SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૫૭ ભટવાડીથી ૯ માઈલ ચાલીને ગગનાણી ગયા. ખચ્ચર નવ અને સામાનથી ટેવાયેલાં નહાવાથી રસ્તામાં એક એ જગાએ સામાન પાડયા. એક જગાએ રસ્તો કાચા અને ખરાબ હાવાથી સામાન છાડીને લઇ જવા પડયો. અમારા પહોંચ્યા પછી ધણીવારે સામાન સાથે ખચ્ચર આવ્યાં. ડાબગલા ઘણી ઉંચાઇએ એક ટેકરી ઉપર આવેલા છે. ઉંચાઈ ૬૪૦૦ ફુટ છે. નજીકમાં જ ગરમ પાણીના કુંડ છે. ત્યાં સ્નાન કરવાથી ધણા દરદો મટતાં હોવાથી અનેક લેકા સ્નાન કરવા આવે છે. ગરમ પાણીના ઝરાની નજીકમાં જ એક ઠંડા પાણીના ઝરા છે. ડાકબંગલાના ચોકીદાર એ ઋષિકુંડના પડા છે. તેણે કહ્યું કે એ ગરમ પાણીના ઝરામાં નાહનારાને કેટલીક વખત માટી માખા કરડે છે. તેથી અમે ત્યાંથી ગરમ પાણી મગાવીને ડાકબંગલામાં જ નાહ્યા. ચોકીદાર બ્રાહ્મણ હતા. પગાર ઓછો મળે છે. યાત્રિકા પાસેથી હું મળે છે તેથી પુરૂ કરે છે. છેક ભટવાડીથી રાજ અહીં આવે છે. તેના એકના એક છેકરા ૨૨ વર્ષના થઇને ગુજરી ગયા હતા. તેની વિધવા સ્ત્રી અને પોતાની પત્ની તે બે જણાનું, વૃદ્ધાવસ્થામાં કંટાળો આવતા હોવા છતાં, તેને પુરૂ કરવું પડતું હતું. હવે કંટાળા આવે છે અને નાકરી મૂકી દેવી છે એમ તે કહેતા હતા. આ બાજુ ઘરનું બધું કામકાજ તેમજ ખેતી વગેરે સ્ત્રી જ સંભાળે છે અને પુરૂષા ઘણું ખરું ા કરતા હાય છે. ઘરની જવાબદારી તેમને શિર ખાસ હાતી નથી. સ્ત્રી કામકાજને લીધે પહાડા ચઢવામાં પુરૂષો કરતાં પણ વધુ પાવરધી હાય છે. આ બાજુના લોકો નિર્દોષ, સાદા, તેમજ ગરીબ હાવા છતાં નિર્ભ્રાભી, સાત્ત્વિક અને સ ંતોષી હોય છે. કાંઈ જોતુ હોય તો માંગીને લેશે, પણુ ચારી નહિ કરે. છ ક કાસ સંભળાતા નથી. પેાલીસ જેવું કાંઈ હોતુ નથી. મુસ્લીમ, ખ્રીસ્તી અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર પ્રવેશી શકી નથી. સીનેમા નથી. ખાવા પીવાના, પહેરવા ઓઢવાના શોખ નથી. દારૂની બદી નથી. હિંસાવૃત્તિ નહિવત્ છે. આને લીધે અહીંનું વાતાવરણ સાત્વિક લાગે છે અને આધ્યાત્મિક વિકાસ માટે વધુ અનુકુળ માલુમ પડે છે. બીજે દિવસે સવારે વ્હેલા ઉઠીને સામાન પેક કરીને તૈયાર થયા પછી ખબર પડી કે કમ્પાઉન્ડમાં બાંધેલાં ખચ્ચર છુટાં થઇને ભટવાડી પાછાં જતાં રહ્યાં છે. શું ખચ્ચરને પણ અમારી સાથે આગળ આવવાનું ગમ્યું નહિ હાય ? ખચ્ચરવાળા માણસા પાછા જઇને ખચ્ચરને લઈ આવ્યા. સવારે નીકળવાને બલે બપોરે એ વાગે જમીને સુકી જવાતે નીકળ્યા. એક કુલી વધારાના કરીને ખચ્ચર ઉપરના સામાન થોડા એછે કર્યો. રસ્તામાં કાળીકમળાવાળાની ધર્મશાળાના ડૉકટર એક દુકાને મળ્યા. તે ડૉકટર છે એ બાબતની અમને ખબર નહિ. અમે તે સાધારણ રીતે તેમને પૂછ્યું કે અહીં ડૅાકટર ક્યાં છે? કેવા છે? હાંશિયાર છે કે નહિ? પગે વાગ્યું હાવાથી અમારે તેમને બતાવીને તેમની સલાહ તથા ધ્વા લેવી છે. ડૉકટર હતા ડીગ્રી વગરના, માત્ર કમ્પાઉન્ડર. એટલે શુ ખાલે? અમને પૂછ્યું કે શું થયું છે અને શુ લગાવા છે? અમે વિગત જણાવી એટલે તેમણે કહ્યું કે “બસ એ જ ખરેખર છે. એથી વધુ સારી દવા બીજી અહીં નહિ મળે.” ત્યારે અમને ખબર પડી કે તે પોતે જ ડૉકટર હતા. બિચારા શરમાઈ ગયા ! પ્રબુદ્ધે જીવન રસ્તામાં એ ત્રણ પુલ ઓળંગવાના આવે છે. લાહાસીનાગ નામની જગા પાસેનું દૃશ્ય ધણું સુંદર છે, અને નિરવ શાંતિ તથા નિર્જન એકાંત અનુભવાય છે. થોડેક આગળ વીરદેવતાની એક શિલા આવે છે ત્યાંથી પસાર થતાં ત્યાંના લેક દર વર્ષે શુભ શુકન માટે નાળીએર વધેરે છે. યાર્ડક આગળ યમુનેત્તરી તરફથી આવતી સેાનગંગાના સંગમ થાય છે. ૧૮૧ ઉતરવાને બદલે નિશાળના સ્ટારના મકાનના વરડામાં પડદા નાખીને રાત રહ્યા. જો સવારના આવ્યા હોત તેા સાંજના ૬ માલ આંગળ હરસીલ જને ડાકબંગલામાં રહી શકત. વરંડામાં સૂતા હોવાથી ઘણે દિવસે આજે આકાશમાં તારા જોયા અને ઊંડી પ્રસન્નતા અનુભવી. સુકીમાં તેમજ ખીન્ન કેટલાક ગામામાં એવી વિચિત્ર માન્યતા છે કે પોતાને ઘેર ગાયો રાખવા છતાં તેનું દૂધ પાતાના ઉપયોગમાં લેવાય નહિ તેમજ ખીજાને વેચાય પણ નહિ. ફાટી ગયા પછી જ તેના ઉપયોગ થાય. આથી ધણુ ંખરૂં તેનું ઘી અનાવવામાં આવે છે. ક્રુત નાગદેવતાને જ દુધ ધરાવાય અને તે ધરાવેલુ પણ પ્રસાદ તરીકે ઉપયોગમાં ન લેવાય. સુકી ગામ પહાડની છેક ઉપર આવેલું હાવાથી ચઢાઈ વધુ છે. અહીંની તથા આગળ ભૈરવધાટીની ચઢાઈ જરા વધારે હાય છે. ઊંચાઈ લગભગ ૮૦૦૦ ફુટ હશે. જરા ખુલ્લુ હાવાથી પવનને લીધે ઠંડી વધુ લાગવા માંડી. અહીં ડાબંગલે નહાવાથી અમે ચડ્ડીમાં અહીંથી ખીજે દિવસે સવારે છ માઈલ ચાલીને હરસીલ ગયા. ત્યાંની ઉંચાઈ ૮૪૦૦ ફુટ છે અને ત્યાંના ડાકબંગલા ઘણા મોટા અને સુંદર છે. ૧૮૬૪ માં આંધેલા છે. રસ્તામાં ચીડ, દેવદાર, સજન તથા અખરોટનાં ઘણાં ઝાડ આવતાં હતાં. એક જગાએ માટી સાથે મળીને જામી ગયેલા બરફ જે જલદી ઓગળતા નથી અને જેને ત્યાં રૈડા કહે છે તે જોયા. દૂરથી આપણને બરફ્ જેવું લાગે નહિ. એક વખત જાણ્યા પછી દૂરથી ઓળખી શકાય છે. ત્યાંના લેક તેના ગચ્ચાં લઈ, ઉપરના ભાગ કાઢી, અંદરના ચાખા ભાગ જે સફેદ ધેખર જેવા હોય છે તે ઘણા શાખથી ખાય છે. ત્યાંના લેાકા કાઈ જગાએ તે જોવામાં આવે ત્યારે ઉપર નીચે ગમે ત્યાં હોય ત્યાં જઇને થાડા ખાધા વિના રહેતા નથી. રસ્તામાં ઝાલા ગામ તથા યમુનેત્તરી તરથી આવતી શ્યામગંગાના સંગમ આવે છે. અહીંથી હરસીલ સુધી માટું ખુલ્લુ મેદાન જેવુ હાવાથી ગંગાજીના પટ વિશાળ બને છે અને તેના પ્રવાહ શાંતપણે વહેતા માલુમ પડે છે. ચારે બાજુનુ દૃશ્ય ભારે સુંદર દેખાય છે. આગળ બીજી નદીઓ હિરગંગા વગેરેના સંગમ આવે છે. હરસીલનુ ખરૂં નામ હરિપ્રયાગ છે. નજીકમાં એક વાધારી ગામ છે, જ્યાં ટીમેટ સાથે વેપાર કરતા જાડ લકો રહે છે. તે ધણા મહેનતુ અને ઉદ્યમી હાય છે. જાતજાતના હાઉદ્યોગમાં રાકાયેલા હોય છે. ખચ્ચર તથા ઘેટાં બકરાં રાખે છે, જેના ઉપર નાની ચામડાની ગુણામાં અનાજ વગેરે બાંધીને લઈ જાય છે. ઉનના કામળા તથા ગાલીચા ખનાવે છે. ત્યાં તેમનું એક મંદિર છે અને તેમાં તેમના ધર્મગુરૂ લામા વસે છે. હરસીલમાં એક પુરાણું વિષ્ણુમંદિર તથા ધર્મશાળા છે. ડાકબંગલા પાસે એક ઉદ્યોગશાળા છે, જ્યાં લેાકાને કાંતવા વણવાનુ વગેરે શીખવવામાં આવે છે. ડાકબંગલા ફ્રેડરીક વીલ્સન નામના અંગ્રેજે બંધાવ્યા હતા. તે સને ૧૮૩૦ માં ઈસ્ટ ઈન્ડીઆ કંપની તરફથી ભારત જોવાના શોખથી આકર્ષાઇને આ બાજુએ આબ્યા હતા. પછી ફરતાં ફરતાં આ જગા તેને એટલી બધી ગમી ગઈ ક ૧૮૪૦ થી માંડીને કેટલાંય વર્ષો સુધી તે ત્યાંજ રહેતા હતા. ગગાજીના જલદ પ્રવાહમાં નીચે લાકડાં લઈ જવાનુ અગાઉ કાઈ કરી શકતું ન હતું તે તેણે શરૂ કર્યું. સાથે સાથે કસ્તુરીને પણ વેપાર કર્યો અને સારી કમાણી કરીને આશરે એક લાખ રૂપી ખરચીને તેણે આટલે દૂર એ જમાનામાં એક મહેલ જેવેા વિશાળ ખગ બધાવ્યો, અને અખરોટ તથા સફરજનના ઝાડ વાવીને મેાટી વાડી બનાવી. તેણે પછી ત્યાંની જ કાઈ સ્ત્રી સાથે લગ્ન કરવાના વિચાર કર્યાં. પહેલાં તે પાસેના મુખવા ગામના બ્રાહ્મણ પંડાની એક સુંદર છોકરી સાથે લગ્ન કરવાની વાત થઈ, પરંતુ બ્રાહ્મણેાના વિરોધને લીધે તે શકય અન્યું નહિ. પછી પાસેના ધરાલી ગામની એક ક્ષત્રિય કન્યા સાથે લગ્નની વાત ચાલી. તે પણ લોકોના વિષને લીધે પડી ભાંગી. છેવટે મુખવા ગામના હિરજનની એક હારમેાનીયમ સાથે ગાનારી છેકરી સાથે તેણે લગ્ન કર્યાં. કમનસીબે તે આથી તેને જે છેકરાં થયાં તે પાછળથી મેાટી ઉમ્મરે ગાંડા થઈ ગયાં. પછી તેણે સ્વદેશ જવાના વિચાર કર્યો અને તેથી બગલ્લે વેંચવાના વિચાર કર્યો, પણ ક્ખાટલી મ
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy