________________
90
$<
પડે છે તે રીતે જોતાં, સ્વાર્થવિવશતા અને અહંકારને, સત્તાલેલુપતા અને ઇર્ષ્યાને, મત્સરગ્રસ્તતા અને ભયને જીતી શકતા નથી. એમ છતાં પણ જ્યારે, સમ્રાટ અશાક કલિંગ ઉપર વિજય મેળવ્યા તે પછીની સવારે રણક્ષેત્ર ઉપર ખેરવિખેર પડેલા મરેલા અને મરી રહેલા હજારો માનવીએને તે જોઇ રહ્યો ત્યારે એ વિજયની અશૂન્યતાના જાણે કે એકરાર કરતા હાય તેમ તે એટલી ઉઠેલ કે “પોતાની જાત ઉપરના વિજય એ જ ખરા વિજય છે.” આવી રીતે સભ્ય પ્રાણી તરીકે આપણે પણ જયપરાજયની નહિ પણ પરસ્પર સંવાદિતાની, શાસનની નહિ પણ સમાનતાની, ઝેરવેરની નહિ પણ સદ્દભાવની પરિભાષામાં વિચાર કરતા થવુ જોઇએ. જો આપણી આસપાસ અનવસ્થા–( chaos) જ પેદા થવાના હોય તો વિશ્વ−(cosmos) ની સીમાને આપણે પહોંચીએ તેના અર્થ શું છે ? જો આપણી વચ્ચેથી નર્કને નાબુક નહિ કરીએ તા, જો દરિદ્રતા, વ્યાધિ અને ગંદવાડ, અજ્ઞાન અને અત્યાચાર, ધર્માંધતા અને કલહ—કંકાસ—મા સર્વનું ઉન્મૂલન નહિ કરીએ તે આપણા પેાતા માટેનું સ્વર્ગ આપણુને કદિ પણ પ્રાપ્ત થાય એ સંભવિત જ નથી.
જ્યાં સુધી આપણા ક્લિમાં શાન્તિ પ્રતિષ્ટિત નહિ હૈાય ત્યાં સુધી આ દુનિયામાં શાન્તિની પ્રતિષ્ટા કાઇ હિસાબે થઈ શકશે જ નહિ. આ કાર્ય ગૂઢ રહસ્યથી ભરેલ મંત્ર અથવા તે ન સમજી શકાય એવું કાઇ ધાર્મિક વિધાન નથી. આ સાદી સમજની વાત છે, જેની આપણે ઉપેક્ષા કરી ન શકીએ એવી માનસશાસ્ત્રને લગતી હકીકત છે. નિશેએ ધણા સમય પહેલાં કહ્યું હતું કે “ખરી શાન્તિ મનની શાન્તિ ઉપર જ હમેશા આધાર રાખે છે, જ્યારે આજે બધા દેશમાં નજરે પડે છે તેવી શઅસાધ્ય સુલેહશાન્તિ મનની એવી અશાન્તિની સૂચક છે કે જે નથી પોતાને વિશ્વાસ કરતી કે નથી પેાતાના પાડેાશીનેા વિશ્વાસ કરતી અને જે અડધી તિરસ્કારથી પ્રેરાઇને અને અડધી ભયથી પ્રેરાઇને પેાતાનાં શસ્ત્રો કદિ મ્યાન કરતી નથી.”
આજે પણ આ શબ્દો કેટલા બધા અર્થપૂર્ણ લાગે છે? -
માનવી દિલમાં અદ્ભુતતા અને વિસ્મયની લાગણી પેદા કરતા ગ્રાન્ડ ક્રેનીયન્સ કે જે અનન્તતાની ઝાંખી કરાવે છે અને જીવનની ક્ષણભંગુરતાનું મૌનપણે ભાન કરાવે છે, અથવા તો ‘ગોલ્ડન ગેઇટ’ ઉપરના ઝળહળતા સૂર્યાસ્ત જે અમાપ સૌન્ત્યને પ્રતિબિંબિત કરે છે, અથવા તો ન્યુ ઈંગ્લાંડમાં પાનખર રૂતુ દરમિયાન નવા આવતા રંગખેર’ગી પણુગુચ્છા કે જે કુદરતમાં ચાલી રહેલ સતત નવનિર્માણતી પ્રક્રિયાને આબાદ રીતે અભિવ્યકત કરે છે—આ સર્વને હું યાદ કરૂં છું ત્યારે, આ દુનિયા કેવી રૂપાળી છે અને એમ છતાં આપણી ખેવકુફીએ અને અત્યાચારાને લીધે આપણે તેને કેવી ગમગીનીથી ભરેલી કદરૂપી બનાવી દીધી છે તે બાબતનું મને આશ્ચય થાય છે. અને એમ છતાં, માનવીના ઇતિહાસમાં સૌથી પહેલી વાર, વિજ્ઞાને માનવીના હાથમાં એવી સત્તા અને એવાં સાધના લાવીને મૂક્યા છે કે જે વડે ધનધાર દારિદ્રયનું અને કેવળ કંટાળા આપતી વેઠ અને મજુરીનુ નિવારણ કરી શકાય તેમ છે, જે માણસને કામ કરવાની તેમજ નવરાશ માણવાની પૂરી તક મળે તેમ છે. અને જેણે સશોધનના નવાં ક્ષિતિજો ઉભાં કર્યાં છે અને જ્ઞાનની નવી સીમાએ પેદા કરી છે. જો આપણે નિશ્ચય કરીએ તે આ દુનિયાને આપણે 'કવી બનાવી શકીએ અને એમ ન કરીએ તે કેવા ભયાનક વિનાશ તરફ તે હુડસેલાઇ જાય—આ એ ચિત્રાના હું વિચાર કરું છું ત્યારે અમેરિકામાં આન્તરવિગ્રહ ચાલતા હતા તે દરમિયાન કાઈ ખીજા સંદર્ભમાં એધ્યા હામ લીંકને કહેલું કે “ઇશ્વરની તાકાત હોવી અને ઇશ્વરની પદ્ધતિએ તેના ઉપયોગ ન કરવા આ તે કેવી એવપુરી છે ?” એ શબ્દો મને યાદ આવે છે.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૫૮
કરૂણા અને સહિષ્ણુતા માણુસના દિલમાં પેદા શી રીતે કરવી ? - કાઇ વાદ તેમાં મદદરૂપ નહિ થાય; ક્રાઇ સિધ્ધાન્ત તે માટે ટુંકા માર્ગ બતાવી નહિ શકે. આપણને આજે ચાલી રહેલા ઠંડંડા યુદ્ધના અન્ત આણે એવા હુકાળા ગરમ હૈયાની અને ગરમ યુદ્ધને અટકાવે તેવા સ્વસ્થતાપૂર્ણ ઠંડા મગજોની જરૂર છે. વિજ્ઞાન સાથે માનવતાના અનુસંધાનના, રાજકારણ સાથે શુધ્ધ દિલના—અન્તઃકરણના અનુસંધાનના, શક્તિ સાથે પ્રેમના અનુસંધાનના આપણને ખપ છે. સુલેહના માર્ગ વિકટ છે, કંટાળા ભરેલો છે, અનેક નિરાશા અને હતાશાએથી સંકલિત છે. જ્યારે રાજદ્વારી પુરૂષો અને શાસક્ર પરિષદોની અટવીમાં ઘુમ્યા કરતા હોય અને રીતરસમ અને કાર્યક્રમની આંટીઘુટીઓ વિષે લીલબાજી કરતા હાય ત્યારે, સામાન્ય વ્યક્તિએ વચ્ચે પ્રેમ અને સમજુતી ઉભી થાય એ કદાચ વધારે જરૂરનું હાય. બાકીનુ' બધું નિર્માણ થાય તે પહેલાં કેટલાંક સાદા, સરળ એકમેકને ચાહતા હૃદયામાં પલટા આવે એ કદાચ વધારે જરૂરી હાય. લારેન્સ વાન ડર પોસ્ટની લખેલી A Bar of Shadow" એ નામની દિલને હલાવી નાંખે એવી ચાપડીમાં જોન લેરેન્સને લગતી એક વાત આવે છે. આ જોન લારેન્સ જાપાનમાં યુધ્ધકેદી તરીકે જેલમાં પુરાયલા હતા અને તેની ઉપર ‘હારા નામના જેલરે ધણા ત્રાસ વર્તાવ્યા હતા. વખત જતાં જાપાન હાર્યું, જોન લોરેન્સ છૂટા થયા, તારાને પકડવામાં આવ્યો અને તેના ઉપર કામ ચાલ્યું અને તેને ફ્રાંસીની શિક્ષા થઈ. આ હકીકત જોન લોરેન્સના જાણવામાં આવતાં તેના દિલમાં વિચાર આવ્યો કે હારાને કાંસીએ ચઢાવે તે પહેલાં તેને મળીને તેના વિષે પેાતાના મનમાં કશી પણ કટુતા નથી અને હરાએ પણ પાતા વિષે કશી કટુતા ન રાખવી-આવી પરસ્પર દિલસફાઇ કરી લઉં. જોન લેરેન્સ પોતાની આવૃત્તિ અને તે પાછળ રહેલી વિચારણાને હારાને ઉદ્દેશીને આ રીતે વ્યકત કરે છે. “આ વિશાળ દુનિયામાં જે ભયંકર અનર્થો અને અત્યાચારો ચાલી રહ્યા છે તેને આપણે અટકાવી કે નાબુદ કરી ન શકીએ તા પણ જે અજ્ઞાત પ્રદેશમાં તું આજે જઇ રહ્યો છે અને આ અપૂર્ણ અને અનેક ભૂતાવળથી ભરેલા જ્ઞાત પ્રદેશ કે જ્યાં હું વિચરી રહ્યો છું તેમાં તારી કે મારી મારફત કાષ્ટ પણ અનિષ્ટ કે પુરા ભાવ નિર્માણ ન થાય એમ હું ઇચ્છું છું. આમ આપણા બે વચ્ચે ખાનગી અને અંગત જે કાંઈ મનદુઃખ હાંય તે મનમાંથી કાઢી નાંખીએ, અને એ રીતે અંગત મનદુ:ખામાંથી પેદા થતા આધાત પ્રત્યાધાતા, તેની ક્રિયાપ્રક્રિયા, અને તેના પરિણામેાને અટકાવીએ અને એ રીતે આપણા સમયમાં ફેલાઇ રહેલ સર્વ સામાન્ય ગેરસમજુતી અને પરસ્પર અજ્ઞાન અને તેમાંથી નીપજતી અને ચેતરફ ફેલાતી તિરસ્કાર અને વૈરભાવની લાગણીઓને આપણા પૂરતી વધતી જતી રોકીએ.” આ ભાવથી જોન લોરેન્સ હારાને મળવા દોડે છે, પણ તે પહેાંચે અને તેની સાથે સમાધાની કરે તે પહેલાં હારાને તે કાંસીને લાકડે લટકાવી દીધા છે એમ લોરેન્સને માલુમ પડે છે. આ ઘટનાની જાણ થતાં પોતે માડે પડયાનુ લોરેન્સને ભારે દુઃખ થાય છે અને વેદનાપૂર્ણાંક પોકારી ઉઠે છે કે “શું” આપણે હમેશા મેડા જ પડીશું ?” “Must we be always too late ?”અને આપણે પણ આ જ રીતે આપણી જાતને વારવાર પૂછતા રહીએ કે જે શાન્તિની શોધ પાછળ માનવી સદ્દીથી લાગી રહ્યો છે અને એમ છતાં જે શાન્તિ હજી સુધી તેનાથી દૂર અને દૂર જતી રહી છે અને તે પણ આજના ઋણુયુગમાં જેની સાથે આપણા સમગ્ર અસ્તિત્વને પ્રશ્ન અનિવાર્યપણે સકળાયક્ષે છે તે શાન્તિની શોધમાં આપણે વધારે પડતા મોડા તે નથીને ? આજની આન્તરરાષ્ટ્રીય પરિષદેમાં અને ત્યાં ચાલી રહેલી વાટાધાટામાં કાળને ક્રાઇ નિમંત્રણ મેકલવાનું નથી, પણ કાળ કાષ્ઠની પણ રાહ જોવાને નથી. મૂળ અંગ્રેજી : ગગનવિહારી મહેતા અનુવાદક : પાનદ
સમાસ
તા પછી પ્રશ્ન તો એ જ વિચારવાના રહે છે કે વિજ્ઞાનના આધુનિક વિકાસ દ્વારા પોતાને પ્રાપ્ત થયેલી આ વિરાટ શક્તિને ઇશ્વરની રીતે માણસ શી રીતે વાપરતા થાય ? તે માટે જરૂરી એવા સદ્ભાવ,
મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ! ૯. ટે. નં. ૩૪૬૨૯