SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ચેાજાતાં અને તે પાછળ દરેક જમણવાર દીઠ દશથી પંદર હજાર રૂપિયા ખરચાતાં સંભળાય છે. આ પણ સામાજિક દ્રવ્યના વિવેક વિનાના અપવ્યય છે. આમ ખરચાતા હજાર રૂપિયાના બુદ્ધિ અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તે તેમાંથી સમાજઉન્નતિ સાધક કેટલીયે યેાજના ઉભી કરી શકાય, પણ જેને જ્ઞાતિજનાની અને સાધર્મી સમાજની વાહ વાહ જોતી હાય છે તેને વરધેડા અને જમણુવારો સિવાય દ્રવ્ય વાપરવાની ખીજી ક્રાઇ દિશા સુઝતી જ નથી. આવાં જમણવાર અને જાહેર સંસ્થા તરફથી ચેાજાતી પાર્ટીએ વચ્ચે મહત્ત્વને તફાવત છે. માટા પાયા ઉપર યોજાતા આ જમણવારામાં વ્યકિત દીઠ ખર્ચે આ આવે એ સ્વાભાવિક છે. એમ છતાં ઉપર જણાવેલી પાર્ટી આ જમણવારે। પાસે નાના બચ્ચાં જેવી હૈાય છે અને તે પણ. મોટા ભાગે જમણુવારમાં ભાગ લેનાર સભ્યાના વ્યકિતદીઠ કાળામાંથી કરવામાં આવે છે. આમ છતાં આવી પાર્ટી પણ જો વિવેક અને મર્યાદાની માઝા મૂકીને કરવામાં આવતી હેાય તે તે પણ જરૂર એટલી જ વાંધાભરી અને વિધ કરવા ચોગ્ય લેખાવી ધટે છે. પ્રબુદ્ધ જીવન પત્રલેખિકા બહેને પેાતાના પત્રમાં પુનર્જન્મના સિદ્ધાન્તના ઉલ્લેખ કર્યો છે. તે જૈન છે અને તેમના મનમાં પણ જૈન સિધ્ધાન્તની જ કલ્પના હાવી જોએ. એ સિદ્ધાન્ત અનુસાર મરનાર પાછળ તેના નામે અને નિમિ-તે જે કાંઈ કરવામાં આવે તેના પુણ્ય કે પાપને, તેની શાન્તિ કે અશાન્તિને, તેના ગૌરવ કે લાધવને મરનારના આત્મા સાથે કાઇ પણ સંબંધ સંભવતા નથી. મરનાર આત્માનું તે માત્ર નામ " નિમિત્ત હાય છે. તેનાં લાભહાનિના શાન્તિ-અશાન્તિના સંબંધ માત્ર આવા ઉત્સવાના અને જમણવારાના પ્રયોજકા સાથે જ રહેલો છે. ઉપર જણાવેલા અઠ્ઠાઇ મહાત્સવે કે જમણવારો પાછળ બહુ ખર્ચ થતા નથી એમ કહેવું એ સામાન્યતઃ ગરીબ એવી આમ જનતાના માપે નહિ, પણ સ ́પત્તિશાળી બુર્ઝવાના માપે આવા દ્રવ્ય--- વ્યયને માપવા બરાબર છે. તા. ૧૫-૩-પ અને પાર્ટીઓ પાછળ આજે ખરેખર ધુમ ખર્ચ થઇ રહ્યો છે અને તે માત્ર અણુધડ, ખીન કેળવાયલા, જીના વિચારના કેવળ શ્રીમન્તાજીના પુતળાએના હાથે નહિ પણ સંસ્કારી લેખાતા, કળવાયલા ગણાતા અને આગળ પડતા વિચારના હાવાના દાવા કરતા સ્થિતિસ ંપન્ન શિષ્ટજનેાના હાથે પણ અવારનવાર છ છ હજાર નિમત્રિતાના સત્કાર સમારભો અને ત્રણ ત્રણ હજાર મહેમાનના ભોજન સમારંભે નિર્માણુ થતાં જોવામાં આવે છે, જે જોઇને દિલ ખરેખર ઊ'ડી વેદના અનુભવે છે. સરકારી અકુશે જવા ખાદ આપણે કેવળ નિરંકુશ અની રહ્યા છીએ, ગાંધીજીને, સાદા જીવનની ભાવનાને, પરચાળ રૂઢિઓના વિસર્જનની તમન્નાને, નૂતન સમાજની કલ્પનાને આપણે સાવ ભુલી ગયા છીએ, અને આપણુ જીવન ઉર્ધ્વગામી બનવાને બદલે અધાગામી, આદર્શ પરાયણ બનવાને બન્ને વિલાસપરાયણુ ખની રહ્યું છે. આજની વાસ્તવિકતાનું આ ન સમાજના ભાવી વિષે ખરેખર ઊંડી ચિન્તા પેદા કરે તેવુ છે. આના ઉપર સામાજિક અકુશા મૂકાવાની અને એમ છતાં પરિસ્થિતિ ન સુધારતા છેવટે કાનુની અંકુશા મુકાવાની ખાસ જરૂર છે. એ પત્રમાં જે ખાઇને ઉલ્લેખ છે તેણે જૈન છાત્રાલયને પોતાનું એક મકાન આપ્યું તે માટે તેને ધન્યવાદ ધટે છે, એ ઉપરથી તેની ખીજી કાઇ પણ કરણી વ્યાજખી, જરૂરી કે આજના જમાના સાથે અધમેસતી સિદ્ધ થતી નથી. બહેન પાતાના પત્રના છેવટના ભાગમાં કટાક્ષ કરે છે કે “ક્રાઇ ધાર્મિક કામ કરે તો તેની તમે ટીકા કરવા તૈયાર થાઓ છે.” તેના જવાબમાં જણાવવાનુ કે જે કાઇ કામ સાથે ધાર્મિક' શબ્દનું લેબલ : લગાડવામાં આવે છે તે હંમેશા ધાર્મિક જ હાય છે એમ નથી હોતું, એટલું જ નહિ પણ ધણી વખત તે અધાર્મિક-ધર્મ વિરોધી–હાય છે. દા. ત. અસ્પૃશ્યતાની ધાર્મિક રૂઢિ, પશુઓનાં બલિદાન આપવાની ધાર્મિક પરંપરા, સશકત બ્રાહ્મણોને જમાડવાની ધાર્મિક પ્રથા, નાનાં માળાને દીક્ષા આપવાની પધ્ધતિ. અમુક સંયોગામાં જે ધાર્મિક લેખાતુ હાય તે અન્ય સંયોગામાં ધાર્મિક ન પણ હાઇ શકે, દા. ત. જ્યાં અનેક દેવ મંદિર હોય ત્યાં એક નવું દેવ મંદિર ઉભું કરવું, કશી પણ લાયકાત વિનાની વ્યકિતને દીક્ષા આપવી. અહિં દેવમંદિર તથા દીક્ષા પ્રદાન ધાર્મિક લેખાતા હૈાવા છતાં પ્રસ્તુત સ ંયોગામાં ધાર્મિક લેખાઇ નહિ શકે. એવીજ રીતે અમુક કાર્ય અધાર્મિક લેખાતુ હાય છતાં સ્વતંત્ર રીતે વિચાર કરતાં ધાર્મિક પુરવાર થતુ હોય છે. દા. ત. દેવદ્રવ્યના સામાજિક ઉપયોગ. આવી જ રીતે અઠ્ઠાઇ મહાત્સવ, વરધેડા, સંધના જમણવારો વગેરે સમય સ ંયોગના ખ્યાલ રાખીને કચિત્ કવચિત્ ઉચિત મર્યાદામાં કરવામાં આવતા હોય તે તે ધાર્મિક લેખાય, પણ આ બધી બાબતેની ઉપેક્ષા કરીને કરવામાં આવે તે તેને અધાર્મિકની કાર્ટિમાં મૂકવા પડે. જેની પાછળ દેશ કાળના સતત પરિવર્તન પામતા સંયોગાના પૂરે વિવેક હાય અને સામાજિક જરૂરિયાતાના તેમ જ સમાજનાં શ્રેય અશ્રેયને પૂરો ખ્યાલ હોય અને જે સમાજના શ્રેય તેમ જ પ્રેયની વધક અને સમાજના શ્રેય તેમ જ અત્રેયની બાધક હાય, માત્ર તે પ્રવૃત્તિ જ ધાર્મિક' ગણાય. તેથી અન્ય પ્રકારની—સર્વ પ્રવૃત્તિ અધાર્મિક લેખાવી ધરે છે. આ વિવેકમુધ્ધિ જનસમાજમાં જાગૃત કરવી અને નહિ કે કોઈ ધાર્મિક કામ કરે તેની ટીકા કર્યાં કરવી’—એ પ્રબુધ્ધ જીવનનું સદા લક્ષ્ય રહ્યું છે. પૂર્વગ્રહો અને ધાર્મિક અભિનિવેશથી મુકત બનીને એ બહેન વિચારશે તે પ્રબુધ્ધ જીવનની આ તાત્વિક દૃષ્ટિ સમજવા સ્વીકારવામાં તેમને જરા પણ મુશ્કેલી નહિ પડે. અઠ્ઠાઈ મહાત્સવ મેાજશાખની વસ્તુ નથી એ આપણે સ્વીકારીએ તે પણ તે આખી પ્રક્રિયા ભક્તિભાવ પ્રેરિત અને આનંદપ્રધાન છે, તે સાથે ગાનતાન અને ઠાઠમાઠ જોડાયલા હોય છે. તે ઉપરાંત તેની સાથે વરધેડા અને જમણવારા પરિપૂર્તિરૂપે સંકળાયલા જ હાય છે. માણસના અંગત મેજરોાખને આપણે ભૌતિક ભાગવિલાસ તરીકે ઓળખીએ છીએ. આ સમારંભે પણ ધણીવાર ધાર્મિક વિલાસનું રૂપ ધારણ કરે છે. તે પણ સાદાઈથી અને કરકસરપૂર્વક યોજાતા હેાય તે તે સામે કાઇને આંગળી ચીંધવાપણું' ન રહે. બહેન લખે છે કે “આજે પરદેશ જઇને માણસે હજારા રૂપીઆ ખરચે છે તેની ટીકા તમે કરતા નથી અને કાઇ ધાર્મિક કામ કરે તેા તેની તમે ટીકા કરવા તૈયાર થાએ છે. ' જ્યારે કોઇ ખાસ બાબતને લક્ષ્યમાં રાખીને કાંઇ લખવામાં આવે છે ત્યારે તેની સાથે સીધા સંબંધ ધરાવતી ન હેાય એવી બાબત ગમે તેટલી અગત્યની હાય છતાં ચાલુ ચર્ચા પૂરતી અપ્રસ્તુત બને છે. મારી નોંધ શ્રી જયા બહેન દાણીના પત્રમાં સૂચવાયેલી ખાતાને અનુલક્ષીને હતી. તેથી પરદેશમાં આપણા ભાઇના હાથે વેડફાતા હજારા રૂપીઆ અથવા તા લગ્નની પાર્ટીએ પાછળ આજે ચાલી રહેલું ઉડાઉપણુ–આ બન્ને બાબતા એ નોંધ પુરતી અપ્રસ્તુત હતી. બાકી પરદેશના ઉડાઉ પ્રવાસેાનું કદિ સમર્થન થઈ શકે જ નહિ, અને લગ્નના શૈાભા શણગાર મુંબઈ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩. મુદ્રણુસ્થાન : કચ્છી વીશા ઓશવાલ પ્રિન્ટીંગ પ્રેસ, મસ્જીદ બંદર રોડ, મુંબઈ ૯. ટે. નં. ૩૪૬૨૯ હવે બહેનના પત્રના છેવટના મુદ્દાની ચર્ચા કરવાનું બાકી રહે છે અને તે એ કે જ્યારે આપણા પિતા, માતા કે અન્ય કાઇ વડિલ જૈન પોતાની પાછળ અમુક શુભ કાર્ય કરવાનુ કહી જાય ત્યારે તે શુભકાર્ય તેમની કલ્પના મુજબ કરી બતાવવું એ જ માત્ર આપણી ક્રૂજ હાઇ શકે કે તે વિષે ક્રાઇ વિવેક વિચારને અવકાશ હોઇ શકે ખરા ? આ મુદ્દાની ચર્ચા એક સ્વતંત્ર લેખના આકારમાં આવતા પાન દ અંકમાં રજુ કરવામાં આવશે.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy