SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પ્રબુદ્ધ જીવન ગગાત્તરી અનેરી, ભટવાડી, ગંગનાણી, સુકી, હસીલ તથા ભૈરવઘાટી થઈને ગંગાસરી પહેાંચ્યા, (ગતાંકથી ચાલુ) હવે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ વાતાવરણ વધુ આધ્યાત્મિક થતુ જાય છે. પાછળ મૂકેલી દુનિયાના વિચારે આવતા બંધ થાય છે, અને આગળ જે નવી હુંનીઆ આવવાની છે, અને આવતી જાય છે, તેનાં જ વિચારો અને સ્વપ્ન આવવાં શરૂ થાય છે. રસ્તામાં મનેરી, ભટવાડી, ગંગનાણી, સુકી, હરસીલ, અને ભૈરવધાટી વગેરે મુખ્ય સ્થળા આવે છે. તે દરેક જગાએ એકેકથી ચઢે તેવાં સુંદર દૃશ્યો આવેલાં છે. ખળખળ વહેતાં મનહર ઝરણાં, નાની મેટી નદીના સંગમે, દૂર દેખાતાં હિમાચ્છાદિત શિખા, હિમાલયના પહાડાની ભૂલભૂલામણી જેવી ભવ્ય રચના, તેમાંથી વાંકાચુકા મા કરીને સતત વહેતા ગ’ગાજીના પ્રવાહની ચારતા, ધોડાપુર જેવા પ્રચંડ પ્રવાહની સપાટીથી યાડેકજ ઉપર લાકડાંના હાલતા પુલા ઉપર થઈને પસાર થતાં અનુભવાતા રામાંચ, એ બધાંમાંથી નિષ્પન્ન થતું ભાવનાનુ ઊંડા એક નવીન દુનિયા ખડી કરે છે. ત્યાંની બે મનેાવૃત્તિનુ શબ્દોમાં વર્ણન કરવું અશકય છે, ઉત્તરકાશીથી મનેરી ૯ માઈલ છે. રાજ સવારના લગભગ ૯ માઈલ ચાલતા હતા અને તેમાં લગભગ ૪ કલાક થતા હતા. મનેરી જતાં રસ્તામાં વરૂણા અને અસિ નદીઓના સંગમ આવે છે, ત્યાંથી એક રસ્તા ૧૮ માઇલ દૂર આવેલા દૉડીતાલ નામના એક વિશાળ સરોવર તરફ જાય છે, જ્યાંનું નૈસર્ગિક દૃશ્ય ઘણું અલૌકિક ગણાય છે. મનેરીના ડામંગલે એક ઉંચી ટેકરી ઉપર આવેલા છે. ત્યાંની ઉંચાઈ ૪૨૦૦ ફુટ છે. નજીકમાં એક સુંદર ધોધ પડે છે. એશરીમાં બેઠા બેઠા સામે દૂર સુધી ભવ્ય પહાડા, જંગલા, વૃક્ષરાજી અને ગંગાજીના પ્રવાહનું આલ્હાદક દૃશ્ય દેખાય છે, જે કલાકો સુધી જોતાં પણ તૃપ્તિ થતી નથી. ત્યાંના ડાકબંગલામાં એક મીલીટરી એરીસર શ્રી. સીંગ તેમના કુટુમ્બ સાથે ગ ંગાત્તરીની યાત્રા કરીને પાછા ફરી રહ્યા હતા .તે મળ્યા. તે ગંગાત્તરી તરફના નૈસર્ગિક સૌંદર્યથી મુગ્ધ અની ગયા હતા. ગગાત્તરીમાં અમારૂં નિવાસસ્થાન બીજે દિવસે મનેરીથી ૯ માઈલ ચાલીને ભટવાડી ગયા. રસ્તામાં માલાચડ્ડી ગામ આવે છે. ત્યાં હાથવણાટના ગરમ કાપડનું કારખાનું છે અને અહીં ગરમ કાપડ સારૂં અને સસ્તુ મળે છે. ત્યાંથી એક રસ્તા કેદારનાથ તરફ જાય છે. ત્યાં શ્રીકંઠપતિમાંથી નીકળીને આવતી કિલાંગના નદીના સંગમ થાય છે. શ્રીકòતિમાંથી નીકળતી ખીજી ચાર નદીઓ——ભિલાંગના ટેહરી પાસે, તિલાંગના તથા દિનાંગના ગગનાણી પાસે અને લતાંગના લાહારીનાગ પાસે–ગંગાજીને આવી મળે છે. રસ્તામાં આવતાં ઝરણાનાં પાણીના રંગ જુદા જુદા હાય છે. કાઇ પારદર્શક તા કાઈ દૂધી, કાઈ મેશ્યામ તે કાઈ પીતવર્યું. પહાડેની ખીણાની રચનાને લીધે કેટલીક જગાએ હવા થોડા વખત ગરમ અને થાડાં વખત ઠંડી એમ ફેરફાર લાગે છે, તેમના કાઈ કાઈ જગાએ ગંગાજીના પ્રવાહના અવાજ પણ ઓછે વધુ થતે લાગે છે. પહાડા ઉપર છૂટાં છવાયાં છેક ઉપર સુધી નાનાં નાનાં ગામા વસેલાં દેખાય છે, જે જોઈ આપણુને નવાઈ લાગે કે મા લકા માટલે ઉંચે જઇને તા. ૧-૧-૫ ક્રમ વસ્યા હશે ! પરંતુ તપાસ કરતાં જણાયુ કે અગાઉ રક્ષણના કારણે અને પછી ખેતીની સગવડના કારણે તે ત્યાં વસેલાં છે. દરેક ગામની પાસે એક નાના ચા માટે પાણીના ઝરા હેાય છે. ત્યાંના લેાકેાને પહાડ ચઢવા ઉતરવા એ રાજની રૅવને લીધે રમતવાત હાય છે. સામા કિનારે એક ગામથી બીજે ગામ જવા આવવા માટે અમુક અતરે દોરડાના અને પાટીઆના ઝુલતા પુલે કરેલા હાય છે, જેના ઉપર થઇને તે જ હિંમત રાખીને જઇ શકે. આપણી હિંમત ના ચાલે, કારણ કે તે પુલા ઘણા વખતના જીના છઠ્ઠું થયેલાં હેાય છે, જાત સંભાળીને તે ઉપર ચાલવાનુ બહુ જ વિકટ લાગે છે, અને જો પુલ તુટયા અથવા તો આપણે લપસ્યા તે ધસ મસાટ કરતા ગંગાના તેજ્ઞે પ્રવાહ આપણને સ્વર્ગ પહેાંચાડવાને તૈયાર હોય છે. રસ્તામાં કેટલીક જગાએ optical illnsions-દૃષ્ટિભ્રમ પેદા થાય એવાં દૃષ્યા પણ જોવા મળે છે. બહુ દૂર દેખાતાં શિખર બહુ પાસે હોય છે અથવા પાસે દેખાતાં શિખરો બહુ દૂર હાય છે, તેમજ ગંગાજીને પ્રવાહ કેટલીક જગાએ એક તરફ બહુ ઉંચે અને ખીંછ તરફ બહુ નીચે દેખાય છે, જે ઉપરથી આપણુને એમ થાય છે કે વયમાં કાઇ જગાએ ધોધ જેવું હાવું જાઈએ, પરંતુ વસ્તુતઃ તેવું કાંઇ હેતુ જ નથી. કેટલીક વખત આપણને લાગે કે હવે આ પહાડ છેવટના હશે, પરંતુ એ પહાડ પુરા થયા પછી ખીજો આવ્યા જ હાય છે. હિમાલય એટલે આવા સેંકડો પહાડાની હારમાળા ! ગણ્યા ગણાય નહિ, એક સાથે બધા દેખાય નહિ. શિખર ઉપર ચઢીને અથવા એરપ્લેનમાંથી જુઓ તેા પણ કેટલા જોઈ શકે। ? કાશ્મીરથી છે. આસામ સુધી કાની નજર પહેાંચી શકે ? ભટવાડીના ડાકળ ગયા ૧૮૮૦ માં બંધાવેલે છે અને ઉંચાઇ ૪૮૦૦ ફ્રુટ છે. ભટવાડીનું અસલ નામ ભાસ્કરપ્રયાગ છે. ત્યાં ભાસ્કરનદીના સંગમ થાય છે. ત્યાં ઊનના ગરમ કાપડના કારખાના બંધાય છે. એક શંકરનું મંદિર છે. આ તરફનાં મિશને બહારને દેખાવ કે કારીગરી જેવું કાંઇ જ હેતુ નથી. આપણી તરકે ગામડાંનાં મંદિરા પણુ આના કરતાં વધુ દેખાવડાં હશે. કદાચ અહીંના લેકને બાંધેલાં મદિરા કરતાં બહારનું નૈસર્ગિČક મદિર વધુ ગમતું હશે ! ત્યાંના ડાકખુંગલામાં અમને એક બંગાળી ગૃહસ્થ શ્રી. રૂદ્ધ મળ્યા.. તે પેાતાના કુટુંબ સાથે ગંગાત્તરી જઇ રહ્યા હતાં. આગળ પણુ અવારનવાર તેમના ભેટા થઇ જતા હતા. સામાન માટે અહીંથી પાછા બીજા ખચ્ચરેાનુ નક્કી કરવાનુ હાવાથી ઘણી મુશ્કેલીએ જેવા તેવા ત્રણ ખચ્ચરો મળી શકયા. અહીં સરકારી કુલી એજન્સી છે, પરંતુ ઋષિકેશની માફક તે ભાવતાલ નક્કી કરી આપીને યાંત્રિકાને રાહત આપતા નથી અને કહે છે કે તમે નક્કી કરીને લાવા એટલે અમે નોંધી લઇએ. આ પ્રમાણે સામાનની પડતી અગવડને લઇને અમે બીજો ક્રેટલાક સામાન પાછે આ કરીને અહીં પાછળ મૂકો.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy