________________
F
તા. ૧-૪-૫૭
પ્રબુદ્ધ જીવન
જૈન ધર્મ
( ગતાંકથી ચાલુ )
જૈન દર્શનની પ્રથમ નિષ્ઠા અહિંસામાં છે. ભ. મહાવીરના વખતમાં ધર્માચરણમાં પશુવધને સ્થાન હતું. યજ્ઞમાં પશુના વધ કરી મનુષ્ય પોતાના સુખની કામના કરતા અને માનતા કે મરનાર પશુ પણ સ્વર્ગે જાય છે. આથી વિરૂદ્ધ ભ. મહાવીરે કહ્યું કેઃ'धब्वे जीवा वि इच्छन्त जीवितुं न मरिजिऊं । तम्हा पाणिव घोरं निग्गंथा वज्जयंति य ॥
'सव्वे जीवा सुहसाया, दुकखपाड़कूला अब्वियवहा पियजीविको जीविकामा । सव्वसि जावियं प्रियं । "
"तुमं सि नाम तं चेत्र अं इन्तव्वं ति मन्नसि । तम्हा न हन्ता, न वि ઘયણ ।”
અર્થાત્ : “બધા જીવા જીવવાની ઈચ્છા કરે છે, મરવાનુ કાઇ ઈચ્છતું નથી એટલા માટે પ્રાણીએના વધને ભયંકર સમજી નિર્યું ચે તેના નિષેધ કરે છે.
“બધાય જીવા સુખને અનુકુળ અને દુઃખને પ્રતિકુળ સમજે છે, રક્ષણને પ્રિય અને વધતે અપ્રિય સમજે છે. બધા જીવ જીવવા ઈચ્છે છે, જીવનને પ્રિય ગણે છે. એટલા માટે તમે પણ કાઇને મારા નહિ. કાઇના વધ કરી નહિ."
ધર્માર્થે હિંસા કરનાર શ્રમણ-બ્રાહ્મણને એમણે પૂછ્યું કે તમને પોતાને કાઈ મારે તા તમને એ પ્રતિકૂળ છે કે અનુકૂળ ? જો પ્રતિકૂળ હાય તા ખીજાને તમે મારા છે. તે પ્રતિકૂળ કેમ ન હેાય ? તેમના અહિંસાપ્રચારમાં આત્મૌપમ્યની દૃષ્ટિ હતી. પણ જે બધા આત્માને એક જ માનતા-બ્રહ્માદ્વૈત માનતા, તેમણે તે વિશેષે હિંસા કરવી ન જોઇએ. કારણ કે જેની હિંસા કરવાનું તે વિચારે છે તે તેનાથી જુદો તે નથી જ. એટલે દૈતનિષ્ઠા હોય કે અદ્વૈત--પણ અહિંસા એ જ ધર્મ હાઈ શકે. જીવનમાં નિરપવાદ અહિંસાને સ્થાન હાવુ જોઇએ એવા ભ. મહાવીરના આગ્રહ હતો. થોડી પણ સમ જીવાની પણ હિંસા જો પાતાના પ્રમાથી થાય તે તે પણ અધર્મનુ જ કારણ છે એમ તેમણે સ્પષ્ટ કહ્યુ છે. આવી નિરપવાદ અહિંસાને તે સિદ્ધ કરવી હોય તો જીવનમાં આચરણના નિયમ અતિ કઠોર હાવા જોઇએ. અને તેથી જ એવા આગ્રહમાંથી જ તેમણે પોતાના જીવનના ધડતરનાં અનુભવમાંથી શ્રમણ સાધકો માટેના જે નિયમ ઘડી કાઢયા તે નિયમા જ જૈન ધર્મના આચારને બીજા ધર્મના આચારથી પૃથક કરે છે અને તેનુ પૃથક્ અસ્તિત્વ પણ સિદ્ધ કરે છે. જીવનમાં જો સંપૂર્ણ અહિંસા પાળવી હોય તે તેના પૂરક વ્રત સત્ય, અચૌર્ય, બ્રહ્માય અને અપરિગ્રહનુ પાલન અનિવાર્ય છે જ. વ્રતાનુ પાલન તા ખીજા ધર્મોમાં પણ નિષ્ટિ છે જ, પણ એ ત્રતાના પાલનને સજીવ કરવુ હાય ા ઝીણી ઝીણી બાબત ઉપર પણુ વિશેષે ધ્યાન આપવું જરૂરી છે. અને જ્યારે આપણે એ વ્રતાના આચારની ઝીણી ઝીણી બાબતાને અંગે નિયમેાપનિયમની હારમાળા જોઇએ છીએ ત્યારે જણાઈ આવે છે કે શ્રમણનિગ્રન્થ ખીજા શ્રમણેાથી કયાં જુદો પડે છે.
બાહ્ય દેખાવે નગ્ન રૂપે સમાન છતાં એક નાગા ભિક્ષુ ધૂણી તપાવીને ચીપીયા લઇને ખેઠા હશે, ત્યારે આ શ્રમણ નગ્ન નિર્દેન્દ જાણે છે કે અગ્નિમાં પણ છવા છે. તા એને સમારંભ મારાથી થાય નહિ. આવુ તે પ્રત્યેક બાબતમાં–વિહાર, ભિક્ષા, નિવાસ આદિ બાબતમાં એક નિર્ઝન્થના આચાર અહિંસામય છે, જ્યારે ખીજાને હિંસા-અહિંસાના વિવેક પણુ હાતા નથી.
આ અહિંસાની વિવેચના માટે જીવશાસ્ત્રની રચના કરવી પડી. મહાવીરના મુખની વાણીનું પાન કરવુ હાય તેા આચારાંગ જુએ. ત્યાં સર્વપ્રથમ શસ્ત્રની ચર્ચા કરી છે. એટલે કે જીવની હિંસા શાથી થાય છે એની જ વિવેચના કરી છે. એ વિવેચના કરવી હોય તા સ્વતંત્ર જીવશાસ્ત્ર પણ રચવું પડે છે. તેમણે કહ્યુ છે કે વિશ્વમાં એવુ કયું સ્થાન છે જ્યાં જીવ નથી ! પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને વનસ્પતિ—જેવી વસ્તુએ જ્યાં ખીજા લોકો જીવની સ ંભાવના પણ ન
(ar)
૨૪૫
કરી શકે ત્યાં પણ ભ. મહાવીરે જીવાનુ ન કર્યું" તે પછી દૃશ્ય કીટ-પતંગને અને પશુઓ અને મનુષ્યોને તેા જીવ માનવા વિશે તે કહેવાનુ જ ન હોય. આ બધા પ્રકારના જીવાની હિંસા ટાળીને સાધક ક્રમ જીવન વિતાવે એને વિવેક ભ. મહાવીરે બતાવ્યો છે. આમાં જ જૈન ધર્મ સમાયેા છે. એક શબ્દમાં કહેવું હાય તા જીવનમાં સામાયિક એક ધર્મ છે અને તે જ જૈન ધર્મ છે. સામાયિકરા સીધે અર્થ સમતા છે. એટલે કે મહાભારતે જે કહ્યું કે “મમન: પ્રતિનિ પરાં ન સમાચરેત્”-તે જ સામાયિક છે. સંસારમાં એ બધાં પ્રકારના જીવો પેાતાની ઉન્નતિ ચાહે છે. પતન કાઈ નથી ચાહતું. અધાને જીવવાનાં અને ઉન્નત થવાના સરખા હક્ક છે. એટલે જ ધર્મ એ ફિલત થાય છે કે એમની ઉન્નતિમાં બાધક નહિ પણ સાંધક થવુ એ પ્રત્યેક જીવનું કર્તવ્ય છે, જૈન ધર્મની આ મૂળ નિષ્ઠા છે. ભગવાન મહાવીરની, તી ́કર મહાવીરની આ મૂળ નિષ્ઠા છે.
અહિં તીથકર શબ્દ ઉપર ભાર આપું છું તે એટલા માટે જ કે ખીજા સામાન્ય સાધકો અને સિધ્ધાની અપેક્ષાએ એ જ એમની વિશેષતા છે. સામાન્ય સાધકા તા માત્ર પેાતાનું હિત કરીને જ સિદ્ધ થઈ ગયા. તેમણે પોતાની સાધનામાં કરુણા કે મહા કરુણાને સ્થાન આપ્યું ન હતું, પણ રાગ દ્વેષને દૂર કરવા તરફ જ ધ્યાન આપ્યું હતું. તેથી જ્યારે રાગષદ્રેષ દૂર થઈને વીતરાગ તે થયા ત્યરે શેષ આયુ ભાગવી તે સિદ્ધ થઇ ગયા. પણ તીર્થકર મહાવીર વિષે એમ નથી. તેમના તો કર નામકર્મના ઉપાદાનમાં કરુણાને અભ્યાસ પ્રથમ અને મુખ્ય કારણ છે. તેથી જ તે ધર્મમાં ધ્યા અને દાનને આટલું મહત્ત્વ અપાયું છે. અને તેથી જ તેમની કરુણા મહાકરુણા રૂપે પ્રતિષ્ઠિત થઈ અને તેમણે જગતના જીવાના ઉદ્દાર અર્થે જૈન શાસનના ઉપદેશ આપ્યા અને તીર્થંકરપદને પામ્યા.
પણ એ મૂળ નિષ્ઠામાંથી કરુણા કે મહાકરુણાના અંશ દૂર કરવામાં આવ્યા અને જૈન ધમ માં એકાંત નિવૃત્તિને સ્થાન મળ્યુ તેનું પરિણામ જૈન ધર્મની તેરાપથી વ્યાખ્યામાં જેટલું સ્પષ્ટ છે. તેટલું અન્યત્ર નથી. અહિંસાની વિધાયક બાજી કરુણા અને મહાકરુણાને વિકાસ જે પ્રકારે થવા જોઇતા હતા તે જૈન શ્રમણ સંધે કર્યાં નહિં, પણ તે કાર્ય બૌધ્ધાને ભાગે આવ્યુ અને તેમાં મહાયાનના વિકાસ એ મહાકરુણાને જ આભારી છે, જ્યારે તેથી ઉલટુ જૈનાએ અહિંસાની નિષેધ બાજુ એટલે કે હિંસા ન કરવી—રખેને હિંસા થઇ જાય— એ ભયને એટલા બધા વધારી મૂકયો કે જીવનમાં અહિંસાની ઉચ્ચ અને જીવન્ત ભાવનાના કાઈ પ્રતિધાષ ન પડતાં માત્ર શુષ્ક અહિંસાને કારણે જીવનની કઠોરતા જ બાકી રહી. જીવનના મૃદુ અશ, જીવનની કુમાશના ઝરા આગળ વધી શકયા નહિં. આજે જ્યારે વિશ્વ બહુ જ નાનુ ખની ગયું છે અને લાંકા ભયંકર યુદ્દોથી વિરત થઈ રહ્યા છે ત્યારે જૈતાની અહિંસા બ્લે નિવૃત્તિપ્રધાન જ રહી તે। તે અહિંસાના દોષ નહિ પણ તેના પાલકોનો જ ગણાશે. એટલે હજી અવસર છે કે જૈના પણ પેાતાની અહિંસાને સ ંકુચિત વર્તુલમાંથી બહાર કાઢી તેને વિસ્તૃત બનાવવાનો પ્રયત્ન કરે. અને વિશ્વશાંતિની સ્થાપનામાં પેાતાના ગૌરવભર્યાં ભાગ લે. આ માટે નિષેધપરક નહિ પણ વિધિપરક અહિંસાના –વિશ્વમૈત્રીને-વિકાસ કરવા આવશ્યક છે અને એ વિશ્વમૈત્રીને અનુકૂળ જીવનમાં પરિવર્તન લાવવાની પણ જરૂર છે. મહાકરુણાને આદર્શ જે ભગવાન મહાવીરની મૂળ નિષ્ઠા હતી તેને ફરી પાછો જીવંત કરવાની જરૂર છે.
જીવ અને કર્મનો સંબંધ અનાદિ કાળથી છે. પણ તેવે સબંધ થયા તેમાં પણ શુ કારણ છે? શું એ સબંધ નિયત જ છે કે અનિયત ? અને અનિયત છે તો પછી તેનું કારણ શું ? શ્રમણાનો એક સપ્રદાય આજીવક જીવ-કર્મના સંબંધને નિયત માનતા. અનાદિ કાળથી એ સબંધ ચાલ્યા આવે છે. તેમાં જીવના પ્રયત્નના કારણે કશું જ નવું થતું નથી. કાળના પરિપાર્ક નિયમ