________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૫
કરે છે અને સસારપ્રપંચની રચના કવી રીતે થાય છે, આનુ સ્પષ્ટીકરણ દાર્શનિકાએ અનેક રીતે કર્યું છે, તે સ્પષ્ટીકરણમાં જૈનની આગવી નિષ્ઠા છે અને તેને આપણે અનેકાંતવાદ નામે અગર જૈન દર્શનને નામે ઓળખી શકીએ,
૪૬
પ્રમાણે જે ક્રમ બધાઈ ગયા છે એ ક્રમે કર્માં આપે। આપ છૂટા થઇ જશે અને જીવે એ માટેના વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી, પણ આવાની આ નિયતિવાદની નિષ્ઠા વિરૂદ્ધ ભગવાન મહાવીરે માન્યું કે જીવ અને કર્મનો સંબંધ તેના પોતાના પ્રયત્નનુ ફળ છે, જીવના પુરુષાર્થ જ જેમ તેને કર્મ સાથે સબદ્ધ કરે છે તેમ તેના જ પુરુષાર્થ તેને કર્મથી વિયુકત પણ કરે છે. આ પ્રકારે ધર્મિક ઇતિહાસમાં જ્યાં સુધી આપણી નજર પહેાંચે છે ત્યાં સુધી જોતાં આપણે કહી શકીએ છીએ કે ભગવાન મહાવીર એ પ્રથમ વ્યક્તિ છે જેમણે મનુષ્યને નિયતિવાદના ચક્રમાંશ્રી બચાવી તેના પોતાના પુરુષાથ ઉપર ભરાંસે રાખતા કર્યાં છે. આ કાંઈ નાની સૂની વાત નથી. બધું જ જો નિયત હોય અને એ નિયતિમાં જ નિષ્ઠા હોય તે પછી સાધના જેવું કશું જ જીવનમાં રહેતુ નથી. પણ આથી વિરુદ્ધ જો આપણે આપણા પોતાના પુરુષાર્થમાં માનતા થઈએ તો, ધાર્યા મુજબ સફળતા મળે કે ન મળે પણ, સફળતા માટેના સતત પ્રયત્ન કરવાનું આપણું બળ અને એ બળને ઝરો સુકાઈ જતા નથી, જીવનમાં નિરાશાને સ્થાન નથી મળતું, નિર ંતર ઉત્સાહ એ જીવનનું અંગ અની જાય છે.
ભગવાન મહાવીરને નિયતિવાદના ચક્રમાંથી સર્વથા છૂટવાન પ્રયત્ન છતાં અને તેમની નિયતિવાદને બદલે પુરુષાર્થવાદમાં નિષ્ઠા છતાં, આજે આપણને જૈન શાસન જે રૂપે ઉપલબ્ધ છે એ મૂળમાં તે મહાવીરના ઉપદેશે। ઉપર જ આધારિત છે એમ માનવાને આપણા આગ્રહ હાય તો આપણે માનવુ જોઇએ કે ભ, મહાવીર પણુ એ નિયતિચક્રમાંથી સર્વથા છૂટી શકયા નથી, અથવા અનેકાંતની ભાષામાં કહેવું હાય તા‚ કહી શકાય કે કેટલીક બાબતોમાં તેમણે નિયતિવાદ સ્વીકાર્યો અને કેટલીક ખાબતમાં તેમણે પુરુષાવાદને મહત્ત્વ આપ્યું. જીવના બે ભેદો ‘ભવ્ય’ અને ‘અભવ્યને નિયતિવાદના સ્વીકારમાં મૂકી શકાય. પણ ભવ્ય જીવ જે પુરુષાર્થ કરી છૂટકારા પ્રાપ્ત કરે છે તે પુરુષાર્થવાદના સ્વીકારતું દૃષ્ટાંત છે. ભવ્ય જ મેક્ષને અધિકારી છે અને અભવ્ય નહિં જ નિયતિવાદ છે. પણ ભવ્ય જો યોગ્ય પુરુષાર્થ કરે તા જ મુક્તિ પ્રાપ્ત કરે છે અન્યથા નહિ. પુરુષાર્થવાદ છે. વળી શાસ્ત્રોમાં ભગવાન મહાવીરની સર્વ સત્તાના સમર્થનમાં જે કેટલાક વાના ભાવિ ભવાનું વર્ણન આવે છે એ પણ જૈન ધર્મીમાં નિયતિ ચક્ર ધ્રુવુ કાર્ય કરી રહ્યું છે તેની સૂચના આપી જાય છે. વળી દેશ અને કાળભેદે તીથ કરના અસ્તિત્વ—નાસ્તિત્વની જે માન્યતા છે તેમાં પણ નિયતિવાદ જ કામ કરી રહ્યો છે. અને એ સજ્ઞતા ઉપર અતિ ભાર આપવાથી પુરુષાર્થવાદને સ્થાને કેવી રીતે નિયતિવાદ જ આવીને ઊભા રહે છે તેની પ્રતીતિ કરવી હાય તે। શ્રી કાનજીમુનિના પ્રવચને વાંચે એટલે ખાત્રી થશે કે જૈન ધર્મમાં નિયતિવાદનાં પણ ીજો સર્વથા નિર્મૂળ નથી થયાં.
આ બધું છતાં જૈન ધર્મ એ નિયતિવાદી નથી, પણ પુરુષાર્થવાદી છે એ પણ એટલું જ સાચુ છે અને તે એટલા માટે કે ભગવાન મહાવીરના ઉપદેશના ઝાક જીવના પુરુષાર્થ ઉપર જ છે. કર્મના બધનના કારણેાનું જે વિવેચન તેમણે કર્યું છે તે બતાવે છે કે તે નિયતિને નહિં પણ પુરુષાર્થને મુક્તિ પ્રાપ્ત કરવામાં બળવાન કારણુ માને છે. મનુષ્ય સ્વતંત્ર છે કે તે કષાયમાં લિપ્ત થાય કે તેથી છૂટવાના પ્રયત્ન કરે. જીવને કષાયથી છૂટવું જ હોય તો એવી ક્રાઈ તાકાત નથી જે તેને તેમ કરતાં રોકી શકે. આ જ પુરુષાર્થવાદ છે અને તેનું પૂરૂ` સમર્થન બ. મહાવીરનાં ઉપદેશ તથા વનમાંથી મળી રહે છે.
છવાની વિવિધતા અને સૂક્ષ્મ સ્થૂલ ભેદ તા પ્રત્યક્ષ જેવાં છે પણ સ્વરુપે જો બધા જ છવા સરખા છે અને બધા જ જો અવસર મળે તે સિદ્ધાવસ્થામાં સમાન બનવાની શકયતા ધરાવે છે. તો આ અધા ભેદનુ કારણ શું ? એ કારણ તે કર્મ છે એ કહેવાઈ ગયુ છે. પણ જીવ અને કર્મના એ સબંધને કેવી રીતે ધટાવવા, કર્મી સાથે સબંધ થવા માત્રથી જીવ પેાતાના સ્વરૂપમાં વૈવિધ્યને કેવી રીતે પ્રાપ્ત
કેટલાક દાર્શનિકા કહેતા કે જીવ અને શરીરના સંબંધ છતાં વમાં કશા જ વિકાર નથી થતો. જીવતત્ત્વ શાશ્વત છે. જે કાંઇ વિકારે છે તે જીવ સબધ્ધ અચેતન પ્રકૃતિમાં જ થાય છે. જ્ઞાનાદિ ગુણા પણ જીવના નહિ પણ પ્રકૃતિના જ છે. પુરુષ–પ્રકૃતિનુ ભેદનાન " વિવેકજ્ઞાન થતાં પ્રકૃતિ અલગ થઇ જાય છે અને તે જ પુરુષને માક્ષ કહેવાય છે. અર્થાત સસાર અને મેક્ષ એ પ્રકૃતિ-જડ તત્ત્વના જ છે, પણ પુરુષમાં આરોપિત છે. પુરુષ તે અપરિણામી નિત્ય છે. આથી વિરૂધ્ધ એવા પણ દાર્શનિકા હતા, જેઓ કહેતા કે સસાર કે મેક્ષ જેવી વસ્તુ જ નથી, જીવ પણ શાશ્વત નથી, જડ વસ્તુઓના અમુક પ્રકારના સંમીશ્રણથી જીવની ઉત્પત્તિ થાય છે, અને મૃત્યુની સાથે જ જીવની પણ સમાપ્તિ થાય છે. તે તેના પુનર્જન્મના ચક્ર અર્થાત્ સંસારની વાત જ કયાં રહી ? અને સંસાર જ નથી તે મેક્ષ કેમ ? આ પ્રકારના બન્ને મતા ભગવાન મહાવીરની સામે હતા. તેમણે એ બન્ને મતેમાંથી સારતત્ત્વ લઈ લીધું અને અનેકાંતવાદની નિષ્ઠા કાયમ કરી. તેમણે જોયું કે જીવને એકાંત શાશ્વત માનવા જતાં તેમાં વિકારની સભાવના જ રહેતી નથી, જે વિકારો દેખાય છે અને જે આત્માના છે એમ અનુભવાય છે તે બધાને આત્માના નથી એમ કહેવાનો કશા અર્થ નથી, જડપ્રકૃતિ પુરુષાર્થ કરે અને પુરુષ કેવલ દૃષ્ટા અન્યા રહે તે પછી એવા પુરુષને પૃથક માનવાની આવશ્યકતા પણ શી રહે? એટલે પુરુષને જ વિકારસપન્ન અનિય માનવા રહ્યો. ખીજી બાજુ જન્મ અને મૃત્યુપર્યન્ત જ જો જીવની સ્થિતિ હાય તો પછી જીવેાની આ સંસારમાં જન્મજાત જે વિવિધતા દેખાય છે તેના ખુલાસા મળી રહેતા નથી. અને એ મુન્નાસા કમ માનવાથી થઇ જાય છે. તે કમ પૂર્વજન્મની વાસનારૂપ છે અને તેને જ કારણે જન્મજાત જીવમાં વૈવિધ્ય દેખાય છે. એટલે જીવને પુનર્જન્મના ચક્રમાં ફસાયેલા માનવા જ જોઈએ, અને એ માનવામાં તેની નિત્યતા પણ સ્વીકારવી આવશ્યક છે. અન્યથા એક જ જીવના નાના જન્મ—મૃત્યુ નહિં પણ નાના જીવના નાના જન્મ મૃત્યુ માનવા જતાં કર્મના નિયમ ખોટો પડે છે. કમ ચેક કર્યું પણ કરનારને ફળ મત્યુ હ અને જેણે નથી કર્યું તેને ફળ મળ્યું–આવી અવ્યવસ્થા ઉભી થાય. એટલે એથી બચવા જીવમાં નિત્યતા પણ માનવી જોઇએ, આમ વિચારી ભગવાને જીવતત્ત્વને નિત્ય અને અનિત્ય અન્ને રૂપે માન્યું', જીવ દ્રવ્ય નિત્ય છે, જીવપર્યાયે અર્થાત છત્રપરિણામે–વિકારા અનિત્ય છે. જે અનિત્ય છે તે કાયમ રહી શકે નહિ. એટલે એવા વિકારો જે સ્વાભાવિક નથી પણ કમજન્મ છે. તેને જીવથી દૂર કરી શકાય છે. એમ ફલિત થાય. અને એમ લિત થતાં મેક્ષ પુરુષાર્થીને અવકાશ પણ મળે.
જે વસ્તુ ભ. મહાવીરે એક જીવ વિષે માની તે જ વસ્તુ સમગ્ર લાક વિષે એટલે કે સંસારના સમગ્ર દ્રવ્યો વિષે-પછી તે જીવ હાય । અજીવ તે બધાને વિષે—લાગુ કરી. એટલે તેમણે કહ્યુ કે વિશ્વની સમગ્ર વસ્તુઓ અનેકાંતાત્મક છે. જેમ જીવ વિષે તેમ · અજીવ-કર્મ વિષે પણ કહી શકાય કે જો તે એકજ રૂપ હાય, નિત્ય જ હાય તે। સદા તે જીવ સાથે સમૃધ્ધ જ રહે, કદી છુટું પડે જ નહિ. જો એમ અને તે તા મેક્ષ પુરુષાર્થ કે ધર્મસાધનાને અવકાશ જ રહે નહિ. એટલે જીવની જેમ કર્મને પણ વિકારી માનવું જ જોઇએ. તેને પણુ પરિણામી માનવું જ જોઇએ. એથી એમ સંભવ અને કે આજે જે કમ જીવસબદ્ધ હાય તે કાલે છૂટું પણ પડી જાય.
અપૂર્ણ
દલસુખભાઈ માલવણિયા
મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણ સ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯." 2. ન. ૩૪૬૨૯ ×