________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
19625
प्रबुद्ध भवन
શ્રી સુઈ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નકલ : નયા પૈસા ૧૯
‘ પ્રબુદ્ધ જૈન ’નું નવસ ંસ્કરણ વર્ષ ૧૯ : `ક ૧૯
મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૫૮, બુધવાર આફ્રિકા માટે શીલિ’ગ ૮.
ચાલેલ આ આ આ અલ-અલ-અ-ss 1e16 ©e 2×eh :]]<P EE EEE EEEE ML ME
2958
મેં રાજકારણ શા માટે
ભારત માટે પા
આ બધું આપણને અને ઔદ્યોગિક રીતે પછાત એવા એશિયાના ખીજા બધા દેશોને પાઠ શીખવી જાય છે. દરેક એશિયાઈ દેશ ઔદ્યોગીક વિકાસ ઝડપી ગતિએ કરવા ઇચ્છે છે. રશિયા અને ખીજા સામ્યવાદી દેશને અનુભવ વધુ ઝડપથી દોડવાથી શું પરિણામે આવે છે તે આપણને શીખવે છે. આથી, એશિયાએ સમાજવાદ પ્રાપ્ત કરવા પોતાને અનુકુળ એવા માર્ગ શોધવા રહ્યો અને ઔધોગીકરણનું માળખું પણ પોતાની સગવડ તે સાધના મુજમ્ જ ગોઠવવું રહ્યુ. જો એમ માનવામાં આવતુ હોય કે ઔદ્યોગીકરણની ઝડપ ગમે તે રહી, પણ લોકશાહી ઢબે કાર્યક્રમ આગળ ધપતા રહે તેા કાંઇ વાંધા નથી, તે તે માન્યતા ભ્રામક છે. રશિયા અને ખીજા દેશોને રાજકિય આર્થિક અનુભવ આપણને કહી જાય છે કે અમુક મર્યાદા બહારની ગજબની એવી ઝડપ રાખવાથી સરમુખત્યારશાહી પેદા થવાના સંજોગ ચોક્કસપણે ઉભા થતાં જ રહે છે.
(ગતાંકથી ચાલુ)
(શ્રી. જયપ્રકાશ નારાયણુના પ્રસ્તુત નિવેદન અંગે વિનાજી જણાવે છે કે જ્યારથી જયપ્રકાશજી સાથે મારા પરિચય થયા છે ત્યારથી તેમના અનેક ગુણાની મારા પર છાપ પડી છે. તે બધામાં મને સૌથી વધારે ખેચે છે તેમના હૃદયની સરળતા. એમની સરળતાને કારણે તેમના માટે ઠીક ઠીક ગેરસમજ પણ થઇ છે. એ જ સરળતાને લીધે તે પાતે પણ ભૂલ કરી શકે છે. ગાંધીજીએ સ્વરાજ્યની એક વ્યાખ્યા ભૂલ કરવાના હક્ક' એવી કરેલી. જે ભૂલ નથી કરી શકતા તે કશુ જ કરી શકતા નથી. જયપ્રકાશજીના નિવેદનમાં વાચકાને સરળ હૃદયનું સ્વચ્છ ચિત્ર જોવા મળશે, એમના વૈચારિક પરિવર્તનની એક સુવ્યવસ્થિત પ્રક્રિયાનુ તેમને દર્શન થશે. એના પડધા ઘણાના હૃદયમાં પડશે. મારી તે નિશ્ચિત માન્યતા છે કે અનેકવિધ એકાંગી સદ્વિચારધારાઓ પરિપૂર્ણતાને શાધતી છેવટે સર્વોદયના સમુદ્રમાં મળવાની છે. આ જે કાંઈ બને તે ખરૂ, પણ એમનું એ નિવેદન સર્વોદય વિચારના ઊંડાણમાં લઈ જવા માટે, વાંચાને ચિન્તન માટે જરૂર પ્રેરણા આપશે એવા મને વિશ્વાસ છે.” અહિં જણાવતાં આનંદ થાય છે કે શ્રી જયપ્રકાશના આ નિવેદનને હિદી અનુવાદ 'સર્વોદય કે માર્ગ પર' સર્વ સેવા સંધ, રાજધાટ, કાશી તરફથી બહાર પાડવામાં આવેલ છે અને તેની કિંમત ચાર આના રાખવામાં આવી છે. તંત્રી)
મારા માનસિક ઘડતરની વાત આગળ ચલાવું તે। જેમ જેમ આ બધા અનુભવની છાપ મારા મન પર સચોટતાથી પડતી ગઈ તેમ તેમ વિકેન્દ્રીકરણ તરફ મારૂ મન લાભાતુ ગયું, રાજ્યની સત્તાની પકડ પણ ઢીલી પડવી જોઇએ એમ મને થતું ગયું અને મને એમ થવા લાગ્યુ` કે સામાજીક નિયમનેા અને વિકાસના જુદા જુદા સ્વરૂપને અવશ્ય વિચાર થવા જોઇએ.
માકર્સવાદ પ્રમાણે તે જો સામાજીક ક્રાન્તિ થતી હોય તે બધાં સાધના સાચા જ ગણાય છે. માકર્સવાદને નીતિ નિયમે! સાથે સબંધ નથી. પણ જો કે માકર્સવાદીઓને આ માટે બન્નેને ઉતારી પાડવામાં આવતા હોય પણુ, શબ્દોમાં નહીં તે વર્તનમાં, તેા સમસ્ત રાજકારણમાં વર્ષોથી હકીકતે આવું બનતું જ રહ્યું છે. આજે પણ દરેક જગ્યાએ રાજકિય પગલાની ભૂમિકા એ હાય છે કે સાધ્ય સારૂ હોય તે સાધન તા ગમે તે હોય તે ચાલે. મહાત્મા ગાંધીજી જેવી મહાન વિભૂતિ કાઇક જ વાર રાજકિય ક્ષેત્રમાં ચમકી જાય છે તે ધર્મ ને રાજકારણને સમન્વય કરવાના ગંભીર પ્રયત્ન થતા રહે છે.
રશિયાની ખબતમાં તો ખરાબ સાધનેથી ખરાબ હતુ સાધવામાં આવ્યા હતા. ખાસ કરીને કહેવાતા રાજકિય શુદ્ધિ (purge) માટેના પ્રયાસે।માં જે ભયંકર કત્લે આમ ચલાવવામાં આવી હતી તેથી માકસ વાદના ક્રાન્તિકારી શાસ્ત્રમાંથી મારા વિશ્વાસ સમૂળગા ઉડી
છેડયું ? *
ગયા અને હું પોતે મારા મનમાં નિર્ણય કરવા લાગ્યા કે ખરાબ સાધના વડે હિતકારક સાધ્ય કદિ પણ સાંપડી શકે ખરૂ ?
હું જેમ આ બધી વિમાસણમાં પડયે હતા તેમ કોંગ્રેસ સમાજવાદી પક્ષ ને ખીજા મારા સહકાર્યકતાઓ પણ પાયા હતા. વિચાર-મંથન મને ગાંધીજીની વધુને વધુ સમીપ લાવતું હતું. પણ હજુ હું પૂરા પલેટાયા ન હતા અને તેથી લેાકશાહી સમાજવાદના મધ્યાંતરે આવીને હું અટકયા. મારે કાંઈક એવા માર્ગ પકડવા હતા કે જે સમાજવાદના વિવિધ સ્વરૂપોને હું ધીક્કારતા થયા હતા તેમાંને ન હેાય, અને છતાં જે સમાજમાં આમૂલાગ્ર ક્રાન્તિ લાવી સ્વત ંત્રતા, સમાનતા, ભાતૃભાવ—એ બધા માનવગુણાને વિકસાવવામાં મદદકર્તા નિવડે. મારે કહેવુ જોઇએ કે મારા વિચારાને ચેક્કસ સ્વરૂપ આપવું મુશ્કેલ હતુ' અને એ કાર્ય હજી પણ અધૂરૂં જ છે.
સમાજવાદ-યુરોપ, રશિયા અને એશિયાના
જ્યારથી એશિયાઇ દેશોએ યુરેાપથી છૂટા પડી સ્વત ંત્રતા મેળવવા માંડી છે, ત્યારથી આપણને સૌને જાતજાતની સલાહ સૂચના મળતી રહે છે. જો યુરોપને સામ્યવાદ નિષ્ફળ સાબીત થયા છે, તે યુરોપના સમાજવાદ પણ સફળ સાબીત થયે નથી જ. આંતરરાષ્ટ્રીય સમાજયાદના ક્ષેત્રમાં જર્મનીની સેશિયલ ડેમોક્રેટીક પાર્ટીનુ નામ મેટું હતું. તેની સાથે એજસ, બખેલ, કાવ્સ્કી, લીક્નેકટ, અને ખીજાનાં નામે જોડાયેલાં હતાં. પણ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેમને તક મળી ગઇ હાવા છતાં પરિણામ ખૂબ નિરાશાજનક જ આવ્યું. ફ્રેંચ સમાજવાદની તવારીખ તે ખૂબ દુ:ખદ છે. ઈંગ્લેંડ પણ હજી સમાજવાદી લોકશાહીના ધ્યેયને પહેાંચ્યું નથી અને મજૂર પક્ષે જે કલ્યાણકારી રાજ્ય'ની કલ્પના ઉભી કરી છે તેમાં ગાબડાં પડતા રહે છે ને એવા ભય ઉભું થાય છે કે તે ‘તકસાધુ રાજ્ય' બની જશે. સ્વીડનની સિદ્ધિએ સારી છે. ત્યાંની વસ્તીનું પ્રમાણ ઓછું છે તે સહકારી ક્ષેત્ર ઉપર વધુ ધ્યાન આપવામાં આવ્યુ છે. સમાજવાદને સર્વોદયને માર્ગે ફેરવવામાં સ્વીડનને અનુભવ આપણને ખૂબ ઉપયોગી બને તેમ છે.
એક બીજી વાત. માકર્સ અને ખીજા વિચારકાને આધારે પણ સમાજવાદ યુરોપમાં મૂડીવાદ પૂર્ણ મધ્યાન્હે પહોંચ્યા પછી આવ્યા. એશિયામાં હજી ઔદ્યોગીક મૂડીવાદી વિકાસની શરૂઆત થાય છે. યુરોપને મુકાબલે એશિયાઇ દેશા વધુ પડતા ખેતીપ્રધાન છે ને ખેતીનું અ”શાસ્ત્ર દેશના અર્થતંત્રને વધુ પડતું અસર કરનારૂ છે. આમ યુરોપીય