________________
રજીસ્ટર્ડ ન. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
प्रजुद्ध U
‘પ્રબુદ્ધ જૈન’તું નવસંસ્કરણ વર્ષ ૧૮ : અંક ૨૩
મુંબઈ, એપ્રીલ ૧, ૧૯૫૭, સેામવાર આફ્રિકા માટે શીલિંગ ૮
8 ક 19-09-01 - 2 ME ફોટા see elf we #peàh :]]>> EEEEE ME s sa-01-10-she se
भुवन
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ" ત્રણ આના
પંડિત સુખલાલજીની વિચારધારા
ય કાળ દર
ડાકટર વાસુદેવશરણુ અગ્રવાલે પંડિત સુખલાલજીને ‘મહાપ્રાજ્ઞ’ કહ્યા છે. આ સખાધનમાં પંડિતજીના વ્યક્તિત્વની સંપૂર્ણ ઝાંખી થાય છે. કાશીની જૈન પાઠશાળામાં અભ્યાસ કરતાં કરતાં પણ એમનુ અધ્યયન અને અધ્યાપન-ક્ષેત્ર વિશાળ રહ્યું હતું. એમણે અધ્યયનતથા વિચારનાં ક્ષેત્રને કદી બાંધી દીધાં નહોતાં, પોતાના કાર્યક મિયાન પણ એમણે વિચારક્ષેત્રને કદિ સંકુચિત થવા દીધું નહતું. દર્શન અને ધમ એમના હંમેશના પ્રિય વિષયેા રહ્યા છે. પરંતુ એમણે દન તથા ધર્મના બાહ્ય સ્વરૂપને નહીં પણ, મૂળ તત્ત્વના રૂપને જ ગ્રહણ કર્યું છે; ને તે મુજબ જ એની વ્યાખ્યા કરી છે. જૈન લાંકા એમને જૈન માનવા તૈયાર નથી, અને એ વૈદિક તે છે જ નહીં. આમ હોવાથી એમના વિચારીને વિરોધ થાય એ સ્વાભાવિક છે. પણ તે એમના વિચારોમાં નિર્ભય છે. એમને પોતાની પ્રતિષ્ઠા કરતાં પોતાના વિચારનાં સત્યમાં સવિશેષ રૂચિ છે.
ભગવાન મહાવીરે અને બુધ્ધે ભારતની જનતાને દેવદેવીઓની ગુલામીમાંથી મુકત કરવા વિચારની એક નવી દિશા દેખાડી; પરંતુ એ સાથે જ એમણે પુનર્જન્મ તથા પરલોકની કલ્પનાને એટલું બધુ મહત્ત્વ આપ્યું કે વૈદિક વિચારની હિલેાક-તત્પરતા લગભગ નાશ પામી ગઇ અને લાંકાને મન પોક અને મેક્ષનુ સુખ જ સ શ્રેષ્ટ ગણાવા લાગ્યું. પરિણામે લા! આ જીવનમાં અત્યંત કષ્ટ સહન કરીને પણ પરલોકના સુખને મહત્વ આપવા માંડયા. બૌધ્ધોના હીનયાન અને મહાયાન બન્નેમાં જીવનના નૈતિક સ્તરને ઊંચે ઉડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પણ એ સંસારથી અલગ રહીને, સંસારમાં રહીને નહીં. જૈનેનુ પણ આમ જ છે. હીનયાની અને મહાયાની બેઉ ભિક્ષુકાનાં જીવન નિવૃત્તિપરાયણ હાવા જરૂરી લેખાય છે. જૈન ભિક્ષુકનુ જીવન તા અંકાન્તિક નિવ્રુત્તિ-પરાયણ છે જ. એવી સ્થિતિમાં જીવનમાં અસંગતતા આવે એ સ્વાભાવિક છે. નિવૃત્તિ–પરાયણુ ભિક્ષુક પોતાની સાધનામાં નિમગ્ન રહે અને પ્રવૃત્તિપરાયણ લૉકા એમના જીવનની જરૂરિયાત પૂરવાની જવાબદારી ઉપાડી લે. આના પરિણામે દાનપુણ્ય જેવી કલ્પનાઓના આત્મન્તિક વિકાસ થયા. શ્રમમય જીવન આધ્યાત્મિક સાધનાનુ વિધી મનાવા લાગ્યું. આ દૃષ્ટિએ જ જૈન અને ઔધધર્મની વ્યાખ્યા થતી આવી છે અને જીવન–નિર્માણ પણ આ દૃષ્ટિએ થતુ આવ્યું છે. આજની નવી વિચારધારા સાથે એના સુમેળ લગભગ અશકય છે. આમ છતાં પણ પડિત સુખલાલજીએ પ્રાચીન દાર્શનિક અને ધાર્મિક સાહિત્યનું અવગાહન કરીને એ પ્રાચીન વિચારાને આધુનિક નવા વિચારો સાથે સુમેળ સ્થાપવા પ્રયત્ન કર્યો છે.
ધાર્મિક પરમ્પરા જીવનમાં આચાર નિર્માણ કરે છે, પણ આપણે જોઈએ તા માલુમ પડે છે કે જીવનદર્શન અને તત્ત્વદર્શનની દિશા માટા ભાગે એક હોતી નથી. દરેક ધર્મને પેાતાનું વિશિષ્ટ તત્ત્વદર્શન તો છે જ, પણ જીવનનિર્માણુમાં એ તત્વદર્શનના સિધ્ધાન્તોની ભૂમિકા આવશ્યક હોવા છતાં, જીવન-નિર્માણની ભૂમિકા કઇંક જુદી જ ઉભી થાય છે. પરિણામે આપણે જોઇએ છીએ કે તત્વ ચર્ચામાં અદ્વૈતવાદની ઉપાસના કરનાર હિન્દુ સમાજ સામાજીક જીવનમાં આત્મન્તિક ભેદની ઉપાસના કરીને અદ્વૈત બ્રહ્મની સિદ્ધિ ઈચ્યું છે, શકરના બ્રહ્મવાદનું ક્ષેત્ર તત્ત્વ ચર્ચા માટે અની રહ્યું અને જીવનનુ ક્ષેત્ર સ્પૃસ્યાસ્પુશ્ય વિચારની ઉત્કટતાનું સમર્થક જ થઇ ગયું. ઘનિક અભેદવાદના સિધ્ધાન્ત લેાક–જીવનના ભેદવાદને દૂર ન કરી શકયું. જૈના અને બૌધ્ધાને અહિંસા અને અપરિગ્રહના સિધ્ધાન્ત થાડા ભિક્ષુકાને
તૈયાર કરી શકયો, પરંતુ અહિંસા અને અપરિગ્રહના સિધ્ધાન્ત પર આધારિત લોકજીવનને સર્જી શકયા નહીં; દાન-પુણ્યપર આધારિત ગૃહસ્થ જીવનની સ ંપત્તિનું સમર્થાંન કરવા સિવાય કોઇ નવા માર્ગ લઇ શકયો નહીં. આચાર્યાંના ગ્રંથામાં ધર્મની, જીવન-ધર્મની ચર્ચા થતી રહી, પણ તાત્વિક ધર્મની ચર્ચાનું સ્થાન બાહ્ય ક્રિયાકાંડાની ચર્ચાએ લઇ લીધું અને જીવનના સિધ્ધાન્તાની ચર્ચા ગૌણુ થઇ ગઇ. અહિંસા અને અપરિગ્રહમાં લેક–જીવનના નવનિર્માણની શક્તિ હાવા છતાં પણ એ રૂંધાયેલી જ રહી. પંડિત સુખલાલજીએ પોતાની વિદ્વત્તાના ઉપયોગ નવા વિચારને આધારે એ કુંઠિત શકિતને ખીલવવામાં કર્યો છે. આ જ એમના વિચારની વિશેષતા છે.
ભ, મહાવીર અને તેમના અનુયાયી આચાર્યોએ આત્યન્તિક નિવૃત્તિપરાયણ જીવનમાં સર્જવામાં જે અહિંસાના સિધ્ધાન્તના ઉપયોગ કર્યો એ જ અહિંસાના સિધ્ધાન્તના ઉપયોગ વનને પ્રવૃત્તિમય બની- . વવા માટે આવશ્યક છે. મહાવીરની અહિંસાની વ્યાખ્યા સાથે એના વિરોધ પણ નથી. એ બાબત શાસ્ત્રધાર અને પોતાની સ્વતંત્ર વિચારણાના આધાર પર પુરવાર કરવાનો પડિતજીએ પ્રયત્ન કર્યો છે. આ દૃષ્ટિએ એમણે અહિંસાની તાવિક વ્યાખ્યામાં અપ્રમાદ પરજ વિશેષ ભાર મૂકયા છે. વાત નવી નથી, છતાં એ જીવનની ધારાને પલટાવી દે તેવી છે. અપ્રમાદને અહિંસા કહેવરાવનારા મહાવીર અને એમના અનુયાયીઓ આજ સુધી એ અહિંસામાંથી આત્યંતિક નિવૃત્તિ—પરાયણ . વન ઉભું કરી શકયા છે. એ અપ્રમાદને અહિંસા માનીને પ્રવૃત્તિમય જીવન સર્જવાને પડિતજીના પ્રયત્ન છે. આ દૃષ્ટિએ એમણે જીવનના વિવિધ–ક્રિયાકાંડોને ચકાસ્યા છે અને તે ધર્મ દૃષ્ટિથી કેટલા ચિત બની મેઠા છે તે સમજાવવા–પુરવાર કરવા—તેમણે સતત પ્રયત્ન હાથ ધર્યો છે.
ધર્માના પરસ્પર વિધ તા જગજાહેર છે. દરેક ધમ ગુરૂ પોતાના ધર્મને સર્વશ્રેષ્ઠ સિધ્ધ કરવા તે બીજાના ધર્મની ટીકા કરવા મથતા હાય છે. દરેક દાનિક પરંપરાના આચાર્યોની પણ આવી જ મનેવૃત્તિ છે. પતિજીએ પરસ્પરની નિન્દા અને વાદવિવાદથી પરિપૂર્ણ સાહિત્યના વિશાળ ભંડારના અભ્યાસ કર્યો છે. અને દર્શન તથા ધર્મ વચ્ચે પરસ્પર વિરાધ રહે છતાં સમન્વયના માર્ગ છે કે નહીં તેની રોધમાં મનાયાગ કર્યો છે. જૈન દશનમાં આવતા અનેકાન્તના સધ્ધાંત સમન્વયના સિધ્ધાંત તેા છે જ. આમ છતાં પણ જૈન ધર્મ અને દર્શનગ્રંથો પણ વિરોધી ધર્મો અને દર્શનની નિન્દાથી બચી શકયાં નથી. આવી સ્થિતિમાં બધા ધર્મો અને દર્શનાના સમન્વય કરવા સહેલ નથી. તે પણ પતિએ બધા ધર્મો અને દર્શનાના સમન્વય કરવાની દૃષ્ટિએ જ પુષ્કળ લખ્યું છે અને એમાં એમને પૂરતી સફળતા પણ મળી છે.
એમણે સામાજીક ક્ષેત્રમાં જાતિગત અથવા ખીજી કોઇ પણ જાતની અસમાનતા દૂર કરવાનો સર્વે ધર્મોના મૌલિક વિચારની દૃષ્ટિએ પ્રયત્ન કર્યાં છે. બધા ધર્મોના અધ્યયનનો સાર સામાજીક અસમાનતા વધારવામાં નથી આવતા, પણુ સર્વે—ઐકય અથવા સર્વસમાનતાના ભાવ પેદા કરવામાં જ આવે છે-આ માન્યતા ઉપર તેઓ પોતાના વિશાળ અધ્યયનના પરિણામે આવ્યા છે, અને પેાતાનાં અનેક લેખા તથા વ્યાખ્યાતામાં તેમણે આ માન્યતાને વિકસાવી છે, સુદૃઢપણે વ્યકત કરી છે.
જો એક શબ્દ “મહાપ્રાન” માં પંડિતજીના વ્યકિતત્વને વ્યકત કરી શકાય તેમ છે, તા ‘સર્વસમન્વયના પડિત.' એ મુજબ તેનુ વિવરણ કરવું દરેક રીતે યોગ્ય લેખાશે, દલસુખ માલવિયા