________________
૧૭૪
પ્રબુદ્ધ જીવન
ભારતના લાંકા વધારે ચિન્તનશીલ છે. એવા એક ખ્યાલ છે અને અમેરિકાના લેાકાએ પોતાના ઇતિહાસથી પુરવાર કર્યું છે કે તે ભારે તાકાત, ક્રિયાશીલતા અને આગળ વધવાની તમન્ના ધરાવે છે. ઉપર જણાવી તેવી ચિન્તનશીલતાને કાંઇક અંશ આજે પણ ભારતની પ્રજામાં રહે છે. પણ સાથે સાથે આજના નવભારતે એક પ્રકારની ક્રિયાશીલતા અને લેાકેાનું જીવનધારણ ઉંચે લાવવાની તમન્ના પોતામાં વિકસાવી છે, પણ તે તમન્ના સાથે જીવનની નૈતિક અને આધ્યાત્મિક ખાજીએને વળગી રહેવાની ભાવના ગાઢપણે સકલિત થયેલી છે.
આજે અમે અમારા દેશના ઝડપી અને મેાટા પાયાના આર્થિક વિકાસ સાધવાના ભગીરથ અને પ્રેરક કાર્યમાં રાકાયલા છીએ. ભારત જેવા પુરાણા અને અણુવિકસિત દેશમાં આવા વિકાસ વિચાર અને લક્ષ્યપૂર્વકના આયોજન વડે જ શક્ય બને છે. લેાકશાહીના સિધ્ધાન્તો અને પરંપરાને વફાદાર રહીને આ આયોજનની વિગતા અમારા લોકો સાથે અમે છુટથી ચર્ચીએ છીએ, પરસ્પર ખૂબ સલાહમત્રણા કરીએ છીએ અને તેને અમલી બનાવવા માટે પ્રજાજનના ઐચ્છિક સક્રિય સહકાર મેળવીએ છીએ. આ મહીના પહેલાં અમે પહેલી પ ંચવાર્ષીય “ યોજના પાર પાડી છે અને વધારે મહત્ત્વાકાંક્ષી ધારણ ઉપર અમારી ખીજી પંચવર્ષીય યોજનાને અમે પ્રારંભ કર્યો છે. આ ચેાજના ખેતીવાડી અને ઉદ્યોગમાં, ફેકટરીમાં અને નાના પાયાના ઉદ્યોગોમાં તેમ જ ગૃહઉધોગામાં યાજનાપૂર્વકના વિકાસ સાધવા માંગે છે.
હું ભારત વિષે આ બધું કહી રહ્યો છું, કારણ કે તે મારા દેશ છે અને તે વિષે કહેવાને મારે અધિકાર છે. પણ એશીઆના ખીજા ધણા દેશની પણ આવી જ કથા છે. કારણ કે એશી આજે જાગૃત થયું છે અને આ દેશ કે જે લાંબા વખતથી પરદેશી સરી નીચે સબડતા હતા તેમને પોતાની સ્વતંત્રતા પાછી મળી છે અને નવી ચેતનાથી તેઓ ઉ-તેજિત થયા છે અને નવા આદર્શો તરક ગતિમાન થયા છે. તેમના માટે તેમ જ અમારા માટે, વન ધારણ કરવા માટે જેમ શ્વાસ લેવામાં આવે છે તેટલી જ અનિવાર્ય અને આવશ્યક આ નવપ્રાપ્ત આઝાદી છે અને કાઈ પણ આાકારની સંસ્થાનશાહી અમારા દિલમાં જુગુપ્સા પેદા કરે છે.
‘ટેક્નોલોજીના ક્ષેત્રમાં સધાયલી મહાન પ્રગતિએ નવા યુગ પેદા કરેલ છે. જેમાં અમેરિકાનું યુનાઇટેડ સ્ટેટ્સ અગ્રણી છે. આજે આખી દુનિયા આપણી પાડેાશી બની છે અને ખડા અને દેશાના જુના ભાગલાઓનું મહત્ત્વ દિન પ્રતિદિન ઘટતુ જાય છે, શાન્તિ અને સ્વતંત્રતા અવિભાજ્ય બની છે અને અમુક ભાગ સ્વતંત્ર અને અમુક ભાગ પરાધીન એવી રીતે વહેંચાયલી આજની દુનિયા હવે લાંખે વખત ટકી શકે તેમ નથી. આ અણુયુગમાં સુલેહશાન્તિની રક્ષા ઉપર જ માનવજાતને ટકાવ અવલખિત બન્યો છે.
તાજેતરમાં આપણે એ કરૂણ ઘટનાએ જોઈ, જેણે દુનિયાભરનાં સ્ત્રી પુરૂષાના મનને ભયંકર રીતે હચમચાવી નાંખ્યા છે. આ છે ઈજીપ્ત અને હંગેરીની કરૂણ ઘટના. આને લીધે જેમને ખમવું પડ્યું છે અને આજે પણ જેમને ખમવુ પડે છે તેમના તરફ આપણા ક્લિમાં ઊંડી સહાનુભૂતિ પ્રગટવી જોએ અને શાન્તિપૂર્ણ અને રચનાત્મક રીતે તેમના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આપણાથી અને તેટલા મદદરૂપ થવુ જોઇએ.
આ કરૂણ ઘટનાઓને પણ એક આશાજનક ખાજુ છે. કારણ કે તે ધટનાઓએ પુરવાર કરી આપ્યુ છે કે અત્યન્ત શક્તિશાળી દેશે। પણ જુની સંસ્થાનવાદી પદ્ધતિને હવે આશા લઈ શકે તેમ છે જ નહિ, અથવા તેા નબળા દેશ ઉપર પેાતાનું આધિપત્ય લાદી શકે તેમ હવે રહ્યું નથી. દુનિયાના અભિપ્રાયે દર્શાવ્યું છે કે આવાં આક્રમણના સામના કરવા માટે તે સ ંગઠ્ઠિત થઇ શકે છે. સંભવ છે કે આ કરૂણ ઘટનાઓના પરિણામે સ્વાતંત્ર્યનું ક્ષેત્રફળ વધારે વિસ્તૃત થશે અને વધારે સ્થિરતા પ્રાપ્ત કરાવતા વર્તન-ધારણનું નિર્માણ થશે. સુલેહશાન્તિની રક્ષા એ ભારતની રાજનીતિનું મુખ્ય ધ્યેય છે. આ રાજનીતિના અનુસરણમાંથી જ અમે અમારા માટે કાઈ પણ લશ્કરી કે, એવા કાઇ અન્ય પ્રકારના જોડાણમાં કે સંગઠ્ઠનમાં ન જોડાવાના માર્ગ પસંદ કર્યાં છે. આવી ખીનજોડાણુની નીતિ ઉપરથી
તા. ૧-૧-પ
કોઇએ એમ સમજવાનું નથી કે અમે મનથી કે ક્રિયાથી કાયર છીએ અથવા તે અમારામાં કાઇ શ્રદ્ધા કે પ્રતીતિ નથી. જેને અમે અનિષ્ટ ગણીએ છીએ. તેને નમતું આપવુ એવા પણ તેને કેાઇ અર્થ નથી. આજે આપણી સામે જે સમસ્યા છે તે પ્રત્યે વિધાયક અને ક્રિયાશીલ અભિગમ એ જ અમારી ખીન—જોડાણ નીતિનું હાર્દ છે.
દરેક દેશને સ્વાત ંત્ર્યને હક્ક છે એટલું જ નહિ પણ પેાતાની આગવી નીતિ અને જીવનપદ્ધતિ નક્કી કરવાના પણુ. તેને તેટલા જ હ છે. માત્ર આ રીતે જ સ્વાત ંત્ર્ય કાલીઝુલી શકે અને લાકા પેાતાની પ્રકૃતિ અનુસાર આગળ વધી શકે. આ ઉપરથી અમે અનાક્રમણમાં અને એક દેશની ખાખતમાં અન્ય દેશની ખીનદરમિયાનગીરીમાં અને એક દેશની અન્ય દેશ પ્રત્યે સહિષ્ણુતામાં અને શાન્તિપૂર્ણ સહ—અસ્તિત્વમાં માનીએ છીએ. અમને લાગે છે કે પ્રજા પ્રજા વચ્ચેના મુક્તવિચાર વિનિમય વડે, વ્યાપારવ્યવસાય વડે અને અન્ય સંપર્કાઠારા દરેક પ્રજા અન્ય પ્રજા પાસેથી નવું નવું શીખતી રહેશે અને સત્યને આખરે વિજય થશે. આમ હોવાથી, અન્ય રાજ્યોની નીતિ કે સરકારી રચના સાથે અમે એકમત ન હેાએ તે પણ સર્વ દેશે! સાથે અમે મિત્રતાભર્યો સબંધ જાળવી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને લાગે છે કે આ પ્રકારના અભિગમથી અમે અમારા દેશની જ માત્ર સેવા કરીએ છીએ એમ નથી, પણ દુનિયામાં ભાતૃભાવ અને સુલેહશાન્તિને વેગ આપવામાં પણ અમે ઉપયોગી કાળા આપી રહ્યા છીએ.
યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે, હિંદે સ્વતંત્રતા પ્રાપ્ત કરી તે પહેલાં પણ, મૈત્રીભર્યા હાર્દિક સબંધો પ્રવર્તતા હતા. આઝાદી માટેની અમારી લડત દરમિયાન આપના દેશ તરફથી અમને જે સહાનુભૂતિ અને ટેકો મળ્યા હતા તે કોઇ પણ ભારતવાસી ભુલી નહિ શકે. આપણા એ પ્રજાસત્તાક રાજ્યો લેાકશાસિત સંસ્થાએ અને લેાકશાહીપ્રેરિત જીવનપધ્ધતિમાં સમાન શ્રધ્ધા ધરાવીએ છીએ અને શાન્તિ અને સ્વતંત્રતાના લક્ષ્યને આપણે બન્ને સમર્પિત છીએ. આ દેશને મહાન બનાવનાર અનેક ગુણાની અને ખાસ કરીને અમેરિકન પ્રજામાં રહેલી માનવતા અને ક્રિયાશક્તિની અને અમેરિકન સ્વાતંત્ર્યના જન્મદાતાઓએ પોતાનાં પ્રવયના મારફત વ્યક્ત કરેલા મહાન સિધ્ધાન્તાની અમે ખૂબ પ્રશ ંસા કરીએ છીએ. અમે આપની પાસેથી શિખવા માંગીએ છીએ, અને અમારા દેશમાં અમે જે ભગીરથ કાર્ય ઉપાડયું છે તે માટે આપની મૈત્રીની, આપના સહકારની, આપની સહાનુભૂતિની અમે નમ્રતાપૂર્ણાંક માંગણી કરીએ છીએ.
આપના પ્રમુખ સાથે લાંબી વાત કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ છે અને દુનિયાની સામે ઉભેલા અનેક પ્રશ્નોની અમે ચર્ચા કરી છે. હું આપને કહી શકું છું કે મને આ વિચારવિનિમયથી ઘણા ફાયદો થયા છે. હું એનાં સ્મરણાને મારા ચિત્તમાં સંગ્રહી રાખીશ અને મારી વિચારણામાં તે મને ઘણી રીતે મદદરૂપ ખનશે. આપના પ્રમુખનુ અમારા દેશમાં સ્વાગત કરવાની અને તેમના વિષે અમારા દિલમાં જે માન અને આદર છે. તે વ્યક્ત કરવાની અમને ટુક સમયમાં તક મળે એવી અમે અન્તઃકરણથી આશા રાખીએ છીએ.
દુનિયાની પ્રજાએ મુક્તપણે સ્વીકારેલાં નૈતિક ધારણાનુ થયેલું દુઃખદાયક ઉલ્લંધન આપણે તાજેતરમાં જોયું છે. આ ચિન્તા અને અકળામણના દિવસે। દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસસ્થાના ચાર્ટરના સિધ્ધાન્તાને ઉચિત રીતે વળગી રહીને યુનાઈટેડ સ્ટેટ્સે પોતાની આબરૂમાં ખૂબ વધારા કર્યાં છે. યુધ્ધનું જોખમ હજી વિલય પામ્યું નથી અને ભવિષ્યગાં માનવજાત માટે નવી સેટી અને આત પણ આવીને ઉભી રહે એવા પૂરા સભવ છે. એમ છતાં પણ શાન્તિરક્ષક શક્તિ બળવાન છે અને માનવજાતનું મન જાગૃત છે. મને આશા છે કે શાન્તિનો જય થશે.
આજે આપણે શાન્તિ અને શુભેચ્છાના ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને થાડા દિવસમાં નવું વર્ષ આવીને ઉભુ રહેશે. નવા વર્ષ અંગે આપને મારી અનેક શુભેચ્છાઓ છે અને આ ટાણે હું આશા વ્યક્ત કરૂં છું કે આ નવું વર્ષ આપણુને દુનિયાભરમાં શાન્તિ અને સ્વાતંત્ર્યના વિજયનું દર્શન કરાવે |
મૂળ અંગ્રેજી: જવાહરલાલ નહેરૂ અનુવાદક: પાનદ