SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૬-૧૮ - sr- ' એનું માથું દુખતાં વેંત દસ દાક્તર ભેગા થાય; ને અમે શું રગે સબડી, પગ ઘસતા મરવા જ સરજાયા છીએ ? આમ કેટલાક ઉપર ચઢી ગયા. . - - -. કેટલાક પૈસાની દોડમાં આગળ નીકળી ગયા. ' . બાકીના બધા પગ ઘસડતા, તે કેટલાય પેટ ઘસડતા, જેમ તેમ જિંદગી પૂરી કરવા લાગ્યા. ' , ' , '' : ' ' પૈસાની દેડમાં જે પાછળ રહી ગયા તે બધા જેટલો કમાવાનાં સાધન વિનાના થઈ ગયા. જમીન વિનાના થઇ ગયા. . આવા તે સેંકડ, હજાર, લાખે માણસે. -- એમણે શું કરવાનું? . તે કહે : એમણે ધનવાળા ને જમીનવાળાને ઘેર નોકરી–ચાકરી દ કરવાની. કેઈએમનાં ખેતર ખેડી આપે, કઈ કારખાનાં ચલાવી આપો, કઈ એમની ગુમાસ્તી કરે, તે કેઈએમની પગચંપી કરીને છે. '. ખેર, એમ કરતાંય જે બધાને કંઈક ને કંઈક મળી રહેતું ' હોત, તેય ધૂળ નાંખી. પણ આજે તે કામ માગનાર ઝાઝાં ને કામ ચેડાં, એવું થઈ ગયું છે. સૌને આવાં આવાં કામ મળી રહેતાં નથી. હજાર લેકેને બેકાર રખડવું પડે છે.' એમનાં બૈરાં-છોકરાં ભૂખે મરે છે. ને ભૂખ ભૂંડી ચીજ છે. માણસની મતિ હરી લે. : ભૂખ્ય માણસ ન કરવાનાં કામ કરી બેસે, ભૂખ ને બેકારી તે જ્વાળામુખી પહાડ જેવાં. એની આગ અંદરની અંદર ઊકળ્યા કરે, ઘુમાયા કરે, ગટાયા કરે. . પણ એ પહાડ જે દિ ફાટયે, તે દિવસે દુનિયાનું નખેદ કાઢી નાખે. અ વડે મેટ: દેશ. કરોડની વસ્તી. છે એમાં સુખિયાં જુઓ તે મૂડીભર. ને દુખિયાં તે ગણ્યા ગણાય નહિ એટલાં. ભૂખ ને અસતિષની આગ તે જંગલમાં લાગેલ દાવાનળ જેવી. એક વાર લાગી, તે સુકા ભેગું લીલુંય બળીને ખાખ થઈ જાય. આપણું દેશમાં આજે આ આગ દબાઈ–ચંપાઈ રહેલી છે. ક્યાંક રાખમાં ભારેલા દેવતાની જેમ. ' તે કયાંક ધુમાડે ગટાતા તાપણાની જેમ. ઘુમાતા તાપણાને હવાની જરા સરખી ફૂક લાગે કે એ ભફ. કરતું ભભૂકી ઊઠે છે. . . . શહેરની સડકને કિનારે રખડતાં નાગા-ભૂખ્યાં, ગંધાતાં–ગેબરાં, અનાથ બાળકે. ' * ચેરી-લબાડી, મારકાપ કરનાર ગુનેગારોથી ઉભરાતી જે. * સમાજની બેન-દીકરીઓની આબરૂનાં લીલામ કરતાં બજારો. ? * જુગારનાં અ, દારૂના પીઠા, ને લોહીને વેપાર કરનારા, :: માણસ મટી- રાક્ષસ બનેલાઓની ગલીચ જિંદગી. : - ... આ બધાં સમાજના દેહ પરનાં ગૂમડાં નહિ તે બીજું શું છે? આ સમાજનું શાસ્ત્ર જાણનારા, બધા સમજદાર લેકે એકી * અવાજે કહે છેઃ ' ' . ' આ બધા રોગનું મૂળ છે, ગરીબી ને બેકારી. ઘણીવાર એક જ રોગને મટાડવા જુદા જુદા દાક્તર જુદી જુદી દવા બતાડે છે. એમ સમાજને આ રોગ મટાડવા પણ જુદા જુદા પંડિતાએ જુદા જુદા માર્ગ દેખાડયા છે. કેટલાક દેશોએ એ રસ્તા અજમાવીયે જોયા છે. પણ એ બધા ઉપાય અજમાવતાં માણસ–માણસ વચ્ચેનાં વેરઝેર, કાપાકાપી ને દુ:ખ ઘટયાં નથી, વધ્યાં છે. બકરું કાઢતાં ઊંટ પેઠાના દાખલા બન્યા છે. ને રોગ તે એક નહિ ને બીજે સ્વરૂપે રહી જ ગયો છે. પણ આપણા દેશને તે ખરે વૈદ મળી ગયો છે. એ કહે છે : ગરીબી કાઢવી હોય, જાતે સુખી થવું હોય, ને સને સુખી જેવાં હોય તે– વહેંચીને “ ખાતાં શીખે. દુઃખ વહેંચશે તેમ ઘટશે. સુખ વહેંચશે તેમ વધશે. એરણની ચોરી કરી, સાયનું દાન કર્યું નથી ભગવાન રીઝવાને કે નથી કાયાનું કલ્યાણ થવાનું. એથી સમાજને રોગ “વધતે વધતે આખા શરીરને સડવી મારશે. ને બધો દેહ ગંધાઈ ઊઠશે. કેઈના જીવનમાં સુગંધ એમાંથી બચવું હોય તેબાપની મિલકતમાં ભાઇનો ભાગ કાઢતા હો, એમ સમાજના ગરીબેને એમનો ભાગ કાઢી આપો. ગરીબ એ ભિખારી નથી.' પિતાની મહેનતથી આખી દુનિયાને એ પોષનારે છે. રાત ને દિવસ પિતાની કાયા કાંતી, વસ્ત્ર વર્ણ દુનિયાનાં અંગને ઢાંકનારો છે. તમારી એક એક સગવડ પાછળ, તમામ સુખ વૈભવ પાછળ એણે જ લેહી–પસીને એક કરી કામ કર્યું છે, જાત ઘસી છે. આટલું સમજતા થશે, આ રીતે વિચારતા થશે, તે દેશની ગરીબાઈ કાપવાનો રસ્તો જડશે. આટલું થશે કે, ચેક્સ માનજે, થોડા વખતમાં સમાજને દેહ રોગ છાંડીને ઊભે થશે ને એના શરીર પરનાં ઘારાં એકેએક રૂઝાવા લાગશે. કેટલી સાદી સીધી દવા છે ! સને ગળે ઊતરી જાય એવી ટીકડી.. પણ ચરી વિના એને ગુણ નહિ દેખાય. જીવનમાં સૈ પહેલાં “મારું” ને “પિતાનું' કહી વિચાર કરવાની ટેવ આપણે બદલવી પડશે. દરેક કામ કરતાં પહેલાં, આ કામ કર્યો બીજાનું (સમાજનું) , હિત થશે કે અહિત, એ સવાલ આપણે આપણી જાતને પૂછો પડશે. મારે શું ?” “ આપણે શું?” “સ સેનું સંભાળે,” એવા બેલ ગળી જતાં શીખવું પડશે. ચરી આકરી છે. પણ રાગ કાઢ હોય તે આપણે એ પાળવી પડશે. ( “ભૂદાનપેથીમાંથી ટૂંકાવીને). સુભદ્રા ગાંધી માણસને શરીરે ફેલા ઊઠે છે, તે આપણે કહીએ છીએ? એનું લેહી બગડયું છે; એની દવા કરે, મટી જશે. આપણુ સમાજનું પણ એવું જ છે. આ - ધન એ સમાજની નસમાં ફરતું લેહી છે. ':' એ લોહીમાં આજે “લઉં લઉ” ને “ખાઉં ખાઉં'ની ભાવ'. નાનું ઝેર ભળ્યું છે. તે એ ઝેર સમાજના શરીરે ફૂટી નીકળ્યું છે. એણે આપણા શરીરને રેશિયલ બનાવી મૂકયું છે. રોગનાં લક્ષણ તે પાર વગરનાં છે. ' ''રોજ રોજ આપણી નજરે ચડે છે...... ' * રસ્તે ઘાટે ભીખ માગતાં ભિખારીનાં ટોળાં. : * મંદિર-મઠનાં આગણે ઉભરાતાં રગતપતિયાંનાં ઝુંડ.' _ _ , , મુંબઈ જૈન યુવક સંધ માટે મુંદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. ' મુદ્રણસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મજીદ બંદર રોડ, મુંબઈ ૯. ટે. નં. ૩૪૬૨૮ :
SR No.525943
Book TitlePrabuddha Jivan 1958 Year 19 Ank 17 to 24 and Year 20 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1958
Total Pages236
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy