________________
તા. ૧-૧-૫
ગૌતમ બુધ્ધ’
ભારત સરકાર તરફથી ‘ગૌતમ બુધ્ધ' એ મથાળાનુ એક દસ્તાવેજી ચિત્રપટ તૈયાર કરવામાં આવ્યું છે અને દેશના જુદા જુદા સીનેમાારા જનતા સમક્ષ એ ચિત્રપટ રજી થઈ રહ્યુ છે. આ ચિત્રપટ તૈયાર કરાવવા પાછળ ભારત સરકારે ધણી મેોટી રકમ ખરચી છે. શ્રીમા, બ્રાડકાસ્ટીંગ તથા સમાચાર ખાતાના વિદ્રાન ભાવનાશીલ સેક્રેટરી શ્રી પી. એમ. લાડની સીધી દોરવણી નીચે તે તૈયાર કરવામાં આવેલ છે. ફીલ્મનિર્માતા તરીકે ભારે ખ્યાતિ ધરાવતા શ્રી વિમલ રાયને આ ચિત્રપટ નિર્માણ કરવાની જવાબદારી સેાપવામાં આવી હતી. આ માટે ભારતમાં તેમ જ ભારત બહાર જ્યાં જ્યાં બૌધ્ધ શિલ્પ ક ભિત્તિચિત્રા હોય ત્યાં ત્યાંથી પાર વિનાની છષ્મી અને ફિલ્મમા ઉતારવામાં આવી હતી. આ રીતે લગભગ એક લાખ ફીટ જેટલી લેવાયલી ફિલ્મો ઉપરથી ૭૫૦૦ રીટનું પ્રસ્તુત ચિત્રપટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ચિત્રપટ જીવન્ત માનવીપાત્રાનાં અભિનય, ગાયન અને વાર્તાલાપા દ્વારા તૈયાર કરવામાં નથી આવ્યું અને તેથી ચિત્રપટાની સામાન્ય કલ્પનાપૂર્વક જોનારને આ ચિત્રપટ નિરાશ કરે તેવું છે. આ ચિત્રપટમાં તે ભગવાન બુધ્ધના ચરિત્રને લગતાં પ્રાચીન શિલ્પા અને ભિત્તિચિત્રોદારા રજુ કરવાના પ્રયત્ન છે. આ શિલ્પકૃત્તિઓ અને ચિત્રાને પ્રસ્તુત ચિત્રમાં એવી રીતે વણી લેવામાં આવેલ છે કે તેને લીધે જડ પથ્થરમાં કારેલી મૂર્તિઓ જીવતી જાગતી લાગે છે અને ચિત્રનિરૂપિત આકૃતિઓ ખેાલતી ચાલતી ભાસે છે. આ રીતે આજ સુધી નિર્માયલાં ચિત્રપટ કરતાં આ ચિત્રપટની ભાત કેવળ જુદી જ છે. એ દ્વારા ભારતની અનેક અદ્ભુત શિલ્પકૃતિઓના આપણને સીધો પરિચય થાય છે અને ખાસ કરીને ભગવાન બુધ્ધની મૂર્તિઓના કેટલાક અજોડ નમુનાઓનાં આપણને સુભગ દર્શન થાય છે. પાર્શ્વભૂમિમાં સંગીત પણ ચરિત્રધટનાઓને અનુરૂપ ગોઠવવામાં આવ્યુ છે તથા કથાવસ્તુનું અંગ્રેજી નિરૂપણુ પણ ચિત્રપટ સાથે સુન્દર રીતે સાંકળી લેવામાં આવ્યું છે.
પ્રભુ જીવન
મુંબઈમાં ‘મેટ્રો’ સીનેમાએ આ ચિત્રપટ બે અઠવાડી સુધી બતાવ્યુ તે દરમિયાન તે જોવાની તક સાંપડી હતી. ચિત્રપટ જોતાં આપણે વર્તમાન દુનિયાને ભુલી જઇએ છીએ અને આજથી ૧૦૦૦, ૧૫૦૦ કે ૨૦૦૦ વર્ષ પહેલાંનાં શિલ્પેોદારા પુરાણા ભૂતકાળની દુનિયામાં વિહરવાનો આનંદ અનુભવીએ છીએ. આ ચિત્રપટાનાં અંગઉપાંગાનુ વિવરણુ કરવાને અહિં અવકાશ નથી. એટલી ક્રમસર માહીતી સ્મરણપટ ઉપર સ્પષ્ટ આકારે અકિત પણ નથી, એમ છતાં એટલું જરૂર કહી શકાય કે જરા પણુ રસભંગ ન થાય એ રીતે ભગવાન બુધ્ધના જન્મથી માંડીને નિર્વાણુ સુધીમાં બનેલી ઘણી ખરી મુખ્ય મુખ્ય ઘટનાઓને આ ચિત્રપટમાં સંકલિત કરવામાં આવી છે અને સાથે સાથે પ્રાઐતિહાસિક કાળથી માંડીને ગાંધીજી સુધીના વિરાટ કાળપટનું આછું દર્શન પણ આ ચિત્રપટ કરાવે છે. ભારતની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિને આ ચિત્રપટ વડે આપણને સીધા સંપર્ક થાય છે, જે ભારે આલ્હાદક લાગે છે. કેવળ માનસિક અનુર્જન આ ચિત્રપટના હેતુ નથી. જગતના એક શ્રેષ્ટ પુરૂષના ભવ્ય ચરિત્રનું શિક્ષણ આપવુ અને આજના . રાગદ્વેષવ્યાકુલ જગમાં પ્રેમ, શાન્તિ, સમભાવ, નિવૈરનું વાતાવરણ પેદા કરવું—આ હેતુથી પ્રેરાઇને આ ચિત્રપટ તૈયાર કરવામાં આવ્યુ છે. ચિત્રપટ પુરૂ' થતાં ચિત્ત એક પ્રકારનું ભરપુરપણું અનુભવે છે, ચિત્રવસ્તુની ગંભીર છાયા મનને આરપાર આવરી લે છે. માત્ર સુન્દર જ નહિ પણ કાઈ ભવ્ય વસ્તુનુ ગૂઢ જીવન તત્ત્વનું દર્શન કર્યું હોય એવી અનુભૂતિ ચિત્તને જકડી કે છે, જોયેલી અનેક મનેાહર શિલ્પકૃતિઓ સ્મરણપટ ઉપર કઈ સમય સુધી નાચ્યા કરે છે. આવા એક અનુપમ ચિત્રનું નિર્માણ કરીને ભારત સરકારે ફિલ્માની દુનિયામાં એક નવું સીમાચિહ્ન સર કર્યું છે.
આ ચિત્રપટમાં અન્તત કરવામાં આવેલી ઘટનાઓની સમજુતી સ્પષ્ટ, વિશદ અને સુન્દર શૈલીમાં અંગ્રેજી ભાષાારા આપવામાં આવી છે. આ નિરૂપણુનુ આયોજન ખરેખર અદ્દભુત છે અને તેમાંનાં કેટલાક વાકયેાના ભણકારા થોડા સમય સુધી તે કાનમાં સતત ઉઠયા જ કરે છે. પણ અંગ્રેજી નહિ સમજનાર વર્ગ આ શબ્દપરિચય સમજી શકતા નથી એટલે માણી શકતા નથી. દેશના ધણા બહેાળા વ માટે પ્રસ્તુત ચિત્રવસ્તુને હિંદી પરિચય ચિત્રપટ સાથે જદ્ધિથી સાંકળી લેવામાં આવે તે અત્યન્ત આવશ્યક છે. પાનદ
ભડારધારા ( વિલ્સન–ડેમ) પર્યટણ
સત્વર નામ નોંધાવા !
૧૯૯
મુખઇથી નાસિક રસ્તે આવતા ઇગતપુરીથી ૨૩ માઇલ દૂર ભંડારધારા અથવા તે વીલ્સન ડેમ. નામનું એક અતિ રમણીય સ્થળ છે. ક્રુમઇથી લગભગ ૧૨૫ માઇલ દૂર છે. સુખઈ જૈન યુવક સંઘના સભ્યો માટે ચાલુ જાન્યુઆરી માસ દરમિયાન તે સ્થળ ઉપરનું એક પર્યટણુ ગાઠવવામાં આવેલ છે. આ માટે નિયત કરેલ સ્ટેટ ટ્રાન્સપેાની ખસ જાન્યુઆરી માસની ૧૯ મી તારીખ શનીવાર અપેારે એ વાગ્યે પાધુની ટી. જી. શાંહુ ખીલ્ડીંગ પાસેથી ઉપડશે અને રસ્તામાં રાયલ આપેરા હાઉસ સામે, દાદર ખારદાદ સરલ વીન્સેન્ટ રોડના ડાબી બાજુના બસ નાકા પાસે, માટુંગા કીંગ સરકલ જૈન મંદિર પાસે ઉભી રહેશે. શનીવારની રાત તથા રવિવારના દિવસ ભંડારધારા ( વીલ્સન ડેમ) ઉપર ગાળવામાં આવશે અને રાત્રીના મુંબઈ પાછા આવવાનુ મનશે. પટણમાં જોડાનારે ખેડીંગ, કળશા, ખ્યાલે, વાડકા, ચમચા વગેરે જરૂરી વસ્તુ સાથે લાવવાની રહેશે.
આ પટણમાં જોડાનાર મેાટી ઉમરના ભાઈ બહેનેાએ વ્યક્તિ દીઠ રૂા. ૧૫ અને ૧૦ વર્ષ નીચેના બાળકો માટે રૂા. ૧૦ આપવાના રહેશે. પેાતાની મેાટારમાં આવનારે ઉપર મુજબ મેટા માટે રૂા. ૮ અને નાના માટે રૂા. ૫ આપવાના રહેશે. આ પર્યટણ બહુ મર્યાદિત સંખ્યા માટે ચેાજવામાં આવેલ છે તેથી પર્યટણમાં જોડાવા ઇચ્છનાર સભ્યાને તા. ૧૧ જાન્યુઆરી સુધીમાં સંઘના કાર્યાલયમાં જરૂરી રકમ ભરીને પાતપાતાનુ નામ સત્વર નોંધાવી જવા વિન ંતિ છે. આ ખાખતમાં અનુભવ એવે છે કે છેવટના દિવસેામાં કેટલાક સભ્યો પેાતાનાં નામ નાંધાવવા આવે છે. જ્યાં અતિ પરિમિત સ ંખ્યામાં સભ્યાને લઈ જવાની ગેાઠવણ કરવામાં આવી છે ત્યાં આવી રીતે આવતા સભ્યાને નિરાશ કરવા સિવાય બીજો વિકલ્પ રહેશે નહિ.
એક વિશેષ વિન ંતિ કે પર્યટણ દરમિયાન લેાજન વગેરે વ્યવસ્થાને ભાર માત્ર અમુક વ્યકિતએ ઉપર આવે છે અને તેથી તે પર્યટણના આન ંદમાં ખીલકુલ ભાગ લઈ શકતા નથી. આ કામને ખાજો અને વ્યવસ્થાની જવાબદારી પટણમાં જોડાનાર સર્વ ભાઈ બહેનેા પરસ્પર વહેંચી લે અને એ રીતે પટણૢ અંગેના વ્યવસ્થાપકાને માથે રહેતા ભાર હળવા બનાવે એ તરફ પર્યટણમાં જોડાનાર ભાઈ બહેનેાનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. મત્રીએ, સુબઇ જેન યુવક સઘ પંડિત સુખલાલજી સન્માન નિધિમાં આપના ફાળા સત્ત્વર માકલા !
પંડિત સુખલાલજીને સન્માન સમારંભ આગામી માર્ચ માસની તારીખ ૧૭ મી રવિવારના રાજ ગેઠવવાનું વિચારાઈ રહ્યું છે. આ પ્રસગે ઓછામાં ઓl ।. ૭૫૦૦૦ ની થેલી પડિતજીને અર્પણ કરવી એવા સ ંપ૫ સાથે સન્માનિધિ એકડા કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આજ સુધીમાં રૂપિયા ૪૨૦૦૦ નાં વચને મળ્યાં છે. આ લક્ષ્યાંકને જલ્દિ પહોંચી જાએ. એટલું જ નહિ પણ તેને વટાવી આગળ ચાલીએ એ રીતે પંડિતજીના મિત્ર, સ્વજને પેાતાની રકમો ઉદારતાપૂર્વક સવર નીચેના સ્થળે મેલી આપે એવી તેમને આગ્રહપૂર્વક વિન ંતિ છે.
મુંબઈ જૈન યુવક સંઘ: ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, ચેક મેકલનારને Bombay Jain Yuvak Sangh ' એ નામ ઉપર લખવા વિનંતિ છે.
ચીમનલાલ ચકુભાઇ શાહ, પરમાનંદ કુંવરજી કાપડિયા, મેહનલાલ મહેતા (સેાપાન). મંત્રીઓ, ૫. સુખલાલજી સન્માન સમિતિ, મુંબઈ શાખા,