________________
૧૭૬
રચનાત્મક કાર્યકરોની સંખ્યા પણ ઠીક પ્રમાણમાં વધી છે અને વધતી જાય છે. જુદા જુદા વિશિષ્ટ કાર્યક્રમને વરેલી આ અધી સંસ્થાઓ અને બધા કાર્યકરો એક જ ઉદ્દેશ અને એક જ વિચારથી આજે પોતપોતાના કાર્યદ્વારા સમગ્ર દષ્ટિએ દારેલા રચનાત્મક કાર્ય નું એક સુંદર સુરેખ ચિત્ર ઉપસાવી રહ્યા છે.
આ વ્યવસ્થાને પરિણામે રચનાત્મક ક્ષેત્રના એકે એક અંગના સારા એવા વિકાસ થઈ રહ્યો છે. ખાદીનું કાર્ય છેલ્લાં આઠ વર્ષમાં અનેકગણું વધી ગયુ છે. અન્ય ક્ષેત્રે પણ એવી જ પ્રગતિ થઇ રહી છે. પરન્તુ આ અંગેના વિગતવાર આંકડા અને વિગતવાર માહિતીમાં લઇ જઇને હું આપના સમય લેવા માગતો નથી.
પ્રબુદ્ધ જીવન
અત્યાર સુધી મેં વાત કરી રચનાત્મક સંસ્થા અને રચનાત્મક કાર્યકરો દ્વારા થયેલા કા અંગે, પણ મે શરૂઆતમાં કહ્યું એમ આપણી પ્રજાકીય સરકારે પણ પ્રજાકલ્યાણના—પ્રજાઉત્કર્ષ ના—અનેક કાર્યક્રમો હાથ ધરવાના હોય છે. સૌરાષ્ટ્ર સરકાર તરફ્થી સીધી અને આડકતરી રીતે આવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં થયેલ રચનાત્મક કાર્યો મારે પૂરો પરિચય આપવા હાય તે આ મહત્ત્વના અંગ વિષે પણ મારે આપને કહેવુ જોઇએ.
સૌરાષ્ટ્રમાં એકમની રચના અને પ્રજાકીય તંત્રની સ્થાપના થતાંની સાથે જ પ્રધાનમંડળે પ્રજાઘડતરની મહત્ત્વની પ્રવૃત્તિને વિચાર શરૂ કર્યાં. આઝાદી મળતાંની સાથે આપણે કાઈ નવું તંત્ર ઉભું કરી શકયા નહાતા. આપણને વારસામાં તંત્ર મળ્યુ હતું. તંત્રમાં એઠેલા અધિકારીએ કૅ કર્મચારીઓ આઝાદી પહેલાના વખતમાં જુદી જ રીતે વિચારવા અને વર્તવા ટેવાયેલા હતા. એમની નજર સામે તંત્ર હતું, પ્રજા નહેાતી, હવેના પ્રજાકીય તંત્રમાં તે સરકારના એકે એક કર્મચારી એ કોઈ અમલદાર નથી પણ પ્રજાના સાચા સેવક છે— તંત્રના સમગ્ર કર્મચારીઓ આ રીતે વિચારતા થાય ત્યારે જ સાચા પ્રજાકીય તંત્રની સ્થાપના થઈ ગણાય. તંત્રના કર્મચારીની દૃષ્ટિ અને વ્યવહાર ઉપર જ તંત્રની સફળતાના આધાર છે. આ વાત નાની છતાં ઘણી મહત્ત્વની છે. જોતજોતામાં આવા પલ્ટા આવી જાય એ શકય નથી. પરન્તુ સૌરાષ્ટ્રમાં સદ્ભાગ્યની વાત હતી કે મોટા ભાગના અધિકારી મિત્રએ તંત્રના જુના ખ્યાલ છેાડી પલટાતા યુગના નવા વિચારોને ઝીલવાના પ્રમાણિક પ્રયત્ન કર્યો. અમલદારો અને કાર્યકરા વચ્ચેના ભેદ નહીંવત્ અન્યા. અધિકારીઓ અને કાર્યકરો ખભેખભા મિલાવીને કાર્ય કરતા થયા છે. આ જેવી તેવી વાત ન ગણાય. તંત્રમાં આવા સુંદર પટ્ટા પછી પણ તંત્રની કેટલીક મર્યાદાઓ હાય છે. વધુમાં પ્રાધડતરની કેટલીક પ્રવૃત્તિ પ્રજાકીય સંસ્થા દ્વારા થાય તેા જ એના પ્રાણુ ખીલી ઉઠે. આ ખ્યાલે કેટલાક પ્રયોગો અને પ્રવૃત્તિ માટે સૌરાષ્ટ્ર સરકારે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિને સહકાર આપ્યો. પરન્તુ વ્યાપક ધોરણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાથ ધરવાની કેટલીક પ્રવૃત્તિ માટે વિશિષ્ટ પ્રકારના પ્રયાગ કર્યો. એ પ્રયોગ છે અર્ધ સરકારી સંસ્થાનો. પંચાયત, ખાદી, ગ્રામદ્યોગ, પછાત વર્ગની સેવા, અસ્પૃશ્યતાનિવારણ, ગેાસેવા, સહકારી પ્રવૃત્તિ, અને એવી અનેક પાયાની પ્રવૃત્તિએ માટે સરકાર તરફથી એક યા બીજા પ્રકારનાં મંડળની રચના કરવામાં આવી. સૌરાષ્ટ્રના પ્રજાધડતરમાં આ મંડળોએ મહત્ત્વના ફાળા આપ્યા છે.
* આપણા લાકશાહી તંત્રમાં અને પૂ. ગાંધીજીએ અહિંસક સમાજરચનાનું જે ચિત્ર આપ્યું છે. એ દૃષ્ટિએ વિચારતાં ‘પચાયત’ એ આપણા રાષ્ટ્રજીવનનું ભારે મહત્વનું અંગ છે એ કરવાની ભાગ્યે જ જરૂરી ગણાય. પંચાયત એ સરકારી ધારા અનુસાર રચાયેલી અને ગામની દીવાબત્તી કે સાઈની જવાબદારી સંભાળતી કેવળ ક્રાઇ વહીવટી સંસ્થા નથી. પરન્તુ સમગ્ર ગામના સર્વાંગીણ વિકાસ માટેનું એ મહત્વનું ઘટક છે; લેાકેાના દિલની ભાવના અને ઉમદા મહત્વાકાંક્ષાઓને વ્યક્ત કરનારી અને એને મૂર્ત સ્વરૂપ આપનારી ગ્રામસંસ્થા છે. આ દૃષ્ટિએ વિચારતાં પંચાયતની સ્થાપના અને વિકાસને એક મહત્વની રચનાત્મક પ્રવૃત્તિ ગણવામાં આવી છે. સરખામણી જ
તા. ૧-૧-૧૯
કરવી હેાય તે। પંચાયતને સૌરાષ્ટ્રમાં હાથીના પગલાની ઉપમા આપવામાં આવે છે. હાથીના પગલામાં જેમ બીજા બધાં પગલાં સમાઈ જાય, એમ પંચાયતની પ્રવૃત્તિમાં અન્ય તમામ રચનાત્મક પ્રવૃત્તિઓ સમાઈ જાય. આવી મહત્ત્વની પ્રવૃત્તિને ચેાગ્ય વળાંક અને વેગ આપવા માટે સૌરાષ્ટ્ર રાજ્યે સૌરાષ્ટ્ર ગ્રામપ ંચાયત મધ્યસ્થ મડળની સ્થાપના કરી. લેકા સાથે જેને જીવતા જાગતા વર્ષો જુના સબંધ છે એવા અનુભવી આગેવાનોની આ મડળ ઉપર સેવા લેવામાં આવી. સાથે સાથે રચનાત્મક ક્ષેત્રમાં રોકાયેલા અને જાહેરજીવન સાથે સંકળાયેલા તમામે તમામ કાર્યકરોએ ‘પંચાયત’ ના કાર્યને યેાગ્ય સ્થાન અને મહત્ત્વ આપ્યું. પરિણામે આપણને પંચાયતના કાર્યમાં એક પ્રકારની નવી દષ્ટિ અને નવા ઉઠાવ જોવા મળે છે. આંકડાની વાત કરૂં તા સૌરાષ્ટ્રમાં કુલ લગભગ ૪૪૦૦ જેટલાં ગામ. આમાંથી સુધરાઈ વાળા શહેર અને અન્ય રીતે પચાયતની સ્થાપના શકય જ નથી એવા ગામે બાદ કરતાં જ્યાં પંચાયત સ્થાપી શકાય એમ છે એવા લગભગ ૪૦૦૦ ગામ ગણાય. આમાંથી લગભગ ૩૯૦૦ ગામામાં આજે પંચાયત સ્થપાઇ ચૂકી છૅ. બાકીના સે। સવાસા ગામામાં પણ થોડા વખતમાં જ પંચાયત સ્થપાઈ જશે. પંચાયતની સ્થાપના એ તે પહેલા તબક્કો છે. અને આંકડા ઉપરથી આપ જોઈ શકશે કે એ તખો લગભગ પૂરા થયા છે. પરન્તુ એટલેથી જ સત્તાષ લઈને અટકવાનું નથી. પંચાયતને આપણે ગ્રામ સ્વરાજ્યની આદર્શ સંસ્થા બનાવવી છે અને એ દિશામાં મંડળે તથા કાર્યકર મિત્રાએ બહુ જ કાળજીભર્યા પ્રયાસ હાથ ધર્યા છે. ગ્રામવિકાસની કાઈ યાજનાના વિચાર કરવા હાય । પંચાયતને કેન્દ્રમાં રાખીને જ એ થઈ શકે એવી સ્થિતિ નિર્માણ થઇ ચૂકી છે. સરકાર તરફથી પ્રજા–કલ્યાણનાં અનેક ખાતાં હોય છે, પરન્તુ આ બધાં ખાતાંની ગામડાં અંગેની લગભગ બધી જ યોજના અને કાર્યક્રમના અમલ ‘પ્’ચાયત’ સસ્થા દ્વારા જ થઈ રહ્યો છે. સરકારનાં જુદાં જુદાં ખાતાંઓની ગ્રામવિકાસ અંગેની યોજનાઓ હાથ ધરીને પંચાયતે એ સતષ માન્યો નથી. નૂતન સમાજ રચના માટે આપણી સામે જે દૃષ્ટિ અને કાર્યક્રમ છે એને ઝીલવા અને એને અમલ કરવા માટે પણ કેટલીક આગળ પડતી પંચાયતાએ પ્રયાસો હાથ ધર્યા છે અને સુદર પરિણામો હાંસલ કર્યાં છે. ગામમાં કોઇ માણસ એકાર હાય તો એને કામ આપવાની જવાબદારી પંચાયતની છે. ગામડાના મૃતપ્રાયઃ થયેલા ગ્રામઉદ્યોગને સજીવન કરવાની કાળજી પંચાયતે લેવી જોઇએ, ગામમાં સમાનતાની ભાવના પેદા કરવાનું કાર્ય પ ંચાયતનું છે. આવી હવા પેદા થવા લાગી છે.
અંબર ચરખા વિષે આપણે સાંભળીએ છીએ. એની કાર્ય ક્ષમતા વિષે ઉપરના વર્તુળામાં મતભેદ પ્રવર્તે છે. અને છતાં પ્રયોગ તરીકે ‘ આ વર્ષે આ કાર્યક્રમને અજમાયશ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે. મારા મનમાં કોઇ શક નથી કે જેમના મનમાં આ અખર ચરખા વિશે શંકા છે. એ ચેાડા વખતમાં જ નિર્મૂળ થશે અને આપણાં ગ્રામજીવનમાં અંબર ચરખા ક્રાંતિકારી પલ્ટો લાવશે. અંબર ચરખા, દ્વારા ખાદીનું ધણુ ઝડપી ઉત્પાદન થઈ શકશે એ વાત સાચી, પણ વિશેષ મહત્ત્વની વાત તે એ છે કે સ્વાવલંબનના ક્ષેત્રમાં અખર ચરખા મહત્ત્વના ફાળા આપે એમ છે. યરવડા ચક્રથી આપણે વ્યક્તિગત સ્વાવલંબનના કાર્યક્રમ વિચારતા હતા. અખર ચરખા દ્વારા હવે ગ્રામ સ્વાવલબના કાર્યક્રમ વિચારી શકાય એવી અનુકુળતા ઉભી થઈ છે. સૌરાષ્ટ્રની રચાનાત્મક સંસ્થાએ આ દિશામાં મથી રહી હતી. પરન્તુ સૌરાષ્ટ્રની ગ્રામ પંચાયતા સમક્ષ પણ અંબર ચરખા દ્વારા ગ્રામ સ્વાવલંબનની યોજના મૂકવામાં આવી. આપને જાણીને આનંદ થશે કે એકસા જેટલી પંચાયતાએ આ કાર્યક્રમના સ્વીકાર કર્યાં છે અને એમાંની મેટા ભાગની પંચાયતાએ ગામના પસંદ કરેલા જીવાનને અંબર ચરખાની તાલીમ આપી, વહેલી તકે ગામમાં અંબર ચરખા દ્વારા ગ્રામસ્વાવલંબનને કાર્યક્રમ હાથ ધરી શકાય એવા પ્રયાસે આદરી દીધા છે.
અપૂર્ણ
રતુભાઈ અદાણી