SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગ્યાના ભેરૂ જેવું જૈન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આજે કસોટીકાળમાંથી પસાર થઇ રહ્યો છે. મેધવારીની ભીસ એને સતાવી રહી છે. ઈજ્જતના હાઉના કારણે આ દુઃખ કાઇને કહેવાય એવુ નથી' તેમજ સહેવાય એવુ પણ નથી. મિત્રો, સ્નેહી સંબધીઓ અને સગાંવહાલાં પાસેથી ઉછીનાં નાણાં મેળવવાનું શકય રહ્યું નથી. થઇ ચૂકેલા દેવાના ભેજ એટલે ભારે હાય છે કે ડાક ઉંચે કરી શકાતી નથી. અને આ સિવાય આપણા સમાજમાં નિરાધાર વિધવા, કે લાચાર ત્યકતાઓને ટાટા કાં છે ? જેમ તેમ પેટ ભરવા ઉપરાંત સતાનાને કેળવણી એ કેમ કરીને આપે ? પોતાની કે ભવિષ્યમાં પાતાની લાકડી અનનારાં ભુલકાંઓની માંદગીને દૂર કરવા માંધીદાટ દવાઓ એ કયાંથી લાવે ? પ્રબુદ્ધ જીવન વટ અને વહેવાર તેમજ રૂઢિ અને રિવાજોની ચૂડમાં સાયેલા આ વર્ગની લાચારી, પરેશાની અને નિરાધારી દૂર કરવાને શુ કાઇ મા નથી ? દાન અને સખાવત પર કેટલાંય દુઃખી કુટુંબે આધાર રાખે છે, પરંતુ જ્યાં આભ ફાટયું હાય ત્યાં થીગડું" કેમ દેવાય અને કયાં દેવાય ? આ સખાવતા અને દાના તે ખારા, મહાસાગર સામે મીઠા પાણીના એક બિંદુ સમાન બની રહે છે. તે પછી આના કાઈ કાયમી ઉકેલ નથી ? સરકાર એની રીતે એનાથી બનતું બધું કરવા પ્રયાસ કરે છે, છતાં આ કાર્ય એટલું વિરાટ છે કે એકલી સરકાર કશું જ ન કરી શકે. અને સરકાર જે ન કરી શકે એ હૈયાઉકલતવાળા સેવાભાવી કાર્ય કરો કરી શકે એના અનુભવ મને તાજેતરમાં થયા, જે સંસ્થાની મુલાકાત લેવાના અને એની કામગીરી નજરે જોવાને અમને અવસર મળ્યો એવી સંસ્થાએ જો ઠેર ઠેર ઉભી થાય તો શરૂઆતમાં જે ચિંતાભર્યો સવાલ ઉપસ્થિત કર્યાં છે. એના જવાબ મેળવવાનું દુષ્કર` નથી એવી છાપ અમારા મન પર પડી છે. મુંબઇના હૃદયમાંગમાં સી. પી. ટેંકથી નળબજાર જવાના રસ્તા પર જમણા હાથે એક ઉત્તુંગ ઇમારત છે. આ ઇમારત । બ્રહ્માયે જોઇ હશે, પરંતુ એને ઘસાઇને પસાર થનારાઓમાંથી' જાજને જ ખ્યાલ હરો કે એ ઈમારતમાંના મજલે મજલે આપણાં સમાજનાં દુ:ખી, નિરાધાર, લાચાર ભાઈહેનેાન જીવતર સુખી બને એ માટેનું ચણતર થઇ રહ્યું છે. બહેને માટે આ ઈમારત એમના પિયરનાં ખારડાં સમી માટે દુઃખમાં સદાય પડખે રહેનાર મિત્રના ઘર જેવી છે, આ ઇમારત જાણીતા શ્રી મેતીશા ચેરીટી ટ્રસ્ટની માલીકીની છે અને એમાં સદ્ગત આચાર્ય દેવ શ્રી. વિજયલલ્લભ સુરીશ્વરજીના ઉપદેશ અનુસાર મુંબઇની જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી સેવાકાર્ય કરતી શ્રી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર ઉત્કર્ષ સમિતિ એક ઉદ્યોગગૃહ ચલાવે છે, ઉદ્યોગગૃહ એ વિભાગમાં વહેંચાયેલું છે: ૧ પરિશ્રમાલય અને ૨ શિક્ષણુ વિભાગ. આ ઉદ્યોગગૃહનું મહત્વનું અંગ એ છે કે જૈના તરથી ચલાવવામાં આવતું હોવા છતાંય એમાં જ્ઞાતિભેદને બિલકુલ સ્થાન નથી. ઉદ્યોગગૃહનું વિભાગવાર વિવરણ કરીએ તો, ખાદ્ય વીભાગમાં વિવિધ પ્રકારના ખાખરા, જાત જાતના પાપડ, વડી, શેવ, ચેવડા તળેલી દાળા, અથાણાં, મસાલા, માથાંમાં નાખવાનાં તે, સાબુ, મુખવાસ, શાંગ ધ્રુપ, દંતમ જન વગેરે બનાવવામાં આવે છે. આ વિભાગમાં વિધવા કે વકતા બહેને કામ કરવા આવે છે. એવુ નથી, પતિની ટુકીકમાઇમાં ઉમેરો કરવા માટે ફાજલ સમયના સદુપયોગ કરવા ઇચ્છતી સખ્યાબંધ બહેના બપારના સમયે ખાખરા, પાપડ કે અન્ય ચીજો બનાવવા આવે છે. આ વિભાગ બહેનેાને સ્વમાની અને સ્વાશ્રયી જીવન જીવવાની તક પૂરી પાડે છે. આ વિભાગમાં શહેરનાં જાણીતાં કુટુ ઉપર જણાવેલી વાનગીઓમાંથી જરૂરી વાનગી બનાવવાની વરદી આપે છે. આ વિભાગે તૈયાર કરેલા અથાણાં માટે છેક અમેરિકા અને આફ્રિકાથી વરદીએ આવે છે. ઉદ્યોગગૃહના બીજો મહત્વના વિભાગ શીવણુ, ભરત, ગૂથણુ વિભાગ છે. આહ અનુભવી શક્ષક અને શિક્ષિકાએ તાલીમ આપે છે. છે. તે ભા તા. ૧૫-૮-૧૯ શ્વે. કાન્ફરન્સ ઉદ્યોગગૃહ. લગભગ ૧૪૦ બહેના શીવણુ વિભાગમાં, ૪૦ મહેતા ડીપ્લોમા શીવણુ વીભાગમાં અને ડીપ્લામા ફ્રેન્સી વિભાગમાં અને ૩૫ ભાઈઓ જનરલ શીવણુ વિભાગમાં તાલીમ લઇ રહેલ છે. તેમને પરીક્ષા લીધા પછી સરકારમાન્ય ડીપ્લોમાં આપવામાં આવે છે. ખાદીાર્ડના સહકારથી ઉદ્યોગગૃહ અંબરચરખા પરિશ્રમાલય ચલાવે છે. ત્રણ માસ તાલીમ લીધા પછી બહાર નીકળનાર ભાઇ કે બહેન સહેજે દાઢાક રૂપીયા કમાઇ શકે છે. આ વિભાગ એ બે કલાક ત્રણ પાળીએ ચાલે છે. ૭૫ જેટલાં ભાઇ બહેના તાલીમ લઇ રહેલ છે. ઉદ્યોગગૃહના ફેન્સી કાર્યં વિભાગમાં ઉપધાન તપની રેશમની, જરીની અને સુતરાઉ ફેન્સી માળા બને છે. ઉનના ચરવાળા, દેરાસરામાં વર્ષરાતી પવિત્ર અગરબત્તી બનાવીને ૨૦ જેટલી બહુના સ્વમાનભેર જી મેળવે છે. દેશીનામાનું શિક્ષણ આપવાની તેમજ ટાઈપીંગ શીખવવાની વ્યવસ્થા પણ ઉદ્યોગગૃહે રાખેલી છે. અત્યારે ૨૮ ભાઈએ રાત્રે ૮ થી ૧૦ વચ્ચે દેશીનામુ` શીખે છે, જ્યારે ટાઈપ રાઈટીંગના વર્ગમાં ૫૦ ભાઇ બહેનેાની હાજરી રહે છે. હવે મૂળ ખાદ્ય વિભાગ પર પાછા આવીએ તે!, ૧૫૦ બહેને પાપડ વણીને, ૩૦-૩૫ બહેનેા ખાખરા વણીને, દસેક બહેનેા પરચુરણ કામકાજ કરીને અને પાંચ બહેન અગરબત્તી તૈયાર કરીને રાજી મેળવે છે. રાજ સાત હજાર પાપડ (૨૧૦ રતલ) અને ખાખરા ૧૦૦ રતલ તૈયાર થાય છે. શહેરની જાણીતી હાટેલા, સ ંસ્થાઓ અને બાળમંદિરે, અને પ્રતિષ્ઠિત કુટુ પેાતાની જરૂરિયાત માટે ઉદ્યોગગૃહ પર આધાર રાખે છે. શુદ્ધ સત્વશીલ અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે ભરશસાપાત્ર કેન્દ્ર ખીજું કયું હાઇ શકે, આ ઉપરાંત જે જેતે જોઇએ તેવી અનુકુળ સ્વાદવાળી વાનગીઓ બનાવવાની તજવીજ અહીં કાળજીપૂર્વક રખાય છે. સંસ્થાના ઉત્સાહી સંચાલક શ્રી. રજનીકાન્તભાઇએ અને સમિતિના ઉત્સાહી સેવાપરાયણ સભ્ય શ્રી. મહીપતભાઈ શાહે સાથે ફરીને બધા જ વિભાગાની કામગીરીની અમને સમજણુ આપી હતી અને પૂછપરછના સતાષકારક જવામે આપ્યા હતા. ઉદ્યોગગૃહના વિભાગાની કામગીરી દ્વારા કાઇ વ્યકિતને પેટભર રાજી ન મળી શકે એવી સ્વાભાવિક શંક અમે વ્યક્ત કરી હતી, પરંતુ એના જવાબમાં શ્રી રજનીકાન્તભાઇએ કહ્યું હતું કે ‘હા, એ સાચું છે. પરંતુ ઉદ્યોગગૃહ પૂરી રાજી આપવાના દાવે ય કરતુ નથી. જે બહેન માટે કાર્ય આધાર જ ન હાય એ બહેને અત્રે કામ કરીને સ્વાવલંખી જીવનના પથ પર ચડી શકે છે, કુટુંબવાળી બહેને ટુકી આવકમાં ઉમેરા કરી શકે છે, અને છતાંય કેટલીક બહેના વધુ સમય કામ કરીને રૂા. ૧૫૦ સુધીની કમાણી આ જ ગૃહમાંથી કરે છે.” ઉદ્યોગગૃહને સમાજ કઇ રીતે મદદરૂપ થઇ શકે એવા પ્રશ્ન પૂછ્યો, ત્યારે શ્રી. રજનીકાન્ત અને શ્રી. મહીપતભાઇએ અમને કહ્યુ: “દુકાનદારા ભરત ગુંથણનાં, ખટન ભરાવવાનાં, લેખો, ચેટાડવાના વગેરે કામેા ઉદ્યોગગૃહને સોંપીને તેમજ અન્ય નાગરિકા શીવણુકામ કરાવીને અને ધરવપરાશની ચીજોની સાન્સૂરી કરાવીને ઉદ્યોગગૃહની બહેનેને રાજી આપવામાં સહાયભૂત બની શકે છે. અત્યારે કામની માગણી કરતી લગભગ બે હજાર બહેનેાની અરજી દફતરમાં પડેલી છે. સંસ્થા શિક્ષક–શિક્ષિકા મળીને સેાળ પગારદાર ભાઇ-બહેનને નિભાવ કરે છે. સંસ્થા નફ્રાની ધંધાદારી દૃષ્ટિએ ચલાવવામાં આવતી ન હોવાના કારણે ખાધ રહે એ સ્વાભાવિક છે. એટલે ઉદ્યોગગૃહના પેટ્રન, આજીવન સભ્ય, કે સામાન્ય સભ્ય બનીને, રોકડ મદદ કે વાર્ષિક મદદ આપીને, તેમજ સંસ્થાના મકાનમાં જ ચલાવવામાં આવતા ઉદ્યોગગૃહમાં તૈયાર થયેલી ચીજો વેંચવા માટેની દુકાનમાંથી માલ ખરીદીને સમાજની દુ:ખી બહેનેાનુ જીવન થાળે પાડવામાં સહાયભૂત બની શકાય છે.
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy