________________
પ્રબુદ્ધ જીવન તા. ૧૫-૨-૫૭ સ્થિતિમાં આપણે નથી. ઉમેદવારા જે રીતે પસંદ કરવામાં આવેલ છે તે જોતાં એમ કહેવુ પડે છે કે ઉમેદવારની વ્યક્તિગત યોગ્યતા કરતાં તેના સામાજિક સ્થાન અથવા લાગવગ ઉપર અથવા તે તેના હકારીયાપણા Yesmanship) ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યાં લેાકેાના મત ઉપર જ ઉમેદવારની સળતાના આધાર હાય અને પોતે નીમેલા બધા ઉમેદવારો ચૂંટાવા જ જોઇએ એવા ઉમેદવાર નીમનાર રાજકીય પક્ષને આગ્રહ હોય એટલે કે સિદ્ધાન્તનિષ્ઠા નહિ પણ સત્તાનિષ્ઠા જ રાજકીય પક્ષને પ્રેરક હેતુ હોય, ત્યાં ઉમેદવારની વ્યક્તિગત યોગ્યતા કરતાં તેના મતપ્રભુત્વની જ. વધારે કીંમત અંકાય એ સ્વાભાવિક છે. કોંગ્રેસ કમનસીબે આ નબળાઇથી પર નથી, તેથી તેણે એવા પણ કાઈ કાઈ ઉમેદવારો બહાર પાડ્યા છે કે જેમની ધનિકતા, અથવા તે સાંપ્રદાયિક લાગવગ, અથવા ત પુર્વકાળથી ચાલી આવેલી અન્ય લેાકાની તેમના પ્રત્યેની વફાદારી અથવા તો એક પ્રકારની સામાજિક દાદાગીરીના જોરે પ્રાપ્ત કરેલું મતપ્રભુત્વ એ જ તેની કૅાંગ્રેસના ઉમેદવાર બનવાની યોગ્યતાનું અનુમા૫ક ન્યુ હાય. આવી પરિસ્થિતિમાં એટલે કે ક્રેગ્રેસને ટેકા આપવાની ઈચ્છા હાય પણ તેણે નીમેલ ઉમેદવાર નાલાયક માણસ લાગતા હોય ત્યાં શિસ્તના કારણે કોંગ્રેસ સાથે બંધાયેલ ન હોય તેવા સામાન્ય પ્રજાજને શુ કરવુ? આવા સંચેગમાં તેવા નાલાયક લાગતા ઉમેવારને મત ન જ આપવે! એટલે કે એવા સંયોગોમાં મતદાનથી સામાન્ય પ્રજાજને અલગ રહેવું એવા આપદ્ધમ તેને સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે. કારણ કે મતપ્રદાન કરતી વખતે ઉપર જણાવ્યું તે મુજબ પ્રથમ પક્ષ જોવાના રહે છે, પણ પછી તે પક્ષે નીમેલ ઉમેદવારની ચાગ્યતા વિચારવાની રહે જ છે. જ્યારે આપણે અમુક ઉમેદવારને મત આપીએ છીએ ત્યારે તે આપણા શાસક અથવા કાનુનવિધાયક બનવાને યોગ્ય છે એવા વિચાર આપણે વ્યકત કરીએ છીએ. અને તેથી જે વ્યકિતમાં આપણા શાસક અથવા કાનુનવિધાયક બનવાની ચોગ્યતા દેખાતી ન હાય તે ભલે કૉંગ્રેસે નીમેલા ઉમેદવાર હોય તે પણ તેને મત આપીને શાસક કે કાનુનવિધાયક બનવાની સરળતા આપણાથી કરી ન જ અપાય. આમ નિયમ અને અપવાદને પુરા લક્ષ્યમાં રાખીને દરેક મત• દારે પોતાનુ મતપ્રદાન કરવું ઘટે. છે.
હવે એક મુદ્દા ચર્ચવાના બાકી રહે છે. કાઇ એમ કહી શકે છે કે આજે કૉંગ્રેસ બળવાન પક્ષ છે અને ચૂંટણીના પરિણામે તે જ પક્ષ સત્તા ઉપર આવવાના જ છે. પણ સાથે સાથે બળવાન વિધ પક્ષ ઉભા થવાની ખાસ જરૂર છે. કારણ કે કૉંગ્રેસ સામે બળવાન વિરોધ પક્ષ સિવાય આજે દેશમાં અમલી બનેલી લેાકશાહી સાચા અર્થ અને સ્વરૂપમાં ચરિતાર્થ થતી નથી. અને તેથી ખીજા પક્ષાને પણ મત આપવાનું આપણે પ્રજાજનને કેમ ન કહીએ ?
૧૨
ચૂંટણી વિષે ઉદાસીન બની શકતા નથી અને તેથી આપણને મળેલા મતાધિકારને આપણી સુઝ પ્રમાણે બને ત્યાં સુધી ઉપયોગ કરવા એવા રાજકીય ધર્મ આપણને સહજપણે પ્રાપ્ત થાય છે.
આ રીતે વિચારતાં આપણને મળેલા મતાધિકારના કાના લાભમાં આપણે ઉપયોગ કરવા એ પ્રશ્ન આપણુ દરેકની સામે, આવીને ઉભા રહે છે. આજે દેશમાં ગણુનાયોગ્ય ચાર કે પાંચ રાજકીય પક્ષો છે. કોંગ્રેસ, પ્રજાસમાજવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ, અને જનસંધ પક્ષ. આ દરેક પક્ષે લેાકસભા તથા પ્રાદેશિક વિધાનસભા માટે પોતપોતાના ઉમેદવારોની નામાવલિ બહાર પાડી છે. આામાંથી કયા પક્ષના ઉમેદવારને મત આપવા એ સવાલ આપણે વિચારવાના છે,
મતપ્રદાન માટે પક્ષની પસંદગી કરવી એટલે કયા પક્ષ રાજ્યસત્તા ઉપર આવે તે દેશના વિશેષ લાભમાં છે એ રીતે આપણે અભિપ્રાય વ્યકત કરવા. આ માટે પક્ષનુ અદ્યતન પ્રભુત્વ, તેની વિશિષ્ટ વિચારસરણી, અને તેની આજ સુધીની કામગીરી-આ ખાખતા ખાસ કરીને ધ્યાનમાં લેવાની રહે છે. કાઈ એક પક્ષની વિચારસરણી આપણને ગમતી હાય પણ તેની જમાવટ કાચી હોય અને તેની નેતાગીરી નબળી હાય તે તે પક્ષ સત્તાક્ષમતા ધરાવતા નથી એમ આપણે કબુલ કરવું રહ્યું. દાખલા તરીકે પ્રજાસમાજવાદી પક્ષ. તેની વિચારસરણી અને વલણ કોંગ્રેસને ઘણી રીતે સમાન્તર અને રાષ્ટ્રના આજના પ્રશ્નોના ઠીક ઠીક ઉકેલસાધક છે એમ આપણે સ્વીકારીએ. એમ છતાં તેની નેતાગીરી એટલી નબળી અને અસ્થિર છે કે રાષ્ટ્રની ધુરા તેને સાંપવાની આપણી હીંમત ન ચાલે. જે પક્ષની વિચારસરણી અને વલણા રાષ્ટ્રની દૃષ્ટિએ વાંધાપડતાં લાગતાં હોય તે પક્ષ સત્તા ઉપર આવે એમ પણુ આપણે કદિ ન ઇચ્છીએ. દાખલા તરીકે જનાધ. તેની વિચારસરણી અને તે કરતાં પણ વિશેષ તેનુ વળણ કેામવાદી છે એવી આપણામાંના ઘણા ખરાના મન ઉપર છાપ છે. આવી જ રીતે સામ્યવાદી વિચારસરણી સર્વસ્વીકૃત નૈતિક મૂલ્યોને, સત્ય અને અહિંસાના મહત્વને, સાધ્યસાધનશુદ્ધિને ત-વથી પણ સ્વીકારતી નથી અને તે જે રસ્તે સમાજક્રાન્તિ સાધવા માગે છે તે રસ્તા દેશના હિતમાં નથી એમ આપણને લાગે છે. તેથી તેને પણ આપણે ટેકો આપી શકતા નથી. ચેાથે રાજકીય પક્ષ શ્રી રામમનહર લેહિયા પ્રસ્થાપિત અને પ્રભાવિત સમાજવાદી પક્ષ છે, જે સામર્થ્યહીન છે, પ્રભુત્વહીન છે. આમ સમગ્રપણે વિચાર કરતાં કૉંગ્રેસ પક્ષ જ આપણી આંખ સામે આવીને ઉભા રહે છે. આઝાદી મળ્યા બાદ આજ સુધી તેણે ભારતની રાજ્યધુરા સભાળી છે, અનેક પ્રતિકુળ સયેાગો વચ્ચે તેણે ઠીક ઠીક કુશળતાપૂર્વક રાજકીય નાવ ચલાવ્યું છે અને આર્થિક ઉત્કર્ષના માર્ગે આયોજિત કાર્યક્રમ મુજબ દેશની સારી એવી પ્રગતિ સાધી છે, પ્રથમ પંચવર્ષીય યોજના સફળતાપૂર્વક તેણે પાર પાડી છે અને ખીજી પંચવર્ષીય ચેાજના તેની મારત અમલી બની રહી છે. પંડિત જવાહરલાલજીના કારણે આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેણે ભારે નામના મેળવી છે અને વિશ્વશાન્તિને સુરક્ષિત રાખવામાં તેણે મહત્વતા કાળા નોંધાવ્યો છે. તેની પાસે સમર્થ નેતાગીરી છે અને દેશ ઉપર તેનુ અજોડ પ્રભુત્વ છે. આ ઉજળા ચિત્રની બીજી બાજી પણ છે જ. રાજ્યતંત્રમાં સડે। પાર વિનાના છે; રૂશ્વતખારીની જડ જામેલી છે; કાળા બજાર પ્રજાજીવનને શોષી રહેલ છે; એકારીને પ્રશ્ન પણ હજુ અણુઉકેલાયલે જ પડયા છે. કરાઝ રૂપિયાની ચાજનામાં લાખા રૂપિયા ખવાઈ ગયા છે. આ બધું છતાં પણ બીજો કાઈ એવા સમર્થ રાજકીય પક્ષ દેખાતા નથી કે જે કેંગ્રેસની જગ્યા લેવાની ચેોગ્યતા અને તાકાત ધરાવતા હોય. પ્રજાજનોને અનેક બાબતમાં પુષ્કળ અસંતોષ હેાવા છતાં પણ અન્ય પક્ષનું કાં તે વિચારારિદ્વ્ર અથવા તા નેતાગીરીનુ દારિદ્ર જોતાં કૉંગ્રેસ જ હજી સત્તા ઉપર ચાલુ રહે એ ઇષ્ટ લાગે છે અને તેથી આપણા મતની કોંગ્રેસ જ અધિકારી છે એમ કહેવાં મન લલચાય છે.
આ રીતે ચૂંટણીના અનુસધાનમાં કોંગ્રેસનું સમર્થન કરવા છતાં કૉંગ્રેસ નીમેલા ઉમેદવારો બધા યોગ્ય જ છે એમ કહેવાની
સામાન્ય પ્રજાજનની દૃષ્ટિએ ચૂંટણીને મુખ્ય આશય તે કયા રાજકીય પક્ષ સત્તા ઉપર આવે એમ ઈચ્છે છે. તેને જ માત્ર નિર્ણય આપવાના છે અને નહે કે નબળા પક્ષોને બળવાન બનાવવાનો. ચૂંટણીના પરિણામે જેને બહુમતી મળે છે તે પક્ષ સત્તા ઉપર આવે છે અને બાકીના પક્ષો તો સ્વાભાવિક રીતે વિરોધમાં ઉભા રહે છે. આમાંથી સંગીન વિરોધ પક્ષ ઉભા થઈ શકતા નથી તેનુ કારણ સત્તારૂઢ પક્ષની અસાધારણ બહુમતી હાય છે અને આનુ કારણુ કૉંગ્રેસ સામેના વિરોધ અનેક પક્ષેામાં વહેંચાયલા હોય છે. આ અનેક પક્ષનુ એક અથવા એ સુગ્રથિત પક્ષમાં જ્યાંસુધી વિલીનીકરણ નહિ થાય અને કોંગ્રેસ પણ જ્યાં સુધી સજાગ રહીને કાર્ય કરતી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ સામે કાઈ બળવાન વિરોધ પક્ષ ઉભા થવાની શકયતા રહેતી નથી. આ રીતે વિચારતાં ઉપર જણાવેલ અપવાદને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને સામાન્ય પ્રજાજનના મતપ્રદાનના લાભ મળે એ ઈચ્છવા યોગ્ય લાગે છે. પાનદ
ક્ષમાયાચના
છાપખાનાની કેટલીક અણધારી અગવડના કારણે આ અંક પ્રગટ થવામાં વિલંબ થયા છે જે માટે વાચકની અમે ક્ષમા માંગીએ છીએ. તંત્રી, પ્રબુધ્ધ જીવન
T