SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દર પ્રબુદ્ધ જીવન તા.૧-૮-૫૮ એક તપાસ સમિતિ એવી ભલામણ કરે છે કે બ્રિટનની વિંદાય પછી પેલેસ્ટાઇનના યહુદી વિસ્તાર અને આરબ વિસ્તાર એમ બે ભાગલા પાડવા. તેથી સયુકત રાષ્ટ્ર સંસ્થાના જન્મસમયથી જ અસાધારણ મહત્વની નજરથી અને ભારે મેટી આશાપૂર્વક તેના સૌ વિચાર કરતા થયા હતા. નાનાં તેમ જ મોટાં રાજ્યા કાંઇ પણ બનતાં તેનું શરણ શોધવા લાગ્યા. શાન્તિપ્રિય અને શાંતિમય રાષ્ટ્રોએ તેને બળવાન બનાવવા ખૂબ જ મહેનન કરી. તેના ખતપત્રમાંના શબ્દને પાતાના આક્રમક કૃત્યોની ઢાલ બનાવવા કેટલાંક આક્રમણખાર રાષ્ટ્રોએ અલબત્ત પ્રયત્નો પણ કર્યો, પરંતુ મહત્ત્વની વાત તા એ છે કે તે બધાએ આ નવી સંસ્થા મારફત જ કાર્ય કરવાની કાશીષ કરી. રીતે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનાં મૂળ ઊંડાં જવા લાગ્યા હતાં. X X × સરી જતા સમયના સાત મહિના પસાર થાં ગયા છે. તારીખ ૧૯ મી જાન્યુઆરી, ૧૯૪૬ ના દિવસ છે. સંયુકત રાષ્ટ્ર સંસ્થામાંન ફરીયાદ માટેના લટના રણુકાર–અચાનક, લાંખા અને જોરદાર રણકાર– સંભળાય છે. આંતરરાષ્ટ્રીય ચાકીદાર તરીકેનાવિશ્વના આત્માના સરક્ષણહાર તરીકેના–સ. રા. સંસ્થાના દાવાને એ ઘટનાદ પડકારી રહ્યો છે. ધંટ વગાડનાર રાષ્ટ્ર છે ઈરાનને શું કારી રહ્યું છે ?. યુધ્ધના પડછાયા સિવાય ખીજું શું હોઇ શકે ? સધના વરસો દરમિયાન રશિયાએ તેની દક્ષિણ ખાજુની સરહદો પર કેટલીક હીલચાલ કરી હતી અને ઇરાનના ખાઝરબૈજાન જીલ્લામાં એક ‘પૂતળા’-- સરકારની સ્થાપના કરી હતી. ઇરાનમાં રશિયાના . લશ્કરે થાણું પણ જમાવ્યું હતુ. અને ઇરાનની માગણી હતી કે તેના પ્રદેશમાંથી પેલા આાન્તરરષ્ટ્રીય ચોકીદારે વિદેશી રશીયન તત્ત્વને હટાવી દેવાં. એ ચેાકીકાર તેના હાથમાં આવેલી આ સર્વ પ્રથમ સમસ્યાને અભ્યાસ કરે છે, પરંતુ તેને ગણુવેશમાં સજ્જ થઈને વિખવાદના સ્થળે પહોંચવાની જરૂર પડતી નથી; કારણ કે રશિયા પેાતાનાં લશ્કરી દળાને ઇરાનમાંથી સમયસર પાછાં ખેલાવી લે છે. તખ્તાનું દૃશ્ય બદ્લાય છે. હવે દૃશ્ય છે ત્રીસનું. સંધર્ષાથી ભરપુર આ રાષ્ટ્રમાં રાજ્યતંત્રની વિવિધ પદ્ધતિએ એક ખીજા સાથે બહુ જ નિકટ રીતે અથડાઈ રહી છે. ગ્રીસના ઉત્તર વિભાગમાં ગેરીલાએ લાહીની નદીઓ વહેવડાવી રહ્યા છે અને તેમને વિદેશી સામ્ય વાદી રાષ્ટ્રો તરફથી બધી સહાય મળી રહી છે. આવા બનાવા હાથ ધરવા માટે રચાયેલી આ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું શરણું ગ્રીસ શોધે છે અને ફરિયાદ કરે છે કે આલ્બેનીયા, ખલગેરીયા અને યુગોસ્લાવીયા એ ત્રણે રાષ્ટ્રો ગ્રીસમાંના ખળવાખેારાને સક્રિય રીતે ઉતેજી રહ્યા છે, સાથ આપી રહ્યા છે. સં. રા. સંસ્થા એ ફરિયાદની તપાસ કરવા એક તપાસ– સમિતિની નીમણુક કરે છે. તે સમિતિ એ મામલાની સ્થાનિક તપાસ અને અભ્યાસ કરીને એમ ઠરાવે છે કે ઉપર્યુકત ત્રણે રાષ્ટ્રો તેમની સામે મૂકાયેલાં ક્રીયાદનામાં માટે ગુનેહગાર છે. ૧૯૪૮ માં સ'. રા. બાલ્કન કમીશન ( Balkan Commission ) પણ તે જ પ્રમાણે ફરી ચૂકાદો આપે છે. પરંતુ કી એકવાર, એક તદ્દન અકલ્પિત ધટનાના કારણે એ ચોકીદારને 'કડવી ક્રૂરજ બજાવવાની જરૂર પડતી નથી. એ ઘટના હતી રશિયા અને યુગેસ્લાવિયા વચ્ચેનું ભંગાણુ; સામ્યવાદી મારચામાં ચીરાડ અને ગ્રીક બળવાખાને અત્યાર સુધી પાષણ આપી રહેલી વિદેશી સહાયનું એકાએક બંધ થવુ અને બીજા પ્રકરણની આ રીતે પૂર્ણાહુતિ થઇ. X X X સ્થળ છે પેલેસ્ટાઈન. સમય એપ્રિલ ૧૯૪૭, પડદા ઊંચકાય છે અને ત્યાં દેખાય છે જવાળામુખી જેવી દેખાતી જમીનની એક પટ્ટી. તેના પર કાબુ તા બ્રિટનના છે, પરંતુ પોતાને કાંઇ પણ નુકસાન થાય તે પહેલાં બ્રિટન તે ઉપરના પાતાંના કાજી છેડવા માગે છે. પછી ભલે જવાળામુખી ફાટી નીકળે. ૧૧. રાષ્ટ્રોની * નવેમ્બર ૧૯૪૭ માં સ. રા. સંસ્થાં એ યોજના ઉપર મજૂરીની મહાર મારે છે અને એ રીતે ૧૯૪૮ ના મે મહિનાની ૧૪ મી તારીખે એક તદ્દન નવા રાષ્ટ્ર—ઇઝરાયેલ-ના પિતા થવાનું માન સ. રા. સંસ્થાને ફ્રાળે જાય છે. || પરંતુ ઇઝરાયેલના જન્મ તે ધણાં તફાને અને અંધાધુ ધી લાવે છે. ઇઝરાયેલની સામે પાંચ રાષ્ટ્રો તરત જ યુધ્ધ જાહેર કરે છે અને સ. રા. સંસ્થાને એક નવા પડકારને સામના કરવા પડે છે. યુદ્ધે ચડેલા રાષ્ટ્રાને વારવારની વિનતિ પછી એ ચેાકીદાર આખરે સમાધાન કરાવે છે. પરંતુ એ શાંતિ માટે ઘણી કીંમત ચૂકવવી પડી, કારણ કે સંયુકત રાષ્ટ્ર સંસ્થા તરફથી વિષ્ટિકાર તરીકે નીમાયલા કાઉન્ટ બર્નાડેાટનું વિષ્ટિ કરવા જતાં ખુન થાય છે. વિષ્ટિકારી બર્નાડાટ પછી પણ મધ્યસ્થી તેા ચાલુ રહી અને તેની જવાબદારી આવી પડી રાલ્ફ છુંચ પર ઘણી દોડધામ અને ઉલટ પાલટ પછી મામલા થાળે પડે છે, સરદાર અને રાજાએ વિદાય લે છે અને ઇઝરાયેલ તેના પડેાશી આરબ રાષ્ટ્રો સાથે યુધ્ધમધીના કરારો પર સહી કરે છે, અને જ્યારે સ. રા. સંસ્થા ૩૭ વિરૂધ્ધ ૧૨ મતે ઇઝરાયેલને પોતાના ૩૯ માં સભ્ય તરીકે દાખલ કરવાના નિણૅય કરે છે ત્યારે એ ટના ઉપર પડદો પડે છે. ** * * ૧૯૪૭ થી ૧૯૪૯ સુધી વિશ્વના એ ચોકીદારને પોતાનુ ધ્યાન ઈંડાનેશિયા પર કેન્દ્રિત કરવુ પડે છે. ઈંડાનેશિયા અને હાલેંડ વચ્ચે ચાલતી લડાઈ પ્રત્યે ઓસ્ટ્રેલીયાએ એ ચેાકીદારનું ધ્યાન ખેચ્યું હતું. સ. રા. સલામતી સમિતિએ અને રાષ્ટ્રાને લડાઇ બંધ કરવાના આદેશ આપ્યા અને તે પછી લડાઈથી ધવાયેલા એ ટાપુએ પર એક શુભેચ્છક પ્રતિનિધિ મંડળ ( Good offices Commission ) મોકલ્યું. લડાઈ બંધ થઇ. પરંતુ ફરીથી હાલાંડે પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાના પાટનગર પર હુમલા કર્યો અને ક્રીથી સ. રા. સંસ્થાએ લડાઇ બંધ કરવાના આદેશ આપ્યા. ૧૯૪૯ ના જુલાઈ સુધીમાં જોાકાર્તામાંથી ડચ સૈન્યે વિદાય લીધી અને તે પછી પ્રજાસત્તાક ઈંડાનેશિયાએ શાંતિપૂર્વક પેાતાનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. પરંતુ આ બધી ઘટનાઓની પડખે, સંયુકત રાષ્ટ્ર સંસ્થાની કાર્યવાહીમાં એક દુ:ખદ અને અકલ્પિત એવી શક્યતા પાત પ્રકાશી રહી હતી, એ શકયતા હતી કેટલાંક મોટાં રાષ્ટ્રોની એ વિશ્વસસ્થામાં પેાતાનું ધાર્યું કરવાની અને કરાવવાની હઠને લગતી. સં. રા. સંસ્થાની મેાટા ભાગની નિષ્ફળતાનું ઉદ્દગમસ્થાન અને આધાર એ શકયતા પર રહેલાં છે. તેનું ઉદાહરણુ કાશ્મીરને પ્રશ્ન છે કે જે પ્રશ્ન ભારતે ૧૯૪૮ માં જગતના એ ચોકીદાર સમક્ષ રજૂ કર્યો. વિષ્ટિકારી અને નિરીક્ષકાની હારમાળા કાશ્મીરમાં મેકલવામાં આવી પણ ખરી, પરંતુ જ્યારે તેમાંના એક વિષ્ટિકારે પાકિસ્તાનને કાશ્મીર પરના આક્રમણખાર તરીકે હિંમતપૂર્વક જાહેર કર્યું" ત્યારે, સ. રા. સસ્થાએ એક પશુ પગલું લીધુ નહિ; અને ત્યારથી કાશ્મીર પ્રકરણુ ખાખત એક પ્રકારની સક્રિય અક્રિયાત્મકતાને ચાલુ રાખવા દેવામાં આવી છે અને અદ્યાપિ તે ચાલી જ રહી છે. * પરંતુ સં. રા. સંસ્થાની મેટામાં મેટી અને ગૌરવભરી નિષ્ફળતાનું નાટક તા ૧૯૫૦-૫૧ માં ભજવાયું. ી એકવાર એક માંધાતા રાષ્ટ્ર જગતના એ ચોકીદારને મુખ્ય અભિનેતા તરીકે પાઠ ભજવવાનું ભળાવ્યું. અને તેણે એ પાઠ ઘણી જ ખુશીથી ભજબ્યા ! અમેરિકાએ ગરમ અને સક્રિય યુધ્ધના વિસ્તારમાં પ્રવેશ કર્યાં અને તેના પર મન્તુ માર્યુ” સ. રા. સંસ્થાએ એટલે કે આંતરરાષ્ટ્રીય એ સિપાઇએ ! I
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy