SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૧૭ પ્રબુદ્ધ જીવન સૈારાષ્ટ્રમાં થયેલ રચનાત્મક કાર્ય સૌરાષ્ટ્રમાં થયેલ રચનાત્મક કાર્યા પરિચય આપવાનું મને કહેવામાં આવ્યું છે. સામાન્ય રીતે રાજકીય ક્ષેત્ર અને રચનાત્મક ક્ષેત્ર, આ બન્ને ક્ષેત્રે જુદાં ગણાય છે. રાજકીય ક્ષેત્રના કાર્યકરા અને રચનાત્મક ક્ષેત્રના કાર્યકરો વચ્ચે પણ એક જાતની દિવાલ આપણને જોવા મળે છે. કમનસીબે ૧૯૪૭ પછી આ દિવાલ વધુ મજબુત થતી જતી હોય એવુ' લાગે છે. હકીકતે પૂ. ગાંધીજીએ રાજકારણ અને રચનાત્મક કાર્યની દૃષ્ટિ અને વ્યાખ્યા આપેલ છે એ જોતાં આ બન્ને પ્રવૃત્તિ કે ક્ષેત્ર વચ્ચે કાઈ ભેદ હોઈ ન શકે. બન્ને એકબીજાને પૂરક અને પોષક પ્રવૃત્તિ છે. ખરી રીતે એક જ સીક્કાની બે બાજુ કહી શકાય એવી આ પ્રવૃત્તિ છે. મને કહેતાં આનંદ થાય છે કે સૌરાષ્ટ્રમાં આ ખ્યાલથી પ્રેરાયલા રાજકીય ક્ષેત્ર અને રચનાત્મક ક્ષેત્ર વચ્ચે કાઇ દિવાલ નથી. બલ્કે બન્ને ક્ષેત્રના કાર્યકરો વચ્ચે વધુમાં વધુ મેળ અને એકતા છે, (તા. ૧–૧૨–૫૬ શનીવારના રાજ શ્રી મુંબઈ જૈન યુવક સંધના આશ્રય નીચે જન્મભૂમિ કાર્યાલયમાં મુંબઈના માનનીય શિક્ષણસચિવ શ્રી શાન્તિલાલ હ. શાહના પ્રમુખપણા નીચે · સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્ય ' એ વિષય ઉપર માનનીય પ્રધાન શ્રી રતુભાઈ અદાણીએ લગભગ દોઢ કલાક સુધી એકધારૂ વ્યાખ્યાન આપ્યું હતું અને સૌરાષ્ટ્રમાં થયેલા કાર્યોનો આબેહુબ ચિતાર રજુ કર્યાં હતા. તે વ્યાખ્યાનની તેમણે મજુર કરેલી અને બે હતાથી પ્રબુધ્ધ જીવનમાં પ્રગટ કરવા ધારેલી નોંધના પહેલા હતા નીચે મુજબ છે. તંત્રી.) કઠણ પરિસ્થિતિમાં ઝુઝવાથી એક પ્રકારનું બળ મળતું હોય છે. સૌરાષ્ટ્રમાં અનેક નાનામેટાં રજવાડાંએ અને એમના આપખુદ વહીવટમાં કાઈ જાહેર જીવન કે રચનાત્મક પ્રવૃત્તિનું નામ પણ લેવાય નહીં એવી સ્થિતી હતી. છતાં સદ્ભાગ્યે એ વિસામાં પણ સારી સંખ્યામાં કાકર મિત્રાએ રચનાત્મક કાર્યનાં થાણાં શરૂ કરેલાં અને ઠીક કહી શકાય એટલી સંખ્યામાં રચનાત્મક સ ંસ્થા જુદા જુદા ક્ષેત્રે કાર્ય કરી રહી હતી. વિચાર અને કાર્યક્રમની વૃત્તિએ તે આ બધા કાર્ય કરા અને સંસ્થા એક હતા. પણ જુદી જુદી રિયાસતાને કારણે કેટલીક મર્યાદાઓ અને વિટબણા વચ્ચે બધાએ કામ કરવાનું હતું. પરંતુ ૧૯૪૭ માં દેશને આઝાદી મળી અને ૧૯૪૮ માં સૌરાષ્ટ્રમાં રાજકીય એકતા અને પ્રજાકીય તંત્રનાં મંડાણુ થયાં. એ જ વખતે સૌરાષ્ટ્રમાં જુદી જુદી પથરાયેલી રચનાત્મક સંસ્થાઓ અને એના કાર્યકરો પણ સાથે મળ્યા. સૌરાષ્ટ્રમાં વધુ વ્યવસ્થિત રીતે રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી, વિકસાવી, એ દ્વારા પ્રજાધડતરના કાર્યમાં યોગ્ય હિસ્સો આપી શકાય એ દૃષ્ટિએ ‘સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ' ના નામે રચનાત્મક સંસ્થાએ અને રચનાત્મક કાર્ય કરાએ સંગઠ્ઠનની સ્થાપના કરી. ત્યારથી સૌરાષ્ટ્રના રચનાત્મક ક્ષેત્રમાં એક પ્રકારના પટે। આવ્યો. સૌરાષ્ટ્રની લગભગ તમામ રચનાત્મક સ ંસ્થા અને રચનાત્મક કાર્યકરો . આ સગર્ટૂન સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે. આ સંગઠ્ઠનના પરિણામે રચનાત્મક ક્ષેત્રે વિચાર અને કાર્યક્રમની સ્પષ્ટતા અને એકવાકયતા સાધી શકાઈ છે, એટલુ જ નહીં, જુદી જુદી અનેક રચનાત્મક સંસ્થાઓની આર્થિક વ્યવસ્થા અને જવાબદારી પણ સમિતિ દ્વારા સૌ સંયુક્ત રીતે ઉઠાવતા થયા છે. સંગઠ્ઠનની શરૂઆત થઈ ત્યારે ઘણાને એની સળતા વિષે શંકા અને વહેમ હતાં. પણ છેલ્લાં આઠ વર્ષથી આ પ્રયોગ એકધારો ચાલ્યેા આવે છે. નમ્રતા સાથે કહી શકાય કે દેશના ખીન્ન પ્રદેશને સૌરાષ્ટ્રે આ ક્ષેત્રમાં એક સુંદર નમુંને પૂરો પાડયો છે. સૌરાષ્ટ્ર સરકારના એક ખ્યાલ રહ્યો હતા કે ‘કલ્યાણું રાજ્ય’ તરીકે પ્રજાકલ્યાણ અને પ્રજાઉત્કર્ષની અનેક પ્રવૃત્તિએ રાજ્યે હાથ ધરવી જોઇએ એ વાત સાચી, પણ જેને પ્રજાઘડતરની પ્રવૃત્તિ કહી શકાય એવી પ્રવૃત્તિ સીધી રીતે સરકારી તંત્ર દ્વારા શરૂ કરવાને બદલે થઈ શકે ત્યાં સુધી પ્રજાકીય સંસ્થા અને પ્રજાકીય મંડળા દ્વારા જ શરૂ કરવી જોઇએ. પ્રજાધડતરના જુદા જુદા પાસાઓને આવરી લેતી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓને સાંકળીને, સંગકૃિત અને વ્યવસ્થિત રીતે આગળ વધારવાની દૃષ્ટિએ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિની થયેલી સ્થાપનાએ આ દિશામાં ભારે અનુકુળતા ઉભી કરી. રચનાત્મક ક્ષેત્રે હાથ ધરવા જેવા કેટલાયે પ્રયાગાની જવાબદારી સરકારે આ સમિતિને સુપ્રત કરી. સાથે સાથે સરકારે રચેલાં અનેક મડળે ઉપર સમિતિના કાર્યકરાની સેવા મળી. આને પરિણામે રચનાત્મક પ્રવૃત્તિને અનેરા વેગ મળ્યો. આ સુખદ પરિસ્થિતિના યશ જાય છે કાઠિયાવાડ રાજકીય પરિષદને. સૌરાષ્ટ્ર અનેક ટુકડામાં વહેંચાયેલું હતું. સૌરાષ્ટ્રની પ્રજા એવડી ગુલામીમાં ભીંસાયેલી હતી. કઠણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રજાને અને કાર્યકરોને વધુ સારૂં ધડતર અને કાર્ય કરવાની પ્રેરણા મળતાં હોય છે. સૌરાષ્ટ્રની પ્રજાને પણ મુશ્કેલ પરિસ્થિતિને કારણે સારૂ એવું ઘડતર મળ્યું. સૌરાષ્ટ્રની પ્રજાએ કાઠિયાવાડ રાજકીય પરિષદના નેજા નીચે ગુલામીમાંથી છૂટવાના પ્રયાસ શરૂ કર્યાં. સદ્ભાગ્યે આ પરિષદને પૂ. ગાંધીજીની આગેવાની અને દોરવણી મળી. પૂ. બાપુના રાજકારણમાં રચનાત્મક કાર્યક્રમ પાયારૂપે હાય જ, અને એથી એમણે એક બાજુથી રાજકીય આઝાદી માટે પરિષદને આદેશ આપ્યો તે બીજી બાજુથી પરિષદને વ્યાપક રીતે ખાદી અને અન્ય રચનાત્મક કાર્યક્રમ હાથ ધરવાના કાર્યક્રમ આપ્યો. પરિષદ તરફથી રાજકીય ક્ષેત્રે જોરદાર પ્રયાસો શરૂ થયા. સાથે સાથે ખાદી અને રચનાત્મક કાર્યના પણ વ્યાપક રીતે કાર્યક્રમ હાથ ધરાયો. રાજકારણ અને રચનાત્મક કાર્યો વચ્ચે પૂ. બાપુજીની દૃષ્ટિએ કાઈ ભેદ નથી એવા સ ંસ્કાર સૌરાષ્ટ્રને ત્યારથી જ મળ્યા. એ પ્રણાલિકા આજે પણ જળવાઈ રહી છે. એને પરિણામે આજે સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્ર અને એના કાર્યકરો તથા રચનાત્મક ક્ષેત્ર અને એના કાર્યકરો વચ્ચે વધુમાં વધુ મેળ અને એકતા જોવા મળે છે. ૧૯૫ રચાનાત્મક કાર્ય એટલે શું? આ વિષે આપણા મનમાં ભાતભાતના ખ્યાલો પ્રવર્તે છે. પૂ ગાંધીજીએ તેા રચનાત્મક કાર્યક્રમની બહુ જ સ્પષ્ટ અને વ્યાપક વ્યાખ્યા આપી છે. એ દૃષ્ટિએ તો રાજકારણ એ પણ રચનાત્મક પ્રવૃત્તિના ભાગ ગણાય. પણ આજે રચનાત્મક પ્રવૃત્તિ વિષે જુદાજુદા ખ્યાલા પ્રવર્તે છે. કાઈ કવળ ખાદીને રચનાત્મક કાર્ય ગણે છે. કાઈ ગ્રામઉદ્યોગને રચનાત્મક કાર્ય ગણે છે. કાઈ બીજા કાર્ય ક્રમને રચનાત્મક કાર્ય તરીકે મહત્ત્વ આપતા હોય છે. ત્યારે કાઈ ખીજાની ભૂલે શેાધવી અને બતાવવી એને પણ રચનાત્મક કાર્ય ગણે છે. મારે કહેવું જોઇએ કે સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્યક્રમને સંકુચિત અર્થમાં વિચાર કરવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલા એક સમારંભમાં પંડિત જવાહરલાલજીએ પંચવર્ષીય યેાજનાને પણ રચનાત્મક કાર્ય તરીકે ધટાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં તે શરૂઆતથી જ આવા વ્યાપક અર્થમાં રચનાત્મક કાર્યો વિચાર થયો છે અને એથી હું કેવળ ખાદી કે ગ્રામઉધોગ, અને એ ક્ષેત્રમાં કાર્ય“ કરતી થાડી સંસ્થા તરફથી ચાલતી રચનાત્મક પ્રવૃત્તિને જ પરિચય આપવાને બદલે, સૌરાષ્ટ્રની સમગ્ર પ્રજાએ વ્યાપક ધારણે જે રચનાત્મક કાર્યક્રમ હાથ ધર્યો છે એને! પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. પ્રજાધડતરના કાર્યના જીવનકાર્ય તરીકે જેણે સ્વીકાર કર્યો છે. એવા કાર્યકરાનુ એકાદ જૂથ અને એ જૂથના રચનાત્મક કાર્યને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે રચનાત્મક સંસ્થા રાજ્યના દરેકે દરેક તાલુકા મહાલ દીઠ હાવાં જોઇએ એવા સમિતિના ખ્યાલ રહ્યો છે. ઘણા ખરા તાલુકા મહાલામાં આવી સંસ્થા આજે કાર્ય કરી રહી છે એ સતાષની વાત છે. દરેક સસ્થાને એની વિશિષ્ટતા છે. કાઇ સસ્થાએ શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે તે કાઇ સંસ્થાએ ખાદીને, કાઈ સંસ્થા ગ્રામઉદ્યોગના વિકાસ પાછળ શક્તિ ખર્ચે છે તે કાઈ સ ંસ્થા અસ્પૃશ્યતાનિવારણના કાર્યોને મહત્ત્વ આપે છે. કાઈ સંસ્થાએ પ્રયાગ પાછળ ધુણી ધખાવી છે તેા કાઈ સંસ્થાએ પ્રચારકાર્ય ઉપર જોર આપ્યું છે.
SR No.525942
Book TitlePrabuddha Jivan 1957 Year 18 Ank 17 to 24 and Year 19 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1957
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy