________________
રજીસ્ટર્ડ નં. B ૪ર૬૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
|૧૯૫૭ - 15/
प्रबद्ध भवन પ્રભુન
પ્ર. જૈન વર્ષ ૧૪–પ્ર. જીવન વર્ષ ૪ અંક ૧૭
મુંબઇ, જાનેવારી ૧, ૧૯૫૯, મંગળવાર આફ્રિકા માટે શીલિંગ ૮.
- A ને દ ક ક આ એક
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
યુનાઇટેડ સ્ટેઈટ્સના આપ પ્રજાજનોએ મારી ઉપર જે પ્રેમભાવ વરસાવ્યે છે અને મારી જે બાદશાહી પહેાણાગત કરી છે તે એ કારાને લીધે આપને ‘મિત્રે ′ એ મુજબની નિકટતાપૂર્વક સબાધવાની હું હીંમત કરૂં છું.
સુલેહશાન્તિના પક્ષે જેમની જગવિખ્યાત સેવા અને નિટ્ટાના કારણે તેમ જ જેમના દિલમાં રહેલી ઊંડી માનવતાના કારણે દુનિયાના રાજકારણી પુરૂષામાં અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા આપના પ્રમુખના ભાવભર્યું નિમ ંત્રણનો સ્વીકાર કરીને હું આપના દેશની બહુ ટુંકી મુલાકાત માટે આવ્યે છું. આપની વચ્ચે ઉપસ્થિત થતાં મને બહુ જ આનંદ થાય છે અને મને એટલી જ બ્લિગીરી છે કે હું અહિં બહુ થોડા દિવસો જ રહી શકું તેમ ... અને આપમાંના અનેકને જાતે મળવાનો મને કઈ અવકાશ નથી,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છુટક નલ : ત્રણ ના
અમેરિકાની પ્રજાજોગ મહા અમાત્ય નહેરૂનુ ઉદ્દાત્ત
રેડીઓ પ્રવચન
( ડીસે'બર માસની ૨૮ મી તારીખે વાશીંગ્ટન ખાતે મહા અમાત્ય નેહરૂએ આપેલા રેડીએ પ્રવચનના નીચે અનુવાદ આપવામાં આવે છે. કાઇને પણ પ્રશ્ન થાય કે દૈનિક છાપાઓમાં પ્રગટ થયેલ અને અનેકની નજર નીચેથી પસાર થયેલ આ પ્રવચન અહિં શા માટે પુનઃ પ્રગટ કરવામાં આવે છે? જવાબમાં જણાવવાનુ કે દૈનિક છાપાઓમાં પ્રગટ થતા અહેવાલે માણસો ઉડતી નજરે જુએ છે અને સ્થાયી મૂલ્યની અનેક વસ્તુઓ ઉપર તેનું ધ્યાન ભાગ્યે જ કેન્દ્રિત થાય છે. પાંડિત નેહરૂનુ આ પ્રવચન ઉદાત્ત વાણીના એક સુન્દર નમુના છે. પ્રબુધ્ધ જીવનના વાંકા આ પ્રવચન શાન્તિથી વાંચે, વિચારે અને માણે એ હેતુથી અહિં તેને પુનઃ પ્રસિધ્ધિ આપવી ઉચિત ધારી છે, તંત્રી )
મિત્રો,
ચૂંટણી થવાની છે. આ ચૂંટણીઓમાં વીશ કરોડ મતદારાને ભાગ લેવાના અધિકારી બનાવવામાં આવ્યા છે. કાઇ પણ મતદારને પોતાને મત આપવા માટે બહુ દૂર જવું ન પડે એ માટે એ લાખ મતપ્રદાન કેન્દ્રો ઉભા કરવામાં આવનાર છે. આ હકીકત ઉપરથી આ ચૂંટણીઓ કેટલા મેટા પાયા ઉપરની હશે તેને આપને ખ્યાલ આવશે.
પાંચ વર્ષ પહેલાં અમેરિકાની કાઇ એક વિદ્યાપીઠના પ્રાધ્યાપક અને દીલ્હીમાં મળવા આવેલા અને મને એક વસ્તુ ભેટ આપી ગયેલા જેની મારે મન ધણી માટી કીંમત છે. આ વસ્તુ અબ્રાહમ લીંકનના જમણા હાથની પીતળની બનાવેલી અનુકૃતિ હતી. તે સુન્દર હાથ ખળવાન છે, સુદૃઢ છે અને એમ છતાં તેમાં એક પ્રકારની કામળતા છે. તે ભેટ મળી ત્યારથી આજ સુધી મે તેને મારા અભ્યાસના ટેબલ ઉપર જાળવીને રાખેલ છે અને હંમેશા તેને હું નિરખ્યા કરૂં છું અને તેમાંથી બળ મેળવતા રહું છું. અમે ભારતવાસીઓ કેવી રીતે વિચારીએ છીએ અને કયા પ્રેરક બળા અમારામાં કામ કરી રહ્યાં છે તેના કદાચ આ એક નાના સરખા દાખલાથી આપને કઈક ખ્યાલ આવશે. કારણ કે અમે સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિના સ્વત્વમાં માનીએ છીએ અને માનવીના આત્માની મુક્તિને સૌથી વધારે મહત્ત્વ આપીએ છીએ. આને લીધે લોકશાસિત જીવનપધ્ધતિ સાથે અમે કુદૃઢપણે સંકળાયલા છીએ અને લેાકશાહી પ્રત્યેની વાદારીમાં અમે જરા પણ શિથિલતા દાખવવાના નથી.
લગભગ સાત વર્ષ પહેલાં અમારા દેશને અમે પ્રજાસત્તાક બનાવ્યા અને ઉપર જણાવેલા સિધ્ધાન્તા ઉપર રચાયલા બંધારણના અમે સ્વીકાર કર્યો અને વ્યક્તિસ્વાતંત્ર્ય, માનવી માનવી વચ્ચેની સમાનતા અને કાયદાપૂર્વકનું શાસન–માનવીના આ પાયાના હક્કોની અમે અમારા પ્રજાજનને ખાત્રી આપી. પાંચ વર્ષ પહેલાં અમે અમારી અધ્યવર્તી પાર્લામેન્ટ અને પ્રાદેશિક ધારાસભા માટે સામાન્ય ચૂંટણી કરી. ચૂંટણીઓ રાજ્યસત્તાથી નિબંધ અને નિષ્પક્ષ હાવાની સૌ કાઇને પ્રતીતિ થાય તે હેતુથી સરકારી કુશથી મુક્ત એવા એક તટસ્થ તારા આ ચૂંટણીઓની બહુ મેટા પાયા ઉપર યેાજના કરવામાં આવી હતી. આગામી વર્ષના પ્રારંભમાં અમારે ત્યાં કરીથી સામાન્ય
莊業茶業營業業業業旅游糖業
આપ જાણો છે કે દુનિયાની વસ્તીના સાતમા ભાગની—સાડત્રીશ કરોડ માનવીની—વસ્તી ધરાવતું ભારત એક વિશાળ દેશ છે. તે એક પુરાણા દેશ છે, અનેક ઉજ્જ્વળ ઘટનાઓથી ભરેલા તેના ઇતિહાસ અને પરંપરા છે, કાળની તવારીખ શરૂ થાય છે ત્યારથી તેની સભ્યતાની શરૂઆત થઈ છે, અને તેની પાતાની ભૂમિમાં જેના ઊંડાં મૂળ નંખાયલાં છે અને ખીજા દેશો અને ખીજી પ્રજાએ સાથે જેણે સમન્વય અને એકરૂપતા સાધેલ છે એવી તેની ઉદાત્ત સંસ્કૃતિ છે. આ વર્ષે, જેમણે અમને આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં શાન્તિ, સમભાવ અને કરૂણાના સ ંદેશ આપ્યા હતા એવા-ભારતના પનોતા પુત્ર– ભગવાન મુધ્ધની ૨૫૦૦ મી નિર્વાણજયન્તી અમે અમારા દેશમાં અને ખીજા કેટલાક દેશોમાં ઉજવી. સૈકા દરમિયાન ભારતે સહિષ્ણુતા અને સમન્વયને ઉપદેશ આપ્યો છે અને તે મુજબ આચરણ કર્યું. છે અને માનવીના ચિન્તનને, કળાને, સાહિત્યને, તત્વવિધાને અને ધર્મને ભારતે સમૃદ્ધ કરેલ છે. તેનાં સન્તાનાએ જમીન અને દરિયાનાં જખમા ખેડીને, કોઈ વિજય કે આધિપત્ય મેળવવાના હેતુથી નહિ પણ સુલેહશાન્તિના દૂતા તરીકે અથવા તો વિચારાના પ્રચાર માટે તેમ જ પોતાની સુન્દર ચીજોના વ્યાપાર વ્યવસાય અર્થે, દૂર દૂરના પ્રદેશામાં પ્રવાસા કર્યાં હતા. ભારત આજ સુધીમાં અનેક કડવા મીઠા અનુભવામાંથી પસાર થયેલ છે, પણ તેના વિવિધર’ગી ઇતિહાસ દરમિયાન શાન્તિ અને સહિષ્ણુતાના સંદેશનું તેણે કદિ પણ વિસ્મરણ કે ઉપેક્ષા કરેલ નથી. અમારી પોતાની હયાતી દરમિયાન, જેમણે શાન્તિપૂર્ણ છતાં પૂરી અસરકારક એવી મોટા પાયા ઉપરની લડત ચલાવીને અમને આઝાદી પ્રાપ્ત કરાવી છે એવા-અમારા મહાન નેતા અને ગુરૂમહાત્મા ગાંધીએ આ સ ંદેશાની પુનઃ ધેષણા કરી હતી.
નવ વર્ષ પહેલાં અમારા દેશના એ વખતના સત્તાધીશાનું અને અમારૂ સ્વમાન તથા માબા જળવાય એ રીતે ખીનલેહીયાળ ક્રાન્તિદ્વારા અમે અમારી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. હિંદમાં આજે વસતા અમે ભારતવાસી એ ક્રાન્તિના વારસદાર છીએ અને અમારા જીવન ઉપર એની ઘેરી અસર પડી છે. રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યાં ખાદ અમાશ દેશ જે અનિષ્ટ દૂષણાને સદીઓથી ભોગ બનેલ છે તે દૂષણા દૂર કરવાની અને ગરીબી નાબુદ કરવાની અને અમારા લેકાનું જીવનધારણ ઊંચે લાવવાની અને વિકાસ તથા પ્રગતિસાધક તા સરખી અને પૂરા પ્રમાણમાં સૌ કાઈને પૂરી પાડવાની અમે તીવ્રપણે આતુરતા સેવીએ છીએ.