________________
તા. ૧૭-૫૮
પ્રબુદ્ધ જીવન
વિનાબાનું મનેામન્થન
( પઢરપુર ખાતે મે માસની આખરમાં સર્વોદય સંમેલન ભરાઈ ગયું. એ દિવસો દરમિયાન નૈનીતાલ બાજુના પરિશ્રમના કારણે આ સ ંમેલનની તે બાજુના દૈનિક છાપાઓમાં બહુ જ ઓછી માહીતી પ્રાપ્ત થઈ હતી. તા. ૧૬-૬-૫૮ ના રાજ પ્રગટ થયેલ ભૂમિપુત્રના અંકમાં આ સંમેલનને લગતી ધણી વિગતો પ્રગટ કરવામાં આવી છે. તેમાંથી, આજે વિંનેબાજીના મનમાં કયા પ્રકારનું મન્થન ચાલી રહ્યું છે પ્રચારપ્રવૃત્તિ કે વિચારનિવૃત્તિ-કમ ૐ અકર્મ–તેની કાંઇક ઝાંખી કરાવતુ સ ંમેલનના છેલ્લા દિવસે વિનેબાજીએ કરેલું અન્તિમ પ્રવચન નીચે આપવામાં આવે છે. આ પ્રવચનમાં ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધની કાર્ય પદ્ધતિ વચ્ચે રહેલા જે તફાવત રજુ કરવામાં આવ્યો છે તે ખાસ ધ્યાન ખેંચે તેવા છે. ત ંત્રી. )
.
* છેલ્લાં સાત વર્ષ થયાં એક વિચાર-યજ્ઞ ચાલી રહ્યો છે. આજ કાલ મારા મનમાં એ સબંધે ધણું ચિંતન-મનન ચાલી રહ્યું છે. ભારત એક ઘણા પ્રાચીન દેશ છે અને તેમાં જાત જાતના આધ્યાત્મિક અને સામાજિક પ્રયોગા કરવામાં આવ્યાં છે. આ દેશના સમગ્ર ઇતિહાસને તે પ્રયોગોની પૃષ્ઠભૂમિ લાધી છે, અને પરમેશ્વરની યોજનાનુસાર આ દેશના સંબધ દુનિયાના ધણાખરા દેશે સાથે, ધા પુરાણા કાળથી કે આજ લગી ચાલતા આવ્યો છે. તેથી આ દેશ અને દુનિયાના ખીજા દેશો વચ્ચે નિર'તર વિચારોનું આદાન-પ્રદાન થતું રહ્યું છે, કાઈ કાઇ વાર તે આપ-લે અને વિચાર–વિનિમયે આક્રમણુનું સ્વરૂપ લીધું, કાષ્ઠ વાર વળી સંધતું સ્વરૂપ લીધુ, તે • કાઇ વાર એણે અરસપરસ પ્રેમાલાપનું રૂપેય લીધું. આ દેશ પર થયેલાં આક્રમણોને કઇં તેટા નથી. પરંતુ વળતું આ દેશ તરફથી ખીજા ' દેશો પર આ જાતનું આક્રમણ થયાનું શોધ્યું જડે એમ નથી. આવા વિશાળ દેશ માટે એમ કહેવું કે એણે તો કાઇ કાળે અન્ય દેશા પર ચઢાઇ જ નથી કરી એ નાનીસૂની વાત નથી. મારી સમજ પ્રમાણે આ એક ભ્રૂણી માટી ધટના છે. આવી આવીને સર્વ એકમાં સમાયાં
આ દેશની શ્રધ્ધા હરહ ંમેશ વિચાર અને વિચારાના સમન્વય પર રહેતી આવી છે. અહીં બહારથી જેટલા પણ લેકા આવ્યા, પછી સ્વાયતે। તે વેપાર વાણિજ્ય અર્થે આવ્યાં હોય કે પછી રાજસત્તાના વૈભવની લાલસાથી આવ્યાં હોય, વિચારદાન અથવા વિચારવિમષ માટે આવ્યાં હાય કે પછી ધમ-પ્રચાર અર્થે આવ્યાં હોય—આવાં તરેહ તરેહનાં નિમિત્તો લઇને ગમે તેટલા લાકોએ આ ભૂમિમાં પ્રવેશ કર્યો - હાય, આ દેશે સૌને એકસરખા સત્કાર કર્યો છે. જે કાષ્ઠ વિચાર મળ્યા તેને પેતામાં આત્મસાત્ કરી લેવા, એની સાથે સમન્વય સાધવા
એ આ દેશની પરંપરા છે.
કેવળ વિચાર-સમજૂતી : એક રીત
સાત વર્ષથી આપણું આ જે આરોહણ ચાલી રહ્યું છે. તેમાં આ વાતના નિર ંતર ખ્યાલ રહ્યો છે. અને હું મારા મનમાં વારે વારે ભારતની આ દૃષ્ટિ પર ચિંતન કરુ છુ. આજે તમારી સામે હું એના થાડા અમસ્તા અશ રજૂ કરવા માગુ' છું. મારા મનમાં સમન્વયનુંએક ડ્૬ ચાલી રહ્યુ છે તેનું પણ તેમાં તમને દર્શન થશે. મે’‘’ શબ્દના પ્રયાગ એટલા ખાતર કર્યાં કે જ્યાં સુધી પૂરેપૂરો સમન્વય થતા નથી ત્યાં સુધી તેની અંદર ચૈડું પણ રહેવાનુ’ જ. તમારી સામે અત્યારે હું જે વિચાર મૂકી રહ્યો છું તેમાં તમને એની ઘેાડી ઝાંખી થશે. હું મારું પેાતાનું પરીક્ષણ કરવા માગું છું અને સાથે સાથે દુનિયામાં જે જુદા જુદા તત્ત્વજ્ઞાની પુરુષ, વિચારક અને ચિંતક થયા, તેઓએ જે રીતે કામ કર્યું તેનુ' પણ હું તમને દર્શન કરાવીશ. તેમાં કેટલાક એવા હતા જેઓએ શરૂથી તે આખર સુધી કેવળ વિચાર પર જ નિષ્ઠા રાખી. આદિમાં વિચાર, મધ્યમાં વિચાર અને અંતમાં પણ કેવળ વિચાર-એ રીતે જેની આદિમધ્યાંત ફક્ત વિચાર પર જ નિષ્ઠા રહી અને વિચાર સમજાવીને જ જેએએ સંતોષ વાહ્યા એવાઓની જમાત પણ દુનિયામાં દેખાય છે.
-
કેટલાંક નામ લેવાનું અપરિહાર્ય થઈ જાય છે. તેના વગર ચર્ચા અસ્પષ્ટ લાગે છે, માટે કેટલાંક નામ લઈશ. જેમ કે આપણા દેશમાં મહાવીર થયા. તેઓ જે કાને મળતાં તેની ભૂમિકા પર જઇને તેને વિચાર સમજાવતા હતા. પોતાના નિજના જે કઇ વિચાર છે તેનું સામેવાળા પર આક્રમણ નહોતા કરતા. પહેલાં પૂછી લેતા કે તે વ્યક્તિ કયી રીતની
૪૩
વિચારપધ્ધતિમાં માને છે. જો તે વેદોને માનતી હોય તો તેને વેદ્યાના આધાર આપી સમજાવતા. અગર તે કોઇ ખીજી પતિમાં માનતી હાય તા તેને તે પધ્ધતિ પ્રમાણે સમજાવતા. એવી કેટલીય પ્રણાલીઓ તે સમયમાં ભારતમાં ચાલતી હતી, જેનુ દિગ્દર્શન સંસ્કૃત, પાલી, અર્ધમાગધી વગેરે ભાષાઓમાં થાય છે. આ પ્રમાણે જેની તેની પરંપરા અને વિચારપધ્ધતિ પ્રમાણે જ જે તે વ્યક્તિને તેઓ સમજાવતા હતા. અને પાછું એમ કહેતા કે “ ભાઇ ! વિચાર કયારેય એકાંગી નથી હાતો. ખરેખર તે જે એકાંગી હેાય છે તે વિચાર નથી, પણ અવિચાર છે. માટે તમે જે વિચારો છે તે પણ ખરું છે. પરંતુ તેનાથી જુદી વાત પણ ખરી હાઈ શકે તેને ખ્યાલ પણ રાખેા અને પેાતાના વિચારની પૂર્તિ માટે તે વિચારના કાચલાની બહાર નીકળીને કંઈક વિચાર મેળવવાની, વિચારના વિકાસની, પુષ્ટિની આશા રાખા. અને તે માટે હૃદયનાં" દાર માકળાં રાખે,” પણ એને જો કાઈ વ્યકિત એવી મળે જે પહેલેથી કાઇ પણ એક વિચારપધ્ધતિને વરેલી નથી, તે તેને તેઓ પોતાની રીતે વિચાર સમજાવતા. આ રીતે અત્યંત અનાગ્રહ પૂર્વક તે વિચાર સમજાવતા હતા. તેઓએ દુનિયાને એક ઘણી માટી ભેટ આપી છે : “ વિચાર હંમેશાં પરિપૂર્ણ-સર્વાંગીણ જ હાઇ શકે. જે સર્વાંગીણ નથી હોતા તે વિચાર જ નથી.” ઑગ્માએ કાઈ પણ સ્થૂળ કાર્ય પોતાના હાથમાં લીધું ન હતુ. અને જનતાને કેવળ વિચાર જ સમજાવતા ગયા જેને તેમણે મધ્યસ્થ દૃષ્ટિ કહી તે મધ્યસ્થ દૃષ્ટિથી. પ્રત્યક્ષ પ્રવૃત્તિને માધ્યમ બનાવી કરેલા વિચારપ્રચાર : મીજી રીત
મહાવીર પછી ચાલીસ વર્ષ વીત્યે તેનાથી વળી એક જુદા અવતાર થયા-ગૌતમબુદ્ધના. યુધ્ધે તેનાથી ભિન્ન વિચારપ્રક્રિયા ચન્નાવી. તેમને સમાજ સામે એક વિચાર રાખવા હતા અને તેને માટે તેના આધારરૂપ એક કામ પણ ખેાળી લીધુ હતુ. તે કામ તેમને માટે સર્વસ્વ નહેતું. પરંતુ વિચારનું એક વાહન હતું. વિચારપ્રચારના એક સાધન તરીકે તેમણે તે જમાનામાં યજ્ઞમાં જે વિકાર ઘૂસી ગયા હતા તેની શુદ્ધિનું કાર્ય હાથમાં લીધુ. તે પ્રચાર । વિશુદ્ધ કરુણાના જ કરતા હતા, પરંતુ સાથેસાથ યજ્ઞમાં દેવામાં આવતા બલિદાન બંધ કરવાને કાર્યક્રમ પણ તેઓએ હાથમાં લીધે. વિચારપ્રચારની આ વળી ખીજી પધ્ધતિ છે, જેમાં વિચાર પર તે શ્રધ્ધા છે જ, પણ તેના પ્રચાર માટે કાષ્ઠ સ્થૂળ આલંબન જોઇએ એમ સમજી તેમણે એક કાર્ય હાથમાં લીધું.
તેથી આગળ જઈ તે, જેમની વિચારમાં શ્રદ્ધા હતી તેઓએ વિચારપ્રચાર માટે કેટલાક સોંપ્રદાય, શિષ્ય પર પરા બનાવવાનું શરૂ કર્યું. આ રીતે ગુરુપથ, સંપ્રદાય આદિ બન્યા, જેને પરિણામે જુદા જુદા ધ જે એકખીજાના વિધી ન હોવા છતાં વિશુધી જેવા દેખાતા હતા—ઊભા થયા અને તેના લાખે। અનુયાયી અન્યા. અને ઇતિહાસે નોંધ્યું કે : જ્યારે ધર્મવિચારના આરભ થયો ત્યારે કેવળ વિચારની દૃષ્ટિથી સમજાવવામાં આવતું અને લેકા ધીમે ધીમે સમજતાં પણુ. હતાં. પરંતુ કેટલાંક વર્ષો પછી તેમાં કેટલીક નવી શકિતએ દાખલ થતી હતી. જેમ કે ખ્રિસ્તી ધર્મમાં ક્રાન્સ્ટેન્ટાઇન પછી એક પરિવર્તન આવ્યું, બૌદ્ધ ધર્મમાં શેશક પછી એક પરિવર્તન આવ્યું. હિંદુ ધમ માં અને વૈષ્ણવ સંપ્રદાયમાં ગુપ્ત સામ્રાજય પછી એક પરિવર્તન આવ્યું અને લાસે અને કનફ્યુશિયસની સાથે ચીની સત્તા જોડાવાથી ખીજી જ શકિતથી પ્રચાર થયા—એવાં કેટલાંય. ઉદાહરણા મળે છે. આ રીતે