલી ઘટનાઓના તે બન્નેનાં દિલ ઉપર કેવા મમારક પ્રત્યાધાતા પડયા હશે તેની આપણને કલ્પના આવવી મુશ્કેલ છે. કોઈ પણ ભાવનાશાળી માતપિતા માટે ઠંડુ લોર્કમાં થયેલી પુત્રીની આવી અપકીર્તિ તેના પરલેાગમન કરતાં પણ વધારે વેદનાજનક બને છે. એક ઉજ્જવલ કારકીર્દીના આવા અનુજ્જવલ અન્ત આવે એ વિધિની પણ એક અકળ કરામત અને ર ંગીબેરગી રમત છે. પાન વિષય સૂચિ પૃષ્ટ રખેને વિનેાખાજી આપણને છેડી તેા નહિ જાયને ? પરમાનદ ૬૯. ભાગ્યાના ભેરૂ જેવુ જૈન શ્વે. કાન્ફરન્સ ઉદ્યોગગૃહ : ' સારાભાઇ શાહ ૭૨ ૭૩ પરમાનદ ચીમનલાલ ચકુભાઈ શાહે મૃદુલાબહેનની ધરપકડ “આન્તરરાષ્ટ્રીય કટોકટી” જેરાજાણીતી આત્મકથા ભાભદેવ પહેલા જૈન સમાજને અનુલક્ષીને શેઢ કસ્તુરભાઇ લાલભાઇનું ઉષાધન ૭૩ પરમાનંદ ૭૪ ધીરજલાલ ધ. શાહું છ ૭૮ 193 66 ‘આન્તરરાષ્ટ્રીય કટોકટી ’ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આપેલું વ્યાખ્યાન તા. ૨૫-૭-૫૮ શુક્રવારના રોજ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે સુખ જૈન યુવક સધના કાર્યાલયમાં ાજવામાં આવેલી જાહેર સભા સમક્ષ આતરરાષ્ટ્રીય કટોકટી' એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. આજે જેને મધ્યપૂર્વના દેશાના નામે ઓળખવામાં આવે છે તે લેખાનાન, ઇરાક, જોર્ડન, વગેરે દેશમાં જે એક નવી સ્ફોટક પરિસ્થિતિ ઉભી થ છે તેના પ્યાલ આપતાં પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે ૧૯૧૯ માં તુર્કીનુ ટામન એમ્પાયર ભાંગી પડયું અને તેના તાબા નીચેના દેશાને મેન્ડેટેટ ટેરીટરીઝ” નું નામ આપીને ઇંગ્લાંડ, ફ્રાન્સ તેમ જ અમેરિકાને વહેંચી આપવામાં આવ્યા ત્યારથી માંડીને ખીજા વિશ્વયુદ્ધના અન્તે મેન્ડેટેડ ટેરીટરીઝને સ્વતંત્ર બનાવ વવામાં આવ્યા અને પેલેસ્ટાઇનના ભાગલા કરીને ' ઇઝરાઇલ ઉભુ કરવામાં આવ્યું અને ત્યાં પાંચ લાખ યાહુદીઓને વસાવવામાં આવ્યા જેમાં ખીજા નવ લાખ યાહુદીઓ ઉમેરાયા અને સાત લાખ આરખે ત્યાંથી ચાલી નીકળ્યા અને ત્યાર બાદ જીસમાંથી રાજાશાહીના અન્ત આવ્યા, સુએઝની નહેરના છંછમની સરકારે કબજો લીધે, સમયાન્તરે ઇઝરાઇલ, ફ્રાન્સ અને ઈંગ્લાંડે સાથે મળીને ઇસ ઉપર આક્રમણ કર્યું' અને આખી દુનિયાના બળવાન વિધ સામે નમતું જોખીને તેમને પાછા ફરવું પડયું—આ લાંબા ગાળાના ઋતિહાસ સમજી લેવા જરૂરી છે એમ જણાવીને તેની રૂપરેખા તેમણે રજુ કરી. ઇઝરાઇલના ઉદ્ભવ સાથે ત્યાંથી ચાલી નીકળેલા અને તેની સરહદ ઉપર · નિર્વાસિતાની દશા ભોગવતા સાત લાખ આરઓના પ્રશ્ન, આરબ દેશાથી ચેાતરફ વીંટળાયલુ અને આને આંખના કણાની માફક ખૂંચતુ ઇઝરાયલ, અને તેણે ૧૦ વર્ષના ગાળામાં સાધેલી અસાધારણ, કલ્પનામાં પણ ન આવે એવી પ્રગતિ, જીપ્તમાં અંગ્રેજોના પાછા હઠવા ખાદ નાસરનું વધતું જતું પ્રભુત્વ અને આરબ રાષ્ટ્રવાદના પ્રતીક સમી તેણે પ્રાપ્ત કરેલી પ્રતિભા, ટીટાના શક્તિશાળી વ્યક્તિત્વના કારણે આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે યુગેસ્લાવીઆનું વિલક્ષણ સ્થાન,આવી કેટલીક ખાખતાની તેમણે સમજણ આપી. આજના બે મોટા સત્તાધારી બ્લેક્સ અમેરિકા અને રશિઆની રાજ્યનીતિ, જુદા જુદા દેશામાં કટાકટી ઉભી થતાં સ્થાપિત હિતા અને રાજાશાહીના પક્ષે હંમેશા ઉભું રહેતું અમેરિકા અને બળવાખાર પક્ષની બાજુએ ઉભું રહેતુ સેવિયટ રીઆ, લોકશાહીને વરેલ ભારતની આ બે બ્લોક્સ વચ્ચે કફોડી સ્થિતિ, લેાકશાહીના કારણે અમેરિકા સાથે જેને વધારે મેળ હાવા જોઇએ એવા ભારતને ઉપરના સયાગામાં પ્રગતિશીલ પક્ષાનુ કરવું પડતુ સમર્થન અને તેથી રશી ખાજી-ભારત ઢળેલ છે એવી ભારત વિષે ચેતરફ ઉભી થતી બ્રાન્તિ—આ આખા પ્રકરણનું “તેમણે વિસ્તારથી નિરૂપણ કર્યું. લેખેનેનમાં અમેરિકાએ લશ્કર ઉતાયુ છે અને જોર્ડનમાં ઈંગ્લાંડે લશ્કર ઉતાર્યું છે તેના આજે કઇ રીતે ખચાવ થઈ શકે તેમ છે જ નહિ. એક ઠેકાણે ગવર્નર શેમુની પ્રત્યાધાતી સરકારને ટકાવી રાખવાને "આશય છે; ખીજે ઠેકાણે રાજાશાહીને ટકાવી રાખવાના આશય છે અને બન્ને બાજુથી ઈરાકને ખાવવુ છે. પણ આજના પરિબળા સામે આ નીતિ લાં વખત ટકી શકે તેમ છે જ નહિં અને રીઆતે આવી પરિસ્થિતિજન્ય અનુકુળતાને લાભ મળે છે. આજના સેવિયટ રશીઓના વડા ક્રુશ્ચેવ એક પછી એક પાસા ફેંકયે જાય છે અને કશુ ખાયા સિવાય ૐ ભાગ આપ્યા સિવાય આગળ વધ્યે જાય છે. ઇરાકમાં રાજાશાહીને હવે પાછી લાવી શકાય એમ છે જ નહિં અને જોર્ડન, તથા ઈરાનને પણ એ જ રસ્તે ગયા સિવાય છૂટકો નથી. હજુ આતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સ્ફોટક દશામાંથી મુક્ત થઈ નથી. એક પછી એક અવનવી ઘટનાએ એવી રીતે બની રહી છે કે આવતી કાલે શું ખનશે તે સંબંધમાં કશું પણ નિશ્ચિતપણે કહેવું શકય નથી.” આ મુજબ જણાવીને શ્રી ચીમનભાઈએ પેાતાનુ વ્યાખ્યાન સમાપ્ત કર્યું. આ વ્યાખ્યાનદ્વારા તેમણે આજની આન્તરરાષ્ટ્રીય કટાકટીનું એક સમપ્રમાણું સુરેખ ચિત્ર રજુ કર્યું અને શ્રોતાઓએ જાણે કે નવા પ્રકાશ સાંપડયે હેાય એવી પ્રસન્નતા અનુભવી.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy