________________
૨૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૫-૪-૭
સાધના માર્ગોમાં જે અંતિમ સાધ્ય તરીકે સ્વીકારાય છે તે નિશ્રયના વિષય છે. પ્રસ્તુતમાં પૂર્ણ આત્મશુદ્ધિ એ અંતિમ સાધ્ય હેાઈ તે નિશ્ચયના વિષય છે; જ્યારે તેને સિદ્ધ કરવાના મંત્ર, જપ, તપ, પ્રાર્થના જેવા બાહ્ય તેમજ પ્રાયશ્ચિત્ત, ધ્યાન આદિ જેવા આંતરિક સાધના એ વ્યવહારના વિષય છે. વ્યવહાર માર્ગ અંતિમ પરમ સાધ્ય નથી એટલા જ અમાં એને અસત્ કે અભૂતાર્થ કહી શકાય. ખરી રીતે તા એ સદ્ભુત–ઉપાદેય વ્યવહાર માર્ગ છે. પરંતુ જો એ સાધનાને ઉપયોગ નિરપેક્ષપણે આત્મશુદ્ધેિનુ' અંતિમ લક્ષ્ય સિદ્ધ કર વામાં ન કરતાં બીજા જ કા સ્વાર્થી હેતુથી કે બીજાના અનુસરણમાત્રથી કરવામાં આવે તે તે સદ્ભુત હેય વ્યવહાર માર્ગ બની જાય. બાકી એ સાધના જેટલે અંશે આત્મશુદ્ધિમાં ઉપકારક બને તેટલે અંશે ઉપાદેય છે જ. આ થઈ જૈન દૃષ્ટિ. એ દૃષ્ટિએ વિચાર કરતાં જીવદયા, પરોપકાર, વિશ્વપ્રેમ જેવા સામાજિક સદ્ગા પણુ ઉપાદેય કાટિમાં જ આવી શકે.
નિશ્ચય
અને વ્યવહાર
જેમ જૈન પરપરામાં નિશ્રય અને વ્યવહાર શબ્દ આવે છે તેમ ઇતર પર પરામાં પરમાર્થ અને સંસ્કૃતિ, પરમાર્થ અને વ્યવહાર જેવા તેના સમાનાર્થંક શબ્દો મળે છે, પરંતુ એ અને શબ્દોના વિષયા તે તે દર્શનાના સિદ્ધાંતભેદને લીધે ઘણી વાર જુદા પડી જાય છે. પ્રસ્તુતમાં તે પરિણામિનિત્યતા અને દ્રવ્યભેદ માનનાર જૈનદર્શનને અનુલક્ષી નિશ્રય તથા વ્યવહારનો અર્થ સમજવા પ્રયત્ન કરીશું.
જૈન દર્શનમાં નિશ્ચય તથા વ્યવહાર શબ્દને પ્રયોગ ‘તત્ત્વજ્ઞાન’ અને ‘આચાર’ એમ બંને બાબતમાં કરવામાં આવ્યો છે. વળી નિશ્ચય તેમજ વ્યવહાર એ દરેકના અનેક પારિભાષિક ભેદો ઉપભેદો પણ વર્ણવવામાં આવ્યા છે. એ બધી ઝીણી વિગતામાં ન જતાં આપણે તે અહીં એ શબ્દોને સામાન્ય અર્થે તથા એની પાછળ કયા કયા દૃષ્ટિબિંદુઓ અર્થાત્ અપેક્ષાએ કામ કરે છે એ ટૂંકમાં જોઈશું.
નિશ્ચય એટલે તાત્ત્વિક યા પરમાર્થે ષ્ટિ અને વ્યવહાર એટલે લૌકિક યા સ્થૂળ દૃષ્ટિ.
તત્ત્વજ્ઞાન: તત્ત્વજ્ઞાનમાં નિશ્ચય તથા વ્યવહાર દૃષ્ટિનાં પ્રેરક મુખ્યપણે ત્રણ દૃષ્ટિબિંદુઓ-અપેક્ષાએ દેખાય છે. ૧ અભેદ-ભેદની, ૨ સ્વભાવ-વિભાવની, ૩ વાસ્તવ–અવાસ્તવ અર્થાત્ અનુપતિ કે ઉપચરિતપણાની.
૧ વસ્તુનિરૂપણમાં જ્યારે ભેદ દૃષ્ટિ પ્રધાનપણે હૈાય ત્યારે તે વ્યવહારનયન વિષય બને છે અને જ્યારે તેમાં અભેદગામી વલણ પ્રધાન અને ત્યારે તે નિશ્ચયની કાટિમાં આવે છે. દા. ત. દ્રવ્ય--ગુણને, દ્રવ્ય-પર્યાયના તેમજ દ્રવ્ય—દ્રવ્યના ભેદ પાડી વિયાર કરવા એ વ્યવહાર દૃષ્ટિ અને દ્રવ્ય સામાન્યના કાઈ ભેદ વિના વિચાર કરવા એ નિશ્ચય દૃષ્ટિ. (વળ ચેતનાના જ્ઞાન, દર્શન આદિ પર્યાયાના ભેદ પાડયા વિના વિચાર કરવા તે નિશ્રય દૃષ્ટિ, અને જ્ઞાન, દર્શન આદિ ભેદે પાડીને વિચાર કરવા એ વ્યવહાર દૃષ્ટિ.
૨ દ્રવ્યને તેના સહજ અર્થાત્ ત્રણે કાળમાં રહેનાર સ્વરૂપની અપેક્ષાએ વિચાર કરવા તે નિશ્ચય દૃષ્ટિ. અને અન્ય નિમિત્તથી અસ્તિત્વમાં આવેલા અને તેથી કરીને કિંચિત્કાલીન એવા વૈભાવિક સ્વરૂપની દૃષ્ટિએ તેના વિચાર કરવા એ વ્યવહાર દૃષ્ટિ. જેમ કે કાલિક ચા સ્વાભાવિક ચેતનાના સ્વરૂપની દૃષ્ટિએ આત્મતત્વને વિચાર કરવા તે નિશ્ચય અને કર્મસયેાગજનિત અપૂર્ણ મતિ આદિ જ્ઞાનની દૃષ્ટિએ તેમજ કાષાયિક ભાવની અપેક્ષાએ આત્મતત્વને વિચાર કરવા તે વ્યવહાર.
૩ વસ્તુનું જે કઈં વાસ્તવિક–અનુપચરિત સ્વરૂપ હોય તે નિશ્ચય દૃષ્ટિના વિષય છે અને અવાસ્તવિક-ઉપચરિત સ્વરૂપ વ્યવહારના વિષય છે જેમ કે વૈભાવિક અને અપૂર્ણ છતાં જૈન મત પ્રમાણે મતિ, શ્રુત આદિ જ્ઞાન એ વાસ્તવિક હાઈ અનુપરિત છે. અને લિપિ–પેાથી જેવાં સાધનાને જ્ઞાન કહેવામાં આવે છે ત્યારે તે પુરુષને સિંહ કહેવાની પેઠે ઉપચરિત છે.
આ ઉપરથી જોઇ શકાશે કે વ્યવહાર નયમાં બધા જ વિષયો અસત્, અદ્ભૂતા કે મિથ્યા કોટિના નથી. જૈન ગ્રંથામાં ણે ઠેકાણે નિશ્ચય નયને ભૂતા અને વ્યવહાર નયને અભૂતા કહ્યો છે. આ એ શબ્દો ભ્રમ ઉત્પન્ન કરે તેવા હાઇ ચેાડી સ્પષ્ટતા કરવી જરૂરી છે. ભૂતાને અર્થ સત્ કે પરમાર્થ અને અભૂતાના અસત્ કે અપરમા કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે અસથી શું સમજવું? અસત્ એક અર્થ છે મિથ્યા અર્થાત્ જે સથા અસ્તિત્વમાં નથી તેને આાભાસ–ઝાંઝવાની પેઠે. બીજો અર્થ છે જે અંતિમ સત્ યા પરમાર્થ નથી તે. ઉપર નિરૂપેલ વ્યવહારનયના બધા જ વિષયેા છેલ્લી વાસ્તવ કાટિ બાદ કરતાં–‘મિથ્યા' અર્થમાં અસત્ ન કહી શકાય, કેમ કે તે આભાસિક ન હેાતાં કાઈ ને કાઈ રીતે અસ્તિત્વ ધરાવે જ છે.
આચાર:-આ થઈ તત્ત્વજ્ઞાન પૂરતી નિશ્ચય-વ્યવહારની સમજણુ, હવે ચારિત્ર યા સાધનાને લક્ષી એ અને શબ્દો સમજીએ.
વ્યવહાર એ બીલકુલ અસત્--મિથ્યા-હેય છે અને નિશ્ચય એ જ માત્ર પરમ સત્—ઉપાદેય છે એવી માન્યતા જૈન ગ્રંચામાં આવતા અસત્—અભૂતાર્થ શબ્દના એકાંગી અર્થમાંથી ઉદ્દભવેલી દેખાય છે, જે ગ્રંથને આગળ-પાછળના સંદર્ભ જોતાં તેમજ જૈન સિદ્ધાંત તપાસતાં ઘટી શકતી નથી. એવી એકાંગી માન્યતામાં માત્ર વૈયકિતક જીવનના જ વિચાર આવતા હાઈ તે સામુદાયિક જીવનની તદ્દન ઉપેક્ષા કરે છે; અને પરિણામે વૈયક્તિક જીવનનું દૃષ્ટિબિંદુ ઊર્ધ્વગામી બની શકતુ નથી. ખરી રીતે જૈન મતે તે સદ્ગુણુવક બધા જ વ્યવહારમાર્ગ અંતિમ સાધ્યનુ એક આવશ્યક સોપાન છે; પછી તે વ્યવહારા વ્યકિતગતવન કે સામુદાયિક જીવન સાથે સબંધ ધરાવતા હાય, તેથી તેમાં કાંઈ અંતર પડતું નથી. ઇન્દુકલા ઝવેરી
શ્રી કાનજી સ્વામીની માન્યતાઓની સમીક્ષા
[શ્રી સુરજચંદ્ર ડાંગી એક વિચારક વિદ્વાન છે અને જૈન દર્શનના નિપુણ અભ્યાસી છે. તેમના શ્રવણુ અને ચિન્તનમાંથી નીચેની સમીક્ષા નિર્માણ થઈ છે. ચેડા સમય પહેલાં મુંબઈમાં પખવાડીયું રહી ગયેલા શ્રી કાનજી મુનિનાં વ્યાખ્યાના જેણે સાંભળ્યા હશે તેમને નીચેની સમીક્ષા જરૂર વિચારપ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી આશા છે.
પ્રસ્તુત લેખમાં ‘નિશ્ચય અને વ્યવહાર' એ બે શબ્દ પુનઃ પુનઃ આવે છે. એ જૈન પારિભાષિક શબ્દો છે. અને તેના અર્થનુ હાઈ પ્રમુદ્ધ જીવનના ખાસ કરીને જૈનેતર વાંચકાથી પકડાવું બહુ મુશ્કેલ છે. આ માટે અમદાવાદની રામાનંદ કાલેજના અધ્યાપિકા ડૉ. ઇન્દુિલા ઝવેરીનું ઉપર આપેલું વિવરણુ ધ્યાનપૂર્વક વાંચી જવા વિનંતિ છે. તંત્રી
ભારતની સંસ્કૃતિ અને હિંદુધર્મમાં આત્મસાધક, જીવનપ્રેરક, અને લેાકસેવક અનેક સપ્રદાયા પ્રવર્તે છે. આ સંપ્રદાયમાં વળી ઉપસંપ્રદાય, પંથ કે ઉપપથ પણ ધણા છે.જૈન સપ્રદાયમાં દિગંબર અને શ્વેતાંબર એ બે પથ છે. શ્વેતાંબરામાં જે મૂર્તિને નથી માનતા તે સ્થાનકવાસી કહેવાય છે. આ સ્થાનકવાસી ઉપપથના એક સાધુ શ્રી કાનજીસ્વામીએ પોતાના પરંપરાગત ગચ્છોડી દઇને સૌરાષ્ટ્રમાં આવેલા સેનગઢમાં એક નવીન ઉપપથની સ્થાપના કરી છે.
આચાર્ય કુંદકુંદના સુવિખ્યાત ગ્રંથ “સમયસાર” ને વાંચીને તે દિગબર પંથ તરફ આકર્ષાયા. જ્યારે એમણે જોયું કે વર્તમાન ગબર મુનિસ ંધ કે શ્રાવક સમુદાયમાં કોઈ સમ્યગદૃષ્ટિ દેખાતું નથી, યારે એમણે દિગમ્બર જૈન આગમેના આધાર પર પાતાના મતને અનુસાર એક નવીન પંથની સ્થાપના કરી. કાઇ પણ નાવીન્ય પ્રત્યે જનતાનુ સ્વભાવિક આકર્ષણ થાય જ છે, અને તેમાંયે કાનજીસ્વામીની વકતૃત્વકલાની વિશિષ્ટ પદ્ધતિના કારણે સૌરાષ્ટ્રના જનસમુદાય આ પંથ તરફ વિશેષ ખેંચાતા જતા દેખાય છે.
સૌરાષ્ટ્રમાં દિગંબર જૈન સમાજની વરતી નહિં જેવી છે. ત્યાં દિગંબર સંપ્રદાયને વિશેષ પ્રચાર થાય એ ધારણાએ દિગમ્બર સમાજના અગ્રગણ્ય શેઠ હુકમીચંદજીએ સારા પ્રમાણમાં આર્થિક સહાય એમને