________________
પડી zelfie
પ્રબુદ્ધ જીવન
૪૨
કેટલાંક કામે સહેજે જ યાંત્રિક ધેારણે થતાં રહેવાનાં. પણ ઉપકરણ પ્રધાન સ્થાન લઈ લે તાય કરણ વિના ચાલવાનું નથી. જ્યાં દૂરદૂરનાં વૃક્ષા નિહાળવાં છે, ત્યાં દૂરખીનનું સવિશેષ મહત્ત્વ છે; તે પણ એ કાંઈ આંખને કાઢી જવાતું નથી. મૂળ મુદ્દે આંખ જ ન હાય તો દૂરબીન કયાંથી કામ કરી શકવાનું છે? વળતુ દૂરખીન સિવાય આંખ અસખ્ય તારક વૃંદને ભાળી શકે તેમ નથી. એટલા માટે ઉપકરણાનું મહત્ત્વ હાવા છતાં અન્તે તે તે કરણાનાં મદદગાર જ છેવટે મુખ્ય સ્થાન તા કરણાનું જ છે.
છે. આમ
• આવા મોટા વિશાળ દેશમાં આપણે એવા આગ્રહ ઝાલીને એસી નહિ શકીએ કે દરેક કામ કાં તો કેવળ ગ્રામોદ્યોગથી, અને કાં તા કેવળ યંત્રાદ્યોગથી જ થવુ જોઇએ. આવી જાતના અ ંગે જમાવીને એસી જઈએ તે એમાં સત્ય નહિ રહે, અને એથી આપણા એ સત્યાગ્રહ નહિ હૈાય. આ દેશમાં કેટલાંક કામે ગ્રામેદ્યોગ મારફત થાય એ સ્વાભાવિક છે, પણ કેટલાંક કામા યંત્ર મારફતેય કરવા પડશે. વ્યવહારમાં આ પ્રકારના વિવેક કરવા પડશે, ગ્રામદ્યોગ અને યંત્રાદ્યોગ બન્નેને આપણે નાખા નેાખા વિભાગમાં વહેંચી દઇ શકીએ છીએ. અમુક આટલો વિભાગ ગ્રામાદ્યોગ માટે માકળા રહે, તે અમુક આટલે વિભાગ યત્રાદ્યોગ માટે રહે. અને કેટલાક વિભાગમાં બન્ને અડોઅડ પણ ચાલે, બધુ ખર્', પણુ કાઇ પણ વાતે સ્પર્ધા ન થવી જોઈએ. આ રીતનુ વિભાગીકરણુ હિન્દુસ્તાન જેવા દેશમાં આવશ્યક છે. એ સિવાય વિજ્ઞાન યુગમાં આપણે આગળ પગલાં નહિ માંડી શકીએ, ઉત્પાદન અને વિતરણ સરખી રીતે નહિ કરી શકીએ, અને એ સિવાય બેકારીની સમસ્યા પણ હલ નહિ કરી શકીએ. આ અંગે સૌએ વિચારવું પડશે. ”
સીઉધ્ધારના પ્રશ્ન અને ભગવાન મહાવીર
પંઢરપુર ખાતે ભરાયેલા સર્વોદય સ ંમેલનના અનુસ ંધાનમાં કસ્તુરબા ટ્રસ્ટની બહેનેા સમક્ષ તા. ૩૧-૫-૧૮ ના રાજ માલતાં આપણુ દેશમાં પ્રાચીન કાળથી મેીને આજ સુધીમાં સ્ત્રી ઉધ્ધારની પ્રમુખપણે કાણે કાણે કોશિશ કરી એ મુદ્દા ઉપર વિવેચન કરતાં શ્રી વિનાખાજીએ જણાવ્યું હતું કે “જ્યાં સુધી હું જોઉં છું ત્યાં સુધી સ્ત્રીઓના ઉધ્ધાર માટે હિન્દુસ્તાનમાં જે કાશિષ થક છે. તેમાં પ્રાચીન કાળમાં જોઇએ તે ભગવાન શ્રી કૃષ્ણ તેમ જ મહાવીર એ એ નામ નજરે ચઢે છે અને અર્વાચીન કાળમાં ગાંધીજીનું નામ ચમકે છે.” આમ જણાવીને તેએ શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના સંબંધનું વિવરણ કરે છે અને જણાવે છે કે શ્રીકૃષ્ણના ગેપીએ માટેના પ્રેમ, સ્ત્રીઓ માટેના આદર અને એક ભાઈને નાતે સ્ત્રીએ માટે એણે જે પુરૂષાથૅ ખેડયેા છે તે હિન્દુસ્તાનના ઇતિહાસમાં બિલકુલ અદ્રિતીય છે.” અહિં કૃષ્ણ અને ગેપીના સબંધને આપણે સાધારણ રીતે જે રૂપ આપીએ છીએ તેથી તદ્દન ભિન્ન પ્રકારનું રૂપ વિનાબાજી આપતા માલુમ પડે છે. ત્યાર ખાદ સ્ત્રી ઉધ્ધારના પ્રશ્નમાં ભગવાન મહાવીરના કયા પ્રકારના કાળા છે તે વવતાં વિનેબાજી જણાવે છે કેઃ
“મહાવીરના ઇતિહાસ વળી એક અદ્ભુત ઇતિહાસ છે. જે જમાનામાં મહાવીરે વિહાર કર્યો એના પછી ૪૦ વર્ષે ગૌતમ બુદ્ધ થયા. બન્ને વચ્ચે માના લોકમાન્ય અને આજની પેઢી વચ્ચે છે એટલુ અન્તર. પાછા બન્નેને વિહાર એક જ પ્રદેશમાં થયા. કદાય બન્નેના ભેટા પણ થયા હોય. ઇતિહાસમાં એવાં ઉલ્લેખા પણ મળે છે.
“મહાવીર સપ્રદાયમાં સ્ત્રી-પુરૂષો વચ્ચે કોઇ પણ પ્રકારે કશે ભેદ નથી કરવામાં આવ્યો. જેટલા અધિકાર પુરૂષોને આપવામાં આવ્યા છે તેટલા જ બહેતેનેપણુ આપવામાં આવ્યા છે. આજના જેવા મામૂલી અધિકારોની હું વાત નથી કરતા—આધ્યાત્મિક અધિકારાની વાત કરી રહ્યો છુ. આવા આધ્યાત્મિક અધિકારા નવાજવામાં મહાવીરે કા ભેદ નથી કર્યો. પરિણામે એના શિષ્યામાં જેટલા શિષ્યા શ્રમણ (પુરૂષા) હતા એથી વધુ શ્રમણીએ (સ્ત્રી) એ હતી. જૈતામાં આજ દિન સુધી એ પ્રથા જારી છે... ....તે એક બહુ મોટી વિશેષતા - માનવી જોઈએ. કારણ મહાવીર પછી ચાલીશ જ વર્ષોમાં ગૌતમ થયા, જેમણે સ્ત્રીઓને સન્યાસ આપવાનું ઉચિત નહિં માન્યું. સ્ત્રીઓને સન્યાસ આપવામાં ધર્મ-મર્યાદા નહિં રહેશે એવા એમના
તા. ૧-૯-૧૮
અંદાજ હતા. પણ એક દીવસ જ્યારે એમના શિષ્ય આન દે જ એક બહેનને ખુદ્દ ભગવાન સમક્ષ ઉપસ્થિત કરીને કહ્યુ કે “આ બહેન તમારા ઉપદેશ માટે સર્વથા પાત્ર છે એની મને ખાત્રી થઈ છે, તેથી આજે એને સન્યાસની દીક્ષા મળવી જોઇએ.” ત્યારે બુદ્ધ ભગવાને એને દીક્ષા દીધી અને આવું વચન કહ્યું, “હુ આનંદ,તારા આગ્રહ અને પ્રેમને વશ થઈ હું આ અખતરા કરી તે રહ્યો છું, પણ આમ કરવામાં આપણા સંપ્રદાય માટે મેં ધૃણ ભારે જોખમ વ્હારી લીધુ છે.” જો કે બૌધ્ધાના ઇતિહાસ ધણા પરાક્રમશાળી અને દેશને માટે ગૌરવ લેવા જેવા છે, તા પણ આ અખતરા કરવામાં જે ખતરા વિષે યુદ્ધ ભગવાનને દેશાં હતા તે પાછળના બૌદ્ધ ઇતિહાસે સાચા પાડયા છે.
“ હું કહેવા માંગતા હતા કે જે ડર બુદ્ધને હતા એ મહાવીરને નહોતા. આ મહાપુરૂષની નીડરતા જોઈ આશ્ચય થાય છે. આ વાતની મારા મન પર ઘણી ઉંડી અસર થઇ છે અને એથી મહાવીર તરક્ મારૂં વિશેષ ખેંચાણુ પણ છે. આમ તે બુદ્ધના મહિમા પણ કાંઇ કમ નથી. સમગ્ર વિશ્વમાં એની કરૂણાની ભાવના ફેલાઈ રહી છે. આથી એમના વ્યક્તિત્વમાં કાઇ પણ પ્રકારની કમી રહી ગઇ હશે એવું હું નથી માનતા. પણ મહાપુરૂષોની પાછી ભિન્ન ભિન્ન વૃત્તિ હૈાય છે. પણ એટલું તે ખસૂસ કહેવુ પડશે કે ગૌતમબુદ્ધને વહેવારીક મુદ્ધિ અડી ગઈ, જ્યારે મહાવીર એનાથી પર રહી શક્યા અને એમણે પોતે થઇને સ્ત્રી પુરૂષામાં ભેદ નહીં પાડયા. એએ પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યા. આ મારા મનમાં એમને. માટે વિશેષ આદર છે. અને એમાં તે એમની મહાવીરતા છે. -
“ રામકૃષ્ણ પરમહંસના સપ્રદાયમાં કેવળ એક જ સ્ત્રી હતી અને તે હતી શ્રી શારદાદેવી, જે રામકૃષ્ણ પરમહ ંસની નામ માત્રનીજ પત્ની હતી, બાકી આમ તો એ એમની માતા જ બની ગઇ હતી. અને સંપ્રદાયના સૌ ભાઈઓને માટે એ માતાને સ્થાને હતી. પરંતુ ત્યાં થયું એવું કે એમના સિવાય ખીજી કાઇ સ્ત્રીને દીક્ષા આપવામાં નહીં આવી. મહાવીર સ્વામીને ગયે ૨૫૦૦ વર્ષોનાં વહાણાં વાઈ ચુક્યાં હતાં, પણ કાષ્ઠની મગદૂર નહોતી કે બહેનેાને દીક્ષા આપે. મારા સાંભળવામાં આવ્યુ છે કે ચાર વર્ષ પહેલાં રામકૃષ્ણ મઠવાળાઓએ સ્ત્રીને દીક્ષા આપવાની છુટ્ટી આપવાના ઠરાવ કર્યો છે. આ પરથી અંદાજ નીકળે છે કે મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલા આ પ્રયાગ કરવામાં કેવું જબરૂ પરાક્રમ કર્યું. હતું.
ઉપરના વિવેચનમાં ભગવાન મહાવીરના શિષ્યસમુદાયમાં શ્રમણ કરતાં શ્રમણીઓની સંખ્યા વધારે હતી. એમ જે વિધાન કરવામાં આવ્યું છે તેની યથાર્થતા વિષે હું સાશક છું, કારણ કે શ્રી મહાવીર સ્વામીના શિષ્યસમુદાય સબંધમાં આવે કઈ ઉલ્લેખ મારા જોવામાં હજુસુધી આવ્યા નથી. તદુપરાન્ત એ જ વ્યાખ્યાનમાં તેમણે જૈન પરંપરા વિષે એવે ઉલ્લેખ કર્યો છે કે “જૈનમાં આજની ઘડી સુધી એક એવા નિયમ છે કે સન્યાસી-સ’ન્યાસિની મે થી વધુ પણ નહિ ફરી શકે અને એથી કમ પણ કરી નહિ શકે. તે હિંસાએ બ્બેની જોડીમાં ફરતી જોવામાં આવે છે. બિહાર, મારવાડ, ગુજરાત વગેરે પ્રદેશામાં આ રીતે બહેનેા કરતી જોવા મળે છે. ’ આમાં પણ વિતાબાજીની કાંઇક ભૂલ થતી હાય એમ લાગે છે. એ થી વધારે નહિ, મે થી કમ નહિં—આમ જોડીમાં ફરવાની પરંપરા જૈન સ ંપ્રદાયમાં ક્રાઇ પણ ઠેકાણે મારા જોવા કે સાંભળવામાં આવી નથી. એટલુ' ખરૂં કે કોઈ પણ્ સાધુ કે સાધ્વીએ એકલ વિહાર ન કરવા–એછામાં ઓછા એ સાધુ-સાધ્વી તો હાવા જ જોઇએ-આવે! નિયમ છે. અને તેથી એકલ વિહારી સાધુ પ્રત્યે સાધારણ રીતે જૈને કાંઈ અવમાનનાની દૃષ્ટિથી જુએ છે. આ તા પ્રમાણમાં અતિ ગૌણુ ખખતેની આપણે ચર્ચા કરી. બાકી ધાર્મિક-આધ્યાત્મિક-બાબતમાં સ્ત્રી પુરૂષને સમાન સ્થાને મૂકવા બદલ ભગવાન મહાવીરને વિનેબાજીએ આપેલી અંજલિ ગ્રંથેચિત અને યથાસ્થાને છે. પાનદ
એ. એક્ સીની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ કચ્છી વીશા એશવાલ સ્થાનકવાસી જૈન પાઠશાળા તરફથી એસ. એસ. સી. ની પરીક્ષામાં મેડેલા ચાલીશે ચાલીશ વિધાર્થી પસાર થયા છે. આ . પ્રમાણે સો ટકા પરિણામ મેળવનાર શિક્ષણ સંસ્થાના સંચાલકાને અને ધન્યવાદ કરે છે. તંત્રી.